logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પ્રેસ નોટ ફ્રાન્સમાં સનાતન આધ્યાત્મિક પરંપરાનું ઐતિહાસિક સીમાચિહ્ન ફ્રાન્સના સર્વપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ – બી. એ. પી. એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિર, પેરિસનો ટૂંક સમયમાં યોજાશે ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ * શ્રદ્ધા, ઉપાસના, પ્રેમ અને બંધુત્વ જેવાં મૂલ્યોનું વૈશ્વિક કેન્દ્ર બનશે આ મંદિર * મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના અવસરે મહાનગર પેરિસમાં આગામી માસમાં તારીખ ૨ સપ્ટેમ્બરથી ૧૪ સપ્ટેમ્બર સુધી ૧૩ દિવસીય ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ – ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ યોજાશે * તારીખ ૬ સપ્ટેમ્બરના રોજ બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ અને આધ્યાત્મિક વડા પ. પૂ. મહંત સ્વામી મહારાજ કરશે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા અને લોકાર્પણ * 42 દેશોમાંથી પધારશે ભક્તો-ભાવિકો, ફેસ્ટિવલ ઓફ કલ્ચર બનશે વૈશ્વિક ઉત્સવ --- 26 ઓગસ્ટ, બુસી-સેંટ-જ્યોર્જેસ, પેરિસ. કળા, સ્થાપત્ય, સાહિત્ય અને ભવ્ય સ્મારકો માટે વિશ્વવિખ્યાત શહેર પેરિસ ખાતે નવનિર્મિત બી. એ. પી. એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિર, ફ્રાન્સનું સર્વપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે. મધ્ય પૂર્વ પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે નિર્મિત આ મંદિર ભારતીય સ્થાપત્ય કળા અને ફ્રેંચ એન્જિનિયરિંગના સુભગ સમન્વયનું પ્રતીક છે. બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે વિવિધ ધર્મોના ઉપાસના સ્થાનોને સમાવતા Esplanade des Religions et des Cultures ક્ષેત્ર ખાતે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૨૦૧૭ માં પેરિસમાં મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયેલ સભામાં બુસી-સેંટ-જ્યોર્જેસના મેયર યાન ડ્યુબોસ્ક દ્વારા મંદિર માટે જમીન ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ બી. એ. પી. એસ. ના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં ૨૦૨૧ માં ભૂમિપૂજન વિધિ અને ૨૦૨૨ માં શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ હતી. મંદિરની ડિઝાઇન બી. એ. પી. એસ. દ્વારા પરંપરાગત હિન્દુ મંદિર સ્થાપત્યના સિદ્ધાંતો સાથે તૈયાર કરવામાં આવી છે, જેને ફ્રાન્સના ઈજનેરી, પર્યાવરણ અને બાંધકામના ધોરણો સાથે સાકાર કરવા પ્રસિદ્ધ ફ્રેન્ચ આર્કિટેક્ચર ફર્મ Arte Charpentier ને નિયુક્ત કરવામાં આવી હતી. આ મંદિર નિર્માણમાં Arte Charpentier ઉપરાંત Bateg (VINCI Constructionની સહયોગી કંપની) અને GS Construction (ઇન્ટિરિયર ફિનિશિંગ) પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ૧૩ જુલાઈ, ૨૦૨૩ ના રોજ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પેરિસમાં બી. એ. પી. એસ. સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ Arte Charpentier ના આર્કિટેકટ્સ સાથે મુલાકાત કરી હતી, આ મુલાકાત દરમિયાન મંદિર નિર્માણની યોજના અને મંદિરનું 3D મોડેલ રજૂ કરવામાં આવ્યું હતું. એપ્રિલ 2024માં, મહંત સ્વામી મહારાજે મંદિરના અંતિમ નકશા પર એક ફ્રેન્ચ શબ્દ લખીને આશીર્વાદ આપ્યા — 'Bénédictions', એટલે કે આશીર્વાદ. ૨૦૨૪ માં સત્તાવાર રીતે બાંધકામની શરૂઆત કરવામાં આવી; પાયાના સ્તંભનું કાર્ય ખાસ કરીને 4 જૂન 2024ના રોજ શરૂ થયું અને એ જ વર્ષે પાછળથી ભારતમાં પ્રથમ પથ્થરની પૂજનવિધિ સંપન્ન થઈ. જાન્યુઆરી ૨૦૨૬ માં ભારતમાં કોતરાયેલા પથ્થરોનું પ્રથમ કન્ટેનર પેરિસ ખાતે પહોંચ્યું. આ મંદિરના નિર્માણમાં ભારતીય કારીગરો અને ફ્રેન્ચ ઈજનેરોની સાથે વિખ્યાત નોત્ર-દામ કેથેડ્રલના પુનઃ સ્થાપન કાર્ય સાથે જોડાયેલ ફ્રેન્ચ સંસ્થા H Chevalier ના નિષ્ણાતો પણ સામેલ છે. મંદિરના સ્થાપત્યની ઝલક પ્રાચીન ભારતીય સ્થાપત્ય શાસ્ત્રોથી લઈને આધુનિકતમ ટેક્નૉલોજીના વિનિયોગથી નિર્મિત આ મંદિરનું સર્જન તેની વિવિધતા અને કળા કૌશલ્યથી વિશ્વમાં અજોડ છે. ભારતના કુશળ કારીગરો દ્વારા હાથથી કોતરવામાં આવેલાં ૧૦૦૦ કરતાં વધુ પથ્થરો અને કાષ્ઠના ટુકડાઓમાં સૂક્ષ્મ અને સુંદર કોતરણી કરવામાં આવી છે. આ પ્રત્યેક ભાગને અત્યંત કાળજીપૂર્વક તૈયાર કરી, કોડ નંબર એનાયત કરી ફ્રાન્સમાં એસેમ્બલિંગ માટે મોકલવામાં આવ્યા હતા. મંદિરનો વિસ્તાર: ૫૦૦૦ ચોરસ મીટર (૫૩, ૮૦૦ ચોરસ ફૂટ) ૫ શિખરો, ૧૦ ઘુમ્મટો, ૨૦ કંડારેલાં સ્તંભો, ૧૨૦ ઝરૂખાઓ, ૪૯ ચરિત્ર શિલ્પ પેનલ, ૪ સુશોભિત છત્રીઓ. આ મંદિર ઉપાસના સ્થાનની સાથે સાથે આંતર સાંસ્કૃતિક સંવાદ, શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક સેવાઓના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે, જેમાં પ્રદર્શન ખંડ, વર્ગખંડો, સભાગૃહ, સેમિનાર હૉલ, સ્પોર્ટ્સ હૉલ, અલ્પાહારગૃહ, ગિફ્ટ શોપ જેવી સુવિધાઓ હશે. આ ઉપરાંત પર્યાવરણ રક્ષા - સસ્ટેનેબિલિટીને અનુરૂપ સુવિધાઓમાં - રેઈન વૉટર હાર્વેસ્ટિંગ (વરસાદી પાણી સંગ્રહ વ્યવસ્થા), LED સેન્સર લાઈટિંગ, રૂફટોપ ગાર્ડન અને અંડરફ્લોર હીટિંગનો સમાવેશ થાય છે. મંદિરના નિર્માણમાં મુખ્યત્વે ગ્રીસના થાસોસ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતના અંબાજી માર્બલ અને વિયેતનામ, ઈટલીથી મેળવાયેલા માર્બલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં ગ્વાલિયરના સેન્ડસ્ટોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પથ્થરોથી બનેલા આ પરંપરાગત શિખરબદ્ધ મંદિરમાં ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરનું માળખાકીય ફ્રેમવર્ક ફ્રાન્સની આધુનિક ઈજનેરી પદ્ધતિઓ અનુસાર કોન્ક્રીટનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલ ઓફ કલ્ચર: ૨ સપ્ટેમ્બરથી ૧૪ સપ્ટેમ્બર મંદિરના લોકાર્પણ પ્રસંગે ૧૩ દિવસીય સાંસ્કૃતિક મહોત્સવ - ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર ’ – ઉજવવામાં આવશે, જે અંતર્ગત શ્રદ્ધા, સેવા અને બંધુત્વના મૂલ્યોને દ્રઢ કરાવતાં અનેકવિધ રોચક કાર્યક્રમો અને કોમ્યુનિટી ઇવેન્ટ્સ આયોજિત કરવામાં આવશે. આ મહોત્સવની સેવામાં ૩૦૦૦ સ્વયંસેવકો જોડાયા છે. આ મહોત્સવમાં સમ્મિલિત થવા ૪૨ જેટલાં દેશોમાંથી ભક્તો-ભાવિકો પધારશે. આ મહોત્સવના મુખ્ય આકર્ષણો: ૨ થી ૧૪ સપ્ટેમ્બર – વૈદિક મહાયજ્ઞ ૨ સપ્ટેમ્બર - મહિલાઓ દ્વારા પાલખી યાત્રા ૩ સપ્ટેમ્બર - પેરિસની સેન નદી પર ૧૧ સુસજ્જ નૌકાઓ સાથે જલ યાત્રા. આ જલયાત્રા 1997માં પ્રમુખસ્વામી મહારાજની સેન નદી પરની નૌકાયાત્રાનું સ્મરણ કરાવે છે. ૫ સપ્ટેમ્બર – નગરયાત્રા: પેરિસના જગવિખ્યાત સીમાચિહ્નો પાસેથી ૧૪ સુશોભિત રથોમાં સાંસ્કૃતિક શોભાયાત્રા ૬ સપ્ટેમ્બર – મૂર્તિપ્રતિષ્ઠા અને લોકાર્પણ ૧૪ સપ્ટેમ્બર – હિન્દુ સાંસ્કૃતિક ઉત્સવ ઉલ્લેખનીય છે કે ૧૯૭૦માં પેરિસમાં ટૂંકા મુકામ દરમિયાન, બી. એ. પી. એસ. ના ગુરુ યોગીજી મહારાજે ફ્રાન્સમાં સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ૧૯૮૨માં એફિલ ટાવર નજીક એકત્ર થયેલા નાના સમૂહ સાથે પેરિસમાં બી. એ. પી. એસ.ની પ્રથમ સત્સંગ સભા યોજાઈ હતી. પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પે અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી બનેલું આ મંદિર પ્રાચીન ભારતીય સ્થાપત્ય, કળા, આધ્યાત્મિક વારસા અને સેવાનું વિરલ સ્થાન બની રહેશે. કોવિડ-19 મહામારી દરમિયાન પેરિસમાં બી. એ. પી. એસ. ના સ્વયંસેવકો વરિષ્ઠ નાગરિકો, જરૂરિયાતમંદો અને ફ્રંટલાઈન વર્કર્સ માટે ભોજન, જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવાની સેવામાં જોડાયા હતા. ફ્રેન્ચ ગૃહ મંત્રાલયના આમંત્રણથી, બી. એ. પી. એસ. ના સ્વયંસેવકોએ પેરિસ ઓલિમ્પિક દરમિયાન ઓલિમ્પિક વિલેજમાં હિન્દુ ફેઇથ સેન્ટર દ્વારા સેવા આપી હતી. આ ઉપરાંત, પેરિસના સ્વયંસેવકોએ યુકે, અમેરિકા અને યુરોપના અન્ય ભાગોમાંથી આવેલા બી. એ. પી. એસ. સ્વયંસેવકોની સાથે મળીને યુક્રેનના સંકટમાં સેવા આપી, પોલેન્ડના રઝેશોવ શહેરમાં દરરોજ આશરે 1,000 ગરમ શાકાહારી ભોજન શરણાર્થીઓને પૂરાં પાડ્યાં હતાં. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી બી. એ. પી. એસ. સંસ્થાના સંતો અને સ્વયંસેવકો આ મંદિર મહોત્સવની તૈયારીઓમાં અવિરત સેવાયજ્ઞ કરી રહ્યા છે. આંતરધર્મ સંવાદિતાને પ્રોત્સાહન આપતું અને વિવિધતા, સર્વસમાવેશકતા અને પરસ્પર સહઅસ્તિત્વના સીમાચિહ્નરૂપ આ મંદિર પેરિસનું નજરાણું બનશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

1 hr ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
1 hr ago
d6280fb2-0609-4bc3-8030-a2475ef3aabf

પ્રેસ નોટ ફ્રાન્સમાં સનાતન આધ્યાત્મિક પરંપરાનું ઐતિહાસિક સીમાચિહ્ન ફ્રાન્સના સર્વપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ – બી. એ. પી. એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિર, પેરિસનો ટૂંક સમયમાં યોજાશે ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ * શ્રદ્ધા, ઉપાસના, પ્રેમ અને બંધુત્વ જેવાં મૂલ્યોનું વૈશ્વિક કેન્દ્ર બનશે આ મંદિર * મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના અવસરે મહાનગર પેરિસમાં આગામી માસમાં તારીખ ૨ સપ્ટેમ્બરથી ૧૪ સપ્ટેમ્બર સુધી ૧૩ દિવસીય ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ – ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ યોજાશે * તારીખ ૬ સપ્ટેમ્બરના રોજ બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ અને આધ્યાત્મિક વડા પ. પૂ. મહંત સ્વામી મહારાજ કરશે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા અને લોકાર્પણ * 42 દેશોમાંથી પધારશે ભક્તો-ભાવિકો, ફેસ્ટિવલ ઓફ કલ્ચર બનશે વૈશ્વિક ઉત્સવ --- 26 ઓગસ્ટ, બુસી-સેંટ-જ્યોર્જેસ, પેરિસ. કળા, સ્થાપત્ય, સાહિત્ય અને ભવ્ય સ્મારકો માટે વિશ્વવિખ્યાત શહેર પેરિસ ખાતે નવનિર્મિત બી. એ. પી. એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિર, ફ્રાન્સનું સર્વપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે. મધ્ય પૂર્વ પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે નિર્મિત આ મંદિર ભારતીય સ્થાપત્ય કળા અને ફ્રેંચ એન્જિનિયરિંગના સુભગ સમન્વયનું પ્રતીક છે. બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે વિવિધ ધર્મોના ઉપાસના સ્થાનોને સમાવતા Esplanade des Religions et des Cultures ક્ષેત્ર ખાતે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૨૦૧૭ માં પેરિસમાં મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયેલ સભામાં બુસી-સેંટ-જ્યોર્જેસના મેયર યાન ડ્યુબોસ્ક દ્વારા મંદિર માટે જમીન ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ બી. એ. પી. એસ. ના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં ૨૦૨૧ માં ભૂમિપૂજન વિધિ અને ૨૦૨૨ માં શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ હતી. મંદિરની ડિઝાઇન બી. એ. પી. એસ. દ્વારા પરંપરાગત હિન્દુ મંદિર સ્થાપત્યના સિદ્ધાંતો સાથે તૈયાર કરવામાં આવી છે, જેને ફ્રાન્સના ઈજનેરી, પર્યાવરણ અને બાંધકામના ધોરણો સાથે

908180a6-a73c-48a8-be62-fe1e92029b15

સાકાર કરવા પ્રસિદ્ધ ફ્રેન્ચ આર્કિટેક્ચર ફર્મ Arte Charpentier ને નિયુક્ત કરવામાં આવી હતી. આ મંદિર નિર્માણમાં Arte Charpentier ઉપરાંત Bateg (VINCI Constructionની સહયોગી કંપની) અને GS Construction (ઇન્ટિરિયર ફિનિશિંગ) પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ૧૩ જુલાઈ, ૨૦૨૩ ના રોજ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પેરિસમાં બી. એ. પી. એસ. સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ Arte Charpentier ના આર્કિટેકટ્સ સાથે મુલાકાત કરી હતી, આ મુલાકાત દરમિયાન મંદિર નિર્માણની યોજના અને મંદિરનું 3D મોડેલ રજૂ કરવામાં આવ્યું હતું. એપ્રિલ 2024માં, મહંત સ્વામી મહારાજે મંદિરના અંતિમ નકશા પર એક ફ્રેન્ચ શબ્દ લખીને આશીર્વાદ આપ્યા — 'Bénédictions', એટલે કે આશીર્વાદ. ૨૦૨૪ માં સત્તાવાર રીતે બાંધકામની શરૂઆત કરવામાં આવી; પાયાના સ્તંભનું કાર્ય ખાસ કરીને 4 જૂન 2024ના રોજ શરૂ થયું અને એ જ વર્ષે પાછળથી ભારતમાં પ્રથમ પથ્થરની પૂજનવિધિ સંપન્ન થઈ. જાન્યુઆરી ૨૦૨૬ માં ભારતમાં કોતરાયેલા પથ્થરોનું પ્રથમ કન્ટેનર પેરિસ ખાતે પહોંચ્યું. આ મંદિરના નિર્માણમાં ભારતીય કારીગરો અને ફ્રેન્ચ ઈજનેરોની સાથે વિખ્યાત નોત્ર-દામ કેથેડ્રલના પુનઃ સ્થાપન કાર્ય સાથે જોડાયેલ ફ્રેન્ચ સંસ્થા H Chevalier ના નિષ્ણાતો પણ સામેલ છે. મંદિરના સ્થાપત્યની ઝલક પ્રાચીન ભારતીય સ્થાપત્ય શાસ્ત્રોથી લઈને આધુનિકતમ ટેક્નૉલોજીના વિનિયોગથી નિર્મિત આ મંદિરનું સર્જન તેની વિવિધતા અને કળા કૌશલ્યથી વિશ્વમાં અજોડ છે. ભારતના કુશળ કારીગરો દ્વારા હાથથી કોતરવામાં આવેલાં ૧૦૦૦ કરતાં વધુ પથ્થરો અને કાષ્ઠના ટુકડાઓમાં સૂક્ષ્મ અને સુંદર કોતરણી કરવામાં આવી છે. આ પ્રત્યેક ભાગને અત્યંત કાળજીપૂર્વક તૈયાર કરી, કોડ નંબર એનાયત કરી ફ્રાન્સમાં એસેમ્બલિંગ માટે મોકલવામાં આવ્યા હતા.

945d47a8-12aa-4d73-b357-b8e37a6083c5

મંદિરનો વિસ્તાર: ૫૦૦૦ ચોરસ મીટર (૫૩, ૮૦૦ ચોરસ ફૂટ) ૫ શિખરો, ૧૦ ઘુમ્મટો, ૨૦ કંડારેલાં સ્તંભો, ૧૨૦ ઝરૂખાઓ, ૪૯ ચરિત્ર શિલ્પ પેનલ, ૪ સુશોભિત છત્રીઓ. આ મંદિર ઉપાસના સ્થાનની સાથે સાથે આંતર સાંસ્કૃતિક સંવાદ, શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક સેવાઓના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે, જેમાં પ્રદર્શન ખંડ, વર્ગખંડો, સભાગૃહ, સેમિનાર હૉલ, સ્પોર્ટ્સ હૉલ, અલ્પાહારગૃહ, ગિફ્ટ શોપ જેવી સુવિધાઓ હશે. આ ઉપરાંત પર્યાવરણ રક્ષા - સસ્ટેનેબિલિટીને અનુરૂપ સુવિધાઓમાં - રેઈન વૉટર હાર્વેસ્ટિંગ (વરસાદી પાણી સંગ્રહ વ્યવસ્થા), LED સેન્સર લાઈટિંગ, રૂફટોપ ગાર્ડન અને અંડરફ્લોર હીટિંગનો સમાવેશ થાય છે. મંદિરના નિર્માણમાં મુખ્યત્વે ગ્રીસના થાસોસ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતના અંબાજી માર્બલ અને વિયેતનામ, ઈટલીથી મેળવાયેલા માર્બલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં ગ્વાલિયરના સેન્ડસ્ટોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પથ્થરોથી બનેલા આ પરંપરાગત શિખરબદ્ધ મંદિરમાં ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરનું માળખાકીય ફ્રેમવર્ક ફ્રાન્સની આધુનિક ઈજનેરી પદ્ધતિઓ અનુસાર કોન્ક્રીટનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલ ઓફ કલ્ચર: ૨ સપ્ટેમ્બરથી ૧૪ સપ્ટેમ્બર મંદિરના લોકાર્પણ પ્રસંગે ૧૩ દિવસીય સાંસ્કૃતિક મહોત્સવ - ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર ’ – ઉજવવામાં આવશે, જે અંતર્ગત શ્રદ્ધા, સેવા અને બંધુત્વના મૂલ્યોને દ્રઢ કરાવતાં અનેકવિધ રોચક કાર્યક્રમો અને કોમ્યુનિટી ઇવેન્ટ્સ આયોજિત કરવામાં આવશે. આ મહોત્સવની સેવામાં ૩૦૦૦ સ્વયંસેવકો જોડાયા છે. આ મહોત્સવમાં સમ્મિલિત થવા ૪૨ જેટલાં દેશોમાંથી ભક્તો-ભાવિકો પધારશે. આ મહોત્સવના મુખ્ય આકર્ષણો: ૨ થી ૧૪ સપ્ટેમ્બર – વૈદિક મહાયજ્ઞ ૨ સપ્ટેમ્બર - મહિલાઓ દ્વારા પાલખી યાત્રા ૩ સપ્ટેમ્બર -

cfa6a4af-a985-4e06-9137-5fcc7c30f558

પેરિસની સેન નદી પર ૧૧ સુસજ્જ નૌકાઓ સાથે જલ યાત્રા. આ જલયાત્રા 1997માં પ્રમુખસ્વામી મહારાજની સેન નદી પરની નૌકાયાત્રાનું સ્મરણ કરાવે છે. ૫ સપ્ટેમ્બર – નગરયાત્રા: પેરિસના જગવિખ્યાત સીમાચિહ્નો પાસેથી ૧૪ સુશોભિત રથોમાં સાંસ્કૃતિક શોભાયાત્રા ૬ સપ્ટેમ્બર – મૂર્તિપ્રતિષ્ઠા અને લોકાર્પણ ૧૪ સપ્ટેમ્બર – હિન્દુ સાંસ્કૃતિક ઉત્સવ ઉલ્લેખનીય છે કે ૧૯૭૦માં પેરિસમાં ટૂંકા મુકામ દરમિયાન, બી. એ. પી. એસ. ના ગુરુ યોગીજી મહારાજે ફ્રાન્સમાં સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ૧૯૮૨માં એફિલ ટાવર નજીક એકત્ર થયેલા નાના સમૂહ સાથે પેરિસમાં બી. એ. પી. એસ.ની પ્રથમ સત્સંગ સભા યોજાઈ હતી. પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પે અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી બનેલું આ મંદિર પ્રાચીન ભારતીય સ્થાપત્ય, કળા, આધ્યાત્મિક વારસા અને સેવાનું વિરલ સ્થાન બની રહેશે. કોવિડ-19 મહામારી દરમિયાન પેરિસમાં બી. એ. પી. એસ. ના સ્વયંસેવકો વરિષ્ઠ નાગરિકો, જરૂરિયાતમંદો અને ફ્રંટલાઈન વર્કર્સ માટે ભોજન, જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવાની સેવામાં જોડાયા હતા. ફ્રેન્ચ ગૃહ મંત્રાલયના આમંત્રણથી, બી. એ. પી. એસ. ના સ્વયંસેવકોએ પેરિસ ઓલિમ્પિક દરમિયાન ઓલિમ્પિક વિલેજમાં હિન્દુ ફેઇથ સેન્ટર દ્વારા સેવા આપી હતી. આ ઉપરાંત, પેરિસના સ્વયંસેવકોએ યુકે, અમેરિકા અને યુરોપના અન્ય ભાગોમાંથી આવેલા બી. એ. પી. એસ. સ્વયંસેવકોની સાથે મળીને યુક્રેનના સંકટમાં સેવા આપી, પોલેન્ડના રઝેશોવ શહેરમાં દરરોજ આશરે 1,000 ગરમ શાકાહારી ભોજન શરણાર્થીઓને પૂરાં પાડ્યાં હતાં. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી બી. એ. પી. એસ. સંસ્થાના સંતો અને સ્વયંસેવકો આ મંદિર મહોત્સવની તૈયારીઓમાં અવિરત સેવાયજ્ઞ કરી રહ્યા છે. આંતરધર્મ સંવાદિતાને પ્રોત્સાહન આપતું અને વિવિધતા, સર્વસમાવેશકતા અને પરસ્પર સહઅસ્તિત્વના સીમાચિહ્નરૂપ આ મંદિર પેરિસનું નજરાણું બનશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

More news from ગુજરાત and nearby areas
  • બોટાદ ખાતે ઈદ એ મિલાદ ની શાનદાર ઉજવણી કરવામાં આવી ************* ઈદે મિલાદ એટલે હઝરત પેગંમ્બર મહોમ્મદ સાહેબ સ.વ.સ.નો જન્મદિવસ આ જન્મ દિવસ ની દેશ દુનિયામા મુસ્લિમ સમાજ દ્રારા ઉજવણી કરવામાં આવે છે ત્યારે બોટાદ છેલ્લા વીસ વર્ષ આસપાસ થી હઝરત મહોમ્મદ સાહેબ સ.અ.વ. ના જન્મ દિવસ નિમિતે એક જુલૂસ કાઢી ઉજવણી કરવામાં આવે છે આ જુલુસ બોટાદ ના ખોજાવાડી વિસ્તાર મા આવેલ અલકાદરિયા.મસ્જિદ થી શરુઆત થયને નવનાળા જ્યોતિગ્રામ સર્કલ થયને જુમ્મા મસ્જિદ માંકડચોક અંબાજી ચોક ઢાળબજાર અવેડાગેટ દિનદયાળ ચોક ટાવરોડ શાકમાર્કેટ વોરાવાડ સોસાયટી ત્યાંથી જ્યોતિગ્રામ સર્કલ ત્યાંથી સબિહા હોસ્પિટલમાં પાસે થયને હરણકુઈ વિસ્તાર થયને છેલ્લે ખોજાવાડી મા આવેલ અલકાદરીયા મસ્જિદ ખાતે પુર્ણ થયું હતું આ જુલુસ મા મોટીસંખ્યામાં મુસ્લિમ સમાજ ના વડિલ આગેવાન તેમજ બાળકો યંગ મિત્રો જોડાયા હતા તેમજ મુસ્લિમ સમાજ ના અલગ અલગ વિસ્તારોમા નિઝાજ (પ્રસાદી) ચોકલેટ આઈસ્ક્રીમ કોન ઠંડાપણી ચા પાણી મેન્ગો શરબત નાસ્તા જેવા સ્ટોન કરવામાં આવ્યા હતા જુલૂસ પુર્ણ થયબાદ પોલીસ પ્રસાસન ના અધિકારીઓ ને શાલ ઓઢાડી સન્માન કરી મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્રારા આભાર વ્યક્ત કર્યો હતો જુલુસ મા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે બોટાદ પોલીસ ના મોટા ભાગે અધિકારીઓ જુલૂસ પુર્ણ થયું ત્યાં સુધી ખડે પગે રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    4
    બોટાદ ખાતે ઈદ એ મિલાદ ની શાનદાર ઉજવણી કરવામાં આવી
*************

ઈદે મિલાદ એટલે હઝરત પેગંમ્બર મહોમ્મદ સાહેબ સ.વ.સ.નો જન્મદિવસ આ જન્મ દિવસ ની દેશ દુનિયામા મુસ્લિમ સમાજ દ્રારા ઉજવણી કરવામાં આવે છે ત્યારે બોટાદ છેલ્લા વીસ વર્ષ આસપાસ થી હઝરત મહોમ્મદ સાહેબ સ.અ.વ. ના જન્મ દિવસ નિમિતે એક જુલૂસ કાઢી ઉજવણી કરવામાં આવે છે આ જુલુસ બોટાદ ના ખોજાવાડી વિસ્તાર મા આવેલ અલકાદરિયા.મસ્જિદ થી શરુઆત થયને નવનાળા જ્યોતિગ્રામ સર્કલ થયને જુમ્મા મસ્જિદ માંકડચોક અંબાજી ચોક ઢાળબજાર અવેડાગેટ દિનદયાળ ચોક ટાવરોડ શાકમાર્કેટ વોરાવાડ સોસાયટી ત્યાંથી જ્યોતિગ્રામ સર્કલ ત્યાંથી સબિહા હોસ્પિટલમાં પાસે થયને હરણકુઈ વિસ્તાર થયને છેલ્લે ખોજાવાડી મા આવેલ અલકાદરીયા મસ્જિદ ખાતે પુર્ણ થયું હતું આ જુલુસ મા મોટીસંખ્યામાં મુસ્લિમ સમાજ ના વડિલ આગેવાન તેમજ બાળકો યંગ મિત્રો જોડાયા હતા તેમજ મુસ્લિમ સમાજ ના અલગ અલગ વિસ્તારોમા નિઝાજ (પ્રસાદી) ચોકલેટ આઈસ્ક્રીમ કોન ઠંડાપણી ચા પાણી મેન્ગો શરબત નાસ્તા જેવા સ્ટોન કરવામાં આવ્યા હતા જુલૂસ પુર્ણ થયબાદ પોલીસ પ્રસાસન ના અધિકારીઓ ને શાલ ઓઢાડી સન્માન કરી મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્રારા આભાર વ્યક્ત કર્યો હતો જુલુસ મા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે બોટાદ પોલીસ ના મોટા ભાગે અધિકારીઓ જુલૂસ પુર્ણ થયું ત્યાં સુધી ખડે પગે રહ્યા હતા. 
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    36 min ago
  • લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યોગેન્દ્રસિંહ ઝાલા સાહેબના સહયોગ અને જાખણ યોગ વિધાલયના પ્રોફેસર બહેન શ્રી વનીતાબહેનના માર્ગદર્શન હેઠળ યોગીની બહેનો દ્વારા બાળકોને યોગ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી તેમજ શાળાના આચાર્યશ્રી બળદેવભાઈ સાહેબ તથા ભાવિનભાઈ સાહેબ દ્વારા યોગના ફાયદા અને તેના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા પ્રારંભિક યોગ નિદર્શન અને યોગિક ક્રિયાઓ તથા વિવિધ આસનો કરાવી યૌગિક અનુભવ કરાવવામાં આવ્યો.
    1
    લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું.
લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યોગેન્દ્રસિંહ ઝાલા સાહેબના સહયોગ અને જાખણ યોગ વિધાલયના પ્રોફેસર બહેન શ્રી વનીતાબહેનના માર્ગદર્શન હેઠળ યોગીની બહેનો દ્વારા બાળકોને યોગ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી તેમજ શાળાના આચાર્યશ્રી બળદેવભાઈ સાહેબ તથા ભાવિનભાઈ સાહેબ દ્વારા  યોગના ફાયદા અને તેના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા પ્રારંભિક યોગ નિદર્શન અને યોગિક ક્રિયાઓ તથા વિવિધ આસનો કરાવી યૌગિક અનુભવ કરાવવામાં આવ્યો.
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા સેવા ભાવી ઓ એ સારવાર કરાવી જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા આખલા ને ઇજા પહોંચી હતી જેને જીવ દયા પ્રેમી દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી હતી
    1
    જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા સેવા ભાવી ઓ એ સારવાર કરાવી 
જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા આખલા ને ઇજા પહોંચી હતી જેને જીવ દયા પ્રેમી દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી હતી
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    23 hrs ago
  • ખાંભા-રાજુલા હાઈવે પર આદસંગ ગામ નજીક અચાનક એક નહીં, બે નહીં એકસાથે ૭ સિંહોનું ટોળું રસ્તા પર આવી ચડ્યું! ખાંભા-રાજુલા હાઈવે પર આદસંગ ગામ નજીક અચાનક એક નહીં, બે નહીં એકસાથે ૭ સિંહોનું ટોળું રસ્તા પર આવી ચડ્યું!
    1
    ખાંભા-રાજુલા હાઈવે પર આદસંગ ગામ નજીક અચાનક એક નહીં, બે નહીં એકસાથે ૭ સિંહોનું ટોળું રસ્તા પર આવી ચડ્યું!
ખાંભા-રાજુલા હાઈવે પર આદસંગ ગામ નજીક અચાનક એક નહીં, બે નહીં એકસાથે ૭ સિંહોનું ટોળું રસ્તા પર આવી ચડ્યું!
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    2 hrs ago
  • શૈક્ષણીક સંસ્થા ઓભષ્ટાચાર ના પાર્ટીઓ‌ વ્યભીચાર ના અડ્ડાઓ બની રહ્યા છે.
    1
    શૈક્ષણીક સંસ્થા ઓભષ્ટાચાર ના પાર્ટીઓ‌ વ્યભીચાર ના અડ્ડાઓ બની રહ્યા છે.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    6 hrs ago
  • _ભારત સરકારના યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત: કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી અને સંઘવી કોલેજ રાજુલા ખાતે ખેલો ઈન્ડિયા સંવાદ યોજાશે_ ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત માય ભારત અમરેલી ,રાકેશ બિસનોઈ, જિલ્લા યુવા અધિકારી, જે પ્રથમ પોસ્ટિંગ હાલમાં જ અમરેલી હાજર થયેલ છે હાલમાં તારીખ 27 /08 /2026 ના રોજ સવારે 10:30 કલાકે થી ભારતના યશસ્વી માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેલો ઇન્ડિયા યુવાઓ સાથે સંવાદ , ખેલ કી બાત પીએમ મોદી કે સાથ, એન એસ એસ ઓફિસર શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ એનએસએસ વોલિએન્ટર રૂબરૂ સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થશે આ સંવાદ માં‌ મેન આશય યુવાઓને નશામુક્ત ભારત તથા શરીર તંદુરસ્ત બનાવી ભાગ લેવા માટે મોટીવેટ કરવાનો છે ,કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા સંઘવી કોલેજ રાજુલા માં આચાર્યશ્રી તથા એન એસ એસ ઓફિસર તથા વોલિએન્ટર્સ રૂબરૂ માં વડાપ્રધાન શ્રી સાથે સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થાશે .
    1
    _ભારત સરકારના યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત: કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી અને સંઘવી કોલેજ રાજુલા ખાતે ખેલો ઈન્ડિયા સંવાદ યોજાશે_
ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત માય ભારત અમરેલી ,રાકેશ બિસનોઈ, જિલ્લા યુવા અધિકારી, જે પ્રથમ પોસ્ટિંગ હાલમાં જ અમરેલી હાજર થયેલ છે હાલમાં તારીખ 27 /08 /2026 ના રોજ સવારે 10:30 કલાકે થી ભારતના યશસ્વી માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેલો ઇન્ડિયા યુવાઓ સાથે સંવાદ ,  ખેલ કી બાત પીએમ મોદી કે સાથ, એન એસ એસ ઓફિસર શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ એનએસએસ વોલિએન્ટર રૂબરૂ સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થશે આ સંવાદ માં‌ મેન આશય યુવાઓને નશામુક્ત ભારત તથા શરીર તંદુરસ્ત બનાવી ભાગ લેવા માટે મોટીવેટ કરવાનો છે ,કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા સંઘવી કોલેજ રાજુલા માં આચાર્યશ્રી તથા એન એસ એસ ઓફિસર તથા વોલિએન્ટર્સ રૂબરૂ માં વડાપ્રધાન શ્રી સાથે સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થાશે .
    user_Gaurang sodha
    Gaurang sodha
    Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
    7 hrs ago
  • ઈદ-એ-મિલાદ નિમિત્તે બરવાળા શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ આજે ઈદ-એ-મિલાદ નિમિત્તે બરવાળા શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ બરવાળા શહેરની મુખ્ય બજારમાંથી જુલુસ પસાર થયું હતુ.જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા જ્યારે ઈદ-એ-મિલાદ ની સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જુલુસના રૂટ ઉપર વિવિધ જગ્યાએ ચા,પાણી,ઠંડાપીણા, આઈસ્ક્રીમ, ચોકલેટ સહિતની વસ્તુઓનું મુસ્લિમ સમાજના લોકો દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    4
    ઈદ-એ-મિલાદ નિમિત્તે બરવાળા શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ

આજે ઈદ-એ-મિલાદ નિમિત્તે બરવાળા શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ બરવાળા શહેરની મુખ્ય બજારમાંથી જુલુસ પસાર થયું હતુ.જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા જ્યારે ઈદ-એ-મિલાદ ની સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જુલુસના રૂટ ઉપર વિવિધ જગ્યાએ ચા,પાણી,ઠંડાપીણા, આઈસ્ક્રીમ, ચોકલેટ સહિતની વસ્તુઓનું મુસ્લિમ સમાજના લોકો દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું..
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    41 min ago
  • ભાવનગર લઠ્ઠા કાંડ બાદ મીંગલપુર સરપંચનો મહત્વનો નિર્ણય. *ભાવનગર લઠ્ઠા કાંડ બાદ મીંગલપુર સરપંચનો મહત્વનો નિર્ણય.* ભાવનગર લઠ્ઠાકાંડ દરમિયાન ધોલેરા હદ વિસ્તારના મીંગલપુર ગામમાંથી 24 બોટલો મ
    1
    ભાવનગર લઠ્ઠા કાંડ બાદ મીંગલપુર સરપંચનો મહત્વનો નિર્ણય.
*ભાવનગર લઠ્ઠા કાંડ બાદ મીંગલપુર સરપંચનો મહત્વનો નિર્ણય.*
ભાવનગર લઠ્ઠાકાંડ દરમિયાન ધોલેરા હદ વિસ્તારના મીંગલપુર ગામમાંથી 24 બોટલો મ
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.