Shuru
Apke Nagar Ki App…
વડોદરાથી ડભોઈ જતા માર્ગ ઉપર રાજલી પાસે પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ કરવા આવ્યો છે વડોદરાથી ડભોઈ જતા માર્ગ ઉપર રાજલી પાસે પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ કરવા આવ્યો છે.... પ્રાંત કચેરી, પોલીસ અને માર્ગ મકાન વિભાગની સમયસૂચકતાથી માર્ગ બંધ કરતા વાહનો ફસાવાની ઘટનાઓ ટાળી શકાઈ છે... સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ તકેદારી રાખે તે જરૂરી છે. ત્રણ ચાર કલાકમાં પાણી ઓસરી જાય એવું અનુમાન છે...
Jasmin B Shah
વડોદરાથી ડભોઈ જતા માર્ગ ઉપર રાજલી પાસે પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ કરવા આવ્યો છે વડોદરાથી ડભોઈ જતા માર્ગ ઉપર રાજલી પાસે પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ કરવા આવ્યો છે.... પ્રાંત કચેરી, પોલીસ અને માર્ગ મકાન વિભાગની સમયસૂચકતાથી માર્ગ બંધ કરતા વાહનો ફસાવાની ઘટનાઓ ટાળી શકાઈ છે... સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ તકેદારી રાખે તે જરૂરી છે. ત્રણ ચાર કલાકમાં પાણી ઓસરી જાય એવું અનુમાન છે...
More news from ગુજરાત and nearby areas
- હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભારે વરસાદ વચ્ચે વધુ એક કરુણ ઘટના સામે આવી છે.તા.31 જુલાઈ શુક્રવારના રોજ મોટી ઉભરવાણ ગામે કોતરના વધેલા પાણીમાં તણાઈ જતા 46 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, મૃતકનું નામ રેવજીભાઈ કાળુભાઈ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મૂળ ઘોઘંબા તાલુકાના જીંજરી ગામના રહેવાસી હતા અને છેલ્લા એક સપ્તાહથી પોતાની બહેનના ઘરે મોટી ઉભરવાણ ગામે રહેતા હતા.ઘટનાના દિવસે રેવજીભાઈ ગામમાં દુકાને સામાન લેવા ગયા હતા. પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે કોતરમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. પાણીના જોરદાર પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા અને આગળ નાળામાં ફસાઈ જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.1
- કાલોલ ખાતે મુશળધાર વરસાદ: નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત કાલોલ નગરમાં આજે બપોરના સમયે અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ટૂંક જ સમયમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર કાલોલ નગરમાં પાણી પાણી થઈ ગયું હતું. વરસાદના કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં સ્થાનિક જનજીવન પર માઠી અસર પડી હતી અચાનક શરુ થયેલા ધોધમાર વરસાદને કારણે નગરપાલિકા કાર્યાલય પાસે, મહાલક્ષ્મી ચોક, કચેરી રોડ તેમજ મુખ્ય બસ સ્ટેશન જેવા ધમધમતા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં વાહનચાલકો અટવાઈ પડ્યા હતા અને વાહનો ઢસડીને લઈ જવાની ફરજ પડી હતી. નગરના મુખ્ય ચાર રસ્તા અને મુખ્ય બજાર વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતાં વેપારીઓના ધંધા-રોજગારને પણ અસર પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. હાલમાં પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.2
- વડોદરા: સુમન દીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાતા વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા 150 વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. .1
- વડોદરા જિલ્લાના વાઘોડિયામાં વરસાદથી જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ4
- અહીં સમાચાર શૈલીમાં તૈયાર કરેલ અહેવાલ: ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામે સિમેન્ટના બ્લોક ભરેલી આઇશર પલટી, બાઇકચાલક ઇજાગ્રસ્ત; ટ્રાફિક જામ બાદ માર્ગ ફરી શરૂ ગોધરા, તા. 1 ઓગસ્ટ: ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામ નજીક આજે સિમેન્ટના બ્લોક ભરેલી એક આઇશર ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન રોડ પર પલટી ખાઈ ગયું હતું. અકસ્માત દરમિયાન પાછળથી આવી રહેલી એક મોટરસાઇકલ આઇશરની અડફેટે ચડી જતાં બાઇકસવાર ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે આઇશર ગાડી રોડ પર આડી પડી જતાં માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસ, ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ, રોડ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક લોકોની મદદથી વાહન હટાવી ટ્રાફિકને ફરીથી સુચારુ કરવામાં આવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1