હવામાન વિભાગની આગાહીને પગલે કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ નાગરિકોને સાવચેત રહેવા કરી અપીલ; NDRF અને SDRF ની ટીમો તૈનાત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અતિભારે વરસાદની સંભાવનાને પગલે એલર્ટ મોડ પર: નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા કલેક્ટરશ્રીની અપીલ જૂનાગઢ,તા. ૩૧ જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ આજ રોજ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યારે જિલ્લામાં વાતાવરણ સામાન્ય છે પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાત્રિથી અને આવતીકાલ દરમિયાન જિલ્લામાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. હાલમાં રાજ્યના દક્ષિણ ગુજરાત અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદી સિસ્ટમ હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે, જેના કારણે ભાવનગર, અમરેલી અને રાજકોટની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રીએ તમામ નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે,આજે સાંજથી લઈને આવતીકાલ સાંજ સુધી બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ડેમની નીચેના ભાગમાં વસતા રહેવાસીઓને સાવધ રહેવા જણાવાયું છે. તેમજ નદી કે ડેમમાં પાણીની આવક વધવાની શક્યતા હોવાથી નદી-નાળાની આસપાસ ન જવાની ખાસ તાકીદ કરવામાં આવી છે. વહીવટી તંત્રની સજ્જતા અંગે વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા તંત્રની તમામ ટીમો અત્યારે ફિલ્ડમાં એક્ટિવ છે અને કોઈ પણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે NDRF તેમજ SDRFની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. નાગરિકોને કોઈ પણ પ્રકારની ઇમર્જન્સી કે સહાયની જરૂર હોય તો તેઓ પોતાના ગામમાં મુકાયેલા સરકારી કર્મચારીઓ અથવા જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે, જેથી તંત્ર દ્વારા તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય.

- Snapchat par days satig karna asi manu sai koy bhi balk man karsmta8 hai1
- ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ જુઓ પૂરો વિડિયો વરસાદની આગાહી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ1
- અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... બેકિંગ, અમરેલી.... જાફરાબાદ..... અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ...... જાફરાબાદનો દરિયો તોફાની બન્યો...... દરિયામાં કરંટ સાથે મોજાઓ ઉછળ્યા..... તંત્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ.... હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં.....1
- જુનાગઢમાં વરસાદી વાતાવરણ વચ્ચે ફરજ બજાવતા TRB જવાનોને રેનકોટ વિતરણનો સરાહનીય કાર્યક્રમ યોજાયો ... જુનાગઢ શહેરમાં હાલ ચોમાસાની ઋતુ અને વરસાદી વાતાવરણ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે TRB (ટ્રાફિક બ્રિગેડ) ના જવાનો અવિરતપણે શહેરના મુખ્ય ચોક અને રસ્તાઓ પર પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આવા કઠિન વાતાવરણમાં સેવા આપતા જવાનોની ચિંતા કરીને જુનાગઢના જાગૃત નાગરિક શ્રી વિજયભાઈ ચાવડા દ્વારા એક પ્રેરણાદાયી અને સરાહનીય આયોજન કરવામાં આવ્યું છે. TRB જવાનો વરસાદમાં પણ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી શકે તે માટે ૧૦૦ જેટલા જવાનોને રેનકોટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો . આ સન્માન અને પ્રોત્સાહન કાર્યક્રમમાંધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા(SP સાહેબ), સ્થાનિક, ડીવાયએસપી સાહેબ હિતેશ ધાંધલીયા(DySP), ટ્રાફિક PSI શ્રી જાડેજા સાહેબ જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 11ના તમામ કોર્પોરેટર ની હાજરીમાં ૧૦૦ જેટલા TRB જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા .1
- ભાજપના કોર્પોરેટર જુગાર રમતા ઝડપાયા! વંથલીમાં કમલેશ દુબેના ઘરે ચાલતો 'અખાડો' પકડાયો વંથલીના બોરડી ચોરા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે! કમલેશ ગોપાલભાઈ દુબે પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હતો—જ્યાં ભાજપના કોર્પોરેટર પણ જુગારની રમતમાં મશગૂલ મળી આવ્યા! જનતાના પ્રતિનિધિ થઈને કાયદાના રક્ષક બનવાને બદલે નેતાજી પોતે જ જુગારના અખાડામાં હાર-જીતનો ખેલ ખેલતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત રૂ. ૭૪,૬૩૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો. ત્યારે સત્તાધારી પક્ષના નેતાઓ જ જો આવા અસામાજિક કામોમાં શામિલ હશે તો કાયદો અને વ્યવસ્થાનું શું? જુગાર ધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો તો નોંધાયો છે, પણ સવાલ એ છે કે શું પક્ષ આ કોર્પોરેટર સામે કોઈ નક્કર કાર્યવાહી કરશે કે પછી સત્તાના જોરે મામલો દબાવી દેવાશે?1