Shuru
Apke Nagar Ki App…
સુરતના ડિંડોલી વિસ્તારમાં બે દિવસ અગાઉ અલગ-અલગ ત્રણ મંદિરોમાં થયેલી ચોરીના મામલે ડીંડોલી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા ચમત્કારી હનુમાન મંદિર, મહાદેવ મંદિર તેમજ ડીલાડવા ગામે આવેલા નંદ મંદિરમાંથી ત્રણ જેટલી દાનપેટીઓમાંથી ચોરી થવાના બનાવો સામે આવ્યા હતા. આ અંગે ડીંડોલી પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે બાતમીના આધારે ચોરી કરનાર બંને આરોપીઓ અંકિત માર્કંડે અને આયુષ પપ્પુ પાસવાનને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચોરીની ત્રણ દાનપેટી, રોકડા રૂપિયા અને મોબાઈલ સહિત કુલ ₹૫૮,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Bharat Brahmbhatt

More news from ગુજરાત and nearby areas
- સુરતની કડોદરા જીઆઈડીસી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તાતીથૈયા ગામમાંથી ચોરી થયેલી રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની ઓળખ ૨૪ વર્ષીય આકાશ અમરનાથ ગોકુલપ્રસાદ તિવારી તરીકે થઈ છે, જે હાલમાં કડોદરા ખાતે રહે છે. પોલીસે તેની પાસેથી આશરે ૯૦ હજાર રૂપિયાની કિંમતની ચોરીની મોટરસાઇકલ અને એક મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. આ મામલે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.1
- સુરતના તાતીથૈયામાંથી ચોરી થયેલી રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આરોપી પાસેથી ₹90 હજારની કિંમતનો મુદ્દામાલ પણ બરામદ કરવામાં આવ્યો છે.1
- સુરત શહેરમાં વરસાદના પાણી ભરાવાને કારણે ખટોદરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. વિસ્તારમાં પાણી ભરાઈ જતાં ખટોદરા પી આઇ શ્રી એન વી ભરવાડ સાહેબ દ્વારા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ કપરી પરિસ્થિતિમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે.1
- સુરતના ઉમરવાડા વિસ્તારમાં ૬ વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મ આચરવાના મામલે સલાબતપુરા પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી પોક્સો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઇ કાલ તારીખ ૧૦/૦૭/૨૦૨૬ ના રોજ આ કેસના ફરિયાદી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની ૬ વર્ષની પૌત્રી ઘર પાસે રમતી હતી તે સમયે આરોપી બાળકીને ફોસલાવીને પોતાના ઘરે લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને બ્લીડિંગ થતાં આ બાબતની જાણ પરિવારના સભ્યોને થઈ હતી, જેના આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ૧૧૨૧૦૦૫૫૨૬ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ગંભીર મામલામાં પોલીસ કમિશ્નર શ્રી વાબાંગ જામીર સાહેબ, ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ શ્રી કરણરાજ વાઘેલા સાહેબ, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ અને મદદનીશ પોલીસ કમિશ્નર સી ડીવીઝન શ્રી ચિરાગ વાડદોરીયા સાહેબ દ્વારા પોક્સો હેઠળ દાખલ થતા ગુનાઓમાં તાત્કાલિક આરોપીને ઝડપી પાડી અસરકારક કાર્યવાહી કરવા માટે જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપવામાં આવી હતી, જેને આધારે પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો છે.1