logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

તાંતીથૈયા ગામમાં લાંબા સમયના અથાગ પ્રયત્નો, ગામજનોના સહયોગ અને શિક્ષણપ્રેમી નાગરિકોના આશીર્વાદથી પ્રાથમિક શાળાનું નવનિર્મિત ભવન તૈયાર થતાં ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો. આ નવા ભવનના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ બારડોલી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના વરદહસ્તે યોજાયો હતો. ગામના સર્વાંગી વિકાસ સાથે શિક્ષણક્ષેત્રે ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી ગામ પંચાયતના સ્વભંડોળમાંથી અંદાજે ₹90 લાખના ખર્ચે આ આધુનિક શાળા ભવનનું નિર્માણ કરાયું છે. ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ મળી કુલ 8,900 ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ પામેલા આ ભવનમાં 7 વિશાળ વર્ગખંડો અને એક હોલ તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા માટે શાળામાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ શૌચાલય, ઇન્ડોર કનેક્ટિવિટી, મિનરલ વોટર પ્લાન્ટ, મધ્યાહન ભોજન માટે આધુનિક રસોડું તેમજ શેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચનથી થઈ હતી, જેમાં શાળા પરિવાર તરફથી નિલેશભાઈ નાયકે ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો અને મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા સંગઠન ઉપપ્રમુખ મોહનભાઈ પટેલ, પલસાણા તાલુકા સંગઠન પ્રમુખ કૃણાલભાઈ પટેલ, તાલુકા મહામંત્રી કૃણાલસિંહ ગોહિલ, તાલુકા ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલ, મનીષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનીકુમારી નિકુંજકુમાર વાંસીયા, તાંતીથૈયા ગામ પંચાયતના સરપંચ જિગીષાબેન નાયક, પલસાણા તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ બી. પરમાર, તાલુકા શિક્ષણાધિકારી વિરલભાઈ ચૌધરી, યુવા મંત્રી નવગણભાઈ ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. કે. ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, આગેવાનો, શિક્ષણપ્રેમીઓ, ગ્રામજનો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળામાં નવા પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓનું શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉષ્માભર્યો આવકાર કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને શિક્ષણને જીવનનું શ્રેષ્ઠ સાધન બનાવી ઉજ્જવળ ભવિષ્ય ઘડવા પ્રેરણા આપી હતી. તાંતીથૈયા ગામમાં શિક્ષણના વિકાસ માટે તૈયાર થયેલું આ આધુનિક શાળા ભવન ગામજનોના સહકાર, સંકલ્પ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. ગામના લોકોમાં નવી પેઢીને ગુણવત્તાયુક્ત શિક્ષણની વધુ સારી સુવિધા મળતાં હર્ષ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.

22 hrs ago
user_રમેશ ખંભાતી
રમેશ ખંભાતી
Photographer બારડોલી, સુરત, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • સુરતમાં પર્યાવરણ સંરક્ષણ માટે એક ઐતિહાસિક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત, એક જ દિવસમાં 25 હજારથી વધુ છોડ રોપવામાં આવ્યા હતા.
    1
    સુરતમાં પર્યાવરણ સંરક્ષણ માટે એક ઐતિહાસિક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત, એક જ દિવસમાં 25 હજારથી વધુ છોડ રોપવામાં આવ્યા હતા.
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    36 min ago
  • સુરતમાં પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં લિંબાયત પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જંગલશાહ બાબા દરગાહ નજીકથી એક યુવકને તીક્ષ્ણ છરી સાથે પકડી પાડ્યો હતો. પોલીસની સતર્કતાને કારણે, આરોપી મુઝમિલ મુનવ્વર ખાન પઠાણ ઘટનાસ્થળે જ ઝડપાઈ ગયો હતો. આરોપીના કબજામાંથી છરી મળી આવતા તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગુનાખોરીને કાબુમાં લેવા માટે પોલીસનું સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ અભિયાન સતત ચાલુ છે. પોલીસે ભારપૂર્વક જણાવ્યું છે કે "સુરત પોલીસ ગુનેગારો પર નજર રાખી રહી છે... સુરક્ષા કામગીરી ચાલુ છે."
    1
    સુરતમાં પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં લિંબાયત પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જંગલશાહ બાબા દરગાહ નજીકથી એક યુવકને તીક્ષ્ણ છરી સાથે પકડી પાડ્યો હતો. પોલીસની સતર્કતાને કારણે, આરોપી મુઝમિલ મુનવ્વર ખાન પઠાણ ઘટનાસ્થળે જ ઝડપાઈ ગયો હતો.

આરોપીના કબજામાંથી છરી મળી આવતા તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગુનાખોરીને કાબુમાં લેવા માટે પોલીસનું સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ અભિયાન સતત ચાલુ છે. પોલીસે ભારપૂર્વક જણાવ્યું છે કે "સુરત પોલીસ ગુનેગારો પર નજર રાખી રહી છે... સુરક્ષા કામગીરી ચાલુ છે."
    user_Samay Prhar News
    Samay Prhar News
    Local News Reporter Chorasi, Surat•
    50 min ago
  • ભરત તિવારી એન્કાઉન્ટર કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સામે આવ્યું છે કે ભરતને કુલ પાંચ ગોળીઓ વાગી હતી. રિપોર્ટ અનુસાર, પહેલી ગોળી ડાબી જાંઘના ઉપરના ભાગમાં આગળથી વાગી હતી, જ્યારે બીજી ગોળી પણ ડાબી જાંઘના મધ્ય ભાગમાં અંદરની તરફથી લાગી હતી. ત્રીજી ગોળી જમણી જાંઘના મધ્યમાં અંદરની તરફથી વાગી હતી અને ચોથી ગોળી જમણી જાંઘમાં બહારની તરફથી વાગી હોવાનું નોંધાયું છે. પાંચમી ગોળી ડાબા પગના મધ્ય ભાગમાં પાછળથી વાગી હતી તેમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે.
    1
    ભરત તિવારી એન્કાઉન્ટર કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સામે આવ્યું છે કે ભરતને કુલ પાંચ ગોળીઓ વાગી હતી. રિપોર્ટ અનુસાર, પહેલી ગોળી ડાબી જાંઘના ઉપરના ભાગમાં આગળથી વાગી હતી, જ્યારે બીજી ગોળી પણ ડાબી જાંઘના મધ્ય ભાગમાં અંદરની તરફથી લાગી હતી. ત્રીજી ગોળી જમણી જાંઘના મધ્યમાં અંદરની તરફથી વાગી હતી અને ચોથી ગોળી જમણી જાંઘમાં બહારની તરફથી વાગી હોવાનું નોંધાયું છે. પાંચમી ગોળી ડાબા પગના મધ્ય ભાગમાં પાછળથી વાગી હતી તેમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે.
    user_R republic news Surat
    R republic news Surat
    ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત શહેરના નવાગામ વિસ્તારમાં આવેલા દીપ સ્ટોર ખાતે એક મહિલા દ્વારા ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. દિવસ દરમિયાન બનેલી આ ઘટનામાં, મહિલાએ દુકાનદારને ચકમો આપીને દુકાનની અંદરથી પૈસાની ચોરી કરી હતી. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સુરત શહેરમાં દિવસદહાડે બનેલી ચોરીની આ ઘટનાને કારણે ચોરોના હોસલા બુલંદ થયા છે.
    1
    સુરત શહેરના નવાગામ વિસ્તારમાં આવેલા દીપ સ્ટોર ખાતે એક મહિલા દ્વારા ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. દિવસ દરમિયાન બનેલી આ ઘટનામાં, મહિલાએ દુકાનદારને ચકમો આપીને દુકાનની અંદરથી પૈસાની ચોરી કરી હતી. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સુરત શહેરમાં દિવસદહાડે બનેલી ચોરીની આ ઘટનાને કારણે ચોરોના હોસલા બુલંદ થયા છે.
    user_Suresh Yadav
    Suresh Yadav
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • સુરતમાં NSUI અને કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ પ્રદર્શન પેપર લીક અને પરીક્ષામાં થયેલી ગેરરીતિના મામલે કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ આકરા આક્ષેપ કર્યા છે કે સરકાર લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. વિદ્યાર્થીઓના હક અને ન્યાય માટે સુરતના રસ્તાઓ પર ઉતરીને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
    1
    સુરતમાં NSUI અને કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ પ્રદર્શન પેપર લીક અને પરીક્ષામાં થયેલી ગેરરીતિના મામલે કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ આકરા આક્ષેપ કર્યા છે કે સરકાર લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. વિદ્યાર્થીઓના હક અને ન્યાય માટે સુરતના રસ્તાઓ પર ઉતરીને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    45 min ago
  • સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસમાં લોકોમાં ભયનો માહોલ પેદા કરનાર એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી તીક્ષ્ણ હથિયારો બતાવીને લોકોમાં ડર ફેલાવતો હતો, જેના પગલે ડિંડોલી પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે.
    1
    સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસમાં લોકોમાં ભયનો માહોલ પેદા કરનાર એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી તીક્ષ્ણ હથિયારો બતાવીને લોકોમાં ડર ફેલાવતો હતો, જેના પગલે ડિંડોલી પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે.
    user_R republic news Surat
    R republic news Surat
    ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરતના ડીંડોલી ભેસ્તાન આવાસ બ્રિજ પર આજે સવારે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા અને તેની પુત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. મળતી માહિતી અનુસાર, મહિલા પોતાની દીકરી સાથે મોપેડ પર પસાર થઈ રહી હતી તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા ડમ્પરના ચાલકે તેમને અડફેટે લીધા હતા, જેના કારણે આ દુર્ઘટના બની. આ ઘટનામાં અન્ય બે લોકોને પણ ઇજા પહોંચી હતી, જેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. જોકે, આ મામલે ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    સુરતના ડીંડોલી ભેસ્તાન આવાસ બ્રિજ પર આજે સવારે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા અને તેની પુત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. મળતી માહિતી અનુસાર, મહિલા પોતાની દીકરી સાથે મોપેડ પર પસાર થઈ રહી હતી તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા ડમ્પરના ચાલકે તેમને અડફેટે લીધા હતા, જેના કારણે આ દુર્ઘટના બની. આ ઘટનામાં અન્ય બે લોકોને પણ ઇજા પહોંચી હતી, જેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

જોકે, આ મામલે ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    43 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.