Shuru
Apke Nagar Ki App…
Sajad Dhadha
More news from ગુજરાત and nearby areas
- 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લાના ધોરાજી જુનાગઢ રોડ પર અકસ્માત ની ઘટના નાં સી સી ટીવી આવ્યા સામે ધોરાજી નાં જુનાગઢ રોડ રીલાયન્સ મોલ પાસે દુધ ભરેલ વાહને મોટરસાયકલ ને હડફેટે લીધા ની ઘટના બની હતી આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ત્રણ વ્યક્તિઓ નેં ઈજા પહોંચી હતી અને 108 એમ્બ્યુલન્સ નેં જાણ કરવામાં આવી હતી અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ત્રણેય ઇજાગ્રસ્તો ને ધોરાજી સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા ધોરાજી માં મોટા વાહનો બેફામ રીતે ચલાવતા હોય છે અને નાના વાહન ચાલકો અને રાહદારીઓ નેં ભોગ બનવું પડે છે2
- Post by Sajad Dhadha1
- ઈંગ્લીશ દારૂની 12 બોટલ સાથે એક શકસને પકડી પાડતી જામનગર-LCB *રિપોર્ટર : શીરાજ સર્વદી (કાલાવડ)* મો. 96382969861
- જીવન ઘડત્તરમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો કોઈપણ સફળતાનું પ્રવેશદ્વાર છેઃ ધાર્યું બને તેના કરતાં અણધાર્યું વધારે બને તેનું નામ જ જીવન - કૂલપતિ, પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણ જૂનાગઢ તા.૧૦: ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના સમાજશાસ્ત્ર અને સામાજિક કાર્ય વિભાગ દ્વારા “લક્ષ્ય” (કેરિયર ડેવલપમેન્ટ સેન્ટર) શ્રેણી હેઠળ નિષ્ણાત વ્યાખ્યાન અંતર્ગત “જનરલ સ્ટડીઝનું મહત્વ” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્યાખ્યાનનાં નિષ્ણાત સ્વામિ વિવેકાનંદ આઇ.એ.એસ.સ્ટડીઝ સેન્ટરનાં કોર્ષ કો-ઓર્ડીનેટર જયરાજ યાદવ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ સર્વાંગી વિકાસ માટે જનરલ સ્ટડીઝ વિષયનું મહત્વ સમજાવ્યું હતું. સાથે સાથે તેમણે વર્તમાન પરિસ્થિતિમાં સામાન્ય જ્ઞાન, વાંચન અને વિશ્લેષણ ક્ષમતા કેવી રીતે કારકિર્દી માટે ઉપયોગી બને છે, તે અંગે વિગતવાર માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે આપણાં દેશમાં સરકારી નોકરી મેળવવા માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (Competitive Exams) લેવામાં આવે છે. આ પરીક્ષાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને લેવલે થાય છે.પરીક્ષાર્થી તરીકે સૌથી પહેલું મહત્વનું પગલું છે કે તમે તમારી જાતને સમજો.,તમને કયા વિષયમાં રસ છે?, તમારી શક્તિઓ (Strengths) શું છે?,તમે કયા પ્રકારનું કામ કરવાનું પસંદ કરો છો?, તમારી લાંબા સમયની લક્ષ્યો શું છે? સરકારી નોકરીમાં UPSC, GPSC, Banking માટે પસંદ કરેલા ક્ષેત્ર માટે યોગ્ય અભ્યાસ અને કુશળતા મેળવવી જરૂરી છે. નોકરીમાં માત્ર અભ્યાસ પૂરતો નથી. અનુભવ પણ જરૂરી છે, ક્યાં જવું છે તેનો નિર્ધાર પાકો હોય, ધ્યેય મેળવીને જ ઝંપીશું તે સંકલ્પ સાચો હોય તો મોટા મોટા પડકાર ખુદ ઘુંટણિયે પડીને કહે, આગળ વધો, જીવનમાં સફળતા માટે બે બાબતો અવશ્ય નહીં અનિવાર્ય છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો. અને નિર્ણય લીધા પછી કોઈ પણ સંજોગોમાં તેને મક્કમતાથી વળગી રહેવું. કાર્યક્રમને શુભેચ્છા સંદેશો પાઠવતા યુનિવર્સીટીનાં કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે જણાવ્યુ હતુ કે જીવન ઘડત્તરમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો કોઈપણ સફળતાનું પ્રવેશદ્વાર છેઃ, જીવનના રસ્તાઓ સીધા-સાદા અને એક લીટીમાં જતા હોય તેવા નથી હોતા, જીવનની અનિશ્ચિતતા જ જીવને રંગીન અને સંગીન બનાવે છે. ધાર્યું બને તેના કરતાં અણધાર્યું વધારે બને તેનું નામ જ જીવન. હવે શું થવાનું છે તેની ખબર ના હોય ત્યારે જ જીવવાની વધુ મજા આવે અને એક માણસ તરીકે તમે કેટલા સચોટ છો તેની સાચી કસોટી છે. આજની યુવા પેઢી માટે કારકિર્દી અને ભાવી જીવનપથ માટે ખૂબ જ અગત્યના હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ શ્રેષ્ઠ ભારતના ભાગ્યવિધાતા બનવાના છો ત્યારે ઉત્તમ કારકિર્દીની કેડી કંડારવા માટેના મહત્ત્વપૂર્ણ તબક્કામાં તમારી ક્ષમતા અને સામર્થ્યને ઉજાગર કરે તેવી દિશા નક્કી કરવાનો આ સમય છે. તેમ વિદ્યાર્થીઓને સમજાવતા કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે જણાવ્યુ હતુ કે સમગ્ર વિશ્વમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. દુનિયાભરમાં અદ્યતન ટેકનોલોજીનો આવિષ્કાર વધ્યો છે અને સ્વાભાવિક રીતે જ તેને અનુરૂપ કારકિર્દીના નવા ક્ષેત્રો પણ વિકસી રહ્યાં છે. સમયસર જાગીને શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા સજ્જ થવાનું છે. ગુજરાતના વિકાસ મોડેલની આજે સમગ્ર વિશ્વ નોંધ લઈ રહ્યું છે. આ વિકાસયાત્રાના પાયામાં ગુજરાતના યુવાનો પણ રહેલા છે. આંતરરાષ્ટ્રિય, રાષ્ટ્રિય કક્ષાએ ગુજરાતના યુવાનોએ પોતાની ક્ષમતાનો પરિચય કરાવ્યો છે. આ પરંપરા આગળ વધતી રહે તે માટે વિશ્વ સ્તરે કદમ મિલાવી ઉજ્જવળ કારકિર્દી બનાવવા કમર કસવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ નિર્ણાયક ઘડીએ ઉત્તમ કારકિર્દીનો ધ્યેય હાંસલ કરવા માટે પૂરી નિષ્ઠા અને પરિશ્રમનો સંકલ્પ કરવાનો છે. આજનાં વિષય નિષ્ણાંત દ્વારા કારકિર્દીલક્ષી પરિક્ષાઓમાં જનરલ નોલેજનાં આયામો અને કેવી રીતે સતત નવીનત્તમ માહિતી મેળવવા સજાગ રહેવુ તેની સમજ આપ સૌને ઉત્કૃષ્ટ કારકિર્દી માટે ઉપયોગી બનશે. આપ સૈા શ્રેષ્ઠ કારકિર્દી હાંસલ કરી દેશ-વિદેશમાં ગુજરાત અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનું નામ રોશન કરો એવી શુભકામનાં વ્યક્ત કરી હતી. કાર્યક્રમ પ્રારંભે સમાજશાસ્ત્ર અને સામાજિક કાર્ય વિભાગનાં વિભાગિય વડા પ્રો.(ડો.) જયસિંહ ઝાલાએ વિષય નિષ્ણાંત જયરાજ યાદવનો પરિચય આપી સત્કાર્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વ્યાખ્યાનથી ભાગ લઇ નિષ્ણાતને પ્રશ્નો પૂછ્યા અને માર્ગદર્શન મેળવ્યું હતું. વિભાગ દ્વારા આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડત્તરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કાર્યક્રમનું સંચાલન ડો. પરાગ દેવાણીએ સંભાળ્યુ હતુ. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ1
- મધુવન ગિફ્ટ કેશોદ 99 244 74 853 આવી તો અનેક પ્રોડક્ટ હોલસેલ ભાવે મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અમારા whatsapp નંબર 99 244 74 853 આજે જોડાઈ હજારો વસ્તુ હોલસેલ ભાવે મેળો1
- અમરેલી વાડિયા ના ભૂલકા માટે ની સુવિધા કરવાંમાં તંત્ર ઉદાસીનતા કેમ દાખવે છે1
- બગવદર પોલીસે બાવળવાવ કેનાલ કાંઠેથી બાવન કાનાભાઈ કટારાને ૯૬ બોટલ સાથે ઝડપી પાડી રૂ.૯૬,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો : આ દારૂ પરબત ઉર્ફે રાણા જીવણ મોરીએ વેચાણ માટે આપ્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝા ની દાદાગીરી સામે કોમર્શિયલ વાહનો વાળા માલિકો એ કરી ગાંધીગીરી ધોરાજી પ્રાંત અધિકારી નેં ગુલાબ આપી પોતાને પડતી મુશ્કેલી ઓ લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું : વિઓ : અમદાવાદ રાજકોટ થી ધોરાજી ઉપલેટા પોરબંદર તરફ જવા માટે ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝા ની મનમાની અને દાદાગીરી ઓથી ઘણા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને નાના મોટા વાહનો નેં ટોલ પ્લાઝા નાં કર્મીઓ દ્વારા કનડગત કરાતી હોય તેવી ફરીયાદ લોક મુખે જાણવા મળે છે ત્યારે ટોલ પ્લાઝા પર થી પસાર થતા ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝા ની દાદાગીરી સામે કોમર્શિયલ વાહનો જે લોકો હાલ મંદી નાં માહોલ અને યુદ્ધ થી ટ્રક માલિકો અને ડમ્પરો જેવા માલિકો અને તેમાં કામ કરતાં ડ્રાઈવર અને ક્લીનર અને મંજરો નેં ભારે મુશ્કેલી ઓ વેઠવી પડી રહી છે અને વધુ માં ધોરાજી અને ઉપલેટા વચ્ચે ટોલ પ્લાઝા ની દાદાગીરી થી આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકો ને અસર થાય છે જેને લઈને આજરોજ સાંજે તમામ કોમર્શિયલ વાહનો વાળા એકત્રિત થઈને તમામ લોકો એ પોતાના હાથમાં ગુલાબ નું ફુલ સાથે ટોલ પ્લાઝા ની દાદાગીરી સામે ગાંધીગીરી કરીને ધોરાજી પર પ્રાંત ઓફીસ પર આવીને પ્રાંત અધિકારી નેં ટોલ પ્લાઝા વિરોધ આવેદનપત્ર સાથે ગુલાબ નું ફુલ પાઠવી નેં તેમની મુશ્કેલી ઓ દુર કરવા માટે આજીજી કરી અને નિયમ મુજબ આ ટોલ અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ કરી હતી : બાઈટ રસીકભાઇ ચાવડા આગેવાન બાઈટ રામ ભાઇ માલિક2