પોરબંદરના દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પોરબંદર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ યુવા મોરચાના કાર્યકરો અને અન્ય યુવાનો સાથે ક્રિકેટ રમ્યા હતા. આ પ્રસંગે તેમણે રમતગમત પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહનો સંદેશ આપ્યો હતો. રમતગમત મંત્રીશ્રીએ યુવાનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને નિયમિત રમતગમત પ્રવૃત્તિઓ સાથે જોડાવા પ્રેરિત કરવા માટે દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ક્રિકેટ મેચમાં યુવાનો સાથે ખુશનુમા અને ઉત્સાહભર્યા વાતાવરણમાં રમતનો આનંદ માણ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા દેશભરમાં 'ફિટ ઇન્ડિયા' અને 'ખેલો ઇન્ડિયા' જેવા અભિયાનોને વધુ વેગ આપવા માટે સતત સાયકલિંગ, યોગ અને વિવિધ રમતગમત પ્રવૃત્તિઓમાં સ્વયં ભાગ લેતા રહે છે, જેના કારણે યુવાનોમાં રમતગમત પ્રત્યે સકારાત્મક વાતાવરણ ઊભું થયું છે અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ વધી રહી છે. આ ક્રિકેટ મેચ દરમિયાન યુવા મોરચાના કાર્યકરો અને ખેલાડીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. કેન્દ્રીય મંત્રી સાથે મેદાનમાં ક્રિકેટ રમવાનો અવસર મળતા યુવાનોમાં આનંદ અને પ્રેરણાની લાગણી પ્રસરી હતી. આ પ્રસંગે પ્રદેશ યુવા મોરચાના મંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી શ્રી કુલદીપસિંહ જાડેજા, પોરબંદર જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી હર્ષભાઈ ગોહેલ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શ્રી હર્ષભાઈ રૂઘાણી અને ધવલભાઈ ઓડેદરા, તેમજ યુવા મોરચાના અન્ય હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- રાજકોટમાં મેયર નેહલ શુક્લ દ્વારા ભેસણના મુદ્દે જાહેરાત કરાયા બાદ રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. મેયરની જાહેરાતને પગલે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે.1
- રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. બ્રાન્ચે અમરેલી જિલ્લાના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપી રોહિતભાઈ કડવાભાઈ વેકરિયાને જસદણ નજીક ગોખલાણા ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. લીખાળા, તા. સાવરકુંડલા, જી. અમરેલીના રહેવાસી આરોપી વિરુદ્ધ BNS કલમ 108, 308(2) અને 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. એસ.ઓ.જી.ના પો. ઇન્સ. એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- રાજ્ય સરકારના સેવા, સુશાસન અને જનકલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વિકસિત ભારતના સંકલ્પ સાથે જનકલ્યાણના ૧૨ વર્ષની ઉજવણી’ અંતર્ગત અમરેલી જિલ્લામાં યોજાયેલી પ્રથમ પ્રગતિપથ યાત્રાનું ૧૫ જૂન, ૨૦૨૬ (સોમવાર) ના રોજ સમાપન થયું. આ યાત્રા જિલ્લા પ્રભારીમંત્રી અને રાજ્યના કૃષિ, સહકાર અને પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં જિલ્લાના વિવિધ વિકાસકાર્યો અને જનહિતના પ્રકલ્પોની મુલાકાત લઈ તેમની પ્રગતિનું અવલોકન કરવામાં આવ્યું હતું. આ પ્રગતિપથ યાત્રામાં ઊર્જા અને કાયદો વિભાગના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દક્ષાબહેન ચોડવડિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, લાઠી-બાબરા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, ધારી-બગસરા-ખાંભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા સહિત જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા દરમિયાન અમરેલીની વિરાટ શેડ ધરાવતી એ.પી.એમ.સી.ની મુલાકાત લેવાઈ હતી. ઉપરાંત, આશરે ૨૫ હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા સાવરકુંડલાના અમૃત સરોવરની મુલાકાત લઈ ત્યાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા ખાતે જિલ્લા પ્રભારીમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનું સ્વાગત અને સત્કાર સમારંભ પણ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી જીતુભાઈ વાઘાણીએ સાવરકુંડલા શહેરને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસો બદલ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમૃત સરોવર જેવા પ્રકલ્પો માત્ર જળસંચય માટે જ નહીં, પરંતુ પ્રવાસન, પર્યાવરણ સંરક્ષણ અને સ્થાનિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. સાવરકુંડલાનું અમૃત સરોવર પ્રથમ તબક્કામાં આશરે રૂ. ૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે બીજા તબક્કામાં રૂ. ૯ કરોડના ખર્ચે તેના વધુ વિકાસના કાર્યો પ્રગતિ હેઠળ છે. પ્રગતિપથ યાત્રાના પ્રારંભ પૂર્વે અમરેલી ખાતે રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી સિદ્ધિઓને ઉજાગર કરતું એક પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જિલ્લા પ્રભારીમંત્રીશ્રીએ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલી વિકાસગાથાનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રદર્શનમાં અમરેલી જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિ, માર્ગ અને મકાન સુવિધાઓ, ગ્રામ અને શહેરી વિસ્તારોમાં થયેલું વીજળીકરણ, નંદઘર પ્રકલ્પો, સિંચાઈ અને જળસંપત્તિ ક્ષેત્રે થયેલા વિકાસ સહિતની સિદ્ધિઓને તસવીરો અને માહિતીના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. આ યાત્રાએ વિકાસના કાર્યોને જનમાનસ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.1
- ગાંધીધામમાં રહેતી અને અભ્યાસ કરતી એક યુવતીએ એક યુવક સામે બ્લેકમેઇલિંગ અને ઓનલાઈન હેરાનગતિની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગાંધીનગરમાં અભ્યાસ દરમિયાન આરોપી પ્રિયાંશુ રાજેન્દ્રસિંહ સાથે થયેલી ઓળખાણ બાદ તેણે યુવતીના મોબાઈલમાંથી વ્યક્તિગત ડેટા અને ફોટા પોતાની પાસે ટ્રાન્સફર કરી લીધા હતા. બાદમાં, યુવતીએ પ્રિયાંશુના પ્રેમસંબંધ રાખવાના પ્રસ્તાવનો ઇનકાર કરતા, આરોપીએ તેના ફોટા અને વ્યક્તિગત માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ધમકીના ડરના કારણે, યુવતીએ આરોપીને અલગ-અલગ સમયે કુલ ₹1,22,700 ટ્રાન્સફર કર્યા હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત, આરોપીએ યુવતીના નામે ફેક સોશિયલ મીડિયા આઈડી બનાવી તેના ફોટા વાયરલ કર્યા હોવાનો પણ આક્ષેપ છે. આખરે, પરિવારના સહયોગથી યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.1
- જસદણ શહેરમાં બાઈક સ્ટંટ કરતા કેટલાક યુવાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જસદણ હાઈવે રોડ પર બાઇક સ્ટંટ કરતા યુવાનોનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો બે દિવસ પહેલા જસદણ-આટકોટ રોડ પર થયેલા સ્ટંટનો હતો. આ મામલે જસદણ પોલીસે બાઇક સ્ટંટ કરતા 5 સગીર યુવકોની ધરપકડ કરી છે. વાયરલ થયેલા વીડિયોમાં ત્રણ યુવકો જસદણ-આટકોટ રોડ પર બાઇક પર આડા સૂઈને તેને પૂરપાટ ઝડપે ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકતા જોવા મળ્યા હતા. યુવકો સગીર હોવાથી તેમના વાલીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.4
- તારીખ 15/06/2026 ના રોજ ઉનાની વિજય પબ્લિક સ્કૂલ તેમજ વિજય ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ ખાતે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફીક શાખા ગીર સોમનાથ, સાઇબર ક્રાઈમ ગીર સોમનાથ, SOG શાખા ગીર સોમનાથ, ઉના ટ્રાફીક પોલીસ, મહિલા શી-ટીમ અને RTO ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે બાળકોને માહિતીગાર કરવામાં આવ્યા હતા. તેમને ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમ સાથે સાઇબર ફ્રોડ અને ગુડ ટચ-બેડ ટચ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિક નિયમનનું પાલન અને સાઇબર ફ્રોડથી કેવી રીતે બચવું તે વિશે જાણકારી આપવાનો હતો.1
- ઉનામાં સ્ટ્રીટ લાઈટમાં વ્યાપક ભ્રષ્ટાચારને લઈને વોર્ડ નંબર 8ના કોપરેટર મનોજભાઈ બાંભણીયા દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે ચીફ ઓફિસરે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.1
- અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામના ખાદી કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી એક બિનઝેરી આંધળી ચાકળ સાપ જોવા મળ્યો હતો. 'સાપ બચાવો અભિયાન' અંતર્ગત, સર્પમિત્ર જાદવ સાવરકુંડલાની ટાઈગર રેસ્ક્યુ ટીમ દ્વારા આ સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ટીમને પ્રકૃતિપ્રેમી અને જીવદયા પ્રેમી તરીકે વર્ણવવામાં આવી છે. આ રેસ્ક્યુ ઓપરેશન બાદ ટાઈગર રેસ્ક્યુ ટીમ તરફથી એક મહત્વપૂર્ણ ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. ટીમે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારના અનુભવ કે તાલીમ વિના તેમની જેમ સાપ પકડવાનો પ્રયાસ કરવો નહીં. આમ કરવાથી ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે.2
- અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાંભલીયા ગામ નજીક સીમ વિસ્તારમાં એક અનોખી ઘટના બની છે, જ્યાં એક સિંહણ અને એક શ્વાન ખેતર વિસ્તારમાં આવેલા ખુલ્લા કૂવામાં ખાબકી પડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સિંહણ શ્વાનનો પીછો કરી રહી હતી અને આ દરમિયાન બંને ૫૦ ફૂટ ઊંડા કૂવામાં પડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક ખેડૂતોએ તાત્કાલિક આ અંગે વનવિભાગને જાણ કરી હતી.2