logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે આવતીકાલે જિલ્લાના તમામ શાળાઓમાં અને આંગણવાડીઓમાં રજા જાહેર મહીસાગર: રાજ્યમાં આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આ આગાહીના પગલે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. વરસાદ અને વાવાઝોડાના કારણે ઉભી થનાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ અંગે માહિતી આપતા નિવાસી અધિક કલેક્ટરશ્રી સી. વી. લટાએ જણાવ્યું હતું કે, "મહીસાગર જિલ્લામાં કોઈપણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ છે. વહીવટી અને રાહત કામગીરીનું સુદ્રઢ સંકલન થઈ શકે તે હેતુથી જિલ્લાના તમામ તાલુકાઓમાં લાઈઝન અધિકારીઓ (Liaison Officers) અને સહ-લાઈઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે." આ ઉપરાંત ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને તથા વિદ્યાર્થીઓની સુરક્ષાના હિતને ધ્યાનમાં રાખીને, આવતીકાલે મહીસાગર જિલ્લાની તમામ શાળાઓમાં અને આંગણવાડીઓમાં જાહેર રજા ઘોષિત કરવામાં આવી છે. નિવાસી અધિક કલેક્ટરશ્રી સી. વી. લટા દ્વારા મહીસાગર જિલ્લાની જનતાને સાવચેત રહેવા નમ્ર અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવું,કોઈ પણ પ્રકારની બિનજરૂરી મુસાફરી કરવાથી બચવું અને આપના વિસ્તારમાં વરસાદને કારણે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને તો તુરંત જ તાલુકા કક્ષાના અથવા જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમમાં તેની જાણ કરવી. મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને લોકોને અફવાઓથી દૂર રહી વહીવટી તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે.

14 hrs ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
Photographer સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
14 hrs ago
b691c38a-9c81-4532-8166-0fb6be5f0d8b

મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે આવતીકાલે જિલ્લાના તમામ શાળાઓમાં અને આંગણવાડીઓમાં રજા જાહેર મહીસાગર: રાજ્યમાં આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આ આગાહીના પગલે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. વરસાદ અને વાવાઝોડાના કારણે ઉભી થનાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ અંગે માહિતી આપતા નિવાસી અધિક કલેક્ટરશ્રી સી. વી. લટાએ જણાવ્યું હતું કે, "મહીસાગર જિલ્લામાં કોઈપણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ છે. વહીવટી અને રાહત કામગીરીનું સુદ્રઢ સંકલન થઈ શકે તે હેતુથી જિલ્લાના તમામ તાલુકાઓમાં

35f92bfb-24cc-49f6-af89-c78a93558a67

લાઈઝન અધિકારીઓ (Liaison Officers) અને સહ-લાઈઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે." આ ઉપરાંત ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને તથા વિદ્યાર્થીઓની સુરક્ષાના હિતને ધ્યાનમાં રાખીને, આવતીકાલે મહીસાગર જિલ્લાની તમામ શાળાઓમાં અને આંગણવાડીઓમાં જાહેર રજા ઘોષિત કરવામાં આવી છે. નિવાસી અધિક કલેક્ટરશ્રી સી. વી. લટા દ્વારા મહીસાગર જિલ્લાની જનતાને સાવચેત રહેવા નમ્ર અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવું,કોઈ પણ પ્રકારની બિનજરૂરી મુસાફરી કરવાથી બચવું અને આપના વિસ્તારમાં વરસાદને કારણે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને તો તુરંત જ તાલુકા કક્ષાના અથવા જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમમાં તેની જાણ કરવી. મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને લોકોને અફવાઓથી દૂર રહી વહીવટી તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે.

More news from ગુજરાત and nearby areas
  • 10 દિવસથી પરિવારથી વિખૂટેલી મહિલા દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે કરાવ્યું સુખદ મિલન
    1
    10 દિવસથી પરિવારથી વિખૂટેલી મહિલા દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે કરાવ્યું સુખદ મિલન
    user_Dahod Live
    Dahod Live
    Classified ads newspaper publisher દાહોદ, દાહોદ, ગુજરાત•
    8 hrs ago
  • અરવલ્લી : વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા ગૌરીવ્રત પૂર્ણાહુતિ પ્રસંગે 500થી વધુ કુમારીકાઓને ફળ વિતરણ દુર્ગાવાહિની સાથે જોડાવા કર્યું આહ્વાન અરવલ્લી જિલ્લાના મોડાસા નગરના ઓધારી મંદિર ખાતે જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ ભાવસારની અધ્યક્ષતા હેઠળ જયાપાર્વતી વ્રત કરતી કુમારીકાઓને વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ અને દુગૉવહીની બહેનો દ્વારા 500 થી વધુ કુમારીકાઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું છે.માતૃશક્તિ અને દુગૉવાહીની તથા ઓધારી મંદિરના પૂજારી અતુલભાઈ જોષીદ્વારા ઉપસ્થિત કુમારીકાઓને દુગૉવાહીની અભ્યાસ વગૅમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે..ગૌરીવ્રતના પૂર્ણાહુતિ પ્રસંગે અરવલ્લી જિલ્લા અધ્યક્ષ અમિતા બેન માંડલિયા જિલ્લા માતૃશક્તિ સહ સંયોજિકા સીમાબેન સોની,જયાબેન શમૉ, કલ્પના બેન, તથા જિલ્લા દુગૉવાહીની સંયોજિકા ઝલક બેન ઉપાધ્યાય,સહ સંયોજીકા બંસરીબેન સોની, જ્યોતિબેન ભોઈ, નગરના માતૃશક્તિ કાર્યકર્તા હેતલબેન ત્રિવેદી,કલ્પનાબેન ઉપસ્થિત રહ્યા હતા.
    4
    અરવલ્લી : વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા ગૌરીવ્રત પૂર્ણાહુતિ પ્રસંગે 500થી વધુ કુમારીકાઓને ફળ વિતરણ  દુર્ગાવાહિની સાથે જોડાવા કર્યું આહ્વાન
અરવલ્લી જિલ્લાના મોડાસા નગરના ઓધારી મંદિર ખાતે જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ ભાવસારની અધ્યક્ષતા હેઠળ જયાપાર્વતી વ્રત કરતી કુમારીકાઓને વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ અને દુગૉવહીની બહેનો દ્વારા 500 થી વધુ કુમારીકાઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું છે.માતૃશક્તિ અને દુગૉવાહીની તથા ઓધારી મંદિરના પૂજારી અતુલભાઈ જોષીદ્વારા ઉપસ્થિત કુમારીકાઓને દુગૉવાહીની અભ્યાસ વગૅમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે..ગૌરીવ્રતના પૂર્ણાહુતિ પ્રસંગે અરવલ્લી જિલ્લા અધ્યક્ષ અમિતા બેન માંડલિયા જિલ્લા માતૃશક્તિ સહ સંયોજિકા સીમાબેન સોની,જયાબેન શમૉ, કલ્પના બેન, તથા જિલ્લા દુગૉવાહીની સંયોજિકા ઝલક બેન ઉપાધ્યાય,સહ સંયોજીકા બંસરીબેન સોની, જ્યોતિબેન ભોઈ, નગરના માતૃશક્તિ કાર્યકર્તા  હેતલબેન ત્રિવેદી,કલ્પનાબેન ઉપસ્થિત રહ્યા હતા.
    user_વૈભવકુમાર એસ. રાઠોડ
    વૈભવકુમાર એસ. રાઠોડ
    મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    5 hrs ago
  • મેઘરજમાં દિવસભરની ભારે ગરમી બાદ સમી સાંજે વરસાદી ઝાપટું, વાતાવરણમાં ઠંડક પ્રસરી મેઘરજ નગરમાં દિવસભરની ભારે ગરમી અને ઉકળાટ બાદ અચાનક વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદી ઝાપટાને કારણે માર્ગો ભીના બન્યા હતા અને નગરમાં ખુશનુમા માહોલ સર્જાયો હતો.
    1
    મેઘરજમાં દિવસભરની ભારે ગરમી બાદ સમી સાંજે વરસાદી ઝાપટું, વાતાવરણમાં ઠંડક પ્રસરી

મેઘરજ નગરમાં દિવસભરની ભારે ગરમી અને ઉકળાટ બાદ અચાનક વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદી ઝાપટાને કારણે માર્ગો ભીના બન્યા હતા અને નગરમાં ખુશનુમા માહોલ સર્જાયો હતો.
    user_Jaydip bhatiya
    Jaydip bhatiya
    Photographer મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    6 hrs ago
  • અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં માત્ર સવા ઈંચ જેટલા વરસાદે જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પડેલા સવા ઈંચ જેટલા વરસાદ બાદ શહેરના ચાર રસ્તા, કેદારનાથ સોસાયટી આગળનો ડીપી રોડ તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. માત્ર એક કલાકના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. અનેક રજૂઆતો છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. ખાસ કરીને શહેરના ચાર રસ્તા, કલ્યાણ 2 સોસાયટી સહિતના વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.અહીં માત્ર સવા ઈંચ જેટલા વરસાદ બાદ પણ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ સમસ્યા યથાવત છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે."સામાન્ય વરસાદમાં જ જો શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જાય તો આગામી ભારે વરસાદ દરમિયાન સ્થિતિ કેવી રહેશે તે મોટો પ્રશ્ન છે. હવે શહેરવાસીઓની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.
    4
    અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં માત્ર સવા ઈંચ જેટલા વરસાદે જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પડેલા સવા ઈંચ જેટલા વરસાદ બાદ શહેરના ચાર રસ્તા, કેદારનાથ સોસાયટી આગળનો ડીપી રોડ તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. માત્ર એક કલાકના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. અનેક રજૂઆતો છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. ખાસ કરીને શહેરના ચાર રસ્તા, કલ્યાણ 2 સોસાયટી સહિતના વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.અહીં માત્ર સવા ઈંચ જેટલા વરસાદ બાદ પણ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ સમસ્યા યથાવત છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે."સામાન્ય વરસાદમાં જ જો શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જાય તો આગામી ભારે વરસાદ દરમિયાન સ્થિતિ કેવી રહેશે તે મોટો પ્રશ્ન છે. હવે શહેરવાસીઓની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    7 hrs ago
  • અતિભારે વરસાદને લઈ અરવલ્લી એલર્ટ! NDRFની એક ટીમ જિલ્લામાં તૈનાત, બોટ-લાઇફ જેકેટ સહિતના સાધનો સાથે બચાવ કામગીરી માટે તૈયાર અતિભારે વરસાદને લઈ અરવલ્લી એલર્ટ! NDRFની એક ટીમ જિલ્લામાં તૈનાત, બોટ-લાઇફ જેકેટ સહિતના સાધનો સાથે બચાવ કામગીરી માટે તૈયાર
    1
    અતિભારે વરસાદને લઈ અરવલ્લી એલર્ટ! NDRFની એક ટીમ જિલ્લામાં તૈનાત, બોટ-લાઇફ જેકેટ સહિતના સાધનો સાથે બચાવ કામગીરી માટે તૈયાર
અતિભારે વરસાદને લઈ અરવલ્લી એલર્ટ! NDRFની એક ટીમ જિલ્લામાં તૈનાત, બોટ-લાઇફ જેકેટ સહિતના સાધનો સાથે બચાવ કામગીરી માટે તૈયાર
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    11 hrs ago
  • *અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની એક ટીમ તૈનાત* *અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની એક ટીમ તૈનાત* *વરસાદની કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા અરવલ્લીમાં NDRF તૈયાર* ********************* માહિતી કચેરી અરવલ્લી 31-07-2026 અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક સંપૂર્ણ સજ્જ ટીમને જિલ્લામાં તૈનાત કરી છે. આ ટીમ વરસાદને કારણે ઉદ્ભવી શકે તેવી પૂર, પાણી ભરાવા, મકાનોના નુકસાન કે અન્ય આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કાર્યો હાથ ધરવા માટે તૈયાર છે. જિલ્લા કલેક્ટરની સૂચનાઓ અનુસાર આ ટીમને જરૂરી સાધનો, બોટ્સ, લાઇફ જેકેટ્સ અને આધુનિક સંચાર સુવિધાઓ સાથે તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીમાં તરત જ પહોંચી શકાય. NDRFની ટીમના ઇન્સ્પેક્ટર વિનીતસિંગે જણાવ્યું કે, “અમારી ટીમ સંપૂર્ણ તૈયારી સાથે જિલ્લામાં તૈનાત છે. અમે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંકલન જાળવી રહ્યા છીએ. કોઈપણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરવા માટે અમારી ટીમ સજ્જ છે.” NDRFની આ ટીમનું મુખ્ય કાર્ય જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં નિરીક્ષણ કરવું, સ્થાનિક એજન્સીઓ સાથે સંકલન જાળવવું તેમજ જરૂર પડ્યે તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરવાનું છે. ટીમના કર્મચારીઓને પૂર પરિસ્થિતિમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર આપવા અને રાહત સામગ્રી વહેંચવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે. વધુમાં, ટીમ જિલ્લા કટોકટી કેન્દ્ર સાથે સતત સંપર્કમાં રહીને વાસ્તવિક સમયની માહિતી આપશે અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડશે. જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સત્તાવાર આદેશોનું પાલન કરે અને કોઈપણ કટોકટીમાં ૧૦૭૭ પર સંપર્ક કરે. NDRFની આ તૈનાતી જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે મહત્ત્વપૂર્ણ પગલું છે. ***************** જવાનસિંહ ઠાકોર અરવલ્લી mo.!9638500650
    2
    *અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની એક ટીમ તૈનાત*
*અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની એક ટીમ તૈનાત*
*વરસાદની કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા અરવલ્લીમાં NDRF તૈયાર*
*********************
માહિતી કચેરી અરવલ્લી 
31-07-2026
અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક સંપૂર્ણ સજ્જ ટીમને જિલ્લામાં તૈનાત કરી છે. આ ટીમ વરસાદને કારણે ઉદ્ભવી શકે તેવી પૂર, પાણી ભરાવા, મકાનોના નુકસાન કે અન્ય આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કાર્યો હાથ ધરવા માટે તૈયાર છે. જિલ્લા કલેક્ટરની સૂચનાઓ અનુસાર આ ટીમને જરૂરી સાધનો, બોટ્સ, લાઇફ જેકેટ્સ અને આધુનિક સંચાર સુવિધાઓ સાથે તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીમાં તરત જ પહોંચી શકાય.
NDRFની ટીમના ઇન્સ્પેક્ટર વિનીતસિંગે જણાવ્યું કે, “અમારી ટીમ સંપૂર્ણ તૈયારી સાથે જિલ્લામાં તૈનાત છે. અમે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંકલન જાળવી રહ્યા છીએ. કોઈપણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરવા માટે અમારી ટીમ સજ્જ છે.”
NDRFની આ ટીમનું મુખ્ય કાર્ય જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં નિરીક્ષણ કરવું, સ્થાનિક એજન્સીઓ સાથે સંકલન જાળવવું તેમજ જરૂર પડ્યે તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરવાનું છે. ટીમના કર્મચારીઓને પૂર પરિસ્થિતિમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર આપવા અને રાહત સામગ્રી વહેંચવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે. વધુમાં, ટીમ જિલ્લા કટોકટી કેન્દ્ર સાથે સતત સંપર્કમાં રહીને વાસ્તવિક સમયની માહિતી આપશે અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડશે.
જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સત્તાવાર આદેશોનું પાલન કરે અને કોઈપણ કટોકટીમાં ૧૦૭૭ પર સંપર્ક કરે. NDRFની આ તૈનાતી જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે મહત્ત્વપૂર્ણ પગલું છે.
*****************
જવાનસિંહ ઠાકોર અરવલ્લી 
mo.!9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    12 hrs ago
  • દેવગઢ બારીયા નગરપાલિકા પેટાચૂંટણી નુ પરિણામ જાહેર,ભાજપ-કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીને 2 2 સીટ દેવગઢ બારીયા નગરપાલિકા પેટાચૂંટણી નુ પરિણામ જાહેર #dahod #devgadhbaria #newstoday #newsupdate #news
    1
    દેવગઢ બારીયા નગરપાલિકા પેટાચૂંટણી નુ પરિણામ જાહેર,ભાજપ-કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીને 2 2 સીટ 

દેવગઢ બારીયા નગરપાલિકા પેટાચૂંટણી નુ પરિણામ જાહેર
#dahod #devgadhbaria #newstoday #newsupdate #news
    user_Nayan valand
    Nayan valand
    બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    17 hrs ago
  • અરવલ્લી જિલ્લામાં ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો....... અરવલ્લી ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો. હવામાન વિભાગની આગાહી પગલે અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો..ભિલોડા સહિત આસપાસના ગામડાઓમાં વરસાદ પડ્યો.હવામાન વિભાગે આપી છે ભારે વરસાદની આગાહી..
    3
    અરવલ્લી જિલ્લામાં ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો.......
અરવલ્લી ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો.
હવામાન વિભાગની આગાહી પગલે અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો..ભિલોડા સહિત આસપાસના ગામડાઓમાં વરસાદ પડ્યો.હવામાન વિભાગે આપી છે ભારે વરસાદની આગાહી..
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.