પી.પી. સવાણી યુનિવર્સિટીમાં 6મો દીક્ષાંત સમારોહ ભવ્ય રીતે સંપન્ન દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત પી.પી. સવાણી યુનિવર્સિટીમાં તા. 6 ડિસેમ્બર 2025ના રોજ 6મો દીક્ષાંત સમારોહ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભવ્ય અને ગૌરવમય વાતાવરણમાં યોજાયો. વૈદિક પરંપરાનુસાર દીક્ષાંત યજ્ઞ સાથે શરૂઆત કરાયેલા આ સમારંભમાં ‘વનદે માતરમ’ ગીતના 150 વર્ષનું સ્મરણ કરીને ભારતીય સંસ્કૃતિની છાંટ સાથે કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના ઉપ મુખ્ય પ્રધાન શ્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. ઉપરાંત શ્રી ગિરિશ લુથરા (ચેરમેન – લુથરા ગ્રૂપ) અને શ્રી અશોક મહેતા (સ્થાપક અને ચેરમેન – સુચી ઇન્ડસ્ટ્રીઝ લિ. & સુચી સેમિકોન પ્રા. લિ.) વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. સૌ મહાનુભાવોએ પોતાના પ્રેરણાસભર ઉદ્બોધન દ્વારા વિદ્યાર્થીઓને નવા ઉત્સાહ અને સંકલ્પ સાથે ભવિષ્ય તરફ આગળ વધવા પ્રેરિત કર્યા. આ અવસર પર યુનિવર્સિટીના પ્રમુખ શ્રી વલ્લભભાઈ સવાણી (બાપુજી), ગવર્નિંગ બોડીના સભ્યો, પ્રોવોસ્ટ ડો. પરાગ સંઘાણી, રજીસ્ટ્રાર ડો. સતીશ બિરાદર, ડેપ્યુટી રજીસ્ટ્રાર ડો. બિંદેશ પટેલ, પરીક્ષા નિયામક ડો. હિરેન પટેલ સહિત ફેકલ્ટી સભ્યો, સ્ટાફ અને વાલીગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમારંભ દરમ્યાન આ વર્ષે 1200 થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી અર્પણ કરવામાં આવી, જેમાં 25 ગોલ્ડ મેડાલિસ્ટને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ઉપરાંત 12 પીએચ.ડી. સંશોધકોને ડોક્ટરેટ ડિગ્રી પ્રદાન કરવામાં આવી. સાયન્સ, એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન, કોમર્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, અર્બન પ્લાનિંગ, કમ્પ્યુટર સાયન્સ અને પબ્લિક હેલ્થ જેવી વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી. પશ્ચિમીકરણના વધતા પ્રભાવ વચ્ચે ભારતીય મૂલ્યો અને પરંપરાનો આગ્રહ રાખતા દીક્ષાંત યજ્ઞ જેવી વિધિઓ પી.પી. સવાણી યુનિવર્સિટીની આગવી ઓળખ બની છે. યજ્ઞ દ્વારા વિશ્વશાંતિ, વિદ્યાર્થીઓના ઉજ્જ્વળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસની પ્રાર્થનાઓ સાથે કાર્યક્રમનો સફળ સમાપન કરવામાં આવ્યો. પી.પી. સવાણી યુનિવર્સિટીના આ દીક્ષાંત સમારોહે ફરીવાર સાબિત કર્યું કે આધુનિક શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું સવર્ધન જ સાચું સર્વાંગી શિક્ષણ છે.
પી.પી. સવાણી યુનિવર્સિટીમાં 6મો દીક્ષાંત સમારોહ ભવ્ય રીતે સંપન્ન દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત પી.પી. સવાણી યુનિવર્સિટીમાં તા. 6 ડિસેમ્બર 2025ના રોજ 6મો દીક્ષાંત સમારોહ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભવ્ય અને ગૌરવમય વાતાવરણમાં યોજાયો. વૈદિક પરંપરાનુસાર દીક્ષાંત યજ્ઞ સાથે શરૂઆત કરાયેલા આ સમારંભમાં ‘વનદે માતરમ’ ગીતના 150 વર્ષનું સ્મરણ કરીને ભારતીય સંસ્કૃતિની છાંટ સાથે કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના ઉપ મુખ્ય પ્રધાન શ્રી હર્ષ સંઘવી હાજર રહ્યા
હતા. ઉપરાંત શ્રી ગિરિશ લુથરા (ચેરમેન – લુથરા ગ્રૂપ) અને શ્રી અશોક મહેતા (સ્થાપક અને ચેરમેન – સુચી ઇન્ડસ્ટ્રીઝ લિ. & સુચી સેમિકોન પ્રા. લિ.) વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. સૌ મહાનુભાવોએ પોતાના પ્રેરણાસભર ઉદ્બોધન દ્વારા વિદ્યાર્થીઓને નવા ઉત્સાહ અને સંકલ્પ સાથે ભવિષ્ય તરફ આગળ વધવા પ્રેરિત કર્યા. આ અવસર પર યુનિવર્સિટીના પ્રમુખ શ્રી વલ્લભભાઈ સવાણી (બાપુજી), ગવર્નિંગ બોડીના સભ્યો, પ્રોવોસ્ટ ડો. પરાગ સંઘાણી, રજીસ્ટ્રાર ડો. સતીશ બિરાદર,
ડેપ્યુટી રજીસ્ટ્રાર ડો. બિંદેશ પટેલ, પરીક્ષા નિયામક ડો. હિરેન પટેલ સહિત ફેકલ્ટી સભ્યો, સ્ટાફ અને વાલીગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમારંભ દરમ્યાન આ વર્ષે 1200 થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી અર્પણ કરવામાં આવી, જેમાં 25 ગોલ્ડ મેડાલિસ્ટને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ઉપરાંત 12 પીએચ.ડી. સંશોધકોને ડોક્ટરેટ ડિગ્રી પ્રદાન કરવામાં આવી. સાયન્સ, એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન, કોમર્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, અર્બન પ્લાનિંગ, કમ્પ્યુટર સાયન્સ અને પબ્લિક
હેલ્થ જેવી વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી. પશ્ચિમીકરણના વધતા પ્રભાવ વચ્ચે ભારતીય મૂલ્યો અને પરંપરાનો આગ્રહ રાખતા દીક્ષાંત યજ્ઞ જેવી વિધિઓ પી.પી. સવાણી યુનિવર્સિટીની આગવી ઓળખ બની છે. યજ્ઞ દ્વારા વિશ્વશાંતિ, વિદ્યાર્થીઓના ઉજ્જ્વળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસની પ્રાર્થનાઓ સાથે કાર્યક્રમનો સફળ સમાપન કરવામાં આવ્યો. પી.પી. સવાણી યુનિવર્સિટીના આ દીક્ષાંત સમારોહે ફરીવાર સાબિત કર્યું કે આધુનિક શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું સવર્ધન જ સાચું સર્વાંગી શિક્ષણ છે.
- લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેત્રંગ ના ટિમરોલીયા ગામેથી દારૂ ઝડપી પાડ્યો1
- #MessiahOf_TheFarmers बाढ़ पीड़ित गाँव चानौत (पहली बार में) को संत रामपाल जी महाराज जी की तरफ से 8,000 फीट (8 इंची)पाइप + 4 बड़ी मोटर दी गयी। (दूसरी बार demand पर) 16,000 फीट (8 इंची) पाइप + 5 विशाल मोटर दी गयी। Sant RampalJi Maharaj1
- Post by Abdulkaisar1
- https://www.instagram.com/patrakaarimran https://whatsapp.com/channel/0029Vb6Y9f2B4hdYfMrlRW2ય સુરતના અર્ચના વિસ્તારની ઘટના...1
- આંજણા ઇન્ડસ્ટ્રી પાસેના જાહેર રોડ પર કેમિકલ યુક્ત પાણી ફરી વળ્યું.. ગટરમાંથી ઉભરાતા કેમિકલ યુક્ત પાણી થી સ્થાનિકો પરેશાન.. સ્થાનિકોમાં રોષ, પાણી તપેલા ડાઇન નું હોવાની ચર્ચા.. લિંબાયત ઝોનના ભ્રષ્ટ અધિકારીઓના પાપે સ્થાનિકોને ભોગવવાનો વારો.. વારંવાર રજૂઆત કર્યા છતાં પણ હજુ પણ તપેલા ડાઇગ ચાલુ..1
- मुनाफे की होड़ में मजदूर की जान के साथ खिलवाड़! प्रभाकर प्रोसेसर मिल हादसे में सुरक्षा मानकों की घोर अनदेखी का बड़ा खुलासा। #viralrbharatexpressnews #suratgujarat Part 71
- એનિમિયા મુક્ત બાળપણ: શામળા ફળિયામાં 52 બાળકોની તપાસ #sbkhergam #khergamnews1
- કોંગ્રેસ સમિતિ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ1