અંકલેશ્વર શારદા ભવન ટાઉનહોલ અને જુના દિવા ગામે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયા અંકલેશ્વરમાં તંત્ર દ્વારા બે સ્થળોએ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર નિયામક આયુષની કચેરી તથા ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જુના દિવા ગામના સિનિયર સિટિઝન હોલ ખાતે નિશુલ્ક આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આયુર્વેદ પદ્ધતિ દ્વારા વિવિધ રોગોની તપાસ, સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત ભરૂચ ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ટાઉનહોલ ખાતે મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તથા આરોગ્ય વિભાગના તબીબોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરીને કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેમ્પમાં વિવિધ રોગોના તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી જેનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો.

- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- સુરત જિલ્લામાં આવેલા માખીગા પલસાણા બાલાજી કંપનીમાં કેમિકલ લઈને આગ લાગી છે🔥🔥🔥🔥🔥1
- શિવા ટકલાને કાયદાનો ભાન કરાવતી પોલીસ.. https://www.instagram.com/patrakaarimran1
- बड़ी खबर: सूरत के पलसाना में केमिकल फैक्ट्री में भीषण आग, धमाकों के साथ जलकर खाक हुए टैंकर और टेम्पो।1
- Post by Pinakin patel1
- આમોદ તાલુકાના બોડકા ગામ નજીક બસ–ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1