Shuru
Apke Nagar Ki App…
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હિરાબાગ ચાર રસ્તા પર ક્લાસીસમાં આવતી વિદ્યાર્થિનીઓને હેરાન કરતા બે રોમિયોને સ્થાનિકોએ પકડી પાડીને મેથીપાક ચખાડ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ લુખ્ખા તત્વો ઘણા સમયથી ટ્યુશન ક્લાસીસમાં આવતી દીકરીઓને હેરાન કરી રહ્યા હતા. આ મુદ્દે વરાછા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી, પરંતુ વરાછા પોલીસે ધ્યાન ન આપ્યું હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ બંને ઈસમોને જ્યારે સ્થાનિકો દ્વારા મેથીપાક ચખાડવામાં આવી રહ્યો હતો, ત્યારે બાજુમાં આવેલી અશ્વિનીકુમાર પોલીસ ચોકીમાંથી પી.એ.સાઈ. અલ્પેશભાઈ પંડ્યાનું ધ્યાન ગયું હતું. તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ, વિસ્તાર વરાછાનો હોવાથી તેમણે આ બંને ઈસમો સાથે લોકોને વરાછા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપ્યા હતા.
NEWS 74 INDIA
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હિરાબાગ ચાર રસ્તા પર ક્લાસીસમાં આવતી વિદ્યાર્થિનીઓને હેરાન કરતા બે રોમિયોને સ્થાનિકોએ પકડી પાડીને મેથીપાક ચખાડ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ લુખ્ખા તત્વો ઘણા સમયથી ટ્યુશન ક્લાસીસમાં આવતી દીકરીઓને હેરાન કરી રહ્યા હતા. આ મુદ્દે વરાછા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી, પરંતુ વરાછા પોલીસે ધ્યાન ન આપ્યું હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ બંને ઈસમોને જ્યારે સ્થાનિકો દ્વારા મેથીપાક ચખાડવામાં આવી રહ્યો હતો, ત્યારે બાજુમાં આવેલી અશ્વિનીકુમાર પોલીસ ચોકીમાંથી પી.એ.સાઈ. અલ્પેશભાઈ પંડ્યાનું ધ્યાન ગયું હતું. તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ, વિસ્તાર વરાછાનો હોવાથી તેમણે આ બંને ઈસમો સાથે લોકોને વરાછા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપ્યા હતા.
More news from ગુજરાત and nearby areas
- સુરત શહેરના હીરાબાગ વિસ્તારમાં ટ્યુશનથી પોતાના ઘરે જઈ રહેલી એક સગીર બાળકી સાથે છેડતીનો બનાવ બન્યો હતો. આ ઘટનાના આરોપીને સુરત શહેર પોલીસે, ખાસ કરીને હીરાબાગ પોલીસે, તાત્કાલિક ઝડપી પાડ્યો છે અને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.1
- મુંબઈની ચર્ચગેટ-નાલાસોપારા ફાસ્ટ લોકલ ટ્રેનમાં એક વિવાદ હિંસક બન્યો, જેના કારણે ૨૨ વર્ષીય મયંક લોહાર નામના મુસાફર પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ભારે વરસાદ દરમિયાન ફર્સ્ટ ક્લાસ કોચનો દરવાજો ખુલ્લો રાખવા બાબતે ઉભા થયેલા વિવાદને કારણે બની હતી. અહેવાલો અનુસાર, આ હુમલામાં મુસાફરનું મોત નીપજ્યું છે. આ હિંસક બનાવથી મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.1
- સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી. પોલીસે પલસાણા તાલુકાના અમલસાડી ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-4 એક્સપ્રેસ હાઈવે પર એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન, પોલીસે એક ટેમ્પોને ઝડપી પાડ્યો હતો, જેમાં પીવીસી પાઈપોની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ છુપાવીને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે કુલ ₹24,97,660/- (ચોવીસ લાખ સત્તાણું હજાર છસો સાઠ રૂપિયા)ના મુદ્દામાલ સાથે આ કાર્યવાહી કરી હતી.1
- સુરતના બેગમપુરા વિસ્તારમાં આવેલું તુલસી ફળિયું વર્ષોથી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ વિસ્તારમાં વસતા હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો પેઢી દર પેઢીથી તમામ તહેવારો એકસાથે મળીને ઉજવે છે. હાલમાં ચાલી રહેલા મોહર્રમના તહેવાર દરમિયાન પણ અહીં કોમી એકતાનો સુંદર નજારો જોવા મળ્યો છે. તુલસી ફળિયા ખાતે છેલ્લા 53 વર્ષથી હિંદુ અને મુસ્લિમ ભાઈઓ સાથે મળીને તાજીયા બનાવે છે. દર વર્ષે મોહર્રમના પર્વ દરમિયાન, હિંદુ ભાઈ ભીખાભાઈ દરબાર મુસ્લિમ બિરાદરો સાથે મળીને કલાત્મક તાજીયા તૈયાર કરે છે. મુસ્લિમ બિરાદરો દ્વારા મોહર્રમ મહિનામાં ઈમામ હુસૈનની શહાદતની યાદમાં આ તાજીયા બનાવવામાં આવે છે. તુલસી ફળિયા ખાતે દર વર્ષે વિવિધ થીમ પર કલાત્મક તાજીયા બનાવવામાં આવે છે, અને આ વર્ષે સાઉદી અરબ ખાતે આવેલ મક્કા મદીનાની થીમ પર તાજીયા તૈયાર કરવામાં આવ્યા છે.1
- સુરતના ખટોદરા સરકારી સ્ટાફ ક્વાર્ટર્સમાં લિફ્ટ ફરી એકવાર બંધ પડી જતાં બે લોકો અંદર ફસાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, R&B વિભાગ દ્વારા આ લિફ્ટનું બે-ત્રણ વખત રિપેરિંગ કરાવવામાં આવ્યું હોવા છતાં આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને લિફ્ટમાં ફસાયેલા બંને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ બનાવ બાદ એક મોટો સવાલ ઊભો થયો છે કે આ બેદરકારીભરી ઘટના માટે આખરે જવાબદાર કોણ છે?1
- MLA ચૈતર વસાવાને સાત વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. આ સજાનો આદેશ વડોદરા સેન્ટ્રલ જેલને મોકલી દેવામાં આવ્યો છે.1
- સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે અત્યંત ખુશીના સમાચાર છે, કારણ કે ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અમલી બનવા જઈ રહ્યો છે. આ કરાર સુરતના હીરા ઉદ્યોગ માટે એક મોટી ભેટ સમાન છે, જેના પરિણામે યુકેમાં જ્વેલરી એક્સપોર્ટ પર લાગતી ૪% ડ્યુટી હવે શૂન્ય થઈ જશે. આગામી ૧૫ જુલાઈનો દિવસ સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે ઐતિહાસિક બનશે, જ્યારે આ FTA અમલમાં આવશે અને સુરતથી હીરા તથા જ્વેલરીનો સીધો જ નિકાસ યુકેમાં થઈ શકશે, જે વેપારને નવી ચમક આપશે.1
- આજે હજીરાથી સુરત તરફ જતા માર્ગ પર એક વાહન અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાહન પલટી મારી જતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક મદદ માટે દોડી આવી રાહત કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતના કારણો હજુ સ્પષ્ટ થયા નથી. ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત તંત્ર સ્થળ પર પહોંચી ગયું હતું અને વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થામાં પણ ખલેલ પહોંચી હતી.1