Shuru
Apke Nagar Ki App…
સંજેલી પોલીસે ગુજરાત રાજસ્થાન બોર્ડર પાટવેલ ગામેથી ગુમ થયેલ વ્યક્તિને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું સંજેલી પોલીસે ગુજરાત રાજસ્થાન બોર્ડર પાટવેલ ગામેથી ગુમ થયેલ વ્યક્તિને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ બપોરે 3 કલાકે આપેલ માહિતી અનુસાર સંજેલી પોલીસ મથકે જાણવા જોગ નોંધાઈ હતી કે એક વ્યક્તિ ગુમ થયેલ છે. જે આધારે પોલીસ દ્વારા શોધખોળ કરી 10 દિવસમાં ગુમ થયેલ વ્યક્તિને રાજસ્થાન બોર્ડર પાટવેલ ગામેથી ગુમ થયેલ વ્યક્તિને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું.
Saurabh Gelot
સંજેલી પોલીસે ગુજરાત રાજસ્થાન બોર્ડર પાટવેલ ગામેથી ગુમ થયેલ વ્યક્તિને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું સંજેલી પોલીસે ગુજરાત રાજસ્થાન બોર્ડર પાટવેલ ગામેથી ગુમ થયેલ વ્યક્તિને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ બપોરે 3 કલાકે આપેલ માહિતી અનુસાર સંજેલી પોલીસ મથકે જાણવા જોગ નોંધાઈ હતી કે એક વ્યક્તિ ગુમ થયેલ છે. જે આધારે પોલીસ દ્વારા શોધખોળ કરી 10 દિવસમાં ગુમ થયેલ વ્યક્તિને રાજસ્થાન બોર્ડર પાટવેલ ગામેથી ગુમ થયેલ વ્યક્તિને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું.
More news from ગુજરાત and nearby areas
- દાહોદમાં રખડતા ગધેડાના કારણે કોંગ્રેસના પુર્વ પાલિકાના કાઉન્સિલરનું મોત નીપજવા પામતા તેમને ન્યાયની માંગ સાથે ધરણા યોજ્યા છે1
- દાહોદ કલેક્ટર દ્વારા સંજેલી તાલુકાના માંડલી ગામની મુલાકાત, તલાટી દફતર તપાસ સાથે લોકસંવાદ યોજાયો આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના કલેક્ટર દ્વારા સંજેલી તાલુકાના માંડલી ગામની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તલાટી સામાન્ય દફતરની તપાસણી કરી અને દફતર સંચાલન અંગે માહિતી મેળવી હતી. તપાસ દરમિયાન રોજિંદા રજીસ્ટરોના સંચાલન અંગે તલાટીને જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત માંડલી ગામમાં લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામલોકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળવામાં આવી હતી. ગામલોકોના પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિકાલ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.1
- દાહોદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી ડિસ્ટ્રીક્ટ જજ ના એડમિન વિભાગ ના મેઇલ ઉપર આવ્યો મેઈલ તાત્કાલિક કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવાયું.1
- આપણા સંતરામપુર વાકાનાલા રસ્તા પર લગન માં બાઈક પર સવાર થય નૅ જાન માં જતા યુવાનો ની બાઈક નું નિયત્રંણ ગુમવાથી બાઈક સામેથી આવતી બસ સાથે તકકર થવાથી અક્સમાત સર્જાયુ જેમાં બાઈક ચાળકો મૃત્યુ થયું.1
- નસવાડીના બોરવાણીમાં શિક્ષણ વ્યવસ્થા ધ્વસ્ત: શિક્ષક વગર ચાલે છે પ્રાથમિક શાળા, આદિવાસી બાળકો ભણે છે ‘રામ ભરોસે’ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બોરવાણી ગામેથી શિક્ષણ વિભાગને શરમાવે તેવી હકીકત સામે આવી છે. સરકાર શિક્ષણના વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ બોરવાણી ગામની પ્રાથમિક શાળાની જમીની હકીકત બિલકુલ અલગ જોવા મળી રહી છે. શાળામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો ભણે છે, પરંતુ અહીં એકપણ શિક્ષક હાજર ન હોવાના કારણે બાળકો ‘રામ ભરોસે’ ભણતા જોવા મળી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી આ બાજુ ફરતો જોવા મળે છે તો કોઈ પેલી બાજુ રમતો જોવા મળે છે. શાળામાં માત્ર એક સંચાલક હાજર હતો, જ્યારે શિક્ષકો ગેરહાજર હોવાના કારણે શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો પાયો મજબૂત બનાવવાની સરકાર વાત કરે છે, પરંતુ નસવાડી જેવા આદિવાસી વિસ્તારમાં શિક્ષકોના અભાવે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. એડવોકેટ નૌફિલ મેમણે જણાવ્યું હતું કે સરકાર શિક્ષણના વિકાસની વાતો કરે છે, પરંતુ જમીન પરની હકીકત અલગ જ છે. જો ખરેખર વિકાસ થયો હોય તો જવાબદાર મંત્રીઓએ નસવાડી તાલુકાની શાળાઓની મુલાકાત લઈને અહીંની સ્થિતિ જોવી જોઈએ. બાળકોને શિક્ષકો વગર આમ ‘રામ ભરોસે’ છોડી દેવું ખૂબ જ શરમજનક બાબત છે. હવે પ્રશ્ન એ છે કે બોરવાણી ગામના આ માસૂમ બાળકો કેટલા સમય સુધી શિક્ષકો વગર ભણશે? શું શિક્ષણ વિભાગ આ મામલે કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી આદિવાસી વિસ્તારની શાળાઓમાં આવી સ્થિતિ યથાવત રહેશે?1
- પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના અમલ માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે કાલોલ પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી પાડી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. ૧૦.૧૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. કાલોલ પોલીસ સ્ટેશનના સીનિયર પી.આઈ. આર. ડી. ભરવાડને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ક્રેટા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ગોધરાથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બોરુ ટર્નિંગ વિસ્તારમાં નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો, પરંતુ કાર ચાલકે પોલીસને જોઈ કાર ભગાવી મૂકી હતી. પોલીસે તાત્કાલિક ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલક કાતોલ પાટિયા પાસે ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. જોકે, કારમાં બાજુમાં બેસેલો શખ્સ ખુર્શીદ નસિર અહમદ આલમ (રહે. વરીપુરા, જી. બરેલી) પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ઝડપાયેલો મુદ્દામાલ અને ચોંકાવનારી વિગતો: પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે બુટલેગરો પોલીસને ગુમરાહ કરવા માટે ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા હતા. તપાસ દરમિયાન ગાડીમાંથી આરટીઓ માન્ય બે અસલી નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી અત્યંત મોંઘી અને વૈભવી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૮૧ બોટલ મળી આવી હતી: દારૂનો જથ્થો: રૂ. ૫,૦૯,૯૨૦/- ક્રેતા કાર: રૂ. ૫,૦૦,૦૦૦/- બે મોબાઈલ ફોન: રૂ. ૧૦,૦૦૦/- કુલ મુદ્દામાલ: રૂ. ૧૦,૧૯,૯૨૦/- કુલ ૪ ઈસમો સામે ગુનો દાખલ: કાલોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી નીચે મુજબના ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે: નાસી છૂટેલ કાર ચાલક ખુર્શીદ નસિર અહમદ આલમ રે વરીપુરા જી બરેલી (ઝડપાયેલ આરોપી) કેવલ અર્જુન બામણીયા (માલ મંગાવનાર, રહે. વડોદરા) રાજેન્દ્રસિંહ અચલસિંહ રાજપુરોહિત (ગાડીનો માલિક, રહે. કારેલીબાગ, વડોદરા) પોલીસે આ તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી નાસી છૂટેલા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.2
- રસ્તો જલ્દી ઠીક થાય એવી આશા રાખીએ છીએ પોલ્યુશન ઓફિસ ના ટર્મ મો rinki chokdi thi Safari chokdi no Marg che halol gidc.............................................................................1
- દાહોદ શહેરમાં રખડતા જાનવરોનો ત્રાસ વધતા અને નિર્દોષ લોકો ઈજાગ્રસ્ત થતા અને મોતને ભેટતા હોવાને લઈ કોંગ્રેસના હોદ્દેદારો અનિશ્ચિત કાળના ધરણા પર બેઠા1