પ્રાપ્ત વિગત મુજબ મિરકોટ ત્રણ રસ્તા પાસે બે અજાણી મહિલાઓ ભૂલા પડેલી હાલતમાં જોવા મળતા કોઈ જાગૃત નાગરિકે 112 ઈમરજન્સી હેલ્પલાઇન પર કોલ કર્યો હતો. જેના આધારે ઉચ્છલ પોલીસ સ્ટેશન દ્વારા બંને મહિલાઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, એક મહિલા ઇન્દ્રાબેન (ઉ.વ. 57) અને તેમની પુત્રી સરલા (ઉ.વ. 37) છે. તેઓ મૂળ આરમુ ગામના વતની છે અને હાલ રહે. પંડિચેરી વેટરનરી હોસ્પિટલ પાસે, શાંતિનગર, તામિલનાડુ ખાતે રહે છે. બંને તમિલ ભાષા જાણતા હોવાથી ભાષાની મુશ્કેલી ઉભી થઈ હતી. આ અંગે પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી V.U. પાડવી તથા P.S.I. હટીલા સાહેબના માર્ગદર્શન હેઠળ સોનગઢ હાઈવે બીટના ઈન્ચાર્જ ASI વિનંદભાઈ બાબુભાઈ ને તપાસ સોંપવામાં આવી હતી. ASI વિનંદભાઈએ ઉચ્છલની રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ તમિલનાડુ ચેન્નઈ બાજુના વતની એવા શસીકુમારની મદદ લીધી હતી. તેમની મદદથી માતા-પુત્રી સાથે વાતચીત કરતા તેઓ પંડિચેરી ના રહેવાસી હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ ASI વિનંદભાઈ દ્વારા પંડિચેરી પોલીસ કંટ્રોલ રૂમ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમના રહેઠાણની ખરાઈ કરાવવામાં આવી હતી અને તેમના પુત્ર કાર્તિકભાઈ આરમુગમનો સંપર્ક કરી સમગ્ર હકીકતથી વાકેફ કરવામાં આવ્યા હતા. આખરે તા. 25/08/2026 ના રોજ ભૂલા પડેલા ઇન્દ્રાબેનના પુત્ર કાર્તિકભાઈ ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. પોલીસ દ્વારા તમામ ખરાઈ કર્યા બાદ બંને માતા-પુત્રીને સહીસલામત રીતે તેમના પુત્રને સોંપવામાં આવ્યા હતા. ઉચ્છલ પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકોમાં બિરદાવવામાં આવી રહી છે. સોનગઢ હાઈવે બીટના ઈન્ચાર્જ ASI વિનંદભાઈ બાબુભાઈ ને તપાસ સોંપવામાં આવી હતી. *ઉચ્છલ પોલીસની માનવતાભરી કામગીરી : ભૂલા પડેલા માતા-પુત્રીનું પરિવાર સાથે સુખદ મિલન* ઉચ્છલ પોલીસની સતર્કતા અને માનવતાભર્યા અભિગમને કારણે ભૂલા પડેલા બે મહિલાઓનું ત્રણ દિવસ બાદ તેમના પરિવાર સાથે મિલન થયું છે.
પ્રાપ્ત વિગત મુજબ મિરકોટ ત્રણ રસ્તા પાસે બે અજાણી મહિલાઓ ભૂલા પડેલી હાલતમાં જોવા મળતા કોઈ જાગૃત નાગરિકે 112 ઈમરજન્સી હેલ્પલાઇન પર કોલ કર્યો હતો. જેના આધારે ઉચ્છલ પોલીસ સ્ટેશન દ્વારા બંને મહિલાઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, એક મહિલા ઇન્દ્રાબેન (ઉ.વ. 57) અને તેમની પુત્રી સરલા (ઉ.વ. 37) છે. તેઓ મૂળ આરમુ ગામના વતની છે અને હાલ રહે. પંડિચેરી
વેટરનરી હોસ્પિટલ પાસે, શાંતિનગર, તામિલનાડુ ખાતે રહે છે. બંને તમિલ ભાષા જાણતા હોવાથી ભાષાની મુશ્કેલી ઉભી થઈ હતી. આ અંગે પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી V.U. પાડવી તથા P.S.I. હટીલા સાહેબના માર્ગદર્શન હેઠળ સોનગઢ હાઈવે બીટના ઈન્ચાર્જ ASI વિનંદભાઈ બાબુભાઈ ને તપાસ સોંપવામાં આવી હતી. ASI વિનંદભાઈએ ઉચ્છલની રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ તમિલનાડુ ચેન્નઈ બાજુના વતની એવા શસીકુમારની મદદ લીધી હતી. તેમની મદદથી માતા-પુત્રી સાથે
વાતચીત કરતા તેઓ પંડિચેરી ના રહેવાસી હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ ASI વિનંદભાઈ દ્વારા પંડિચેરી પોલીસ કંટ્રોલ રૂમ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમના રહેઠાણની ખરાઈ કરાવવામાં આવી હતી અને તેમના પુત્ર કાર્તિકભાઈ આરમુગમનો સંપર્ક કરી સમગ્ર હકીકતથી વાકેફ કરવામાં આવ્યા હતા. આખરે તા. 25/08/2026 ના રોજ ભૂલા પડેલા ઇન્દ્રાબેનના પુત્ર કાર્તિકભાઈ ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. પોલીસ દ્વારા તમામ ખરાઈ કર્યા
બાદ બંને માતા-પુત્રીને સહીસલામત રીતે તેમના પુત્રને સોંપવામાં આવ્યા હતા. ઉચ્છલ પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકોમાં બિરદાવવામાં આવી રહી છે. સોનગઢ હાઈવે બીટના ઈન્ચાર્જ ASI વિનંદભાઈ બાબુભાઈ ને તપાસ સોંપવામાં આવી હતી. *ઉચ્છલ પોલીસની માનવતાભરી કામગીરી : ભૂલા પડેલા માતા-પુત્રીનું પરિવાર સાથે સુખદ મિલન* ઉચ્છલ પોલીસની સતર્કતા અને માનવતાભર્યા અભિગમને કારણે ભૂલા પડેલા બે મહિલાઓનું ત્રણ દિવસ બાદ તેમના પરિવાર સાથે મિલન થયું છે.
- તાપી તથા સ્ટાફના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી. ગુના અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. બીપીનભાઈ રમેશભાઈ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે, "એક સિલ્વર કલરની ટોયેટો કંપની ઇનોવા જેનો નં.- MH-03-Z -6179માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી સેલવાસ, નાસિક, માલેગાંવ, નવાપુર મહારાષ્ટ્ર તરફથી સોનગઢ હાઇવે થઇ વ્યારા તરફ આવે છે " જે બાતમી આધારે વ્યારા ટીચકપુરા બાયપાસ રોડ ઉપર આવી બેરીકેટની આડાશ કરી સોનગઢ તરફથી આવતા વાહનોની નાકાબંધીમાં હતા. તે દરમ્યાન સોનગઢ તરફથી બાતમી હકિકતવાળી સિલ્વર કલરની ટોયેટા કંપનીની ઈનોવા ફોર વ્હીલ ગાડી આવતા તેને આયોજન પુર્વક બેરીકેટની આડાશથી રોકી લઇ રોડની સાઇડમાં કરાવી ઉભી રખાવી ચેક કરતા ઇનોવા ફોર વ્હીલ ગાડીના પાછળની સીટ તથા ડીકીના ભાગે ખાખી પુંઠાના બોક્ષમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો વ્હીસ્કી- બીયર ટીનનો જથ્થો ભરેલ હોય આરોપી- (૧) વસીમ એહમદ ઉર્ફે પીન્ટુ મુનીર એહમદ રંગરેજ રહે. ખાટકીવાડ, લાલગેટ, સુરત શહેર (૨) નિહાલ હુસૈન જાકીર શેખ રહે. સૈયદપુરા માર્કેટ, પ્રેમગલી, સુરત શહેર નાઓએ પોતાના કબજાની ટોયેટો કંપનીની ઇનોવા ફોર વ્હીલ ગાડીના રજીસ્ટ્રેશન નંબર GJ-12-FB- 3089 વાળી નંબર પ્લેટ કાઢી તેના બદલે રજીસ્ટ્રેશન નંબર MH-03-Z-6179 વાળી ખોટી નંબર પ્લેટ લગાડી તેનો ખરા તરીકે ઉપયોગ કરી વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની નાની મોટી વ્હીસ્કી તથા બીયર ટીન મળી બોક્ષ તથા છુટી બાટલી જેની કુલ કિં.રૂ. ૨,૯૭,૫૩૮/- નો પ્રોહી મુદ્દામાલ વહન કરી લઇ જતા ફોર વ્હીલ ગાડી તથા મોબાઇલ મળી કુલ્લે રૂપિયા-૮,૨૨,૫૩૮/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી કલમ- મુજબની કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે. કામગીરી કરનાર ટીમ :- પો.ઇન્સ. બી.જી.રાવલ, એલ.સી.બી. તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ.શ્રી જે.બી.આહીર, પેરોલ ફર્લો સ્કોડ તાપી તથા એ.એસ.આઇ. બીપીનભાઈ રમેશભાઈ, હે.કો લેબજીભાઇ પરબતજી, હે.કો અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, ડ્રા.પો.કો.સુનીલભાઈ ખુશાલભાઇ, પો.કો વિનોદભાઇ ગોકુળભાઇ નાઓએ કામગીરી કરેલ છે. તાપી જિલ્લા ટોયેટો કંપનીની ઇનોવા ફોર વ્હીલમાં પ્રોહીબિશનની હેરાફેરી કરતા પ્રોહી જથ્થા સાથે કુલ કિ.રૂ. ૮,૨૨,૫૩૮/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોડ તાપી3
- સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની કડોદરા ખાતે મહત્વપૂર્ણ બેઠક માર્ગ સુરક્ષા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક બ્રિગેડના કલ્યાણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કડોદરા ખાતે આવેલી પલસાણા એન્વાયરો પ્રોટેક્શન લિમિટેડ (PEPL)ના પરિસરમાં સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સુરત જિલ્લા પોલીસ અધિક્ષક (એસ.પી.) રાજેશ ગઢિયાની આગેવાની હેઠળ યોજાયેલી આ બેઠકમાં ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ કાનુંગો સહિત ટ્રસ્ટના વિવિધ હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન માર્ગ સુરક્ષા, ટ્રાફિક નિયમોના પાલન, માર્ગ અકસ્માતોમાં ઘટાડો તેમજ ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ વિભાગ અને ટ્રસ્ટ દ્વારા લોકકલ્યાણના કાર્યોને વધુ અસરકારક બનાવવા તથા ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે જરૂરી પગલાં અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતાં ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ કાનુંગોએ જણાવ્યું હતું કે, હાઇવે ક્રોસ કરતી વખતે તેમજ વાહન ચલાવતી વખતે બેદરકારી કે ટ્રાફિક નિયમોના ભંગને કારણે અનેક વખત ગંભીર અને જીવલેણ અકસ્માતો સર્જાય છે. આવા અકસ્માતોમાં લોકો પોતાના પરિવાર અને સ્વજનોને ગુમાવે છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે લોકોમાં માર્ગ સુરક્ષા અંગે વધુ વ્યાપક જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણનો મુદ્દો પણ બેઠકમાં મહત્વપૂર્ણ રહ્યો હતો. ખાસ કરીને આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ભાઈ-બહેનો માનદ ધોરણે ટ્રાફિક વ્યવસ્થામાં સેવા આપે છે. આવા ટ્રાફિક બ્રિગેડના સભ્યોના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવી ભરતી અંગેની ભલામણો તેમજ તેમના માટે વીમા સુરક્ષા અને અન્ય લોકકલ્યાણકારી સહાય ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓએ ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ માટે સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી હતી. અશોકભાઈ કાનુંગોએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ માત્ર પોલીસની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. વાહનચાલકોએ હાઇવે અને અન્ય માર્ગો પર વાહન ચલાવતી વખતે ઝડપ, ઓવરટેકિંગ, હેલ્મેટ, સીટબેલ્ટ તથા અન્ય ટ્રાફિક નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમણે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, “હાઇવે તેમજ અન્ય માર્ગો પર વાહન ચલાવતી વખતે પોતાની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખો અને અમૂલ્ય જિંદગી ન ગુમાવો. ટ્રાફિકના નિયમોનું પાલન કરીને પોતાનું અને અન્ય લોકોનું જીવન સુરક્ષિત બનાવો.” બેઠકમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે જાગૃતિ અભિયાનને વધુ વેગ આપવા તથા ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ માટે જરૂરી સહયોગ પૂરો પાડવા અંગે સકારાત્મક ચર્ચા થતાં આવનારા સમયમાં માર્ગ સુરક્ષાના ક્ષેત્રે વધુ અસરકારક કામગીરી થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.1
- सचिन GIDC पुलिसकी जुवाके अड्डे पर रेक्स सचिन GIDC पुलिसने जुवा खेल रहे जुआरीओ को धर दबोचा 14 लोग जुआ खेल रहे थे सचिन GIDC पुलिसकी जुवाके अड्डे पर रेक्स सचिन GIDC पुलिसने जुवा खेल रहे जुआरीओ को धर दबोचा 14 लोग जुआ खेल रहे थे1
- #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews1
- कडोदरा में शिवम हॉस्पिटल की नई मल्टीस्पेशियलिटी अस्पताल का शुभारंभ कडोदरा: पलसाणा में स्वास्थ्य सेवाएं दे रही कडोदरा में शिवम हॉस्पिटल की नई मल्टीस्पेशियलिटी अस्पताल का शुभारंभ कडोदरा: पलसाणा में स्वास्थ्य सेवाएं दे रही1
- કડોદરામાં શિવમ હોસ્પિટલની નવી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ પલસાણા ખાતે છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહેલી શિવમ હોસ્પિટલ દ્વારા કડોદરા ખાતે નવી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરનો આજે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. કડોદરામાં શરૂ થયેલી આ નવી હોસ્પિટલથી આસપાસના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના લોકોને વિવિધ પ્રકારની તબીબી સેવાઓનો લાભ નજીકના સ્થળે મળી રહેશે. કડોદરા ખાતે આવેલી નવી હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહનું આયોજન બુધવાર, 26 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહેમાનો અને આમંત્રિતો માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં PEPL કડોદરાના ચેરમેન શ્રી રવિન્દ્ર આર્ય મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભાજપ સંગઠન મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, ધર્મેશભાઈ વી. દેસાઈ, મોહનભાઈ અહીર, તેજસભાઈ દેસાઈ અને પ્રવીણભાઈ અહીર સહિતના મહાનુભાવો વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નવી શિવમ હોસ્પિટલમાં ઓર્થોપેડિક્સ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ગાયનેકોલોજી અને ઓબ્સ્ટેટ્રિક્સ, લેપ્રોસ્કોપિક અને જનરલ સર્જરી, બર્ન અને પ્લાસ્ટિક સર્જરી, ફિઝિયોથેરાપી તથા મેડિસિન સહિતની વિવિધ તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી સેવા, ક્રિટિકલ કેર, ટ્રોમા કેર, ડિજિટલ એક્સ-રે, પેથોલોજી, ફાર્મસી, ICU અને એમ્બ્યુલન્સ સેવા જેવી સુવિધાઓ પણ દર્શાવવામાં આવી છે. હોસ્પિટલ સંચાલન દ્વારા દર્દીઓને આધુનિક તબીબી સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત, ઝડપી અને દર્દીકেন্দ્રિત સારવાર મળી રહે તે માટે નિષ્ણાત તબીબો તથા તાલીમબદ્ધ સ્ટાફની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. પલસાણા વિસ્તારમાં શિવમ હોસ્પિટલની અગાઉની હાજરી અંગે જાહેર ઓનલાઈન નોંધો પણ ઉપલબ્ધ છે. કડોદરા ખાતે નવી હોસ્પિટલ શરૂ થવાથી કડોદરા, પલસાણા તેમજ આસપાસના વિસ્તારોના લોકોને ઈમરજન્સી અને વિવિધ વિશેષ સારવાર માટે દૂર જવાની જરૂરિયાતમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવી હોસ્પિટલને કારણે સ્થાનિક સ્તરે આરોગ્ય સેવાઓના માળખાને વધુ મજબૂતી મળશે.1
- मंदिर-गुरुद्वारा में धार्मिक बनकर रचता था जाल, निवेश के नाम पर ₹28.13 लाख की ठगी; अमृतसर से आरोपी गिरफ्तार#Surat #DumasPolice #CrimeNews #FraudCase #InvestmentFraud मंदिर-गुरुद्वारा में धार्मिक बनकर रचता था जाल, निवेश के नाम पर ₹28.13 लाख की ठगी; अमृतसर से आरोपी गिरफ्तार#Surat #DumasPolice #CrimeNews #FraudCase #InvestmentFraud1
- પલસાણાની હોટલની છત પરથી યુવકનો મૃતદેહ મળતાં ચકચાર પલસાણા તાલુકામાં એક યુવકનો હોટલની છત પર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, પલસાણા તાલુકાના બગુમરા ગામની હદમાં આવેલી સર્વોત્તમ હોટલની છત પર અક્કી જમાલ નામના યુવકનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. અક્કી જમાલ છેલ્લા આશરે એક મહિનાથી આ હોટલમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, યુવકે આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, ઘટનાના થોડા સમય અગાઉ યુવકે ઇન્ટરનેટ પર આપઘાત સંબંધિત માહિતી સર્ચ કરી હોવાની ચર્ચા છે. જોકે, આ બાબતની પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. યુવકના મોત પાછળનું ચોક્કસ કારણ શું છે અને ઘટનાની હકીકત શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.1