Shuru
Apke Nagar Ki App…
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માઢીમાં આવેલી માઢી હાઈસ્કુલમાં તારીખ 10-07-26 ને શુક્રવારના રોજ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગ દરમિયાન શ્રી પોપટભાઈ, રાજુભાઇ પટેલ, આચાર્યશ્રી નરેશભાઈ તેમજ ચિરાગભાઈ સાહેબે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓના શિક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મિટિંગમાં શાળાની કારોબારીના સભ્યશ્રીઓ, શાળાનો સ્ટાફ, વિદ્યાર્થીઓના માતા-પિતા અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
પટેલ રાજેન્દ્રકુમાર એ.
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માઢીમાં આવેલી માઢી હાઈસ્કુલમાં તારીખ 10-07-26 ને શુક્રવારના રોજ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગ દરમિયાન શ્રી પોપટભાઈ, રાજુભાઇ પટેલ, આચાર્યશ્રી નરેશભાઈ તેમજ ચિરાગભાઈ સાહેબે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓના શિક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મિટિંગમાં શાળાની કારોબારીના સભ્યશ્રીઓ, શાળાનો સ્ટાફ, વિદ્યાર્થીઓના માતા-પિતા અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
More news from ગુજરાત and nearby areas
- અરવલ્લીના બાયડ વિસ્તારના ડેમાઈ પંથકમાં અમૂલ દ્વારા અચાનક દૂધની ખરીદી બંધ કરી દેવામાં આવતા સ્થાનિક પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અમૂલના આ નિર્ણયથી આક્રોશિત બનેલા પશુપાલકો હવે સાબરડેરીમાં સારા ભાવે દૂધ લેવામાં આવે તેવી જોરદાર માંગ કરી રહ્યા છે.1
- અમદાવાદમાં પોલીસ ટીમ સામાન્ય જનતાને હેરાન કરીને પોતાને 'સિંઘમ' સમજી રહી છે, પરંતુ પોતાના જ વિસ્તાર અને ઝોનમાં શું ચાલી રહ્યું છે તે જોઈ શકતી નથી અને માત્ર ચેકિંગની વાતો કરી રહી છે. પોલીસની આવી નીતિ સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એક મહિલા અધિકારીને સીધો સવાલ પૂછવામાં આવ્યો છે કે તેમના ઝોનમાં પોલીસની રહેમનજર હેઠળ કેટલાય દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તેની તેમને કોઈ જાણ છે ખરી? આ સાથે જ પોલીસ પર સમયસર પોતાનો હક મેળવી લેવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ આંધળો કાનૂન અને આંધી પોલીસ ટીમ જનતાને પરેશાન કરી રહી હોવાનો આકરો સૂર વ્યક્ત કરાયો છે.1
- અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ પંથકના પશુપાલકો હાલમાં દૂધના પ્રશ્નને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડેમાઈ પંથકમાં દૈનિક અંદાજે 5,000 લિટર દૂધ ભરતી મંડળીઓનું દૂધ અમૂલ ફેડરેશન દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણયના કારણે છેલ્લા 20 દિવસથી સ્થાનિક પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને પશુપાલકો ભારે વેદના અનુભવી રહ્યા છે. પશુપાલકોને સાબરડેરી કરતાં પ્રતિ લિટર 2 રૂપિયા વધુ ભાવ મળતો હોવાથી તેઓ અત્યાર સુધી ખેડા જિલ્લામાં પોતાનું દૂધ ભરાવતા હતા. જોકે, હવે ત્યાં દૂધ સ્વીકારવાનું બંધ થઈ જતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને ભાવનો પ્રશ્ન ગંભીર બન્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં પશુપાલકોની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પશુપાલકોનું દૂધ સાબરડેરી દ્વારા યોગ્ય અને સારા ભાવથી સ્વીકારવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.4
- અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ પંથકના પશુપાલકો હાલમાં દૂધ વેચાણના પ્રશ્નને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડેમાઈ વિસ્તારની દૈનિક અંદાજે પાંચ હજાર લીટર દૂધ એકત્ર કરતી દૂધ મંડળીઓનું દૂધ અગાઉ નજીકના ખેડા જિલ્લામાં ભરવામાં આવતું હતું, કારણ કે ત્યાં સાબરડેરી કરતાં પ્રતિ લીટર આશરે બે રૂપિયા વધુ ભાવ મળતો હતો. જોકે, અમૂલ ફેડરેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી આ દૂધ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવતા પશુપાલકો આર્થિક સંકટમાં મુકાયા છે. છેલ્લા ૨૦ દિવસથી યોગ્ય બજાર અને ભાવ ન મળતાં અનેક પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. દૂધ ઉત્પાદનનો ખર્ચ સતત વધી રહ્યો છે ત્યારે યોગ્ય ભાવ ન મળવાથી તેમની આવક પર સીધી અસર પડી છે. આ ગંભીર પ્રશ્નને લઈને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં પશુપાલકોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન પશુપાલકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી અને તેમના દૂધની ખરીદી સાબરડેરી દ્વારા યોગ્ય તેમજ સ્પર્ધાત્મક ભાવથી કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ ઉઠાવી હતી. પશુપાલકો આશા રાખી રહ્યા છે કે સંબંધિત તંત્ર અને ડેરી સંચાલન દ્વારા તેમના હિતમાં આ સમસ્યાનો વહેલી તકે કાયમી અને તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે જેથી પશુપાલકોને થઈ રહેલું આર્થિક નુકસાન અટકી શકે.4
- કડીના ડરણ ગામે ઠાકોર સમાજ સેવા સમિતિના હોદ્દેદારોએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે. મુલાકાત દરમિયાન હોદ્દેદારોએ જણાવ્યું છે કે જો આવનારા સમયમાં વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપીને આ અંગે રજૂઆત કરવામાં આવશે.1
- રાજકોટના નાનામવા રોડ પર આવેલા મોકાજી સર્કલ નજીક ફાયરિંગ બાદ થયેલી હત્યાની ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત બસિયાએ એક પ્રેસ બ્રિફિંગ દરમિયાન આ કેસ અંગેની મહત્વની વિગતો જાહેર કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓમાં રણજીત વાળા, રાજવીર વાળા અને એક સગીર આરોપીનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા ફાયરિંગની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખી વધુ તપાસ હાથ ધરી છે.1
- CITU સંકલિત ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા અરવલ્લીના મેઘરજ તાલુકામાં આશા અને ફેસિલિટેટર બહેનો સાથે એક વિશેષ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત બહેનોની વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ યુનિયનના પ્રતિનિધિઓએ તાલુકા હેલ્થ ઓફિસર (THO) સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને આશા તથા ફેસિલિટેટર બહેનોને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં અરવલ્લી યુનિયનના આગેવાનો એડવોકેટ ડાહ્યાભાઈ જાદવ અને એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાંટ સહિત મોટી સંખ્યામાં આશા અને ફેસિલિટેટર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.1
- અમદાવાદમાં આગામી 149મી જગન્નાથ રથયાત્રાના આયોજનને લઈને તૈયારીઓ તેજ બની છે. આ પવિત્ર પ્રસંગ પૂર્વે મહંત શ્રી લક્ષ્મણદાસ ગુરુજી સાથે ઓલ ઈન્ડિયા વોઈસ દ્વારા એક વિશેષ સંવાદ કરવામાં આવ્યો હતો. આ ચર્ચા દરમિયાન રથયાત્રાના મહત્વના વિધિ-વિધાન અને પરંપરાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ખાસ કરીને, ભગવાન જગન્નાથજીનું મામેરું કઈ રીતે અને કયા ભાવ સાથે ભરવામાં આવે છે, તે અંગે મહંત શ્રી લક્ષ્મણદાસ ગુરુજીએ વિસ્તૃત માહિતી આપી હતી.1
- અરવલ્લીના મોડાસામાં આવેલા એકતા પાર્ક વિસ્તારમાં રહેતી એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો હોવાનો અને તેના ઘર પર પથ્થરમારો કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ પીડિત પરિવારે ન્યાય મેળવવા માટે પોલીસનો આશરો લીધો છે. પીડિત પરિવારે પોલીસ સમક્ષ ન્યાયની માંગણી કરી છે અને આ સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરીને યોગ્ય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે.1