આમોદમાં જર્જરિત ઇમારતો જીવલેણ ભય બનીને ઊભી! દોઢ વર્ષથી રજૂઆતો છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં! આમોદ નગરમાં અત્યંત ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં આવેલી અનેક સરકારી ઇમારતો છેલ્લા દોઢથી બે વર્ષથી જર્જરિત હાલતમાં હોવા છતાં તેને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે, આ ઇમારતો નજીક જ શાળા અને જાહેર સ્થળો આવેલા છે, જેના કારણે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સ્થાનિક કચેરીઓ અને સત્તાવાળાઓને લેખિત અને મૌખિક રજૂઆતોનો દોઢ વર્ષનો લાંબો સમયગાળો વીતી ગયો હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે કે, શું કોઈ મોટી દુર્ઘટના સર્જાશે ત્યારબાદ જ આ જર્જરિત બિલ્ડીંગોને જમીનદોસ્ત કરવામાં આવશે? આમોદ મિશ્રા શાળા નંબર એકની બિલકુલ બાજુમાં આવેલી જૂની કોર્ટની બિલ્ડીંગ અત્યંત જર્જરિત હાલતમાં છે. અહીં નાના-નાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોવાથી આ ઇમારત બાળકોના માથે જોખમરૂપ બની છે. જાણે બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા આવતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સ્થાનિક આચાર્ય અને શિક્ષકોએ પાછલા દોઢ બે વર્ષથી આમોદ નગરપાલિકા, મામલતદાર કચેરી, શિક્ષણ વિકાસ અધિકારી તેમજ PWD માં લેખિત તેમજ ટેલિફોનિક રજૂઆતો કરી છે. શિક્ષકો દર મહિને નિયમિત જાણ કરી રહ્યા છે, તેમ છતાં પણ તંત્ર કુંભ નિંદ્રામાંથી જાગ્યું નથી. માત્ર કોર્ટની ઇમારત જ નહીં, પરંતુ અન્ય સરકારી માળખાઓની હાલત પણ દયનીય છે. મામલતદાર કચેરી સામે બહુમાળી બિલ્ડીંગન8 હાલત પણ જર્જરિત છે, ગોડાઉનની બાજુમાં આવેલી આ ઇમારત પણ ખૂબ જ જર્જરિત છે. તાજેતરમાં, તિલક મેદાન પાસેની જર્જરિત ઇમારતના કારણે એક ગંભીર અકસ્માત પણ સર્જાયો હતો. અહીં ક્રિકેટ રમવા આવેલ એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાના સમાચાર પ્રકાશિત થયા હોવા છતાં પણ અધિકારીઓના કાન પર જાણે કે જૂ પણ સરકી નથી. આ સમગ્ર મામલો તંત્રની ઘોર બેદરકારી છતી કરે છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે, બાળકો અને સામાન્ય નાગરિકોના જીવનું જોખમ હોય તેવી તમામ જર્જરિત ઇમારતોને તાત્કાલિક અસરથી જમીનદોસ્ત કરવામાં આવે. આ અંગે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક દરમિયાનગીરી કરી, સંભવિત દુર્ઘટના ટાળે અને બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં લે તેવી લોકમાગ ઉઠી છે. જો આમોદમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે, તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રના નિંદ્રાધીન અધિકારીઓની ગણાશે.

- https://www.instagram.com/patrakaarimran સુરત પાંડેસરા...1
- संस्कृत साहित्य। तत्वज्ञान।1
- 6 ડિસેમ્બર બાબાસાહેબના મહા પરિનિર્વાણ દિવસ નિમિત્તે બોટાદ હોમગાર્ડ પરિવારની ફુલહાર શ્રદ્ધાંજલિ, તેમજ હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિતે બાઈક રેલી અને વૃક્ષારોપણ કાર્યક્રમ1
- टेक्नोलॉजी ने एक बार फिर दुनिया को चौंका दिया! अमेरिका के The Cosm में दिखा Daytona 500 का नज़ारा लोगों को इतना रियल लगा कि किसी को यकीन ही नहीं हुआ कि ये सब सिर्फ एक 8K स्क्रीन थी। 87 फुट के इस कर्व्ड LED डोम ने दर्शकों को ऐसा भ्रम दिया जैसे वे सच में रेस ट्रैक के बीच खड़े हों। लाइव स्पोर्ट्स का भविष्य यहीं से बदल रहा है! #Daytona500 #NASCAR #TheCosm #Texas #Innovation #SportsTech #Experience #Racing1
- Post by Pooja patel1
- किसान रक्षक सम्मान समारोह बनासकांठा गुजरात1
- કોંગ્રેસ સમિતિ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ1
- https://www.instagram.com/patrakaarimran #vadodra #news1
- https://www.instagram.com/patrakaarimran viral video in social media.1