Shuru
Apke Nagar Ki App…
પાલી ન્યૂઝ
VIRENDRA RAJPUT
પાલી ન્યૂઝ
More news from Bharuch and nearby areas
- આમોદ: લોકપ્રતિનિધિઓની મક્કમ રજૂઆતનો વિજય, NH-64 પર ઢાઢર નદીના પુલના નવનિર્માણ માટે 19.19 કરોડ મંજૂર ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ પંથકની જીવાદોરી સમાન નેશનલ હાઈવે-64 પર પ્રતીક્ષિત સુધારાનો પવન ફૂંકાયો છે. લાંબા સમયથી જર્જરિત અને જોખમી બનેલા ઢાઢર નદીના મેજર બ્રિજના પુનઃનિર્માણ અને મરામત માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા 19.19 કરોડના પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ ભરૂચ નેશનલ હાઈવે વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાતા જંબુસર-આમોદ પંથકના વાહનચાલકો અને વેપારી આલમમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. વર્ષોથી આ બ્રિજ અત્યંત જર્જરિત હોવાને કારણે અહીંથી ભારે માલવાહક વાહનો પસાર થવા પર પ્રતિબંધ હતો, જેની સીધી અસર સ્થાનિક ઉદ્યોગો અને અર્થતંત્ર પર પડી રહી હતી. જનતાની આ પીડાને વાચા આપવા માટે સ્થાનિક ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાએ કેન્દ્ર સરકારમાં અસરકારક અને સઘન રજૂઆતો કરી હતી. આ રજૂઆતોના ફળસ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા આ પ્રોજેક્ટને પ્રાધાન્ય આપી મંજૂરીની મહોર મારવામાં આવી છે. ઢાઢર નદીનો બ્રિજ લાંબા સમયથી જર્જરિત હોવાને કારણે વાહનચાલકો અને ઉદ્યોગો માટે મુશ્કેલીનું કારણ બન્યો હતો. જોકે, ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાની સતત રજૂઆતોને પગલે કેન્દ્ર સરકારે આ બ્રિજના રિકન્સ્ટ્રક્શન માટે 19.19 કરોડની મંજૂરી આપી છે. ટેન્ડર પ્રક્રિયા શરૂ થતા હવે આ પુલનું આધુનિક અને મજબૂત નિર્માણ હાથ ધરાશે, જેનાથી ભારે વાહનોના અવરજવર પરના પ્રતિબંધનો અંત આવશે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં જંબુસર અને આમોદ પંથકની સુરક્ષિત મુસાફરી અને આર્થિક પ્રગતિ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ પ્રોજેક્ટ માત્ર ઈંટ-પથ્થરનું બાંધકામ નહીં, પરંતુ આ પંથકની સુખાકારી અને સુરક્ષાનો સેતુ બનશે. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ આ પ્રોજેક્ટને સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવાની કટિબદ્ધતા દર્શાવતા ઉચ્ચ નેતૃત્વનો આભાર માન્યો હતો. આ બ્રિજનું નિર્માણ થતાં જ ભારે વાહનોને પડતા લાંબા ચકરાવામાંથી મુક્તિ મળશે અને જંબુસર-આમોદ વચ્ચેનો વાહનવ્યવહાર ફરી એકવાર સંપૂર્ણ ક્ષમતા સાથે ધમધમતો થશે.1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- સુરતના ઉતરાણ વિસ્તારમાં વોચમેન ને માર મારવાના મામલામાં પોલીસ આવી એક્સનમાં... સીસીટીવી ના આધારે તપાસ કરતા ગુનો નોંધાયો હતો .. ઉતરાણ પોલીસે આરોપી મનીષ પાનસુરીયા ની કરી ધરપકડ.. હિંમતભાઈ ચૌહાણ ઉતરાયણ ની વેદાંત સિટીમા વોચમેન તરીકે નોકરી કરેછે..1
- Post by Pooja patel1
- बांग्लादेश हाई कमीशन के बाहर लोगों का प्रदर्शन1
- આમોદ: પાલિકાની કચેરી સામે જ મોતનો ભુવો!, તંત્રની ઘોર નિંદ્રા કોઈ નિર્દોષનો જીવ લેશે?, નગરજનોનો પ્રચંડ આક્રોશ., આમોદ નગરપાલિકાની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. પાલિકા કચેરીની બિલકુલ સામે જ છેલ્લા કેટલાય સમયથી એક વિશાળ અને જોખમી ભુવો મોઢું ફાડીને ઊભો છે, જે જાણે કોઈ મોટી જાનહાનીની રાહ જોઈ રહ્યો હોય તેમ જણાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે ભુવામાં અનેક વાહનચાલકો ખાબક્યા છે અને અનેક વૃદ્ધો તથા મહિલાઓ ઈજાગ્રસ્ત થયા છે. તે ભુવો પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની નજરે કેમ ચડતો નથી? સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અગાઉ ગુજરાત મેડિકલ દ્વારા સ્વખર્ચે આ ખાડો પુરવામાં આવ્યો હતો, પરંતુ નબળી કામગીરીને કારણે તે ફરી તૂટી ગયો છે. વારંવારની મૌખિક અને લેખિત રજૂઆતો છતાં ચીફ ઓફિસર પંકજ નાયક અને પાલિકાના તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, જેને લઈને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માત્ર ભુવો જ નહીં પરંતુ આમોદની શાન ગણાતું ઐતિહાસિક ટાવર પણ હાલમાં અત્યંત જર્જરિત અવસ્થામાં છે. આ ટાવરના પડતા કાટમાળને કારણે ભૂતકાળમાં લોકો ઈજાગ્રસ્ત થયા હોવા છતાં પાલિકા પ્રશાસન કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાય છે. લોકચર્ચા મુજબ અધિકારીઓને જનતાની સુખાકારી કરતાં કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવામાં વધુ રસ છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે હવે તો સત્તાધારી પક્ષના સભ્યો પણ તંત્રની બેદરકારી સામે અવાજ ઉઠાવી રહ્યા છે. નગરજનો હવે એક જ સવાલ પૂછી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે લાશ પડવાની રાહ જોઈ રહ્યું છે? જો આગામી દિવસોમાં આ ભુવા કે ટાવરને કારણે કોઈ જાનહાની થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટી તંત્રની રહેશે તેવી ચીમકી લોકોએ ઉચ્ચારી છે.1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1