દાહોદ જિલ્લા પંચાયતમાં ICDS વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ દાહોદ જિલ્લા પંચાયતમાં ICDS વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ દાહોદ જિલ્લા પંચાયત ખાતે ચેરમેન ડૉ. રોશનીબેન પટેલના અધ્યક્ષસ્થાને ICDS વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ICDS વિભાગ દ્વારા બાળ વિકાસ, પોષણ અને મહિલા કલ્યાણ ક્ષેત્રે કરવામાં આવેલી વિવિધ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. ચેરમેન ડૉ. રોશનીબેન પટેલે ગ્રામીણ અને ક્ષેત્રિય સ્તરે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓની સેવાઓને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ સુધી સરકારી યોજનાઓનો મહત્તમ લાભ સમયસર અને અસરકારક રીતે પહોંચે તે મુખ્ય પ્રાથમિકતા છે. આગામી સમયમાં પણ તમામ કર્મચારીઓને વધુ ઉત્સાહ, પારદર્શિતા અને જવાબદારીપૂર્વક ફરજો નિભાવવા માટે જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા. બેઠકના અંતે ICDS વિભાગની કામગીરીને વધુ સુદ્રઢ, ગુણવત્તાસભર અને પરિણામલક્ષી બનાવવા અંગે મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા હતા.
દાહોદ જિલ્લા પંચાયતમાં ICDS વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ દાહોદ જિલ્લા પંચાયતમાં ICDS વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ દાહોદ જિલ્લા પંચાયત ખાતે ચેરમેન ડૉ. રોશનીબેન પટેલના અધ્યક્ષસ્થાને ICDS વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ICDS વિભાગ દ્વારા બાળ વિકાસ, પોષણ અને મહિલા કલ્યાણ ક્ષેત્રે કરવામાં આવેલી વિવિધ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. ચેરમેન ડૉ. રોશનીબેન પટેલે ગ્રામીણ અને ક્ષેત્રિય સ્તરે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓની સેવાઓને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ સુધી સરકારી યોજનાઓનો મહત્તમ લાભ સમયસર અને અસરકારક રીતે પહોંચે તે મુખ્ય પ્રાથમિકતા છે. આગામી સમયમાં પણ તમામ કર્મચારીઓને વધુ ઉત્સાહ, પારદર્શિતા અને જવાબદારીપૂર્વક ફરજો નિભાવવા માટે જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા. બેઠકના અંતે ICDS વિભાગની કામગીરીને વધુ સુદ્રઢ, ગુણવત્તાસભર અને પરિણામલક્ષી બનાવવા અંગે મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા હતા.
- લીમખેડા તાલુકામાં ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લીમખેડા તાલુકામાં ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબી દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી નિક્ષય પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન આંતરસૂબા ગામના સરપંચ જશોદાબેન હઠીલા દ્વારા લીમખેડા ટીબી યુનિટ હેઠળના પાંચ ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબીની સારવાર દરમિયાન દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને તેઓ સ્વસ્થ રહી શકે તે માટે નિક્ષય પોષણ કીટ મહત્વપૂર્ણ સહાયરૂપ બની રહી છે. કાર્યક્રમમાં પિરામલ સ્વાસ્થ્યના કોઓર્ડિનેટર, એસટીએસ, એસટીએલએસ, સીએચઓ, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ તેમજ આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી દર્દીઓની સમયસર ઓળખ, નિયમિત સારવાર અને પોષણ સહાય દ્વારા ટીબી નાબૂદીના પ્રયાસોને વેગ આપવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય કક્ષાએ સરપંચ સહિત સ્થાનિક આગેવાનો અને આરોગ્ય કર્મચારીઓની સહભાગિતાથી ટીબી મુક્ત ભારતના અભિયાનને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.1
- છોટાઉદેપુરમાં ૧૫૦૧મી ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી, હઝરત મોહમ્મદ પયગંબર ﷺ સાહેબના જન્મદિને નીકળ્યું શાનદાર જુલૂસ છોટાઉદેપુર નગરમાં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (ﷺ) ના ૧૫૦૧માં જન્મદિવસ એટલે કે ઈદે મિલાદુન્નબી પર્વની ભવ્ય અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી. નગરમાં નીકળેલા વિશાળ જુલૂસમાં હજારો મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને દેશમાં અમન-શાંતિ માટે દુવાઓ માંગી હતી. જુઓ સમગ્ર ઉજવણીનો ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ. #Chhotaudepur #EidMiladunNabi #EKrantiNews #ChhotaudepurNews #MiladunNabi1501 #GujaratNews #YakubRazaPathan1
- મહીસાગર: લુણાવાડામાં ઈદે મિલાદુન્નબીનું જુલૂસ હર્ષોલ્લાસ સાથે નીકળ્યું લુણાવાડા, મહીસાગર આજે રોજ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ઈસ્લામ ધર્મના મહાનુભાવ હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમના 1501મા જશ્ને ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલૂસમાં મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મદ્રેસાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર જુલૂસ દરમિયાન શાંતિ અને ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસને લઈને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની સરાહનીય કામગીરી બદલ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જુલૂસ લુણાવાડાના હુસેની ચોકથી પ્રસ્થાન થઈ આસ્થાના બજાર, માંડવી બજાર, જવાહર રોડ, માધવાસ દરવાજા, મોડાસા ફળી થઈ પરત હુસેની ચોક ખાતે પહોંચી સમાપન થયું હતું. જુલૂસના માર્ગમાં ઠેર-ઠેર લોકો દ્વારા ઠંડા પાણી, સરબત, કોલ્ડ્રીંક અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જુલૂસમાં નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. અંતમાં મુસ્લિમ સમાજ વતી મહીસાગર પોલીસ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.4
- કાલોલ ખાતે ઇદે મિલાદુન નબી નો મહાપર્વ મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે શાંતિ ભર્યા માહોલમાં મનાવાયો. હજારો મુસ્લીમ બિરાદરો જૂલુસ માં જોડાયા. ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં પવિત્ર ઈદેમિલાદ નિમિત્તે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે ઈદેમિલાદ પર્વ નિમિત્તે કાલોલ શહેરના મુસ્લીમ સમુદાયે પણ પોતાની મસ્જિદ, મદ્રેસા, મોહલ્લા, ચોક અને પોત પોતાના મકાનો પર રોશનીથી શણગારીને ઈદેમિલાદની પુર્વતૈયારીઓ કરી હતી. હજરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી નિમિત્તે કાલોલ શહેર મુસ્લીમ બિરાદરોએ પેગંબર સાહેબના ૧૫૦૧ મી યૌમે વીલાદત (જન્મજયંતી) ના મોકા પર વહેલી સવારે પાંચ વાગ્યા સુમારે એકત્રિત થઈ જુમ્મા મસ્જીદના પ્રાંગણમાં નાતશરીફ અને સલાતોસલામ પઢી પેગંબર સાહેબના મુએ મુબારક એટલે બાલ મુબારક ના દીદાર કર્યાં હતાં ત્યારબાદ બપોરે જોહરની નમાજ બાદ નુરાની ચોક સ્થિત જુમ્મા મસ્જીદથી રિફાઇ ગાદી અને અમીરે મિલ્લત મિલાદ કમેટીના નેતૃત્વમાં જશ્ને ઇદે મિલાદ નું ભવ્ય જુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું જે નુરાની ચોકથી પ્રસ્થાન કરી પોલીસ સ્ટેશન, હાઇવે બસ સ્ટેશનથી મેઈન બજારમાંથી પસાર થઈ પાલીકા ભવનના માર્ગે સમગ્ર જુલુસ નુરાની ચોકમાં પરત ફરી જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના ગુલામ ગૌષ રઝવી દ્રારા સમગ્ર વિશ્વ તેમજ ભારત દેશમાં અમન શાંતિ, સલામતી માટે ખાસ દુવાઓ સાથે પયગંબર સાહેબની જન્મજયંતિ ની મુબારકબાદ પાઠવી હતી.કાલોલમાં ઈદેમિલાદ પર્વની શાંતીપૂર્ણ માહોલમાં જુલુસ યોજવા માટે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે પીએસઆઇ આર.એમ. મોહનીયા, પીએસઆઇ એસ આર મકવાણા સહિત પોલીસ સ્ટાફ સહિત એસ.આર.પી અને હોમગાર્ડ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં આ પર્વની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.2
- હાલોલ ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી1
- વિરપુર અર્બન સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ,અર્બન બેંકમાં શુકલ પરીવારનો દબદબો યથાવત્ મહીસાગર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન શુકલ અને બેંકના ચેરમેન ભૂપેન્દ્રકુમાર મહેતાની આગેવાની હેઠળની સુશિક્ષિત પેનલનો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આ પરિણામ સામે અર્બન બેંકમાં શુકલ પરીવારનો દબદબો ત્રણ દાયકા બાદ પણ યથાવત્ જોવા મળ્યો છે. વિરપુર અર્બન સહકારી બેંક લીની ઓગસ્ટ - ૨૦૨૬ ની વ્યવસ્થાપક-કમિટીની ચૂંટણીમાં મોટો સહકારી સુમેળ જોવા મળ્યો છે. મહીસાગર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન મુકેશભાઈ શુકલ તથા બેંકના ચેરમેન અને વિરપુર ગ્રામ પંચાયતના સરપંચ ભૂપેન્દ્રભાઈ મહેતાના નેતૃત્વ હેઠળ એક સુશિક્ષિત પેનલ સર્વાનુમતે નક્કી કરવામાં આવી હતી. આ નક્કી કરાયેલી આખી પેનલ સામે અન્ય કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી સદર પેનલ બિનહરીફ વિજયી જાહેર કરવામાં આવી છે. બિનહરીફ વરણી થતાં જ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને બેંકના સભાસદોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.સહકારી ક્ષેત્રે અગ્રેસર એવી વિરપુર અર્બન સહકારી બેંક લી.ની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં બેંકના હિત અને સુચારુ વહીવટ માટે મહીસાગર જિલ્લાના પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન શુકલ તથા બેંક ચેરમેન ભૂપેન્દ્રકુમાર મહેતાની આગેવાની હેઠળ ૧૨ સભ્યોની મજબૂત અને સુશિક્ષિત ઉમેદવારોની પેનલ જાહેર કરાઈ હતી. આ ઉમેદવારો સામે અન્ય કોઈ સભાસદોએ ઉમેદવારી ન નોંધાવતા સમગ્ર પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી છે. આ નવનિયુક્ત કમિટીમાં જનરલ કેટેગરીની ૯ બેઠકો, મહિલા અનામતની ૨ બેઠકો તેમજ નાના અને સીમાંત ખેડૂત કેટેગરીની ૧ બેઠકનો સમાવેશ થાય છે, જે તમામ પર વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે... બિનહરીફ વિજેતા ઉમેદવારો (બોક્સ) ભૂપેન્દ્રકુમાર રમણલાલ મહેતા, માર્ગેશકુમાર ચંદ્રકાંતભાઈ શુકલ, સ્મિતાબેન ભૂપેન્દ્રકુમાર જયંતિલાલ મહેતા, દેવ્યાનીબહેન દિલીપકુમાર શુકલ, રાજેશકુમાર મોહનલાલ જયસ્વાલ, ડો. આશિષકુમાર રતિલાલ પટેલ, પ્રજ્ઞેશકુમાર રોહિતભાઈ શુકલ, અશ્વિનકુમાર ઓચ્છવલાલ શેઠ, અશોકકુમાર મણિલાલ દેસાઈ, હરીશકુમાર ચંપકલાલ જીનગર, ડાહીબેન ચીમનલાલ પટેલ, અબ્દુલકૈયમ રસુલભાઈ શેખ.2
- hii good morning sri me bhil vishnubhai kalidas veri good namsakaar3
- ફતેપુરામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું ફતેપુરામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું આજે તારીખ 26/08/2026 બુધવારના રોજ સવારે 11 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ રેલી સરકારી માધ્યમિક શાળા ચીખલીના આચાર્ય રાજુભાઈ ખડીયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. આ પ્રસંગે ફતેપુરા ક્યુડીસીના કન્વીનર તેમજ શ્રી આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલના આચાર્ય હેમંતભાઈ પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રેલીમાં ફતેપુરા ક્યુડીસી હેઠળ આવતી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, સંસ્કૃત વિષયમાં રસ ધરાવતા શિક્ષકો તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને તેના મહત્વ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેના કારણે ફતેપુરા નગરમાં સંસ્કૃતમય વાતાવરણ સર્જાયું હતું. સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓ અને લોકોમાં વધુ રસ અને જાગૃતિ કેળવાય તેમજ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાની સમૃદ્ધ ભાષા સંસ્કૃતનો વધુ પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની સહભાગિતાથી સંસ્કૃત ભાષા પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો.1