સરકારી વિનયન કૉલેજ, શહેરા ખાતે ત્રિ-દિવસીય SSIP 2.0 Sensitization કાર્યક્રમ યોજાયો સરકારી વિનયન કૉલેજ, શહેરાના SSIP Cell દ્વારા ત્રણ દિવસનો SSIP 2.0 Sensitization કાર્યક્રમ પૂર્ણ થયો હતો.આ કાર્યક્રમમાં સેમેસ્ટર 1, 3 અને 5 ના કુલ 151 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કૉલેજના આચાર્ય ડૉ.જયશ્રી જોષી, SSIP Co- Ordinator ડૉ. શૈલેષ રાઉલજી, entrepreneurship Cell Co- Ordinator ડૉ. વિમલ માછી અને અંગ્રેજી વિભાગના પ્રા. કિરણ રોહિતે SSIP 2.0 અને entrepreneurship વિષે વિસ્તૃત માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને સ્ટાર્ટપના વિવિધ વિચારો આપીને PoC તૈયાર કરવા માટે પ્રેરિત કર્યા હતા. વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીને વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષી હતી. અનુવર્તન કાર્યરૂપે હવે વિદ્યાર્થીઓ પાસે પ્રોજેકટ માટે દરખાસ્ત તૈયાર કરવાવામાં આવશે. કાર્યક્રમનું આયોજન અને સંચાલન આચાર્ય ડૉ. જયશ્રી જોષીના માર્ગદર્શનમાં ડૉ. શૈલેષ રાઉલજી એ કર્યુ હતું.
સરકારી વિનયન કૉલેજ, શહેરા ખાતે ત્રિ-દિવસીય SSIP 2.0 Sensitization કાર્યક્રમ યોજાયો સરકારી વિનયન કૉલેજ, શહેરાના SSIP Cell દ્વારા ત્રણ દિવસનો SSIP 2.0 Sensitization કાર્યક્રમ પૂર્ણ થયો હતો.આ કાર્યક્રમમાં સેમેસ્ટર 1, 3 અને 5 ના કુલ 151 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કૉલેજના
આચાર્ય ડૉ.જયશ્રી જોષી, SSIP Co- Ordinator ડૉ. શૈલેષ રાઉલજી, entrepreneurship Cell Co- Ordinator ડૉ. વિમલ માછી અને અંગ્રેજી વિભાગના પ્રા. કિરણ રોહિતે SSIP 2.0 અને entrepreneurship વિષે વિસ્તૃત માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને સ્ટાર્ટપના વિવિધ વિચારો આપીને PoC તૈયાર કરવા માટે
પ્રેરિત કર્યા હતા. વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીને વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષી હતી. અનુવર્તન કાર્યરૂપે હવે વિદ્યાર્થીઓ પાસે પ્રોજેકટ માટે દરખાસ્ત તૈયાર કરવાવામાં આવશે. કાર્યક્રમનું આયોજન અને સંચાલન આચાર્ય ડૉ. જયશ્રી જોષીના માર્ગદર્શનમાં ડૉ. શૈલેષ રાઉલજી એ કર્યુ હતું.
- ચાટકા બેલી બારીયા ફળિયું તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર ગામ ચાટ કાપેલી તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર સરકારને એટલી વિનંતી છે કે ચાટકામાં રસ્તા નો કોઈ આયોજન નહીં તો સરકાર શું કરે છે ઉગે છે કે જાગે છે ડેરીમાં જવા માટે રસ્તો નહીં ઇમર્જન છે માટે કોઈ ગાડી આવી શકતી નથી1
- જયા પાર્વતી વ્રતની ભાવભેર પૂર્ણાહુતિ: તળાવો પર જવારા વિસર્જન માટે ઉમટી મહિલાઓ મહીસાગર લુણાવાડા સહિત સમગ્ર ગુજરાતમાં જયા પાર્વતી વ્રતની આજે ભાવભેર પૂર્ણાહુતિ કરવામાં આવી. અષાઢ સુદ તેરસથી શરૂ થયેલા પાંચ દિવસના આ કઠોર અલૂણા વ્રતનું આજે પાંચમા દિવસે વિસર્જન સાથે સમાપન થયું. વહેલી સવારથી જ શહેરના વિવિધ તળાવો અને નદી કિનારે સૌભાગ્યવતી મહિલાઓ અને કુંવારી કન્યાઓની ભીડ જોવા મળી હતી. પાંચ દિવસ સુધી ઘરમાં ઉગાડેલા ઘઉંના જવારાની પૂજા કરી, મહિલાઓએ તેને પવિત્ર જળમાં પધરાવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ અકબંધ રહ્યો હતો. માન્યતા મુજબ, માતા પાર્વતીએ ભગવાન શિવને પામવા આ વ્રત કર્યું હતું. આજે પણ કુંવારિકાઓ સારા વર માટે અને પરિણીતાઓ પતિની લાંબી ઉંમર તથા અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ માટે આ વ્રત કરે છે. વ્રતધારીઓએ પાંચ દિવસ મીઠા વગર ભોજન કરી, રાત્રિ જાગરણ અને શિવ-પાર્વતીની કથા સાંભળી હતી. અંતે સૌભાગ્યની વસ્તુઓનું દાન કરી વ્રત પૂર્ણ કરાયું. સ્થાનિક કોર્પોરેટર અને સામાજિક સંસ્થાઓ દ્વારા તળાવ કિનારે સ્વચ્છતા અને સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલાઓએ એકબીજાને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપી, પ્રસાદ વહેંચ્યો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જયા પાર્વતી વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી, પણ નારી શક્તિ, શ્રદ્ધા અને પરિવાર કલ્યાણની ભાવનાનું પ્રતીક છે. દર વર્ષે હજારો મહિલાઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે અને સમાજમાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.2
- યુરિયાની કાળાબજારી સામે દેવગઢ બારિયાના ખેડૂતોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર યુરિયાની કાળાબજારી સામે દેવગઢ બારિયાના ખેડૂતોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર #dahod #devgadhbaria #newsupdate #newstoday #news1
- આ રહ્યું G Live 24 News માટે અસરકારક અને સમાચાર શૈલીનું ગુજરાતી લખાણ: 🚨 સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સમગ્ર નગર જળબંબાકાર 🚨 ડાકોર, તા. 1 ઓગસ્ટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર નગર પાણીમાં ગરકાવ થઈ ગયું. સતત વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વિશ્વવિખ્યાત શ્રી રણછોડરાયજી મંદિર શ્રી રણછોડરાયજી મંદિર બહાર પણ વરસાદી પાણી ભરાઈ જતાં દર્શનાર્થે આવતા ભક્તો અને સ્થાનિક લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી. નગરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી પહોંચવાની સ્થિતિ ઊભી થઈ હતી. સ્થાનિકોમાં એવો આક્રોશ જોવા મળ્યો કે દર વર્ષે વરસાદ પહેલાં કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આખું ડાકોર નગર ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યા છે. પ્રશાસન દ્વારા વહેલી તકે પાણીના નિકાલ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે.1
- પીપલોદ આવેલ બસટેન મા દુકાન કરતા દિનેશ ભાઈ વણઝારા આવતી જતી પબ્લીક નેબેસવા ની તકલીફ પડે છે પંચાયત આમામલે કોઈપણ એકસન હાથધરી નથી1
- કાલોલ ખાતે મુશળધાર વરસાદ: નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત કાલોલ નગરમાં આજે બપોરના સમયે અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ટૂંક જ સમયમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર કાલોલ નગરમાં પાણી પાણી થઈ ગયું હતું. વરસાદના કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં સ્થાનિક જનજીવન પર માઠી અસર પડી હતી અચાનક શરુ થયેલા ધોધમાર વરસાદને કારણે નગરપાલિકા કાર્યાલય પાસે, મહાલક્ષ્મી ચોક, કચેરી રોડ તેમજ મુખ્ય બસ સ્ટેશન જેવા ધમધમતા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં વાહનચાલકો અટવાઈ પડ્યા હતા અને વાહનો ઢસડીને લઈ જવાની ફરજ પડી હતી. નગરના મુખ્ય ચાર રસ્તા અને મુખ્ય બજાર વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતાં વેપારીઓના ધંધા-રોજગારને પણ અસર પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. હાલમાં પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.2
- દ્વારકા:GSPL કંપનીની ગેસ પાઇપ લાઈન સામે ખેડૂતોનો વિરોધ દ્વારકા:GSPL કંપનીની ગેસ પાઇપ લાઈન સામે ખેડૂતોનો વિરોધ #dwarka #gspl #newstoday #newsupdate #news1
- વિરપુર-બારોડા કેનાલ પાસે ભારે પવનમાં કન્ટેનર હાઉસ ઉડી ખાડામાં ખાબક્યું, એક મજૂરનું મોત, પાંચ ઈજાગ્રસ્ત વિરપુર તાલુકામાં શુક્રવારે મોડી રાત્રે ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને ધોધમાર વરસાદ વચ્ચે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. વિરપુર-બારોડા કેનાલ પાસે આવેલ સીમ વિસ્તારમાં કામ કરી રહેલા મજૂરો માટે રાખવામાં આવેલા કન્ટેનર હાઉસમાં કુલ છ મજૂરો હાજર હતા. અચાનક ભારે પવનના ઝાપટાથી કન્ટેનર હાઉસ ઉખડીને બાજુમાં આવેલા પાણી ભરેલા ખાડામાં ખાબક્યું હતું.આ દુર્ઘટનામાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ મજૂરોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સૌપ્રથમ વિરપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે તમામને લુણાવાડા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ, કન્ટેનર હાઉસમાં રહેલા તમામ છ મજૂરો મૂળ જુનાગઢ જિલ્લાના રહેવાસી હતા અને મજૂરી કામ માટે વિરપુર તાલુકામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ભારે વરસાદ અને પવનને કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો... રીપોર્ટર- વિપુલ જોષી વિરપુર1