Shuru
Apke Nagar Ki App…
મિત્રો ઉતરાયણ પર્વની મજા માણતા પક્ષી ને બતાવજો link open #share comment https://www.facebook.com/share/p/1auEvgRrdw/
HARSHAD SATHVARA
મિત્રો ઉતરાયણ પર્વની મજા માણતા પક્ષી ને બતાવજો link open #share comment https://www.facebook.com/share/p/1auEvgRrdw/
- HARSHAD SATHVARAદસ્ક્રોઈ, અમદાવાદ, ગુજરાત🙏3 days ago
More news from ગુજરાત and nearby areas
- અરવલ્લી જિલ્લા ના જંગલ ના લીલા લાકડા નો સાબરકાંઠા જિલ્લા માં મોકલનાર વિરપ્પન કોણ??? અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ના ફોરેસ્ટ નેં લગતા અધિકારીઓ આવ ભાઈ અરખા આપણે બેઉ સરખા ની જેમ મિલી ભગત છૅ કે કેમ? જવાનસિંહ ઠાકોર અરવલ્લી. mo. 96385006502
- એવી ફેશન આપની માટે લાવ્યા છે સ્પેશ્યલ ઉતરાણ ધમાકા ઓફર જેમાં બ્રાન્ડેડ પેન્ટ અને ટીશર્ટ ની જોડ રેગ્યુલર 1800 રૂપિયામાં હોય છે તે માત્ર 1400 રૂપિયામાં શર્ટ અને પેન્ટની જોડ જે રેગ્યુલર 1900 થી 2000 ની હોય છે તે માત્ર 1450 રૂપિયામાં જ માત્ર 10 મી જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી સુધી ઓફરમાં મળશે તો આજે જ પધારો એવી ફેશનમાં એવી ફેશન,હાલોલ. #clothes #clothesshopping #vadodra #faishonblogger #halol1
- પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાંથી એક અત્યંત ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. હાલોલના ટીંબી રોડ વિસ્તારમાં આવેલ સાઈબાબાના મંદિર નજીક ફૂટપાથ પર રહેતી એક મહિલાના પાંચ માસના બાળકનું અજાણી મહિલાએ અપહરણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.1
- પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકાના વાઘજીપુર મુકામે વાધજીપુર ચોકડી ઉપર મુખ્ય લાઈન ની બંને બાજુથી ક્રોસ થતા મેન લાઇનની પુલના ઉપરના ભાગની લોખંડ થી એન્ગલ ભાગ આખો તૂટીને એક બાજુ નમી ગયું ગયેલ છે જેની ઉપરથી ઓપન કનેક્શન ખુલ્લું છે જો આ વાયરની ઉપરની એંગલ તૂટી જાય તો સીધા મુખ્ય રોડ ઉપર આ લાઈન પડે તેવી પૂરેપૂરી દેહશત છે તો શું મધ્ય ગુજરાત વિદ્યુત બોર્ડના શહેરા તાલુકાના અધિકારીઓને આ મુખ્ય લાઈન પરથી પસાર થતી લાઈનને દેખી શકતા નથી જે પછી લાઈન તૂટે તેની રાહ જોઈ રહ્યા છે શું આ લાઈન ની મરામત કરશે કે પછી કંઈક મોટી દુર્ઘટના થશે ત્યારે તંત્ર દોડતું થશે તે એક જોવાનો વિષય છે.1
- વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુ સાથે આમોદ તાલુકાની પ્રખ્યાત બચ્ચોકા ઘર સંચાલિત ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ શાળામાં સાપ્તાહિક રમતગમત મહોત્સવ ‘સ્પોર્ટ્સ વીક’નું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. ૫ જાન્યુઆરીથી શરૂ થયેલ આ રમતોત્સવનું ૧૦ જાન્યુઆરીના રોજ આનંદ અને ઉત્સાહભેર સમાપન થયું. આ સ્પોર્ટ્સ વીક દરમિયાન શાળાના મેદાનમાં વિવિધ પરંપરાગત તેમજ આધુનિક રમતો યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની શારીરિક તાકાત, ચપળતા અને રમતગમત કૌશલ્યનો સુંદર પરિચય આપ્યો. કોથળા દોડ, અવરોધ દોડ, ગોળા ફેંક, ફૂલ રેકેટ, સિક્કા શોધ, મ્યુઝિકલ ચેર, દોરડા ખેંચ, ખો-ખો, ક્રિકેટ તેમજ સાયકલ રેસ જેવી સ્પર્ધાઓમાં બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રમતો દરમિયાન ખેલાડીઓની ઉર્જા અને સહપાઠીઓના ઉત્સાહભર્યા ઉત્સાહથી સમગ્ર મેદાન ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી બશીર રાણાએ શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વીડિયો સંદેશ દ્વારા તેમણે જણાવ્યું હતું કે ૫ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન આયોજિત આ સ્પોર્ટ્સ વીક બાળકોના આત્મવિશ્વાસ અને છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે અત્યંત ઉપયોગી સાબિત થયો છે. ક્રિકેટ, ખો-ખો, દોરડા ખેંચ અને ગોળા ફેંક જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા દર્શાવવાની ઉત્તમ તક મળી છે. ટ્રસ્ટી બશીર રાણાએ શાળાના આચાર્ય મુસતકીમ, ઇરફાન સાહેબ તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફની મહેનતને બિરદાવતાં કહ્યું હતું કે શિક્ષણ સાથે રમતગમત જોડાય તો બાળકોનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. તેમણે ઉમેર્યું હતું કે આવી પ્રવૃત્તિઓ બાળકોમાં આત્મવિશ્વાસ, ટીમવર્ક, શિસ્ત અને ખેલદિલીની ભાવનાનો વિકાસ કરે છે. આ આયોજનને વાલીઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. સ્પર્ધાઓમાં વિજેતા બનેલા હોશિયાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી તેઓ આગામી સમયમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ શાળાનું ગૌરવ વધારી શકે.1
- પાટણ સમી તાલુકામાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા પાટણ સાંસદ,રાધનપુરના BJP ધારાસભ્ય અને ભાજપ આગેવાનો મેદાને.1
- હાલોલ-કાલોલ રોડ પર આવેલી રાજપુતાના કંપની નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો1
- એક્સપ્રેસવેનો એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરાતા વાહનચાલકોમાં ભારે રોષ1
- દિયોદર તાલુકા કોંગ્રેસ દ્વારા કોતરવાડા જિલ્લા પંચાયત સીટ પર જન સંવાદ કાર્યક્રમ શરૂ કરાયો છે. આ કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યે ભેસાણા અને રવેલ ગામોમાં યોજાયો હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય સિવા ભૂરીયા સહિત કોંગ્રેસના આગેવાનોએ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો.સંવાદ દરમિયાન, લોકોના વીજળી, પાણી, રસ્તા અને આરોગ્ય સંબંધિત પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ લોકોને ખાતરી આપી હતી કે તેમના પ્રશ્નોને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂ કરીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે.આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સિવા ભૂરીયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરસિંહ રબારી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉમેદ ચૌધરી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બળવંતજી ઠાકોર, યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બળદેવ બારોટ, મફજી વાઘેલા (પાલડી), યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સુરેશ ચૌધરી અને પૂર્વ સરપંચ પ્રહલાદ માળી (ધરાડવ) ઉપસ્થિત રહ્યા હતા. ભેસાણા અને રવેલના વર્તમાન સરપંચો તેમજ મોટી સંખ્યામાં યુવાનો સહિત સ્થાનિક લોકોએ પણ આ સંવાદમાં ભાગ લીધો હતો અને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.4