Shuru
Apke Nagar Ki App…
Shri ganeshay
Rameshbhai keshabhai Hadiyel
Shri ganeshay
More news from ગુજરાત and nearby areas
- વાવ થરાદ જિલ્લા ના દિયોદર તાલુકાના લુદરા ગ્રામજનોએ દારૂબંધી મામલે દિયોદર પોલીસ મથકે રજૂઆત કરી1
- બાલાસિનોર કમળાના કેસોને લઈને મામલતદાર રાજેન્દ્રસિંહ વાઘેલા શું બોલ્યા1
- दोस्तों को समर्पित।1
- આમોદ નગરપાલિકાની અજબ કામગીરી, ભુવો પૂરવાને બદલે શૌચાલયનું ઢાંકણું મૂકી જોખમી જુગાડ કર્યો આમોદ શહેરમાંથી નગરપાલિકાની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાહેર માર્ગ પર વર્ષોથી પડેલા જોખમી ભુવા અંગે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ તંત્રએ ભુવો પૂરવાની તસ્દી લેવાને બદલે તેના પર માત્ર શૌચાલયનું ઢાંકણું મૂકી દઈને સંતોષ માન્યો છે. પાલિકાની આ પ્રકારની કામગીરીથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની સતત અવરજવર ધરાવતા મુખ્ય માર્ગ પર આ રીતે માત્ર ઢાંકણું મૂકી દેવું એ કોઈ સુધારો નહીં પરંતુ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપવા સમાન છે. સ્થાનિકો વ્યંગમાં ચર્ચા કરી રહ્યા છે કે શું આમોદ નગરપાલિકા પાસે ભુવા પૂરવા માટે કોઈ નવી 'સ્પેસ ટેકનોલોજી' આવી ગઈ છે? સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જો કોઈ બાળક કે વાહનચાલક આ કામચલાઉ ઢાંકણાને કારણે અકસ્માતનો ભોગ બને, તો તેની જવાબદારી કોણ લેશે? નગરજનોનો સીધો આક્ષેપ છે કે ચીફ ઓફિસર પંકજ નાયકના કાર્યકાળમાં શહેરની ગટરો ઉભરાવી, રસ્તા તૂટવા અને ભુવા પડવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. જનતાના કામો કરવામાં આળસ દાખવતું તંત્ર કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવામાં ખૂબ જ ઝડપ બતાવી રહ્યું હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ગંભીર મુદ્દે જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તંત્રને આડે હાથ લેતા ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભુવા ઉપર માત્ર ઢાંકણાં મૂકવાથી કામ ચાલશે નહીં, લોકોને કાયમી અને સુરક્ષિત ઉકેલ જોઈએ છે. જો આગામી દિવસોમાં જાહેર માર્ગો પરના ભુવા અને ખાડાઓ કાયમી ધોરણે પૂરવામાં નહીં આવે, તો નગરપાલિકાનો ઘેરાવ કરી ઉગ્ર હલ્લાબોલ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.1
- અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત શામળાજી ખાતે ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત પૂજન —————/—————-/————- વાજતે–ગાજતે યાત્રા, શાસ્ત્રોક્ત પૂજન અને અરવલ્લી ગિરિમાળા બચાવાનો સંકલ્પ ————————————————- અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે ચાલી રહેલા અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શામળાજી ખાતે ભાવનાત્મક અને સંદેશાત્મક કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત ભગવાન શામળિયાના સૌ સાથે દર્શન કરીને કરવામાં આવી.ત્યારબાદ ઢોલ–નગારા અને પરંપરાગત વાજિંત્રોના ગુંજારા વચ્ચે મંદિરની પરિક્રમા કરવામાં આવી. વાજતે–ગાજતે ૧૧ કળશો, સાધુ–સંતો તથા કાર્યકરો સાથે શામળાજી બજારમાંથી ગિરિમાળા તરફ ભવ્ય યાત્રા નીકળી, જેથી સમગ્ર વિસ્તારમાં અરવલ્લી બચાવાનો સંદેશ પ્રસારીત કર્યો. ગિરિમાળા પહોંચ્યા બાદ અરવલ્લી ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું અને ઉપસ્થિત તમામ લોકોએ અરવલ્લી ગિરિમાળાને વિનાશથી બચાવવાનો સંકલ્પ લીધો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઇ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અરવલ્લી પર્વતમાળા ગુજરાતના જળસ્ત્રોત, પર્યાવરણ અને ભવિષ્યની સુરક્ષા છે. જો અરવલ્લી નષ્ટ થશે તો આવનારી પેઢીઓ માટે જીવવું મુશ્કેલ બનશે. કોંગ્રેસ સમિતિએ ચેતવણી ઉચ્ચારી કે ગિરિમાળાને નુકસાન પહોંચાડતી ખનન, વૃક્ષકાપ અને પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓ સામે લોકશાહી રીતે પરંતુ દ્રઢ અને અવિરત સંઘર્ષ ચાલુ રહેશે. અરવલ્લી બચાવવા માટેનો આ સંકલ્પ શબ્દોમાં નહીં, સંઘર્ષમાં ફેરવાશે — અને જરૂર પડે તો આ અભિયાન સમગ્ર ગુજરાત સુધી વિસ્તૃત કરવામાં આવશે. આ પ્રસંગે અરૂણભાઇ પટેલ, મહંતશ્રી વિક્રમ મહારાજ (લુસાડિયા ધામ ) જશુભાઇ પટેલ,રાજુભાઇ પારઘી, ડો રાજનભાઇ ભગોરા, ઇન્દુબેન તબિયાડ, વનરાજભાઇ ડામોર, કમલેન્દ્રસિહપુવાર રાજેન્દ્રસિંહ જાડેજા,કાંતિભાઇ ખરાડી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જવાનસિંહ ઠાકોર અરવલ્લી mo.96385006503
- movers and packers vadodara call now 80949790111
- मुख्य समाचार1
- આમોદ: કોંગ્રેસના આક્રમક તેવર સામે તંત્ર ઝૂક્યું, નેશનલ હાઈવે-64 પર સમારકામની કામગીરી શરૂ, વાહનચાલકોને રાહત. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા અતિ મહત્વના ગણાતા નેશનલ હાઈવે-64 ની બિસ્માર હાલત મામલે આખરે તંત્ર જાગ્યું છે. આમોદ ચોકડી પાસેથી પસાર થતા આ માર્ગ પર પડેલા મોટા ખાડા અને ઉડતી ધૂળની ડમરીઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતા. આ પ્રશ્ને બે દિવસ અગાઉ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાનીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેની સીધી અસર હવે જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા તંત્ર અને સરકાર સામે ગંભીર આક્ષેપો કરી જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષાના મુદ્દે આંદોલનાત્મક વલણ અપનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સ્થાનિક ધારાસભ્યને રૂબરૂ આવી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પણ ખુલ્લો પડકાર ફેંકાયો હતો. વિરોધ પક્ષના આ આક્રમક તેવર અને જાહેર જનતાના વધતા દબાણને વશ થઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે તાત્કાલિક ધોરણે હાઈવે પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં ખાડા પૂરવાની અને ધૂળનું પ્રમાણ ઘટાડવાની કામગીરી શરૂ થતા રાહદારીઓએ આંશિક રાહત અનુભવી છે. આ સફળતા અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે, જો જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રએ સમયસર લોકોની પીડા સમજી હોત, તો જનતાને આટલા દિવસો સુધી પરેશાન થવું પડ્યું ન હોત. બીજી તરફ, સ્થાનિક નાગરિકોમાં એવી માંગ પ્રબળ બની છે કે આ કામગીરી માત્ર દેખાડા પૂરતી સીમિત ન રહેતા, કાયમી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે. લોકો આશા રાખી રહ્યા છે કે નેશનલ હાઈવે-64નું મજબૂત સમારકામ થાય જેથી ભવિષ્યમાં ફરીથી અકસ્માત કે સ્વાસ્થ્ય સંબંધી જોખમો ઊભા ન થાય.1
- હાલોલ તાલુકાના કણજરી રૂપાપુરા ખાતે આવેલ કેનાલમાંથી પાંચ મહુડીના પરણીત યુવાનનો મૃતદેહ મળી આવતા મચી ચકચાર.1