મહીસાગર જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે બાલાસિનોર તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની ઓચિંતી રાત્રિ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી ***** મહીસાગર જિલ્લામાં ચાલી રહેલી ચોમાસાની ઋતુમાં કોઈપણ સંભવિત વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. આપત્તિ વ્યવસ્થાપન અને તંત્રની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે બાલાસિનોર તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની ઓચિંતી રાત્રિ મુલાકાત લીધી હતી અને કામગીરીની સઘન સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ કંટ્રોલ રૂમ ખાતેથી જિલ્લાની હાલની વરસાદી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પ્રાપ્ત થઈ રહેલા અહેવાલો તેમજ નદી-નાળા અને જળાશયોની જળસપાટી અંગે ફરજ પરના કર્મચારીઓ પાસેથી ઝીણવટભરી માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વરસાદી ઋતુ દરમિયાન કોઈપણ આકસ્મિક સ્થિતિ સર્જાય તો તેનો તાત્કાલિક અને અસરકારક રીતે સામનો કરવા માટે જિલ્લા તંત્ર ખડેપગે અને સંપૂર્ણપણે સજ્જ છે. નાગરિકોની સુરક્ષા અને સલામતી એ તંત્રની પ્રાથમિકતા છે.
મહીસાગર જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે બાલાસિનોર તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની ઓચિંતી રાત્રિ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી ***** મહીસાગર જિલ્લામાં ચાલી રહેલી ચોમાસાની ઋતુમાં કોઈપણ સંભવિત વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર
સંપૂર્ણપણે સજ્જ છે. આપત્તિ વ્યવસ્થાપન અને તંત્રની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે બાલાસિનોર તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની ઓચિંતી રાત્રિ મુલાકાત લીધી હતી અને કામગીરીની સઘન સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ કંટ્રોલ રૂમ ખાતેથી જિલ્લાની હાલની વરસાદી સ્થિતિનો
તાગ મેળવ્યો હતો. તેમણે જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પ્રાપ્ત થઈ રહેલા અહેવાલો તેમજ નદી-નાળા અને જળાશયોની જળસપાટી અંગે ફરજ પરના કર્મચારીઓ પાસેથી ઝીણવટભરી માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ પરિસ્થિતિ પર
સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વરસાદી ઋતુ દરમિયાન કોઈપણ આકસ્મિક સ્થિતિ સર્જાય તો તેનો તાત્કાલિક અને અસરકારક રીતે સામનો કરવા માટે જિલ્લા તંત્ર ખડેપગે અને સંપૂર્ણપણે સજ્જ છે. નાગરિકોની સુરક્ષા અને સલામતી એ તંત્રની પ્રાથમિકતા છે.
- ચાટકા બેલી બારીયા ફળિયું તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર ગામ ચાટ કાપેલી તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર સરકારને એટલી વિનંતી છે કે ચાટકામાં રસ્તા નો કોઈ આયોજન નહીં તો સરકાર શું કરે છે ઉગે છે કે જાગે છે ડેરીમાં જવા માટે રસ્તો નહીં ઇમર્જન છે માટે કોઈ ગાડી આવી શકતી નથી1
- જયા પાર્વતી વ્રતની ભાવભેર પૂર્ણાહુતિ: તળાવો પર જવારા વિસર્જન માટે ઉમટી મહિલાઓ મહીસાગર લુણાવાડા સહિત સમગ્ર ગુજરાતમાં જયા પાર્વતી વ્રતની આજે ભાવભેર પૂર્ણાહુતિ કરવામાં આવી. અષાઢ સુદ તેરસથી શરૂ થયેલા પાંચ દિવસના આ કઠોર અલૂણા વ્રતનું આજે પાંચમા દિવસે વિસર્જન સાથે સમાપન થયું. વહેલી સવારથી જ શહેરના વિવિધ તળાવો અને નદી કિનારે સૌભાગ્યવતી મહિલાઓ અને કુંવારી કન્યાઓની ભીડ જોવા મળી હતી. પાંચ દિવસ સુધી ઘરમાં ઉગાડેલા ઘઉંના જવારાની પૂજા કરી, મહિલાઓએ તેને પવિત્ર જળમાં પધરાવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ અકબંધ રહ્યો હતો. માન્યતા મુજબ, માતા પાર્વતીએ ભગવાન શિવને પામવા આ વ્રત કર્યું હતું. આજે પણ કુંવારિકાઓ સારા વર માટે અને પરિણીતાઓ પતિની લાંબી ઉંમર તથા અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ માટે આ વ્રત કરે છે. વ્રતધારીઓએ પાંચ દિવસ મીઠા વગર ભોજન કરી, રાત્રિ જાગરણ અને શિવ-પાર્વતીની કથા સાંભળી હતી. અંતે સૌભાગ્યની વસ્તુઓનું દાન કરી વ્રત પૂર્ણ કરાયું. સ્થાનિક કોર્પોરેટર અને સામાજિક સંસ્થાઓ દ્વારા તળાવ કિનારે સ્વચ્છતા અને સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલાઓએ એકબીજાને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપી, પ્રસાદ વહેંચ્યો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જયા પાર્વતી વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી, પણ નારી શક્તિ, શ્રદ્ધા અને પરિવાર કલ્યાણની ભાવનાનું પ્રતીક છે. દર વર્ષે હજારો મહિલાઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે અને સમાજમાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.2
- યુરિયાની કાળાબજારી સામે દેવગઢ બારિયાના ખેડૂતોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર યુરિયાની કાળાબજારી સામે દેવગઢ બારિયાના ખેડૂતોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર #dahod #devgadhbaria #newsupdate #newstoday #news1
- અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ, જિલ્લામાં રેડ એલર્ટ; શાળા-કોલેજ, આંગણવાડી અને ITIમાં રજા જાહેર અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ, જિલ્લામાં રેડ એલર્ટ; શાળા-કોલેજ, આંગણવાડી અને ITIમાં રજા જાહેર મોડાસા: અરવલ્લી જિલ્લામાં શુક્રવાર મોડી રાત્રિથી શનિવાર વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જનજીવન પર અસર જોવા મળી રહી છે, જ્યારે હવામાન વિભાગની આગાહીના આધારે જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધનસુરા તાલુકામાં અંદાજે 4 ઇંચ નોંધાયો છે. સાઠંબામાં 2.5 ઇંચ, મેઘરજમાં 2 ઇંચ, મોડાસામાં 2 ઇંચ અને બાયડમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ભિલોડામાં 20 મીમી અને માલપુરમાં 9 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ અને આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળા, કોલેજ, આંગણવાડી કેન્દ્રો અને ITIમાં આજે રજા જાહેર કરી છે. સાથે જ નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સ્થળોએ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.4
- દ્વારકા:GSPL કંપનીની ગેસ પાઇપ લાઈન સામે ખેડૂતોનો વિરોધ દ્વારકા:GSPL કંપનીની ગેસ પાઇપ લાઈન સામે ખેડૂતોનો વિરોધ #dwarka #gspl #newstoday #newsupdate #news1
- વિરપુર-બારોડા કેનાલ પાસે ભારે પવનમાં કન્ટેનર હાઉસ ઉડી ખાડામાં ખાબક્યું, એક મજૂરનું મોત, પાંચ ઈજાગ્રસ્ત વિરપુર તાલુકામાં શુક્રવારે મોડી રાત્રે ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને ધોધમાર વરસાદ વચ્ચે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. વિરપુર-બારોડા કેનાલ પાસે આવેલ સીમ વિસ્તારમાં કામ કરી રહેલા મજૂરો માટે રાખવામાં આવેલા કન્ટેનર હાઉસમાં કુલ છ મજૂરો હાજર હતા. અચાનક ભારે પવનના ઝાપટાથી કન્ટેનર હાઉસ ઉખડીને બાજુમાં આવેલા પાણી ભરેલા ખાડામાં ખાબક્યું હતું.આ દુર્ઘટનામાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ મજૂરોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સૌપ્રથમ વિરપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે તમામને લુણાવાડા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ, કન્ટેનર હાઉસમાં રહેલા તમામ છ મજૂરો મૂળ જુનાગઢ જિલ્લાના રહેવાસી હતા અને મજૂરી કામ માટે વિરપુર તાલુકામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ભારે વરસાદ અને પવનને કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો... રીપોર્ટર- વિપુલ જોષી વિરપુર1