બાકરોલ ગામે ધુળેટી રમવાની ના પાડતા ઉપર લાકડી વડે હુમલો કરી ઇજાગ્રસ્ત કરતા કાલોલ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ કાલોલ પોલીસ મથકે બાકરોલ ના બેંક વાળા ફળિયામાં રહેતા દિલીપભાઈ નાનાભાઈ રાવળ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા ગત ચાર માર્ચના રોજ સાંજના સુમારે શાકભાજી લઈ તેઓ ઘરે આવતા હતા ત્યારે તેઓના ઘરની પાછળ રહેતા સંજયભાઈ મેલાભાઈ રાવળ તેઓની પાસે આવ્યા અને કહેલ કે મારી સાથે ધુળેટી રમવા આવ જેથી દિલીપભાઈએ કહેલ કે મારે ધુળેટી રમવા આવવું નથી ધુળેટી રમવું મને પસંદ નથી તેમ કહેતા સંજયભાઈએ દિલીપ ને પકડી પાડી મોઢા પર રંગ લગાવી જમીન ઉપર પાડી દઈ અને ઉશ્કેરાઈ જઈને હાથમાંની લાકડી દિલીપભાઈને હાથે પગે અને બરડાના ભાગે મારી દીધેલ આ દરમિયાન દિલીપભાઈની પત્ની આવી જતા તેઓને છોડાવેલ જે બાદ 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દવા સારવાર કરાવી કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

- પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના અમલ માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે કાલોલ પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી પાડી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. ૧૦.૧૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. કાલોલ પોલીસ સ્ટેશનના સીનિયર પી.આઈ. આર. ડી. ભરવાડને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ક્રેટા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ગોધરાથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બોરુ ટર્નિંગ વિસ્તારમાં નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો, પરંતુ કાર ચાલકે પોલીસને જોઈ કાર ભગાવી મૂકી હતી. પોલીસે તાત્કાલિક ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલક કાતોલ પાટિયા પાસે ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. જોકે, કારમાં બાજુમાં બેસેલો શખ્સ ખુર્શીદ નસિર અહમદ આલમ (રહે. વરીપુરા, જી. બરેલી) પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ઝડપાયેલો મુદ્દામાલ અને ચોંકાવનારી વિગતો: પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે બુટલેગરો પોલીસને ગુમરાહ કરવા માટે ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા હતા. તપાસ દરમિયાન ગાડીમાંથી આરટીઓ માન્ય બે અસલી નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી અત્યંત મોંઘી અને વૈભવી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૮૧ બોટલ મળી આવી હતી: દારૂનો જથ્થો: રૂ. ૫,૦૯,૯૨૦/- ક્રેતા કાર: રૂ. ૫,૦૦,૦૦૦/- બે મોબાઈલ ફોન: રૂ. ૧૦,૦૦૦/- કુલ મુદ્દામાલ: રૂ. ૧૦,૧૯,૯૨૦/- કુલ ૪ ઈસમો સામે ગુનો દાખલ: કાલોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી નીચે મુજબના ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે: નાસી છૂટેલ કાર ચાલક ખુર્શીદ નસિર અહમદ આલમ રે વરીપુરા જી બરેલી (ઝડપાયેલ આરોપી) કેવલ અર્જુન બામણીયા (માલ મંગાવનાર, રહે. વડોદરા) રાજેન્દ્રસિંહ અચલસિંહ રાજપુરોહિત (ગાડીનો માલિક, રહે. કારેલીબાગ, વડોદરા) પોલીસે આ તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી નાસી છૂટેલા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.2
- રસ્તો જલ્દી ઠીક થાય એવી આશા રાખીએ છીએ પોલ્યુશન ઓફિસ ના ટર્મ મો rinki chokdi thi Safari chokdi no Marg che halol gidc.............................................................................1
- Post by Jasmin B Shah1
- ₹. 76.80 લાખની 768 ગ્રામ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે 1 ઇસમને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા SOG પોલીસ... મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1

- Post by FM GUJARAT N1
- ધમકીભર્યો ઈ-મેઈલ આવતાં યુનિવર્સિટીમાં દોડધામ મચી છે. બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમ તથા પોલીસ યુનિવર્સિટી પર પહોંચી છે. કોલેજ કેમ્પસમાંથી વિદ્યાર્થીઓ સહિત સ્ટાફને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ... #paruluniversity #paruluniversity🎓 #vadodara #waghodia #viralreels1
- પીઠાઈ આર એલ પટેલ એન્ડ કંપની માં આગ, લાખોનું નુકશાન કઠલાલના પીઠાઈ માં આવેલ આર એલ પટેલ એન્ડ કંપનીમાં અગમ્ય કારણોસર વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. પ્લાયવુડ બનાવતી આ કંપનીમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા લાખોનો સામાન અને ઇન્સ્ટ્રુમેન્ટ બળી ને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક કઠલાલ, કપડવંજ અને નડિયાદ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર ભારે જહમત બાદ કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.એમજીવીસીએલ દ્વારા પણ તકેદારીના ભાગરૂપે લાઈટ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.વહેલી સવારે અગમ્ય કારણોસર લાગેલી આગમાં લાખોનો માલ સામાન બળીને ખાપ થઈ ગયો. આગ લાગતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ફાયર વિભાગે આંગ ઉપર કાબુ મેળવી આગ ઓલવી દીધી હતી.આગ લાગતા કંપનીમાં ખૂબ જ મોટું નુકસાન થયું હતું. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4