હળવદ સુરવદર ગામે ડેન્ગ્યુનો કહેર: અંદાજે 20 કેસથી આરોગ્ય તંત્ર દોડતું થયું હળવદ તાલુકાના સુરવદર ગામે ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે. ગામમાં અંદાજે 20 જેટલા ડેન્ગ્યુના કેસ હોવાનું ગ્રામજનો દ્વારા જણાવાઈ રહ્યું છે, જ્યારે સરકારી ચોપડે અત્યાર સુધીમાં 12 કેસ નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય સર્વે હાથ ધરવામાં આવે તો કેસોની સંખ્યા વધુ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરવદર ગામે ડેન્ગ્યુના કેસો સતત સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. વધતા કેસોને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ગામમાં પાવડર છંટકાવ તેમજ ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગામમાં અનેક જગ્યાએ ગંદકી અને ગટરના પાણી ભરાયેલા હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ ફેલાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગ્રામજનો દ્વારા ગામમાં સ્વચ્છતા અભિયાન વધુ અસરકારક રીતે હાથ ધરવા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

- ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર વિસ્તાર નજીક પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રોકડા રૂ. 21,200 જપ્ત કરવામાં આવ્યા છે. તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.1
- મોરબીના પ્રેમ નગરમાં એક વ્યક્તિના ઘર આંગણેથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કાર્યવાહી કરતા કુલ 1104 વિદેશી દારૂના ચપલા કબજે કર્યા અને આરોપીની ધરપકડ કરી.1
- સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડનું કામ અને સ્વચ્છતાની સમસ્યાથી લોકો પરેશાન છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ અધિકારી ધ્યાન આપતું નથી, જેના કારણે વિકાસના કાર્યો અધ્ધરતાલ છે.1
- રાજકોટના સાધુ વાસવાની રોડ પર એક શખ્સ ખુલ્લેઆમ છરી લઈને ફરતો જોવા મળ્યો હતો. આ ઘટનાથી શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધ્યો હોવાનું અને તેમને પોલીસનો કોઈ ડર ન હોવાનું સ્પષ્ટ થાય છે.1
- *ધંધુકાના પીએમબી હેલ્થ સેન્ટર ખાતે ભવ્ય ફ્રી નિદાન કેમ્પ યોજાયો. *ધંધુકાના પીએમબી હેલ્થ સેન્ટર ખાતે ભવ્ય ફ્રી નિદાન કેમ્પ યોજાયો.* ૩૨૦થી વધુ દર્દીઓએ લાભ લીધો. અમદાવાદની ફેઈથ હોસ્પિટલના નિષ્ણાત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા અપાઈ સેવાઓ. આજ રોજ સાંજના 8 વાગ્યાં માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલ પીએમબી હેલ્થ સેન્ટર ખાતે એક ભવ્ય ફ્રી નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અમદાવાદની જાણીતી ફેઈથ હોસ્પિટલના સિનિયર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમે ઉપસ્થિત રહીને દર્દીઓનું નિદાન કર્યું હતું. આ સેવાનો લાભ ધંધુકા અને આસપાસના વિસ્તારના ૩૨૦થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ લીધો હતો.1
- Post by Saradar3
- બોટાદ તાલુકાના સેથળી ગામે ખેતરમાં તાર ફેન્સિંગ કરવા બાબતે બે જમીન માલિકો વચ્ચે મારામારી થઈ. આ હુમલાનો વીડિયો વાયરલ થતાં ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી કડક કાર્યવાહીની માંગ કરી છે.1
- મોરબી જિલ્લાના વાંકાનેરના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રીફીલિંગનો પર્દાફાશ થયો છે. પોલીસે ઘટનાસ્થળેથી એક વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1