બોટાદ રક્ષાબંધન પર્વ અને પૂનમ નિમિત્તે બોટાદ જીલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું... બોટાદ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ અને સ્વામિનારાયણ સંપ્રદાયના અતિ પવિત્રધામ તરીકે જાણીતા એવા ગઢડા ગોપીનાથજીદેવ મંદિર ખાતે આજે પૂનમ અને રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યુ.ગઢડા ગોપીનાથજીદેવ મંદિર પ્રશાસન દ્વારા આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ગોપીનાથજી મહારાજને અસલી હીરા-મણીઓથી જડીત દિવ્ય રત્નમય મુગટ તેમજ તેજસ્વી હીરા જડીત દિવ્ય કુંડળો પહેરાવી દિવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા છે. મંદિરના ચેરમેન શાસ્ત્રી હરીજીવનદાસજી સ્વામી દ્વારા આરતી ઉતારવામાં આવી હતી.આજે આ પવિત્ર રક્ષાબંધન ભાઈ-બહેનના તહેવાર નિમિત્તે અને પૂનમ નિમિત્તે ગઢડા ખાતે સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી હજારો ભક્તો ગોપીનાથજી દેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા ગોપીનાથજીદેવના દિવ્ય દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કરેલ છે... રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
બોટાદ રક્ષાબંધન પર્વ અને પૂનમ નિમિત્તે બોટાદ જીલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું... બોટાદ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ અને સ્વામિનારાયણ સંપ્રદાયના અતિ પવિત્રધામ તરીકે જાણીતા એવા ગઢડા ગોપીનાથજીદેવ મંદિર
ખાતે આજે પૂનમ અને રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યુ.ગઢડા ગોપીનાથજીદેવ મંદિર પ્રશાસન દ્વારા આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ગોપીનાથજી મહારાજને અસલી હીરા-મણીઓથી જડીત દિવ્ય રત્નમય મુગટ તેમજ તેજસ્વી
હીરા જડીત દિવ્ય કુંડળો પહેરાવી દિવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા છે. મંદિરના ચેરમેન શાસ્ત્રી હરીજીવનદાસજી સ્વામી દ્વારા આરતી ઉતારવામાં આવી હતી.આજે આ પવિત્ર રક્ષાબંધન ભાઈ-બહેનના તહેવાર નિમિત્તે અને પૂનમ
નિમિત્તે ગઢડા ખાતે સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી હજારો ભક્તો ગોપીનાથજી દેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા ગોપીનાથજીદેવના દિવ્ય દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કરેલ છે... રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
- બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા1
- લીંબડી સબજેલના જેલરે રક્ષાબંધન પર્વ નિમિત્તે સહાનુભૂતિ દાખવી1
- ખુબજ અગત્યની જાણકારી જે દરેકે દરેક ને માટે ખાસ જાણવાની જરૂર છે.1
- અમરેલીમાં માનવતા હજુ જીવંત: લાઠી રોડ પરથી મળેલું પાકીટ મુન્નાભાઈ રાઠોડ પરિવારે મૂળ માલિકને પરત કર્યું અમરેલીમાં માનવતા હજુ જીવંત: લાઠી રોડ પરથી મળેલું પાકીટ મુન્નાભાઈ રાઠોડ પરિવારે મૂળ માલિકને પરત કર્યું દિવ્યાંગ દીપ સેવા ટ્રસ્ટના મુન્નાભાઈ રાઠોડની પ્રામાણિકતા: રોકડ અને ડોક્યુમેન્ટ ભરેલું પાકીટ પરત પંચમુખી પાન સેન્ટરના માલિક મુન્નાભાઈ રાઠોડ પરિવારે માનવતાની મહેક પ્રસરાવી *અમરેલી -* અમરેલી શહેરમાં જિલ્લા પંચાયત રોડ પર આવેલ પંચમુખી પાન સેન્ટરના માલિક અને દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક મુન્નાભાઈ રાઠોડ છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા દિવ્યાંગો અને આમ જનતાના હૃદયમાં આગવું સ્થાન ધરાવે છે. તા. 26/08/2026 ના રોજ લાઠી રોડ પરથી મુન્નાભાઈના ભાઈ ગોવિંદભાઈના પત્ની કાજલબેનને એક પાકીટ મળી આવ્યું હતું. જેમાં અગત્યના ડોક્યુમેન્ટ, બીલ અને રોકડ રકમ હતી. આ અંગેની જાણ તેમણે તાત્કાલિક મુન્નાભાઈ રાઠોડને કરી હતી. મુન્નાભાઈ અને તેમના પરિવારે તાત્કાલિક નિર્ણય લીધો કે આ પાકીટ તેના મૂળ માલિકને પરત કરવું. તપાસ કરતા જાણવા મળ્યું કે આ પાકીટ નવા ખીજડીયા ગામના રહીશ દિનેશભાઈનું છે. ત્યારબાદ મુન્નાભાઈએ દિનેશભાઈને પોતાના પંચમુખી પાન સેન્ટર પર બોલાવી, ખરાઈ કરીને સંપૂર્ણ પાકીટ મૂળ માલિકને સોંપી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમની આ પ્રામાણિકતા અને માનવતાની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે.3
- સુરેન્દ્રનગર સબજેલમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી સબજેલમાં1
- બોટાદ.. બોટાદ ખસ રોડ, શંકર પરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટના.. ચોરીની ધટના સીસીટીવી મા થઈ કેદ, સીસીટીવી સામે આવ્યા.. અંદાજિત ત્રણથી ચાર બુકાની ધારી ચોરોએ મંદિરમાં હાથ સાફ કર્યો.. મંદિરની દીવાલને અડી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાનો મંદિરના સ્વામી દ્વારા આક્ષેપ કરાયો.. મંદિરની આસપાસ અનેક દારૂની બોટલો અને આવારા તત્વોનો પણ ત્રાસ.. બેખૌફ બનેલ ચોરોએ દિવાલ લાંઘી ચોરીને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી માં બહાર આવ્યું.. રોકડ અને અન્ય ચીજ વસ્તુઓ મળી અંદાજિત 45000 રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાની જાણકારી આપી.. પોલીસ સ્ટેશન લેખીત અરજી આપી સમગ્ર ઘટનાને લઈ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. બાઈટ - કેવલ્ય સ્વરૂપ સ્વામી સંચાલક સ્વામિનારાયણ મંદિર,શંકરપરા બોટાદ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- બોટાદ બ્રેકિંગ કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ પાસે રાણપુર-ધંધુકા હાઈવે પર રાત્રિના સમયે કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્મતમાં કારમાં સવાર ચાર જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આઈસર ટ્રકના ચાલકને રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. અકસ્મતાની ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળના ભાગનો કુડચો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ચોત્રા રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો... રાત્રિના સમયે ચોત્રા રોડ ઉપર આવેલ શીતળા માતાજીના મંદિર નજીક ટ્રેક્ટર અને ટુવીલ વચ્ચે અકસ્માત સર્જાયો... અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ચોત્રા રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો... રાત્રિના સમયે ચોત્રા રોડ ઉપર આવેલ શીતળા માતાજીના મંદિર નજીક ટ્રેક્ટર અને ટુવીલ વચ્ચે અકસ્માત સર્જાયો...1