logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વર્લ્ડ એથ્લેટિક્સ, જે એથ્લેટિક્સની આંતરરાષ્ટ્રીય સંચાલક સંસ્થા છે, તેના પાંચ સભ્યોના ડેલિગેશને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ગાંધીનગર ખાતે મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 2028માં યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પીયનશીપ અને 2031માં યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપની સંભવિત યજમાની માટે ગુજરાતની તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનો હતો. બીડ ઈવેલ્યુએશન પેનલના ચેરમેન શ્રી એંટી ફિલ્હાકોસ્કીના નેતૃત્વમાં આવેલા આ ડેલિગેશને પ્રસ્તાવિત રમતોત્સવોના સંદર્ભમાં ગુજરાતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય આનુષાંગિક સુવિધાઓનો અભ્યાસ અને નિરીક્ષણ કર્યું હતું.

2 hrs ago
user_TNA LIVE NEWS GUJARATI
TNA LIVE NEWS GUJARATI
Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
2 hrs ago

વર્લ્ડ એથ્લેટિક્સ, જે એથ્લેટિક્સની આંતરરાષ્ટ્રીય સંચાલક સંસ્થા છે, તેના પાંચ સભ્યોના ડેલિગેશને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ગાંધીનગર ખાતે મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 2028માં યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પીયનશીપ અને 2031માં યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપની સંભવિત યજમાની માટે ગુજરાતની તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનો હતો. બીડ ઈવેલ્યુએશન પેનલના ચેરમેન શ્રી એંટી ફિલ્હાકોસ્કીના નેતૃત્વમાં આવેલા આ ડેલિગેશને પ્રસ્તાવિત રમતોત્સવોના સંદર્ભમાં ગુજરાતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય આનુષાંગિક સુવિધાઓનો અભ્યાસ અને નિરીક્ષણ કર્યું હતું.

More news from ગુજરાત and nearby areas
  • આણંદ જિલ્લાના પેટલાદમાં પ્રવેશોત્સવના આયોજનને કારણે વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ અવઢવની સ્થિતિમાં મુકાયા છે. કર્મચારીઓ સામે બંને મહત્વપૂર્ણ કામગીરી એક સાથે આવતા તેઓ મૂંઝવણમાં છે.
    1
    આણંદ જિલ્લાના પેટલાદમાં પ્રવેશોત્સવના આયોજનને કારણે વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ અવઢવની સ્થિતિમાં મુકાયા છે. કર્મચારીઓ સામે બંને મહત્વપૂર્ણ કામગીરી એક સાથે આવતા તેઓ મૂંઝવણમાં છે.
    user_Jitu Christi
    Jitu Christi
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    4 hrs ago
  • ભક્તોને શ્રી કષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરીને પોતાના દિવસભરના કામધંધા શરૂ કરવાની પ્રેરણા આપવામાં આવી છે.
    1
    ભક્તોને શ્રી કષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરીને પોતાના દિવસભરના કામધંધા શરૂ કરવાની પ્રેરણા આપવામાં આવી છે.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • આ વિડિયો રાજકોટનો છે, જ્યાં પાણીનું કનેક્શન કાપવા માટે આવેલા તંત્રના અધિકારીઓ સામે એક વૃદ્ધ વ્યક્તિ ખાડામાં સૂઈ ગયા હતા.
    1
    આ વિડિયો રાજકોટનો છે, જ્યાં પાણીનું કનેક્શન કાપવા માટે આવેલા તંત્રના અધિકારીઓ સામે એક વૃદ્ધ વ્યક્તિ ખાડામાં સૂઈ ગયા હતા.
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    4 hrs ago
  • અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ગાંજાના જથ્થા સાથે એક વૃદ્ધ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ વૃદ્ધ શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો મળી આવતા, તેની સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    1
    અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ગાંજાના જથ્થા સાથે એક વૃદ્ધ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ વૃદ્ધ શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો મળી આવતા, તેની સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    user_News For India
    News For India
    Newsstand Vejalpur, Ahmadabad•
    12 hrs ago
  • વધતા જતા મેડિકલ ખર્ચના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ માટે સારી તબીબી સેવા મેળવવી મુશ્કેલ બની ગઈ છે. આ સ્થિતિમાં, અમદાવાદ રંગરેજ જમાઅત વેલફેર કમિટીએ માનવતાની ફરજ નિભાવવા માટે એક સરાહનીય પહેલ કરી છે. કમિટી અને અમદાવાદ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી અમદાવાદના બેરલ માર્કેટ વિસ્તારમાં એક ભવ્ય 'મેગા ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે સેંકડો લોકોને રાહત આપીને સમાજ સેવાનું નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદના બેરલ માર્કેટમાં આવેલી અલહબીબ સોસાયટી, પ્લોટ નંબર 5-8, એટલે કે રંગરેજ જમાઅત હોલ, રવિવારની સવારથી જ એક મિની હોસ્પિટલમાં પરિવર્તિત થઈ ગયો હતો. આ ફ્રી મેડિકલ કેમ્પમાં અમદાવાદ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના સિનિયર અને નિષ્ણાત ડોકટરોની ટીમે પોતાની સેવાઓ પૂરી પાડી હતી. શિબિરમાં આવેલા સેંકડો નાગરિકોની ઈસીજી, બ્લડ પ્રેશર, સુગર સહિત અનેક ગંભીર બીમારીઓની મફત તપાસ કરવામાં આવી હતી અને તેમને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓ પણ બિલકુલ મફત વહેંચવામાં આવી હતી. આ સમગ્ર મહા-આયોજનને સફળ બનાવવા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કમિટીની સંપૂર્ણ કોર-ટીમ જમીન પર હાજર રહી હતી. કાર્યક્રમમાં મુખ્યત્વે સંસ્થાના ચેરમેન હાજી ઇકબાલ સાહેબ, સેક્રેટરી મોહમ્મદ ચાંદખા જી, જોઈન્ટ સેક્રેટરી હાજી ઉસ્માન સાહેબ, સામાજિક કાર્યકર્તા અનીશ ખાન પઠાણ જી અને માઈનોરિટી ચેરમેન પપ્પુ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવો સાથે કમિટીના દરેક સભ્યએ સુનિશ્ચિત કર્યું કે કેમ્પમાં આવતા કોઈ પણ વૃદ્ધ, મહિલા કે બાળકને તકલીફનો સામનો ન કરવો પડે. આ સફળ મેડિકલ કેમ્પ પછી રંગરેજ જમાઅત વેલફેર કમિટીએ વિસ્તારની જનતાને વધુ એક મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. કમિટીના ચેરમેન હાજી ઇકબાલ અને સેક્રેટરી મોહમ્મદ ચાંદખાએ સ્પષ્ટ કર્યું છે કે આ તો ફક્ત શરૂઆત છે. આવનારા દિવસોમાં આ જ રંગરેજ જમાઅત હોલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ, જેવી કે આયુષ્માન ભારત, શ્રમિક કાર્ડ અને પેન્શન યોજનાઓનો સીધો લાભ અપાવવા માટે એક વધુ 'મહા-કેમ્પ'નું આયોજન કરવામાં આવશે, જેથી ગરીબોને કાર્યાલયોના ધક્કા ખાધા વિના તેમનો હક મળી શકે. જનતાના હિતમાં ઉઠાવવામાં આવેલા આ પગલા માટે સંપૂર્ણ રંગરેજ જમાઅત વેલફેર કમિટી અને હોસ્પિટલની ટીમ અભિનંદનને પાત્ર છે.
    2
    વધતા જતા મેડિકલ ખર્ચના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ માટે સારી તબીબી સેવા મેળવવી મુશ્કેલ બની ગઈ છે. આ સ્થિતિમાં, અમદાવાદ રંગરેજ જમાઅત વેલફેર કમિટીએ માનવતાની ફરજ નિભાવવા માટે એક સરાહનીય પહેલ કરી છે. કમિટી અને અમદાવાદ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી અમદાવાદના બેરલ માર્કેટ વિસ્તારમાં એક ભવ્ય 'મેગા ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે સેંકડો લોકોને રાહત આપીને સમાજ સેવાનું નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અમદાવાદના બેરલ માર્કેટમાં આવેલી અલહબીબ સોસાયટી, પ્લોટ નંબર 5-8, એટલે કે રંગરેજ જમાઅત હોલ, રવિવારની સવારથી જ એક મિની હોસ્પિટલમાં પરિવર્તિત થઈ ગયો હતો. આ ફ્રી મેડિકલ કેમ્પમાં અમદાવાદ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના સિનિયર અને નિષ્ણાત ડોકટરોની ટીમે પોતાની સેવાઓ પૂરી પાડી હતી. શિબિરમાં આવેલા સેંકડો નાગરિકોની ઈસીજી, બ્લડ પ્રેશર, સુગર સહિત અનેક ગંભીર બીમારીઓની મફત તપાસ કરવામાં આવી હતી અને તેમને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓ પણ બિલકુલ મફત વહેંચવામાં આવી હતી.

આ સમગ્ર મહા-આયોજનને સફળ બનાવવા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કમિટીની સંપૂર્ણ કોર-ટીમ જમીન પર હાજર રહી હતી. કાર્યક્રમમાં મુખ્યત્વે સંસ્થાના ચેરમેન હાજી ઇકબાલ સાહેબ, સેક્રેટરી મોહમ્મદ ચાંદખા જી, જોઈન્ટ સેક્રેટરી હાજી ઉસ્માન સાહેબ, સામાજિક કાર્યકર્તા અનીશ ખાન પઠાણ જી અને માઈનોરિટી ચેરમેન પપ્પુ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવો સાથે કમિટીના દરેક સભ્યએ સુનિશ્ચિત કર્યું કે કેમ્પમાં આવતા કોઈ પણ વૃદ્ધ, મહિલા કે બાળકને તકલીફનો સામનો ન કરવો પડે.

આ સફળ મેડિકલ કેમ્પ પછી રંગરેજ જમાઅત વેલફેર કમિટીએ વિસ્તારની જનતાને વધુ એક મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. કમિટીના ચેરમેન હાજી ઇકબાલ અને સેક્રેટરી મોહમ્મદ ચાંદખાએ સ્પષ્ટ કર્યું છે કે આ તો ફક્ત શરૂઆત છે. આવનારા દિવસોમાં આ જ રંગરેજ જમાઅત હોલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ, જેવી કે આયુષ્માન ભારત, શ્રમિક કાર્ડ અને પેન્શન યોજનાઓનો સીધો લાભ અપાવવા માટે એક વધુ 'મહા-કેમ્પ'નું આયોજન કરવામાં આવશે, જેથી ગરીબોને કાર્યાલયોના ધક્કા ખાધા વિના તેમનો હક મળી શકે. જનતાના હિતમાં ઉઠાવવામાં આવેલા આ પગલા માટે સંપૂર્ણ રંગરેજ જમાઅત વેલફેર કમિટી અને હોસ્પિટલની ટીમ અભિનંદનને પાત્ર છે.
    user_Shaikh Mohammadrashid
    Shaikh Mohammadrashid
    મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
  • આણંદ જિલ્લાના પેટલાદમાં 100મી ઐતિહાસિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
    1
    આણંદ જિલ્લાના પેટલાદમાં 100મી ઐતિહાસિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
    user_Lalo Chunara
    Lalo Chunara
    ઉમરેઠ, આણંદ, ગુજરાત•
    14 hrs ago
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્રિય નેતૃત્વ હેઠળ ગુજરાત સતત અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતાના ઉત્તમ સંગમ સમાન યોગાભ્યાસને હવે 'વે ઓફ લાઈફ' બનાવવામાં આવ્યો છે. આ પહેલ દ્વારા ગુજરાત પ્રગતિના પંથે છે.
    1
    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્રિય નેતૃત્વ હેઠળ ગુજરાત સતત અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતાના ઉત્તમ સંગમ સમાન યોગાભ્યાસને હવે 'વે ઓફ લાઈફ' બનાવવામાં આવ્યો છે. આ પહેલ દ્વારા ગુજરાત પ્રગતિના પંથે છે.
    user_TNA LIVE NEWS GUJARATI
    TNA LIVE NEWS GUJARATI
    Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
    2 hrs ago
  • મોરબીના ભાજપ નેતા તપન દવે પર થયેલા હુમલાના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસના સંબંધમાં યુ-ટ્યુબર લાલા આહીર સહિત કુલ ૧૧ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
    1
    મોરબીના ભાજપ નેતા તપન દવે પર થયેલા હુમલાના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસના સંબંધમાં યુ-ટ્યુબર લાલા આહીર સહિત કુલ ૧૧ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
    user_News For India
    News For India
    Newsstand Vejalpur, Ahmadabad•
    12 hrs ago
  • વડોદરા શહેરના ઐતિહાસિક અને હેરિટેજ મહત્વ ધરાવતા માંડવી હેરિટેજ સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે માહિતી મેળવવા માટે, વિઠ્ઠલ મંદિરના પૂજારી શ્રી હરિ ઓમ વ્યાસ મહારાજ દ્વારા આજે, સોમવાર, 22-06-2026 ના રોજ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, ખંડેરાવ માર્કેટ ખાતે માહિતીના અધિકાર અધિનિયમ (RTI) હેઠળ અરજી કરવામાં આવી છે.
    1
    વડોદરા શહેરના ઐતિહાસિક અને હેરિટેજ મહત્વ ધરાવતા માંડવી હેરિટેજ સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે માહિતી મેળવવા માટે, વિઠ્ઠલ મંદિરના પૂજારી શ્રી હરિ ઓમ વ્યાસ મહારાજ દ્વારા આજે, સોમવાર, 22-06-2026 ના રોજ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, ખંડેરાવ માર્કેટ ખાતે માહિતીના અધિકાર અધિનિયમ (RTI) હેઠળ અરજી કરવામાં આવી છે.
    user_THE BEALERT
    THE BEALERT
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.