સારા કામ માટે હોદ્દાની જરૂર નથી : પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા 142 ગામોમાં 1.50 લાખથી વધુ પતંગોનું વિતરણ રાજુલા : “સારા કામ કરવા માટે કોઈ હોદ્દાની જરૂર હોતી નથી” — આ વાતને સાચી ઠેરવતા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગ વિતરણ કાર્યક્રમ સતત અનેક વર્ષોથી કરવામાં આવે છે. આ વર્ષે પણ તેમણે પોતાના વિસ્તારના બાળકોને તહેવારની ખુશી આપી 1.50 લાખથી વધુ પતંગોનું વિતરણ કર્યું છે. રાજુલા શહેરના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રાજુલા-જાફરાબાદ-ખાંભા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં એટલે કે 98 વિધાનસભાના તમામ ગામો – કુલ 142 ગામોમાં પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમરીશ ડેર દ્વારા 2016-17થી સતત દર વર્ષે મકરસંક્રાંતિના બે દિવસ અગાઉ શાળાના વિદ્યાર્થીઓને પતંગ વિતરણ કરવામાં આવે છે. અમરીશ ડેરે જણાવ્યું હતું કે વર્ષ 2016માં આ કામગીરી શરૂ કરી, દર વર્ષે બાળકોનો ઉત્સાહ વધતાં આજના સમયે 50.000 થી વધારે વિદ્યાર્થીઓ વચ્ચે અંદાજે 1.50 લાખ થી પણ વધારે પતંગોનું વિતરણ કરવા આ બાબતે અમરીશ ડેરે વધુમાં જણાવ્યું હતું કે તેઓ હાલ ગુજરાત મેરીટાઇમ બોર્ડ કર્મચારી મંડળના ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમ છતાં સમાજસેવા અને વિસ્તારના બાળકો માટે આ પ્રવૃત્તિ સતત ચાલુ રાખી છે. તેઓએ જણાવ્યું કે, “મારા વિસ્તારના બાળકો પતંગ ઉડાડીને જે ખુશી મેળવે છે, તેનાથી ડબલ ખુશી મને મળે છે. ખાસ કરીને દરિયાકાંઠાના છેવાડાના તથા મધ્યમ વર્ગના પરિવારના બાળકો પણ તહેવાર ઉજવી શકે તેવા અમારા પ્રયાસો છે. આ સેવા મારી ટીમ સાથે હંમેશા ચાલુ રહેશે.” દર વર્ષે અમરિશ ડેર ના ફોટો ચિત્રવાળા પતંગો બાળકોને આ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે ત્યારે કોરોનાના સમયમાં અમરીશ ડેરના ફોટાવાળા પતંગ મળી શકે તેવી ન હતી ત્યારે બાળકો દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે અમને પતંગ તો તમારા ફોટા વાળા જ જોઈએ ત્યારે અમરીશ ડેરે બાળકોની આવી લાગણી જોઈ ત્યારે તેમણે પોતાની ખુશી વ્યક્ત કરી હતી આ પતંગ વિતરણ કાર્યક્રમથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં ઉત્સાહની લહેર જોવા મળી હતી અને બાળકોમાં મકરસંક્રાંતિનો ઉત્સવ વધુ આનંદમય બન્યો હતો.
સારા કામ માટે હોદ્દાની જરૂર નથી : પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા 142 ગામોમાં 1.50 લાખથી વધુ પતંગોનું વિતરણ રાજુલા : “સારા કામ કરવા માટે કોઈ હોદ્દાની જરૂર હોતી નથી” — આ વાતને સાચી ઠેરવતા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે
પતંગ વિતરણ કાર્યક્રમ સતત અનેક વર્ષોથી કરવામાં આવે છે. આ વર્ષે પણ તેમણે પોતાના વિસ્તારના બાળકોને તહેવારની ખુશી આપી 1.50 લાખથી વધુ પતંગોનું વિતરણ કર્યું છે. રાજુલા શહેરના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રાજુલા-જાફરાબાદ-ખાંભા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં એટલે કે 98 વિધાનસભાના તમામ ગામો –
કુલ 142 ગામોમાં પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમરીશ ડેર દ્વારા 2016-17થી સતત દર વર્ષે મકરસંક્રાંતિના બે દિવસ અગાઉ શાળાના વિદ્યાર્થીઓને પતંગ વિતરણ કરવામાં આવે છે. અમરીશ ડેરે જણાવ્યું હતું કે વર્ષ 2016માં આ કામગીરી શરૂ કરી,
દર વર્ષે બાળકોનો ઉત્સાહ વધતાં આજના સમયે 50.000 થી વધારે વિદ્યાર્થીઓ વચ્ચે અંદાજે 1.50 લાખ થી પણ વધારે પતંગોનું વિતરણ કરવા આ બાબતે અમરીશ ડેરે વધુમાં જણાવ્યું હતું કે તેઓ હાલ ગુજરાત મેરીટાઇમ બોર્ડ કર્મચારી મંડળના ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમ છતાં
સમાજસેવા અને વિસ્તારના બાળકો માટે આ પ્રવૃત્તિ સતત ચાલુ રાખી છે. તેઓએ જણાવ્યું કે, “મારા વિસ્તારના બાળકો પતંગ ઉડાડીને જે ખુશી મેળવે છે, તેનાથી ડબલ ખુશી મને મળે છે. ખાસ કરીને દરિયાકાંઠાના છેવાડાના તથા મધ્યમ વર્ગના પરિવારના બાળકો પણ તહેવાર ઉજવી શકે તેવા
અમારા પ્રયાસો છે. આ સેવા મારી ટીમ સાથે હંમેશા ચાલુ રહેશે.” દર વર્ષે અમરિશ ડેર ના ફોટો ચિત્રવાળા પતંગો બાળકોને આ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે ત્યારે કોરોનાના સમયમાં અમરીશ ડેરના ફોટાવાળા પતંગ મળી શકે તેવી ન હતી ત્યારે બાળકો દ્વારા પણ જણાવવામાં આવ્યું
હતું કે અમને પતંગ તો તમારા ફોટા વાળા જ જોઈએ ત્યારે અમરીશ ડેરે બાળકોની આવી લાગણી જોઈ ત્યારે તેમણે પોતાની ખુશી વ્યક્ત કરી હતી આ પતંગ વિતરણ કાર્યક્રમથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં ઉત્સાહની લહેર જોવા મળી હતી અને બાળકોમાં મકરસંક્રાંતિનો ઉત્સવ વધુ આનંદમય બન્યો હતો.
- રાજુલાના ભેરાઈ રોડ ઉપર દબાણના આક્ષેપો સાથેનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે રાજુલાના ભેરાઈ રોડને પોળો કરવાની વાત ચાલી રહી છે એવામાં આ વિડીયો વાયરલ થતાં જ ચર્ચાઓ એ જોડ પકડ્યું છે1
- રાજુલાની 10 વર્ષની હેતવી રાયચાએ સુરત રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ટોપ-8માં સ્થાન મેળવી શહેરનું નામ રોશન કર્યું રાજુલા શહેરમાં રહેતા રાયચા પરિવાર માટે ગૌરવની વાત સામે આવી છે. રાજુલાના દિપકભાઈ રાયચાની પુત્રી હેતવી દિપકભાઈ રાયચા (ઉંમર 10 વર્ષ) એ સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ઊંચીકૂદ (High Jump) U-11 કેટેગરીમાં ટોપ-8માં સ્થાન મેળવી 8મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિથી હેતવી રાયચાએ સમગ્ર રાયચા પરિવાર, તેમજ સમગ્ર રઘુવંશી સમાજ તેમજ રાજુલા શહેરનું નામ ઉજાગર કર્યું છે. મળતી માહિતી મુજબ 9 જાન્યુઆરી 2026ના રોજ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટનું આયોજન સુરત ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં હેતવી રાયચાએ ઉત્તમ રમત પ્રદર્શન કરી ટોપ-8માં સ્થાન મેળવ્યું અને રાજ્ય કક્ષાએ મેડલ પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હેતવી રાયચાએ અગાઉ પણ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા છે, તેમજ અમદાવાદમાં યોજાયેલા ખેલ મહાકુંભના ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું. હાલ હેતવી અમદાવાદ ખાતે ગ્લોબલ મિશન ઇન્ટર નેશનલ સ્કૂલ (સંસ્કાર ધામ) માં અભ્યાસ કરી રહી છે તેમજ ત્યાં તાલીમ પણ મેળવી રહી છે. હવે આગળ હેતવી રાયચા નેશનલ લેવલ પર પણ આવું જ ઉત્તમ પ્રદર્શન કરી વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ સાથે સમગ્ર પરિવાર તેમજ શાળા પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે હેતવી રાયચાના કોચ પ્રવીણ સોલંકી (રાહી સ્પોર્ટ્સ એકેડેમી) તેમજ જણાવ્યું કે આજના આ સમયમાં દીકરીઓ દીકરાથી કંઈ કમ નથી તે આ હેતવી રાયચા એ સાબિત કરી બતાવ્યું છે2
- બેંકીંગ, અમરેલી...... જાફરાબાદ...... ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત...... જાફરાબાદના હેમાળ અને છેલણા ગામ વચ્ચે ફોર વ્હીલર કાર પલ્ટી મારી...... સુરત થી સોમનાથ જતી ફોર વ્હીલર કારને નડ્યો અકસ્માત......... નેશનલ હાઈવેની ઘોર બેદરકારી આવી સામે........ હાઇવે પર માટીનો પાળો હોવાથી ફોર વ્હીલર કાર મારી પલ્ટી... ૪ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી....... આ ધટના પગલે આસપાસના સ્થાનિકોએ કારમાંથી સવારોને બહાર કાઢયા....... ભાવનગર -સોમનાથ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતોની ધટના વધી....... બાઈટ ૧:- હર્ષદભાઇ પડસાલા, (સ્થાનિક) રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ2
- ગીર એટલેકે જંગલ ના રાજાઓ ઠંડીનો મૌસમ માણવા હાઇવે પર ચડી આવ્યા. અમરેલીજિલ્લાના જંગલોમાં વસવાટ કરતા સિહો રોડ પર લટાર મારતા નજરે ચડ્યા. દ્ર્શ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા વાહન ચાલકો સિંહોનું અનોખું રૂપ જોયું....1
- જય સોમનાથ1
- PM મોદી સાહેબનીસોમનાથ એન્ટ્રી1
- શાપુર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.. 598 લોકોએ કેમ્પનો લીધો લાભ.. 20 બોટલ રક્ત એકત્ર કરાયું.. વંથલી તાલુકાના શાપુર પટેલ સમાજ ખાતે સામાજિક વનીકરણ રેન્જ આયોજિત અને શાપુર ગ્રામ પંચાયતના સહકારથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ નિદાન કેમ્પમાં હૃદયરોગ, હાડકા,જનરલ સર્જન, કાન નાક ગળા, ડાયાબિટીસ,ફેફસા ,ચામડી,આંખ, દાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત,બાળ રોગ નિષ્ણાંત જેવા નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી આ કેમ્પમાં ૫૯૮ જેટલા લોકોએ આ નિદાન કેપ્મનો લાભ લીધો હતો જેમાં તપાસ દરમિયાન સ્થળ પર જ જરૂરિયાત મંદ લોકોને દવા આપવામાં આવી હતી આ તકે રક્તદાન કેમ્પમાં ૨૦ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ રક્ત થેલેસેમીયા પીડિત બાળકો માટે ઉપયોગ લેવામાં આવશે આ કેમ્પને સફળ બનાવવા આર.એફ. ઓ. સુત્રેજા, રાઉન્ડ ફોરેસ્ટર સી.એમ.ચૌહાણ વનખાતાના કર્મચારીઓ ,ગ્રામ પંચાયતના સરપંચ ટીનુભાઇ ફળદુ, મેડિકલ ઓફિસર ડો. નીલમ પોલરા, ડો. સતિષ પરમાર શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ આ આરોગ્ય કેમ્પમાં સેવા આપનાર તમામ ડોક્ટરો તેમજ કર્મચારીઓનો વનવિભાગના આર. એફ. ઓ.સુત્રેજા તેમજ સરપંચ ટીનુભાઈ ફળદુએ આભાર વ્યકત કર્યો હતો અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ4
- motivational video1