NEET પેપર લીક કૌભાંડને કારણે દેશના કરોડો વિદ્યાર્થીઓના સપનાઓ સાથે ખેલ કરનાર ભાજપ સરકાર સામે આજે ગાંધીધામ ખાતે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા મશાલ યાત્રા યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરનાર અને પરીક્ષા પ્રણાલીને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવનાર સરકાર સામે યુવાનોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. યુથ કોંગ્રેસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે યુવાનો હવે આવી સરકારને માફ નહીં કરે, જે તેમના ભવિષ્ય સાથે ચેડાં કરે છે. તેઓએ NEET કૌભાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરી હતી. યુથ કોંગ્રેસે એવો સંકલ્પ વ્યક્ત કર્યો કે જ્યાં સુધી જવાબદારો સામે કાર્યવાહી ન થાય અને વિદ્યાર્થીઓને ન્યાય ન મળે ત્યાં સુધી તેમનો સંઘર્ષ ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી નિખિલ દ્વિવેદી, પ્રમુખ પ્રવિણસિંહ વાનોલ, ઉપપ્રમુખ અબરાર સમા, પૂર્વ કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મુસ્તાક સોઢા, પશ્ચિમ કચ્છ યુથ કોંગ્રેસ પ્રમુખ રાજદીપભાઈ, પ્રદેશ મંત્રી જોબ જોહન અને મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન "પેપર લીક બંધ કરો – વિદ્યાર્થીઓને ન્યાય આપો!" અને "યુવાનોના ભવિષ્ય સાથે ખેલ બંધ કરો!" જેવા નારા લગાવવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસે આ કૌભાંડ માટે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવવાનું અને ન્યાય માટે લડત ચાલુ રાખવાનું આહ્વાન કર્યું હતું.
NEET પેપર લીક કૌભાંડને કારણે દેશના કરોડો વિદ્યાર્થીઓના સપનાઓ સાથે ખેલ કરનાર ભાજપ સરકાર સામે આજે ગાંધીધામ ખાતે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા મશાલ યાત્રા યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરનાર અને પરીક્ષા પ્રણાલીને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવનાર સરકાર સામે યુવાનોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. યુથ કોંગ્રેસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે યુવાનો હવે આવી સરકારને માફ નહીં કરે, જે તેમના ભવિષ્ય સાથે ચેડાં
કરે છે. તેઓએ NEET કૌભાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરી હતી. યુથ કોંગ્રેસે એવો સંકલ્પ વ્યક્ત કર્યો કે જ્યાં સુધી જવાબદારો સામે કાર્યવાહી ન થાય અને વિદ્યાર્થીઓને ન્યાય ન મળે ત્યાં સુધી તેમનો સંઘર્ષ ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી નિખિલ દ્વિવેદી, પ્રમુખ પ્રવિણસિંહ વાનોલ, ઉપપ્રમુખ અબરાર સમા, પૂર્વ કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મુસ્તાક સોઢા, પશ્ચિમ કચ્છ યુથ કોંગ્રેસ પ્રમુખ રાજદીપભાઈ,
પ્રદેશ મંત્રી જોબ જોહન અને મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન "પેપર લીક બંધ કરો – વિદ્યાર્થીઓને ન્યાય આપો!" અને "યુવાનોના ભવિષ્ય સાથે ખેલ બંધ કરો!" જેવા નારા લગાવવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસે આ કૌભાંડ માટે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવવાનું અને ન્યાય માટે લડત ચાલુ રાખવાનું આહ્વાન કર્યું હતું.
- ચુવાળીયા ઠાકોર સમાજ દ્વારા હેમંતભાઈ સુરેલાને ફરી એકવાર પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે. તેમને સમાજ ચિંતન, સમાજ સેવા અને સમાજના હક-હિત માટે સતત કાર્યરત રહેવા બદલ આ જવાબદારી પુનઃ સોંપવામાં આવી છે.1
- રાજકોટમાં ગત તારીખ ૨૬ ના રોજ શ્રી મહાલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા આરોપી સાજીદ કેરૂન અને અનિશા કેરૂન નામના બે વ્યક્તિઓએ વેપારીની નજર ચૂકવી સોનાની બુટ્ટીની ચોરી કરી હતી. આ ઘટના બાદ માલવીયા નગર પોલીસે સક્રિય બની બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચોરાઈ ગયેલ કુલ ₹35,000 ની કિંમતનો બુટ્ટીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી સાજીદ કેરૂન વિરુદ્ધ અગાઉ પણ હત્યાના પ્રયાસનો એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જે પોલીસ તપાસમાં મહત્વના સાબિત થયા.4
- અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચોડવડીયાના પદગ્રહણ કાર્યક્રમમાં એક મોટો વિવાદ સામે આવ્યો હતો. કાર્યક્રમના પ્રથમ દિવસે જ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીનું નામ યાદ ન રહેતા આ ઘટનાને કારણે ભાંગરો વાટવામાં આવ્યો હતો.1
- Nanu moshm pura khambat Nanu moshm pura khambat Aanand gujrati Nanu moshm pura khambat Nanu moshm pura khambat Nanu moshm pura khambat Aanand gujrati1
- આજે વહેલી સવારે વંથલીમાં મેઘરાજાએ મન મૂકીને દસ્તક આપી હતી. રવિવારે વહેલી સવારથી જ શાંતિપૂર્ણ રીતે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદ શરૂ થતાંની સાથે જ PGVCL દ્વારા વીજળીનો પુરવઠો પણ ગુલ થઈ ગયો હતો.4
- ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાને માત્ર એક પશુ નહીં, પરંતુ માતૃત્વ, કરુણા અને સેવા ભાવનાનું પ્રતિક માનવામાં આવે છે. તાજેતરમાં બનેલી એક ઘટનામાં ગૌમાતાએ એક વ્યક્તિનો જીવ બચાવી માનવતા અને પ્રાણીપ્રેમનો એક અનોખો સંદેશ આપ્યો છે. જ્યાં માણસ માણસનો જીવ લેવા માટે તૈયાર હોય છે, ત્યાં ગૌમાતાએ માનવજીવન બચાવીને માનવતા અને કરુણાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.1