સાવરકુંડલા ઘટક-૧માં રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત “સામુદાયિક જવાબદારી પોષણ ઉત્સવ”ની ઉજવણી* *સાવરકુંડલા ઘટક-૧માં રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત “સામુદાયિક જવાબદારી પોષણ ઉત્સવ”ની ઉજવણી* *૦૦૦૦૦* *પોષણને પરિવાર પૂરતું સીમિત ન રાખી સમગ્ર સમાજની સહિયારી જવાબદારી બનાવવાનો સંદેશ* *૦૦૦૦૦* *અમરેલી, તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ -* પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત તા. ૧૪ સપ્ટેમ્બર, સોમવારના રોજ સાવરકુંડલા ઘટક-૧માં “સામુદાયિક જવાબદારી પોષણ ઉત્સવ”ની ઉજવણી કરવામાં આવી હતી. પોષણને માત્ર પરિવારની જવાબદારી ન ગણતાં સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી બનાવવાના ઉદ્દેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામસભા-ગ્રામ પંચાયતના આયોજન હેઠળ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણવાડીની જરૂરિયાતો, HCM, પોષણ સેવાઓ તેમજ બાળકોના પોષણ અંગે સામાજિક ચર્ચા કરવામાં આવી હતી. સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓના આરોગ્ય તથા પોષણ અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચાયત, સ્વસહાય જૂથો (SHG) તથા જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓની પોષણલક્ષી કામગીરીમાં જવાબદારી અને સહભાગિતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્રની કામગીરીમાં સમુદાયનો સહયોગ વધે તેમજ બાળકો અને માતાઓને પોષણ સેવાઓનો મહત્તમ લાભ મળે તે માટે ઉપસ્થિતોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત જિલ્લા કક્ષાએ યોજાનારી પૌષ્ટિક વાનગી હરીફાઈ સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થવા અંગે માહિતી આપવામાં આવી હતી. સંતુલિત આહાર, સ્વચ્છતા, સ્થાનિક પૌષ્ટિક ખોરાક અને નિયમિત આરોગ્ય સંભાળ અંગે પણ જાગૃતિ કેળવવામાં આવી હતી. કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સ્વસહાય જૂથોની બહેનો, વાલીઓ તેમજ સમુદાયના સભ્યોની સક્રિય ભાગીદારી રહી હતી. સમગ્ર કાર્યક્રમ દ્વારા “સારા પોષણ માટે સૌની સહભાગિતા અને સામુદાયિક જવાબદારી”નો સંદેશ આપવામાં આવ્યો હતો.
સાવરકુંડલા ઘટક-૧માં રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત “સામુદાયિક જવાબદારી પોષણ ઉત્સવ”ની ઉજવણી* *સાવરકુંડલા ઘટક-૧માં રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત “સામુદાયિક જવાબદારી પોષણ ઉત્સવ”ની ઉજવણી* *૦૦૦૦૦* *પોષણને પરિવાર પૂરતું સીમિત ન રાખી સમગ્ર સમાજની સહિયારી જવાબદારી બનાવવાનો સંદેશ* *૦૦૦૦૦* *અમરેલી, તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ -* પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત તા. ૧૪ સપ્ટેમ્બર, સોમવારના રોજ સાવરકુંડલા ઘટક-૧માં “સામુદાયિક જવાબદારી પોષણ ઉત્સવ”ની ઉજવણી કરવામાં આવી હતી. પોષણને માત્ર પરિવારની જવાબદારી ન ગણતાં સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી બનાવવાના ઉદ્દેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામસભા-ગ્રામ પંચાયતના આયોજન હેઠળ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણવાડીની જરૂરિયાતો, HCM, પોષણ સેવાઓ તેમજ બાળકોના પોષણ અંગે સામાજિક ચર્ચા કરવામાં આવી હતી. સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓના આરોગ્ય તથા પોષણ અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું
હતું. આ પ્રસંગે પંચાયત, સ્વસહાય જૂથો (SHG) તથા જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓની પોષણલક્ષી કામગીરીમાં જવાબદારી અને સહભાગિતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્રની કામગીરીમાં સમુદાયનો સહયોગ વધે તેમજ બાળકો અને માતાઓને પોષણ સેવાઓનો મહત્તમ લાભ મળે તે માટે ઉપસ્થિતોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત જિલ્લા કક્ષાએ યોજાનારી પૌષ્ટિક વાનગી હરીફાઈ સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થવા અંગે માહિતી આપવામાં આવી હતી. સંતુલિત આહાર, સ્વચ્છતા, સ્થાનિક પૌષ્ટિક ખોરાક અને નિયમિત આરોગ્ય સંભાળ અંગે પણ જાગૃતિ કેળવવામાં આવી હતી. કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સ્વસહાય જૂથોની બહેનો, વાલીઓ તેમજ સમુદાયના સભ્યોની સક્રિય ભાગીદારી રહી હતી. સમગ્ર કાર્યક્રમ દ્વારા “સારા પોષણ માટે સૌની સહભાગિતા અને સામુદાયિક જવાબદારી”નો સંદેશ આપવામાં આવ્યો હતો.
- ધારી હોસ્પિટલમાં બેડ ક્ષમતા 30થી વધીને 80 થશે: રૂ. 4.50 કરોડના ખર્ચે મળશે આધુનિક આરોગ્ય સેવાઓ ધારી હોસ્પિટલમાં બેડ ક્ષમતા 30થી વધીને 80 થશે: રૂ. 4.50 કરોડના ખર્ચે મળશે આધુનિક આરોગ્ય સેવાઓ1
- ઉનાના રેવદ ગામે ધામધૂમથી ગણેશ સ્થાપના કરાઈ: મહિલાઓએ ધૂન અને ગરબા સાથે બાપ્પાનું સ્વાગત કર્યુ. ઉના તાલુકાના રેવદ ગામે સમસ્ત ગામ દ્વારા ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ નિમિત્તે ધામધૂમથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીના આગમન પ્રસંગે ગામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ગામની મહિલાઓ એ ભક્તિભાવપૂર્વક ધૂન બોલાવી હતી. ત્યારબાદ મહિલાઓએ ગરબા રમીને ગણેશજીના આગમનને વધાવ્યું હતું. આખું વાતાવરણ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ગણેશજીના આગમન પ્રસંગે અબીલ -ગુલાલ ઉડાડવામાં આવ્યા હતા. ઢોલ-નગારાના તાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગણેશ સ્થાપના પ્રસંગે ગામના યુવાનો, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આયોજકોએ જણાવ્યું કે, આગામી દિવસોમાં પણ ગણેશ મહોત્સવ દરમિયાન અલગ અલગ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.1
- મહુવામાં ગજાનંદ ગ્રુપ દ્વારા ગણપતિ બાપાના દર્શન સાથે જગન્નાથજીની અલૌકિક ઝાંખી ભક્તો માટે ખુલ્લી મુકાઈ1
- ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા1
- બુથ નિર્માણ અભિયાન અંતર્ગત લીલીયા જિલ્લા પંચાયત સીટમાં પ્રશિક્ષણ શિબિર યોજાઈ, સફાઈ કામદારોના વેતન મુદ્દે પણ રજૂઆત... બુથ નિર્માણ અભિયાન અંતર્ગત લીલીયા જિલ્લા પંચાયત સીટમાં પ્રશિક્ષણ શિબિર યોજાઈ, સફાઈ કામદારોના વેતન મુદ્દે પણ રજૂઆત...1
- देश विदेश की ताजा रीपोटे।1
- વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવી પ્રભુદાસભાઈ સતાસિયાનું આમ આદમી પાર્ટીમાં કર્યું સ્વાગત વિસાવદરમાં ’આપ’ નું સંગઠન બન્યું વધુ મજબૂત, પ્રજાહિતના કાર્યોથી પ્રેરાઈને નેતાઓ જોડાયા AAP સાથે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની કામગીરીથી પ્રભાવિત થઈને કોંગ્રેસ છોડી AAPમાં જોડાયો : પ્રભુદાસભાઈ સતાસિયા1
- ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ની સરાહનીય કામગીરી.. ઉના શહેરમાં આવેલી આનંદ બજારમાં વરસાદી પાણી ભરાતાં પાણીનો નિકાલ કરાયો. ઉના શહેરમાં સોમવાર નાં રોજ દીવસભર અનરાધાર વરસાદ વરસતા ગતરાત્રીના સુમારે શહેરના નિચાણવાળા આનંદબજાર માં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ નેં જાણ થતાં ધારાસભ્ય દ્વારા તાત્કાલિક અસરથી નગરપાલિકાની ડ્રેનેજ ટીમને પાણીનો નિકાલ કરવા સુચના આપવામાં આવી હતી ત્યારે નગરપાલિકા ની ટીમ દ્વારા નગરપાલિકાના સદસ્ય વિનોદભાઈ બાંભણિયા સાથે રાખીને વરસાદી પાણીનો નિકાલ ત્વરિત કરાયો હતો. પાણીનો નિકાલ થતાં આનંદ બજારના વેપારીઓ અને રહીશો એ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને નગરપાલિકા નાં સદસ્ય વિનોદભાઈ બાંભણિયા નો આભાર વ્યક્ત કર્યો હતો.1