મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના 150 વર્ષના અવસરને સાંકળતા 'એકત્વ - એક દેશ, એક ગીત, એક ભાવના' થીમ આધારીત દેશના વિવિધ રાજ્યો, કચ્છી કલા અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતે 'રણોત્સવ 2025-26'નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી'ના ધ્યેયને સાકાર કરી કચ્છના વારસા, વિકાસ અને વૈભવના ગૌરવમાં અભિવૃદ્ધિ કરતા કુલ ₹179 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આજે ગુરુ દત્તાત્રેયની જયંતી નિમિત્તે કચ્છના કાળા ડુંગરે બિરાજમાન ગુરુ દત્તાત્રેયને ભાવપૂર્વક વંદન કરવા સાથે જણાવ્યું હતું કે, કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને દુનિયાભરના પ્રવાસીઓ માટે ફેવરિટ ડેસ્ટિનેશન બનાવવાના માનનીય વડાપ્રધાનશ્રીના કમિટમેન્ટને પરિણામે આપણને રણ ઉત્સવની ભેટ મળી છે. તેમણે ધોરડોને યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા મળેલ "બેસ્ટ ટુરિઝમ વિલેજ"ના બિરુદ બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી તેમજ કચ્છના રણ ઉત્સવને ગુજરાતના પ્રવાસન સહિત અનેક લોકોના આર્થિક અને સામજિક વિકાસનું માધ્યમ ગણાવ્યો હતો. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ કચ્છના પ્રવાસન પ્રત્યે વધતા આકર્ષણ અંગે તેમજ આજે શુભારંભ થયેલ કચ્છના વિકાસકામો અંગે સૌને માહિતગાર કરવા સાથે પ્રવાસનને વેગ આપીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ પાર પાડવામાં આ રણ ઉત્સવ દિશાદર્શક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના 150 વર્ષના અવસરને સાંકળતા 'એકત્વ - એક દેશ, એક ગીત, એક ભાવના' થીમ આધારીત દેશના વિવિધ રાજ્યો, કચ્છી કલા અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતે 'રણોત્સવ 2025-26'નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના
વરદ્હસ્તે આ અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી'ના ધ્યેયને સાકાર કરી કચ્છના વારસા, વિકાસ અને વૈભવના ગૌરવમાં અભિવૃદ્ધિ કરતા કુલ ₹179 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આજે ગુરુ દત્તાત્રેયની જયંતી નિમિત્તે કચ્છના કાળા ડુંગરે બિરાજમાન ગુરુ દત્તાત્રેયને ભાવપૂર્વક વંદન કરવા સાથે જણાવ્યું હતું કે,
કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને દુનિયાભરના પ્રવાસીઓ માટે ફેવરિટ ડેસ્ટિનેશન બનાવવાના માનનીય વડાપ્રધાનશ્રીના કમિટમેન્ટને પરિણામે આપણને રણ ઉત્સવની ભેટ મળી છે. તેમણે ધોરડોને યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા મળેલ "બેસ્ટ ટુરિઝમ વિલેજ"ના બિરુદ બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી તેમજ કચ્છના રણ ઉત્સવને ગુજરાતના પ્રવાસન સહિત અનેક લોકોના
આર્થિક અને સામજિક વિકાસનું માધ્યમ ગણાવ્યો હતો. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ કચ્છના પ્રવાસન પ્રત્યે વધતા આકર્ષણ અંગે તેમજ આજે શુભારંભ થયેલ કચ્છના વિકાસકામો અંગે સૌને માહિતગાર કરવા સાથે પ્રવાસનને વેગ આપીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ પાર પાડવામાં આ રણ ઉત્સવ દિશાદર્શક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
- ईमानदार।1
- Post by Arjan Narsang Kangad1
- Post by Nilesh Koli1
- पिछले 30 सालों में कैसे बदली ट्रक ड्राइवर भाइयों की जिंदगी सुनिए ट्रांसपोर्ट इंडस्ट्री के बेताज बादशाह कमल डोगरा से1
- मंगरोल में आग का तांडव: प्लास्टिक फैक्ट्री धू-धू कर जली #viralrbharatexpressnews #suratgujarat ,1
- ઝગડિયામાં ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો1
- Full Video Link https://youtu.be/AM_h3omFiAI?si=5pyFh6h95lIjBBp21
- हास्य व्यंग। प्रद्युसण ।1