logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરત ગ્રામ્યની કડોદરા GIDC પોલીસ સ્ટેશનની ટીમે રસ્તા પર ચાલતા રાહદારીઓ પાસેથી મોબાઈલ આંચકી લેતી (સ્નેચિંગ કરતી) ગેંગના બે રીઢા સાગરીતોને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના કુલ ૨૫ નંગ મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ મળીને કુલ રૂપિયા ૩,૨૦,૧૯૮/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સફળતાને કારણે કડોદરા, કામરેજ અને પાલોદ વિસ્તારના કુલ ૦૭ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

1 hr ago
user_Dhart_news_kadodar_2296
Dhart_news_kadodar_2296
Mill Owner બારડોલી, સુરત, ગુજરાત•
1 hr ago

સુરત ગ્રામ્યની કડોદરા GIDC પોલીસ સ્ટેશનની ટીમે રસ્તા પર ચાલતા રાહદારીઓ પાસેથી મોબાઈલ આંચકી લેતી (સ્નેચિંગ કરતી) ગેંગના બે રીઢા સાગરીતોને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના કુલ ૨૫ નંગ મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ મળીને કુલ રૂપિયા ૩,૨૦,૧૯૮/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સફળતાને કારણે કડોદરા, કામરેજ અને પાલોદ વિસ્તારના કુલ ૦૭ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

More news from ગુજરાત and nearby areas
  • કડોદરા GIDC પોલીસે મારા-મારીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા રીઢા આરોપી રોહિત ઉર્ફે ભુવાને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.
    1
    કડોદરા GIDC પોલીસે મારા-મારીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા રીઢા આરોપી રોહિત ઉર્ફે ભુવાને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.
    user_Dhart_news_kadodar_2296
    Dhart_news_kadodar_2296
    Mill Owner બારડોલી, સુરત, ગુજરાત•
    21 hrs ago
  • સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે, જ્યાં હત્યાના પ્રયાસના ગુનામાં ફાયરિંગ કરી 3 વર્ષથી ફરાર એક આરોપીને ઓડિશાથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી હત્યાના પ્રયાસના કેસમાં ફાયરિંગ કરવાના ગુનામાં વોન્ટેડ હતો અને છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીને સુરત પોલીસની એક નોંધપાત્ર સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
    1
    સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે, જ્યાં હત્યાના પ્રયાસના ગુનામાં ફાયરિંગ કરી 3 વર્ષથી ફરાર એક આરોપીને ઓડિશાથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી હત્યાના પ્રયાસના કેસમાં ફાયરિંગ કરવાના ગુનામાં વોન્ટેડ હતો અને છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીને સુરત પોલીસની એક નોંધપાત્ર સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત પોલીસે મોબાઈલ ચોરોની એક ગેંગનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં એક શાતિર ચોરની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી ૨૫ મોંઘા સ્માર્ટફોન જપ્ત કરવામાં આવ્યા છે. ગિરોહના અન્ય સભ્યોને પકડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ અને શોધખોળ ચાલુ છે.
    1
    સુરત પોલીસે મોબાઈલ ચોરોની એક ગેંગનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં એક શાતિર ચોરની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી ૨૫ મોંઘા સ્માર્ટફોન જપ્ત કરવામાં આવ્યા છે. ગિરોહના અન્ય સભ્યોને પકડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ અને શોધખોળ ચાલુ છે.
    user_R bharat express news
    R bharat express news
    News Anchor પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ પેમેન્ટની સુવિધાના અભાવે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને કેસ પેપર બારી અને એક્સ-રે વિભાગમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા ન હોવાથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. દર્દીઓ જ્યારે 20, 50, 100 કે 200 રૂપિયાની નોટ લઈને જાય છે, ત્યારે ઓપરેટરો છૂટા પૈસાની માંગણી કરે છે.
    1
    સુરત સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ પેમેન્ટની સુવિધાના અભાવે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને કેસ પેપર બારી અને એક્સ-રે વિભાગમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા ન હોવાથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. દર્દીઓ જ્યારે 20, 50, 100 કે 200 રૂપિયાની નોટ લઈને જાય છે, ત્યારે ઓપરેટરો છૂટા પૈસાની માંગણી કરે છે.
    user_NEWS 74 INDIA
    NEWS 74 INDIA
    Classified ads newspaper publisher ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • પલસાણા પોલીસે પોલીસ નિરીક્ષક બી.ડી. ઝિલરીયાના માર્ગદર્શન હેઠળ જોલવા વિસ્તારમાં સઘન તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દરમિયાન, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એન. રાઠોર અને જમાદાર ભૂપત ભાઈ સહિતની ટીમે વિસ્તારના બિલ્ડિંગ સંચાલકો અને મકાનમાલિકોને તમામ ભાડૂઆતના આધાર કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો એકત્ર કરવા સૂચના આપી છે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારમાં રહેતા લોકોની સાચી માહિતી એકઠી કરવાનો, કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અથવા અસામાજિક તત્વોને ઓળખીને સમયસર કાર્યવાહી કરવાનો છે. પોલીસે બિલ્ડિંગ સંચાલકોને ભારપૂર્વક અપીલ કરી છે કે સુરક્ષાની દ્રષ્ટિએ ભાડૂઆતોનું વેરિફિકેશન કરાવવું અત્યંત જરૂરી છે.
    1
    પલસાણા પોલીસે પોલીસ નિરીક્ષક બી.ડી. ઝિલરીયાના માર્ગદર્શન હેઠળ જોલવા વિસ્તારમાં સઘન તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દરમિયાન, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એન. રાઠોર અને જમાદાર ભૂપત ભાઈ સહિતની ટીમે વિસ્તારના બિલ્ડિંગ સંચાલકો અને મકાનમાલિકોને તમામ ભાડૂઆતના આધાર કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો એકત્ર કરવા સૂચના આપી છે.

પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારમાં રહેતા લોકોની સાચી માહિતી એકઠી કરવાનો, કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અથવા અસામાજિક તત્વોને ઓળખીને સમયસર કાર્યવાહી કરવાનો છે. પોલીસે બિલ્ડિંગ સંચાલકોને ભારપૂર્વક અપીલ કરી છે કે સુરક્ષાની દ્રષ્ટિએ ભાડૂઆતોનું વેરિફિકેશન કરાવવું અત્યંત જરૂરી છે.
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • સોમવારે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી, જેના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બપોર બાદ અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોમાં રાહતની લાગણી જોવા મળી હતી. સુરત શહેરમાં ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા અને અનેક સ્થળોએ પાણી વહેવા લાગતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વરસાદને કારણે શહેરનું વાતાવરણ ખુશનુમા બન્યું હતું અને છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ઉકળાટભરી ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી હતી. આ ઉપરાંત, જિલ્લાના પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે જોલવા, કડોદરા, બગુમરા, હળધરુ, દસ્તાન સહિતના ગામોમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે સારો વરસાદ નોંધાયો હતો, જેનાથી ખેતરો અને રસ્તાઓ પાણીથી તરબતર થઈ ગયા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, તેમ છતાં લોકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું. ખાસ કરીને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી, કારણ કે આ વરસાદને ખેતી માટે આશીર્વાદ સમાન માનવામાં આવી રહ્યો છે અને ખરીફ પાકની વાવણીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે અને આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનાથી ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે.
    1
    સોમવારે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી, જેના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બપોર બાદ અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોમાં રાહતની લાગણી જોવા મળી હતી.

સુરત શહેરમાં ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા અને અનેક સ્થળોએ પાણી વહેવા લાગતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વરસાદને કારણે શહેરનું વાતાવરણ ખુશનુમા બન્યું હતું અને છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ઉકળાટભરી ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી હતી. આ ઉપરાંત, જિલ્લાના પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે જોલવા, કડોદરા, બગુમરા, હળધરુ, દસ્તાન સહિતના ગામોમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે સારો વરસાદ નોંધાયો હતો, જેનાથી ખેતરો અને રસ્તાઓ પાણીથી તરબતર થઈ ગયા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ભારે વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, તેમ છતાં લોકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું. ખાસ કરીને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી, કારણ કે આ વરસાદને ખેતી માટે આશીર્વાદ સમાન માનવામાં આવી રહ્યો છે અને ખરીફ પાકની વાવણીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે અને આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનાથી ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • સુરતના પુણા વિસ્તારમાં આવેલા આઈ માતા રોડ પર મોડી રાત્રે એક ક્રેન અનિયંત્રિત થઈ ગઈ હતી. આ બેકાબૂ ક્રેન એક મકાનની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટો અકસ્માત થયો ન હતો અને એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
    1
    સુરતના પુણા વિસ્તારમાં આવેલા આઈ માતા રોડ પર મોડી રાત્રે એક ક્રેન અનિયંત્રિત થઈ ગઈ હતી. આ બેકાબૂ ક્રેન એક મકાનની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટો અકસ્માત થયો ન હતો અને એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત જિલ્લાના કીમ પોલીસ મથકના ASI મહેન્દ્ર સુથારને સુરત જિલ્લા SP રાજેશ ગઢિયા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સસ્પેન્શન બારડોલી પોલીસ મથક ખાતે દાખલ થયેલ એક ફરિયાદની તપાસમાં ખામી રાખવા બદલ કરવામાં આવ્યું છે. સુરત જિલ્લા SP દ્વારા લેવાયેલા આ પગલાને કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
    1
    સુરત જિલ્લાના કીમ પોલીસ મથકના ASI મહેન્દ્ર સુથારને સુરત જિલ્લા SP રાજેશ ગઢિયા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સસ્પેન્શન બારડોલી પોલીસ મથક ખાતે દાખલ થયેલ એક ફરિયાદની તપાસમાં ખામી રાખવા બદલ કરવામાં આવ્યું છે. સુરત જિલ્લા SP દ્વારા લેવાયેલા આ પગલાને કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
    user_NEWS 74 INDIA
    NEWS 74 INDIA
    Classified ads newspaper publisher ઉધના, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • સુરત શહેરમાં મોંસૂનના પ્રથમ વરસાદી ઝાપટાએ જ સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને સ્પષ્ટપણે ઉજાગર કરી દીધી છે. આજે સવારથી શરૂ થયેલા વરસાદે ગણતરીના કલાકોમાં જ શહેરના મુખ્ય માર્ગોને તળાવમાં ફેરવી દીધા, જેના પરિણામે અનેક બસો ફસાઈ જવાની ઘટનાઓ સામે આવી હતી. આ સ્થિતિ વચ્ચે, તાજેતરમાં પાંડેસરામાં બસ ધસી જવાની ઘટના બાદ હવે પાલ વિસ્તારમાં એક BRTS બસ જમીનમાં ધસી જતાં અત્યંત ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.
    1
    સુરત શહેરમાં મોંસૂનના પ્રથમ વરસાદી ઝાપટાએ જ સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને સ્પષ્ટપણે ઉજાગર કરી દીધી છે. આજે સવારથી શરૂ થયેલા વરસાદે ગણતરીના કલાકોમાં જ શહેરના મુખ્ય માર્ગોને તળાવમાં ફેરવી દીધા, જેના પરિણામે અનેક બસો ફસાઈ જવાની ઘટનાઓ સામે આવી હતી.

આ સ્થિતિ વચ્ચે, તાજેતરમાં પાંડેસરામાં બસ ધસી જવાની ઘટના બાદ હવે પાલ વિસ્તારમાં એક BRTS બસ જમીનમાં ધસી જતાં અત્યંત ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.