સેલંબા એપીએમસીમાં ખરીદ- વેચાણ બંધનું શું છે રહસ્ય? વહીવટીતંત્ર, વ્યવસ્થાપક કમિટીની મિલીભગતથી ખાનગી વેપારીઓ દ્વારા ખેડુતોનું શોષણનું ષંડયંત્ર ? સાગબારા તા.૧૮ મી ફેબ્રુઆરી ૨૦૨. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં વેપારી મથક તરીકે સેલંબામાં એપીએમસી માર્કેટયાર્ડ આવેલ છે.તેમાઅં ઘણાં લાંબા સમયથી કોઈપણ પ્રકારની ખરીદ વેચાણ થતું નથી. તે કારણે હજારો ખેડુતોનું ખાનગી વેપારીઓ દ્વારા શોષણ થઈ રહ્યું છે.તે કારણે ખેડુતો ખેતીમાં નવીનીકરણ કરવાની ઈચ્છા છતાં સાહસ કરવા માર્કેટની અસુવિધા અવરોધરૂપ છે.કેમકે બિજો ૧૦૦ કિલોમીટરના રેંજ માં કોઈ માર્કેટ નથી. સેલંબા એપીએમસી માર્કેટ યાર્ડ ની સ્થાપના સને-૧૯૬૫ માં થઈ હતી.અને થોડા વર્ષો ચાલ્યાંબાદ અંદાજે ૨૫ વર્ષ ઉપરથી માર્કેટ બિન કાર્યરત છે્ સેલંબા માર્કેટ ઓનપેપર પર ચાલુ બતાવવામાં આવે છે.પરંતુ કોઈ ખરીદ વેચાણનો વ્યહવાર કરવામાં આવતો નથી. માર્કેટની ચુંટણી પણ કરવામાં આવે છે.વ્યવસ્થાપક કમિટી પણ છે.પણ કોઈ વ્યહવાર થતો નથી.તો કર્મચારીઓનો પગાર, લાઈટ બિલ અંને અન્ય ખર્ચાઓ ક્યાંથી કરવામાં આવે છે. લોક ચર્ચાઓ મુજબ માર્કેટ વહીવટીતંત્ર, વ્યવસ્થાપક કમીટીની સાંઠગાંઠ કરી ્ખાનગી વેપારીઓ પાસે ઉઘરાણૂ કરી. એપીએમસી બંધ રાખી ખાનગી વેપારીઓ દ્વારા ખેડુતો નું શોષણ કરવામાં આવી રહ્યું છે.તે કારણે અહીના ખેડુતો બાગાયતી ખેતી કરવા,વિપુલ પ્રમાણમાં શાકભાજી જેવી ચીજ વસ્તુઓનુ ઉત્પાદન કરવા સાહસ કરતા નથી.કારણ કે સાગબારા તાલુકાના અન્ય આજુબાજુ નાના બજારો આવેલાં છે.જયાં વધારે માલ ખપાવવા મુશ્કેલી ઉભી થાય છે.અને કેટલાંક ખેડુતો વધારે માલનું ઉત્પાદન કરતાં અંકલેશ્વર કે સુરત માલ પહોંચાડતા ઘણું ભાડું ચુકવવું પડતું હોય છે.કારણે ૧૦૦ કિલોમીટરથી ઓછા રેંજમા કોઈ માર્કેટની સૂવિધા નથી.જેથી ખેડુતોનુ ભારે શોષણ અને ખાનગી વેપારીઓ મનમાની ચલાવી રહ્યા છે.તે ચેનલ મારફતે ખેડૂતોએ અવાજ બુલંદ કરવા રજુઆત કરેલ છે.સરકાર ટેકાનો ભાવ જાહેર તો કરે છે.પણ ખેડુતોનો માલ ટેકાના ભાવે કોણ ખરીદી કરશે ? તે સવાલ ઉપસ્થિત થયો છે.
સેલંબા એપીએમસીમાં ખરીદ- વેચાણ બંધનું શું છે રહસ્ય? વહીવટીતંત્ર, વ્યવસ્થાપક કમિટીની મિલીભગતથી ખાનગી વેપારીઓ દ્વારા ખેડુતોનું શોષણનું ષંડયંત્ર ? સાગબારા તા.૧૮ મી ફેબ્રુઆરી ૨૦૨. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં વેપારી મથક તરીકે સેલંબામાં એપીએમસી માર્કેટયાર્ડ આવેલ છે.તેમાઅં ઘણાં લાંબા સમયથી કોઈપણ પ્રકારની ખરીદ વેચાણ થતું નથી. તે કારણે હજારો ખેડુતોનું ખાનગી વેપારીઓ દ્વારા શોષણ થઈ રહ્યું છે.તે કારણે ખેડુતો ખેતીમાં નવીનીકરણ કરવાની ઈચ્છા છતાં સાહસ કરવા માર્કેટની અસુવિધા અવરોધરૂપ છે.કેમકે બિજો ૧૦૦ કિલોમીટરના રેંજ માં કોઈ માર્કેટ નથી. સેલંબા એપીએમસી માર્કેટ યાર્ડ ની સ્થાપના સને-૧૯૬૫ માં થઈ
હતી.અને થોડા વર્ષો ચાલ્યાંબાદ અંદાજે ૨૫ વર્ષ ઉપરથી માર્કેટ બિન કાર્યરત છે્ સેલંબા માર્કેટ ઓનપેપર પર ચાલુ બતાવવામાં આવે છે.પરંતુ કોઈ ખરીદ વેચાણનો વ્યહવાર કરવામાં આવતો નથી. માર્કેટની ચુંટણી પણ કરવામાં આવે છે.વ્યવસ્થાપક કમિટી પણ છે.પણ કોઈ વ્યહવાર થતો નથી.તો કર્મચારીઓનો પગાર, લાઈટ બિલ અંને અન્ય ખર્ચાઓ ક્યાંથી કરવામાં આવે છે. લોક ચર્ચાઓ મુજબ માર્કેટ વહીવટીતંત્ર, વ્યવસ્થાપક કમીટીની સાંઠગાંઠ કરી ્ખાનગી વેપારીઓ પાસે ઉઘરાણૂ કરી. એપીએમસી બંધ રાખી ખાનગી વેપારીઓ દ્વારા ખેડુતો નું શોષણ કરવામાં આવી રહ્યું છે.તે કારણે અહીના ખેડુતો બાગાયતી ખેતી કરવા,વિપુલ પ્રમાણમાં શાકભાજી જેવી
ચીજ વસ્તુઓનુ ઉત્પાદન કરવા સાહસ કરતા નથી.કારણ કે સાગબારા તાલુકાના અન્ય આજુબાજુ નાના બજારો આવેલાં છે.જયાં વધારે માલ ખપાવવા મુશ્કેલી ઉભી થાય છે.અને કેટલાંક ખેડુતો વધારે માલનું ઉત્પાદન કરતાં અંકલેશ્વર કે સુરત માલ પહોંચાડતા ઘણું ભાડું ચુકવવું પડતું હોય છે.કારણે ૧૦૦ કિલોમીટરથી ઓછા રેંજમા કોઈ માર્કેટની સૂવિધા નથી.જેથી ખેડુતોનુ ભારે શોષણ અને ખાનગી વેપારીઓ મનમાની ચલાવી રહ્યા છે.તે ચેનલ મારફતે ખેડૂતોએ અવાજ બુલંદ કરવા રજુઆત કરેલ છે.સરકાર ટેકાનો ભાવ જાહેર તો કરે છે.પણ ખેડુતોનો માલ ટેકાના ભાવે કોણ ખરીદી કરશે ? તે સવાલ ઉપસ્થિત થયો છે.
- વાલિયા તાલુકાના શીર, દોલતપુર, નવાનગર મળી અંદાજીત 70 વિદ્યાર્થીઓ એસટી બસ ગામમાં સુધી નહીં આવતા 5 કિમિ પેદલ યાત્રા કરવા મજબુર બન્યા છે. વાલિયા તાલુકાના શીર, દોલતપુર અને નવાનગર ગામના 70થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણથી પાંચ મહિનાથી શાળાએ જવા માટે દરરોજ પાંચ કિલોમીટર પગપાળા ચાલી રહ્યા છે. ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. આ વિદ્યાર્થીઓ ડહેલી અને વાલિયા ગામની શાળાઓમાં અભ્યાસ કરવા જાય છે. એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચાડવા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ બસો ગામમાં પ્રવેશતી નથી. ખાસ કરીને શનિવારે સવારે બસ માત્ર દોલતપુર ગામના પાટિયા સુધી જ આવે છે, જ્યારે શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને 15 કિલોમીટર સુધી ચાલીને ઘરે આવવું પડે છે. "ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત" જેવા સૂત્રો માત્ર જાહેરાતો પૂરતા સીમિત રહ્યા હોય તેવું આ પરિસ્થિતિ પરથી જણાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે. ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા એસટી વિભાગને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. અગાઉ વાલિયા તાલુકા પંચાયતના માજી પ્રમુખને પણ આ સમસ્યા અંગે જાણ કરવામાં આવી હતી, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ગ્રામજનો અને વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે એસટી બસ સેવા શીર, દોલતપુર અને નવાનગર ગામ સુધી નિયમિતપણે પહોંચે. નવા નગર ગામના આગેવાનો વાસુ વસાવા, મનીષ વસાવા, જીગર વસાવા અને સુરેન્દ્ર વસાવાએ વાલિયા યુથ પાવરના આગેવાન રજની વસાવાના માર્ગદર્શન હેઠળ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આદિવાસી વિસ્તારમાં જ આવી અવ્યવસ્થા શા માટે સર્જાય છે તે એક મોટો પ્રશ્ન છે. નોંધનીય છે કે આજે મીડિયાના પ્રતિનિધિ સ્થળ પર પહોંચ્યા ત્યારે પહેલીવાર બસ ગામના પુલ સુધી આવી હતી.1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by Dabhoi_Attractions1
- Post by Janshe Gujarat1
- ઈલાવ ગામ નાપારસી શેઠના બંધ પેલેસ ની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ1
- અંકલેશ્વર–રાજપીપળા માર્ગ પર કેમિકલ યુક્ત પ્રવાહી ઢોળાતા માર્ગ ચીકણો બની ગયો હતો. મીરાનગર નજીક આ ઘટનાના પગલે અનેક વાહનો સ્લીપ થતા નાની-મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થયાની માહિતી નથી, પરંતુ વાહનચાલકોમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા વાહનમાંથી કેમિકલ અથવા ઓઇલ લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતે તંત્ર દ્વારા માર્ગ સાફ કરવાની કામગીરી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.1
- સુરત સોશિયલ મીડિયામાં બાળકો ઉઠાવી જવા ઓડિયો વાયરલ મામલો. સુરત પોલીસે કરી સ્પષ્ટતા. સોશિયલ મીડિયા પર બાળકો ગુમ થવા અંગેની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, તેવી કોઈ પણ ઘટના સુરત શહેરમાં બની નથી. વાયરલ ક્લિપમાં 'ઓપેરા હાઉસ' નામના એપાર્ટમેન્ટમાંથી બાળકો ગુમ થયાનો ઉલ્લેખ હતો. સુરત પોલીસે મોટા વરાછા, કતારગામ, વરાછા અને અન્ય વિસ્તારોમાં આવેલા તમામ ઓપેરા હાઉસ તેમજ બિલ્ડિંગોમાં તપાસ કરી તપાસ કરતા અને આવી કોઈ ઘટનાની પુષ્ટિ થઈ નથી. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ મેસેજની ખરાઈ કર્યા વગર તેને ફોરવર્ડ કે વાયરલ ન કરે. ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ પોલીસ કડક કાયદેસરની કાર્યવાહી કરશે. બાઈટ :લખધીરસિંહ ઝાલા - DCP સુરત પોલીસ1
- Post by GUJARAT MANTRA NEWS1