logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લુશાણા થાણાપીપળી રોડ પર તંત્ર ના અધુરા કામો થી અકસ્માતો ની વણજાર લુશાણા થી થાણાપીપળી રોડ નું નવીનીકરણ કરવામા આવ્યા ના ૧ મહિના જેવો સમય વીત્યા પછી પણ રોડ ઉપર ની સાઇડ ભરવા માં આવી નથી જેના લીધે ૪ થી ૫ અકસ્માત સર્જાયા હતા જેમાં કોઈ જાનહાનિ ટળી હતી તંત્ર કોઈ મોટી જાનહાનિ ની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.

1 day ago
user_Samir Bhalodiya
Samir Bhalodiya
Vanthali, Junagadh•
1 day ago

લુશાણા થાણાપીપળી રોડ પર તંત્ર ના અધુરા કામો થી અકસ્માતો ની વણજાર લુશાણા થી થાણાપીપળી રોડ નું નવીનીકરણ કરવામા આવ્યા ના ૧ મહિના જેવો સમય વીત્યા પછી પણ રોડ ઉપર ની સાઇડ ભરવા માં આવી નથી જેના લીધે ૪ થી ૫ અકસ્માત સર્જાયા હતા જેમાં કોઈ જાનહાનિ ટળી હતી તંત્ર કોઈ મોટી જાનહાનિ ની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.

  • user_User1246
    User1246
    Junagadh, Gujarat
    😡
    16 hrs ago
More news from ગુજરાત and nearby areas
  • માળીયા હાટીના પોલીસ દ્વારા બાબરા ગામમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ખીમજી નારણ વડેસા નામના શખ્સના મકાનની ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે સંતાડીને રખાયેલો ૨ લિટર દેશી દારૂ (કિંમત રૂ. ૪૦૦) ભરેલી ૪ જેટલી બુંગીઓ જપ્ત કરી હતી. જોકે, પોલીસની આ રેડ દરમિયાન આરોપી ખીમજી હાજર ન મળી આવતા, પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    1
    માળીયા હાટીના પોલીસ દ્વારા બાબરા ગામમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ખીમજી નારણ વડેસા નામના શખ્સના મકાનની ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે સંતાડીને રખાયેલો ૨ લિટર દેશી દારૂ (કિંમત રૂ. ૪૦૦) ભરેલી ૪ જેટલી બુંગીઓ જપ્ત કરી હતી. જોકે, પોલીસની આ રેડ દરમિયાન આરોપી ખીમજી હાજર ન મળી આવતા, પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    10 hrs ago
  • 18 થી 20 માર્ચ સુધી રજા રિપોર્ટ સાથે કામથી દૂર રહેશે માંગણીઓના ઉકેલ માટે સરકાર સામે ફરી રજૂઆત રાજ્યભરના આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા પોતાની લંબિત માંગણીઓના ઉકેલ માટે 18 માર્ચથી 20 માર્ચ સુધી કામથી અળગા રહેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રજા રિપોર્ટ ભરીને તેઓ આ સમયગાળા દરમિયાન સેવાઓથી દૂર રહેશે. મળતી માહિતી મુજબ, આંગણવાડી વર્કરો અને હેલ્પરો લાંબા સમયથી પોતાની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરતા આવ્યા છે. તેમ છતાં આજદિન સુધી કોઈ યોગ્ય ઉકેલ ન આવતા તેઓએ આ પગલું ભર્યું છે. વર્કરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ વર્ષોથી સરકારના તમામ કાર્યક્રમોમાં સહકાર આપતા આવ્યા છે અને આગળ પણ આપશે. ખાસ કરીને બાળકો માટેના પોષણ આહાર કાર્યક્રમમાં તેમણે પોતાના ઓછા પગારમાંથી ખર્ચ કરીને સેવાઓ ચાલુ રાખી છે. ▪️ પોષણ આહાર માટે 2018-19 ના જૂના દરથી જ કામગીરી ▪️ બજારમાં ભાવ વધ્યા છતાં બાળકોને ખોરાકમાં કમી નહીં રહેવા દીધી ▪️ “પોષણ સુધા” હેઠળ માત્ર ₹19 મળતા હોવા છતાં માતાઓને ભોજન આપ્યું ▪️ 2022થી નવા મોબાઈલના વચન છતાં વ્યક્તિગત મોબાઈલથી કામગીરી વર્કરો એ પણ જણાવ્યું કે નવા એપ્લિકેશનના વધતા બોજા છતાં યોગ્ય સાધનો મળ્યા નથી, જેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેઓએ સરકારને માંગ કરી છે કે તાત્કાલિક બેઠક બોલાવી તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે. * 18 થી 20 માર્ચ દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં ❌ તૈયાર નાસ્તો ❌ દૂધ પુરવઠો બંધ રાખવામાં આવશે. વર્કરો દ્વારા અધિકારીઓને તેમની રજૂઆત ઉપર સુધી પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે. સાથે જ કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા અને શાંતિપૂર્ણ રીતે આંદોલન પૂર્ણ થાય તે માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે સરકાર આંગણવાડી વર્કરો અને હેલ્પરોની માંગણીઓ અંગે કેટલા જલ્દી પગલાં લે છે અને આ મુદ્દાનો ઉકેલ ક્યારે આવે છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    7
    18 થી 20 માર્ચ સુધી રજા રિપોર્ટ સાથે કામથી દૂર રહેશે
માંગણીઓના ઉકેલ માટે સરકાર સામે ફરી રજૂઆત
રાજ્યભરના આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા પોતાની લંબિત માંગણીઓના ઉકેલ માટે 18 માર્ચથી 20 માર્ચ સુધી કામથી અળગા રહેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રજા રિપોર્ટ ભરીને તેઓ આ સમયગાળા દરમિયાન સેવાઓથી દૂર રહેશે.
મળતી માહિતી મુજબ, આંગણવાડી વર્કરો અને હેલ્પરો લાંબા સમયથી પોતાની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરતા આવ્યા છે. તેમ છતાં આજદિન સુધી કોઈ યોગ્ય ઉકેલ ન આવતા તેઓએ આ પગલું ભર્યું છે.
વર્કરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ વર્ષોથી સરકારના તમામ કાર્યક્રમોમાં સહકાર આપતા આવ્યા છે અને આગળ પણ આપશે. ખાસ કરીને બાળકો માટેના પોષણ આહાર કાર્યક્રમમાં તેમણે પોતાના ઓછા પગારમાંથી ખર્ચ કરીને સેવાઓ ચાલુ રાખી છે.
▪️ પોષણ આહાર માટે 2018-19 ના જૂના દરથી જ કામગીરી
▪️ બજારમાં ભાવ વધ્યા છતાં બાળકોને ખોરાકમાં કમી નહીં રહેવા દીધી
▪️ “પોષણ સુધા” હેઠળ માત્ર ₹19 મળતા હોવા છતાં માતાઓને ભોજન આપ્યું
▪️ 2022થી નવા મોબાઈલના વચન છતાં વ્યક્તિગત મોબાઈલથી કામગીરી
વર્કરો એ પણ જણાવ્યું કે નવા એપ્લિકેશનના વધતા બોજા છતાં યોગ્ય સાધનો મળ્યા નથી, જેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
તેઓએ સરકારને માંગ કરી છે કે તાત્કાલિક બેઠક બોલાવી તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે.
* 18 થી 20 માર્ચ દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં
❌ તૈયાર નાસ્તો
❌ દૂધ પુરવઠો
બંધ રાખવામાં આવશે.
વર્કરો દ્વારા અધિકારીઓને તેમની રજૂઆત ઉપર સુધી પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે. સાથે જ કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા અને શાંતિપૂર્ણ રીતે આંદોલન પૂર્ણ થાય તે માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
હવે જોવાનું રહ્યું કે સરકાર આંગણવાડી વર્કરો અને હેલ્પરોની માંગણીઓ અંગે કેટલા જલ્દી પગલાં લે છે અને આ મુદ્દાનો ઉકેલ ક્યારે આવે છે.
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    13 hrs ago
  • એન્કર : ધોરાજી માં આંગણવાડી બહેનો અને હેલપર બહેનો દ્વારા રામધુન બાલાવી અને પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સુત્રોચાર કર્યા હતા અને તમામ કામગીરી થી અણગા રહયા હતા આંગણવાડી કેન્દ્રો બંધ રાખ્યા : વિઓ : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આવેલ તમામ આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે અને આંગણવાડી કાર્યકર અને આંગણવાડી બહેનો પોતાની પડતર પ્રશ્નો અને માંગણી ઓ જેવી કે મોબાઇલ એપ્લિકેશન યોગ્ય રીતે ચાલતી નથી તેથી મુશ્કેલી પડે છે નવા મોબાઈલ આપવાની જાહેરાત કરી પણ હજુ આપ્યા નથી અને આંગણવાડી બહેનો નેં અન્ય કામગીરી માંથી મુક્તિ આપે અને યોગ્ય વેતન આપે જેવી માંગણી ઓ સાથે વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ધોરાજી નાં તાલુકા પંચાયત નાં ગ્રાઉન્ડ પર આંગણવાડી બહેનો અને હેલપર બહેનો એકત્રિત થઈ હતી અને સુત્રોચાર પણ લગાવ્યા હતા અને સાથોસાથ બહેનો એ રામધુન પણ બોલાવી હતી અને સરકાર નેં સદબુદ્ધિ આપે અને બહેનો ની તકલીફો દૂર કરવાં માં આવે અને આંગણવાડી બહેન પણ રડતી આંખે જોવા મળી હતી અને પોતાની વ્યથા ઠાલવતાં સરકાર બહેનો ની માંગણી તાત્કાલિક સંતોષવા માં આવે તેવી માંગ કરવામાં આવી હતી : બાઈટ ચેતનાબેન જાગાણી બાઈટ શિલ્પા બેન સોઢા સ્ટોરી અલ્પેશ ત્રિવેદી ધોરાજી
    1
    એન્કર : ધોરાજી માં આંગણવાડી બહેનો અને હેલપર બહેનો દ્વારા રામધુન બાલાવી અને પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સુત્રોચાર કર્યા હતા અને તમામ કામગીરી થી અણગા રહયા હતા આંગણવાડી કેન્દ્રો બંધ રાખ્યા : 
વિઓ : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આવેલ તમામ આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે અને આંગણવાડી કાર્યકર અને આંગણવાડી બહેનો પોતાની પડતર પ્રશ્નો અને માંગણી ઓ જેવી કે મોબાઇલ એપ્લિકેશન યોગ્ય રીતે ચાલતી નથી તેથી મુશ્કેલી પડે છે નવા મોબાઈલ આપવાની જાહેરાત કરી પણ હજુ આપ્યા નથી અને આંગણવાડી બહેનો નેં અન્ય કામગીરી માંથી મુક્તિ આપે અને યોગ્ય વેતન આપે જેવી માંગણી ઓ સાથે વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ધોરાજી નાં તાલુકા પંચાયત નાં ગ્રાઉન્ડ પર આંગણવાડી બહેનો અને હેલપર બહેનો એકત્રિત થઈ હતી અને સુત્રોચાર પણ લગાવ્યા હતા અને સાથોસાથ બહેનો એ રામધુન પણ બોલાવી હતી અને સરકાર નેં સદબુદ્ધિ આપે અને બહેનો ની તકલીફો દૂર કરવાં માં આવે અને આંગણવાડી બહેન પણ રડતી આંખે જોવા મળી હતી અને પોતાની વ્યથા ઠાલવતાં સરકાર બહેનો ની માંગણી તાત્કાલિક સંતોષવા માં આવે તેવી માંગ કરવામાં આવી હતી :
બાઈટ ચેતનાબેન જાગાણી 
બાઈટ શિલ્પા બેન સોઢા 
સ્ટોરી અલ્પેશ ત્રિવેદી ધોરાજી
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    17 hrs ago
  • સોશિયલ મીડિયામાં અશ્લીલ અને અપશબ્દોથી ભરેલું ગીત પોતાની ઈન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કરનાર એક વ્યક્તિ સામે પોલીસે કાર્યવાહી કરી છે. આ વીડિયો એવો હતો કે જેને સાંભળતા બહેન-દીકરીઓ સહિત વૃદ્ધોમાં ક્ષોભ ફેલાયો હતો અને પોરબંદર તથા પોરબંદરવાસીઓની ગરિમાને ઠેસ પહોંચી હતી. મામલો પોલીસના ધ્યાન પર આવતા, સંબંધિત વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વ્યક્તિએ હાથ જોડીને સમગ્ર પોરબંદરવાસીઓ પાસે માફી માંગી અને વિડીયો ડીલીટ કર્યો. આ વ્યક્તિ એક સિંગર છે જે સોશિયલ મીડિયા પર અવનવા કન્ટેન્ટ મૂકવા માટે જાણીતો છે. થોડા દિવસો અગાઉ આવા જ એક ઇસમએ વીડિયોમાં અપશબ્દો બોલી અને કાયદા કાનૂનનો ડર નથી તેવા કન્ટેન્ટ વાળો વીડિયો બનાવતા પોલીસે તેને પણ કાયદાનું ભાન કરાવ્યું હતું અને પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે સમાજમાં નકારાત્મક અસર ટાળવા માટે આવા બીભત્સ અને ગેરલાયક કન્ટેન્ટ સામે કડક પગલાં લેવામાં આવશે. સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ, અફવાઓ, અશ્લીલ અથવા અપમાનજનક વીડિયો, ગીતો, ધાર્મિક કે જાતિવાદી ઉશ્કેરણીજનક પોસ્ટ્સ અને કોઈની ખાનગી માહિતી લીક કરે તેવું કન્ટેન્ટ શેર કરવાનું ટાળે અને સકારાત્મક તથા ઉપયોગી કન્ટેન્ટને પ્રોત્સાહન આપે.
    1
    સોશિયલ મીડિયામાં અશ્લીલ અને અપશબ્દોથી ભરેલું ગીત પોતાની ઈન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કરનાર એક વ્યક્તિ સામે પોલીસે કાર્યવાહી કરી છે. આ વીડિયો એવો હતો કે જેને સાંભળતા બહેન-દીકરીઓ સહિત 
વૃદ્ધોમાં ક્ષોભ ફેલાયો હતો અને પોરબંદર તથા પોરબંદરવાસીઓની ગરિમાને ઠેસ પહોંચી હતી. મામલો પોલીસના ધ્યાન પર આવતા, સંબંધિત વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વ્યક્તિએ હાથ જોડીને સમગ્ર પોરબંદરવાસીઓ પાસે માફી માંગી અને વિડીયો ડીલીટ કર્યો. આ વ્યક્તિ એક સિંગર છે જે સોશિયલ મીડિયા પર અવનવા કન્ટેન્ટ મૂકવા માટે જાણીતો છે. થોડા દિવસો અગાઉ આવા જ એક ઇસમએ વીડિયોમાં અપશબ્દો બોલી અને કાયદા કાનૂનનો ડર નથી તેવા કન્ટેન્ટ વાળો વીડિયો બનાવતા પોલીસે તેને પણ કાયદાનું ભાન કરાવ્યું હતું અને પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે સમાજમાં નકારાત્મક અસર ટાળવા માટે આવા બીભત્સ અને ગેરલાયક કન્ટેન્ટ સામે કડક પગલાં લેવામાં આવશે. સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ, અફવાઓ, અશ્લીલ અથવા અપમાનજનક વીડિયો, ગીતો, ધાર્મિક કે જાતિવાદી ઉશ્કેરણીજનક પોસ્ટ્સ અને કોઈની ખાનગી માહિતી લીક કરે તેવું કન્ટેન્ટ શેર કરવાનું ટાળે અને સકારાત્મક તથા ઉપયોગી કન્ટેન્ટને પ્રોત્સાહન આપે.
    user_Siddharth news
    Siddharth news
    TV News Anchor પોરબંદર, પોરબંદર, ગુજરાત•
    19 hrs ago
  • સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે, મેં ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી દ્વારા ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ આયોજિત ઈ-કોર્ટ્સ તાલીમ કાર્યક્રમો (ECT_4_2025, ECT_7_2025 અને ECT_12_2025) સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ ડિજિટલ યુગમાં, ઈ-ફાઈલિંગ અને ડિજિટલ કેસ મેનેજમેન્ટ સાથે અપડેટ રહેવું કાર્યક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે અત્યંત જરૂરી છે. આ પ્રમાણપત્ર મારી કાયદાકીય ક્ષેત્રે નવીનતમ ન્યાયિક સાધનો સાથે સેવા આપવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. 🖥️ સતત સાથ, સહકાર અને સમર્થન માટે આભારી છું ! 🙏 લી. એડવોકેટ ઇમ્તિયાઝ એ. બલોચ ( ગુજરાત હાઇકોર્ટ ) કોન્ટેક્ટ નંબર: 9824867748 અને09428708195.
    2
    સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે, મેં ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી દ્વારા ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ આયોજિત ઈ-કોર્ટ્સ તાલીમ કાર્યક્રમો (ECT_4_2025, ECT_7_2025 અને ECT_12_2025) સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.
આ ડિજિટલ યુગમાં, ઈ-ફાઈલિંગ અને ડિજિટલ કેસ મેનેજમેન્ટ સાથે અપડેટ રહેવું કાર્યક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે અત્યંત જરૂરી છે. આ પ્રમાણપત્ર મારી કાયદાકીય ક્ષેત્રે નવીનતમ ન્યાયિક સાધનો સાથે સેવા આપવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. 🖥️
સતત સાથ, સહકાર અને સમર્થન માટે આભારી છું ! 🙏
લી.
એડવોકેટ ઇમ્તિયાઝ એ. બલોચ 
( ગુજરાત હાઇકોર્ટ )
કોન્ટેક્ટ નંબર: 9824867748 અને09428708195.
    user_Imtiyaz Baloch
    Imtiyaz Baloch
    Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
    9 hrs ago
  • સુરત રાંદેર ના રામનગર વિસ્તાર એક હત્યાં ની ની ઘટના સામે આવી
    1
    સુરત  રાંદેર ના રામનગર વિસ્તાર એક હત્યાં ની ની ઘટના સામે આવી
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    11 hrs ago
  • બનાસકાંઠાના ઉણ ગામમાં હિંસા ફાટી નીકળી..! પ્રેમલગ્ન બાદ બે જ્ઞાતિઓ સામસામે આવતા હિંસા ફાટી નીકળી હતી. રોષે ભરાયેલા ટોળાએ સમગ્ર ઉણ ગામમાં તોડફોડ કરી હતી તેમજ પથ્થરમારો પણ કર્યો હતો. ચૌધરી સમાજની યુવતીને પરત મેળવવાની જીદ સાથે હજારોની સંખ્યામાં લોકો ઉણ ગામમાં ઉતરી આવ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હિંસાની સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ સમગ્ર ઘટનાના વીડિયો ફૂટેજના આધારે તોફાની તત્વોની ધરપકડની કાર્યવાહી શરૂ. વધુ સમાચારો અને માહિતી માટે Follow કરો:
    1
    બનાસકાંઠાના ઉણ ગામમાં હિંસા ફાટી નીકળી..!
પ્રેમલગ્ન બાદ બે જ્ઞાતિઓ સામસામે આવતા હિંસા ફાટી નીકળી હતી.
રોષે ભરાયેલા ટોળાએ સમગ્ર ઉણ ગામમાં તોડફોડ કરી હતી તેમજ પથ્થરમારો પણ કર્યો હતો.
ચૌધરી સમાજની યુવતીને પરત મેળવવાની જીદ સાથે હજારોની સંખ્યામાં લોકો ઉણ ગામમાં ઉતરી આવ્યા હતા.
ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ હિંસાની સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
હાલ સમગ્ર ઘટનાના વીડિયો ફૂટેજના આધારે તોફાની તત્વોની ધરપકડની કાર્યવાહી શરૂ.
વધુ સમાચારો અને માહિતી માટે Follow કરો:
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    8 hrs ago
  • હિંમતનગર ના એક મહત્વપૂર્ણ સમાચાર
    1
    હિંમતનગર ના એક મહત્વપૂર્ણ સમાચાર
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.