માઁ ટીવી સમાચાર 30.06.2024એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ ગત મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સત્તારૂઢ સહયોગ પેનલે પરિણામમાં આંચકો સહન કરવાનો વારો આવ્યો છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજીંગ કમિટીના જનરલ કેટેગરીના આઠ સભ્યોમાટે યોજાયેલી ચુંટણીમાં સતારૂઢ સહયોગ પેનલને પરિણામમાં આ વર્ષે પણ આંચકો સહન કરવો પડ્યો હતો.ગત મોડીરાત્રે આવેલા પરિણામને અંતે કુલ આઠ સભ્યો પૈકી હરીફ વિકાસ પેનલના પાંચ સભ્યોનો ભવ્ય વિજય થયો હતો જયારે સતારૂઢ સહયોગ પેનલના ત્રણ જ સભ્યો વિજયી નીવડતા અંકલેશ્વરના ઉદ્યોગ આલમમાં સોંપો પડી ગયો હતો.આ પરિણામને પગલે હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના કુલ ૩૦ મેનેજીંગ કમિટીના સભ્યો પૈકી વિકાસ પેનલના સભ્યોની કુલ સંખ્યા ૭ જેટલી થઇ જવા પામી હતી. વહીવટની શાસન ધુરા હજુ પણ સહયોગ પેનલના હાથમાં જ રહેશે પરંતુ કમિટીમાં વિરોધ પક્ષની સભ્ય સંખ્યા ૭ જેટલી થઇ ગઈ છે જે આગામી સમયમાં નિર્ણય લેવામાં સતારૂઢ પેનલ માટે શિરદર્દ સમા બની રહેશે.ગતરોજ આવેલા પરિણામોમાં વિકાસ પેનલના વિમલ જેઠવા, ડેનિશ ભૂત,ચંદુ અકબરી,બાબુભાઇ પટેલ, ભરત પટેલ જયારે સહયોગ પેનલના ધર્મેશ ડોબરીયા, નટુ પટેલ તેમજ દીપેન પટેલ વિજેતા ઘોષિત થયા હતા

- ભરૂચ: અંકલેશ્વરથી નેત્રંગને જોડતા સ્ટેટ હાઇવે પર રસ્તો શોધી આપો ! અસંખ્ય ખાડાથી વાહનચાલકો પરેશાન1
- ભરૂચ ના અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાયી થતા એક ને વ્યક્તિ ને ઇજાઓ પહોંચી હતી એક વાહનને નુકશાન1
- ભરૂચ કસક સ્થિત અપ્સરા એપાર્ટમેન્ટની ગેલરીનો એક ભાગ ધસી પડતા 1 યુવકને ઇજા અને રીક્ષા કાટમાળમાં દબાઈ1
- અંક્લેશ્વર ONGC બ્રિજ પર ભૂવો પડ્યો. હજુ દોઢ મહિના પૂર્વે જ બ્રિજ શરૂ કરાયો હતો... મસમોટા ભ્રષ્ટાચાર ની આશંકા.1
- Bharuch Rain | ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી તારાજી | Rain | Monsoon1
- ભરૂચ ઓરેન્જ એલર્ટ વચ્ચે મેઘાવી માહોલ, હાંસોટમાં ખાબક્યો 4 ઇંચ વરસાદ1
- જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ1
- ભરૂચ .કસક વિસ્તારમાં આવેલા અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ધરાસઈ..1