logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામની એમપી વસાહતમાં એક આધેડ પુરુષનું કુદરતી રીતે અવસાન થયું છે. આ દુઃખદ ઘટના બાદ તેમની અંતિમ યાત્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે.

12 hrs ago
user_Nayan valand
Nayan valand
બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
12 hrs ago

વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામની એમપી વસાહતમાં એક આધેડ પુરુષનું કુદરતી રીતે અવસાન થયું છે. આ દુઃખદ ઘટના બાદ તેમની અંતિમ યાત્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે.

More news from ગુજરાત and nearby areas
  • નર્મદા નદી કિનારે ત્રણ દિવસ પહેલા વરસાદ સાથે આવેલા મીની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. આ વરસાદ અને વાવાઝોડાના કારણે શિનોર તાલુકાના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. નર્મદા નદીના કિનારાના આ વિસ્તારોમાં કુદરતી આફતના કારણે મોટું નુકસાન થયું છે.
    1
    નર્મદા નદી કિનારે ત્રણ દિવસ પહેલા વરસાદ સાથે આવેલા મીની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. આ વરસાદ અને વાવાઝોડાના કારણે શિનોર તાલુકાના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. નર્મદા નદીના કિનારાના આ વિસ્તારોમાં કુદરતી આફતના કારણે મોટું નુકસાન થયું છે.
    user_Nayan valand
    Nayan valand
    બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    10 hrs ago
  • પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા લગભગ બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં તેમજ બીમાર દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાર્મિક યાત્રા અને સામાજિક પ્રસંગોમાં પણ આશરે 50 પરિવારોની વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત, અહીં પીવાના પાણીની સુવિધાનો પણ પૂરતો લાભ લોકોને મળી રહ્યો નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે અહીં બે પાણીની ચોકીઓ ઊભી કરીને પાઇપલાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ટાંકીઓ સાથે જોડાયેલી પાઇપો અને લોખંડની સીડીની ચોરી થઈ ગઈ હતી. અનેક રજૂઆતો છતાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ છે. આથી તેમણે જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને સ્થળ પર તાત્કાલિક તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા નમ્ર અપીલ કરી છે.
    1
    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા લગભગ બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં તેમજ બીમાર દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાર્મિક યાત્રા અને સામાજિક પ્રસંગોમાં પણ આશરે 50 પરિવારોની વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે.

આ ઉપરાંત, અહીં પીવાના પાણીની સુવિધાનો પણ પૂરતો લાભ લોકોને મળી રહ્યો નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે અહીં બે પાણીની ચોકીઓ ઊભી કરીને પાઇપલાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ટાંકીઓ સાથે જોડાયેલી પાઇપો અને લોખંડની સીડીની ચોરી થઈ ગઈ હતી. અનેક રજૂઆતો છતાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ છે. આથી તેમણે જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને સ્થળ પર તાત્કાલિક તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા નમ્ર અપીલ કરી છે.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    6 hrs ago
  • કાલોલ તાલુકાના બોરુ રોડ પર આવેલી ઓમ રેસીડેન્સીના રહીશો છેલ્લા ૨ વર્ષથી વારંવાર થતા વીજકટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીમાં કાતોલ પંચાયત વિસ્તારના ફીડરમાંથી લાઈન આવતી હોવાથી વારંવાર પાવર કટ ઓફ થાય છે, જેના કારણે રહીશોએ આખી રાત લાઈટ વગર વિતાવવી પડે છે. આ ગંભીર સમસ્યા અંગે સોસાયટીના રહીશો દ્વારા અગાઉ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ અને ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ અરજીઓ આપવામાં આવી હતી તેમજ તાલુકા સ્વાગતમાં પણ પત્ર નંબર ૫૧/૨૦૨૪ દ્વારા રજૂઆત કરાઈ હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. રહીશોનો આક્ષેપ છે કે તેમની સોસાયટીથી માત્ર ૫૦ મીટર દૂર આવેલી ઓમ સાંઈ રેસીડન્સીને કાલોલ ફીડરમાંથી લાઈન અપાઈ છે જ્યાં વીજળી બંધ થતી નથી, જ્યારે તેમની સોસાયટીમાં કાતોલ પંચાયત ફીડર હોવાથી પાવર વારંવાર ગુલ થઈ જાય છે. ચોમાસામાં સામાન્ય વરસાદ કે વાવાઝોડું બંધ થયા પછી પણ આખી રાત વીજળી આવતી નથી. આ ભેદભાવ અને કલાકો સુધી લાઈટો બંધ રહેવા છતાં પૂરું બિલ વસૂલવામાં આવતું હોવાથી, સોસાયટીના પ્રમુખ અશોકભાઈ કે. પરમાર અને રહીશોએ કલેકટર, મામલતદાર તેમજ MGVCLના અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે. જેમાં ચોમાસાના કટ ઓફ સમય નોંધી વીજબીલમાં ૫૦% કાપ આપવા અને કાયમી ધોરણે કાલોલ ફીડર સાથે જોડાણ આપવા માંગ કરી છે. રહીશોએ ચીમકી આપી છે કે જો ૩૦ દિવસમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ તમામ પરિવારો સાથે MGVCLની કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરશે. હવે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને કાયમી ઉકેલ લાવે છે તે જોવાનું રહ્યું.
    3
    કાલોલ તાલુકાના બોરુ રોડ પર આવેલી ઓમ રેસીડેન્સીના રહીશો છેલ્લા ૨ વર્ષથી વારંવાર થતા વીજકટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીમાં કાતોલ પંચાયત વિસ્તારના ફીડરમાંથી લાઈન આવતી હોવાથી વારંવાર પાવર કટ ઓફ થાય છે, જેના કારણે રહીશોએ આખી રાત લાઈટ વગર વિતાવવી પડે છે. આ ગંભીર સમસ્યા અંગે સોસાયટીના રહીશો દ્વારા અગાઉ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ અને ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ અરજીઓ આપવામાં આવી હતી તેમજ તાલુકા સ્વાગતમાં પણ પત્ર નંબર ૫૧/૨૦૨૪ દ્વારા રજૂઆત કરાઈ હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી.

રહીશોનો આક્ષેપ છે કે તેમની સોસાયટીથી માત્ર ૫૦ મીટર દૂર આવેલી ઓમ સાંઈ રેસીડન્સીને કાલોલ ફીડરમાંથી લાઈન અપાઈ છે જ્યાં વીજળી બંધ થતી નથી, જ્યારે તેમની સોસાયટીમાં કાતોલ પંચાયત ફીડર હોવાથી પાવર વારંવાર ગુલ થઈ જાય છે. ચોમાસામાં સામાન્ય વરસાદ કે વાવાઝોડું બંધ થયા પછી પણ આખી રાત વીજળી આવતી નથી. આ ભેદભાવ અને કલાકો સુધી લાઈટો બંધ રહેવા છતાં પૂરું બિલ વસૂલવામાં આવતું હોવાથી, સોસાયટીના પ્રમુખ અશોકભાઈ કે. પરમાર અને રહીશોએ કલેકટર, મામલતદાર તેમજ MGVCLના અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે. જેમાં ચોમાસાના કટ ઓફ સમય નોંધી વીજબીલમાં ૫૦% કાપ આપવા અને કાયમી ધોરણે કાલોલ ફીડર સાથે જોડાણ આપવા માંગ કરી છે. રહીશોએ ચીમકી આપી છે કે જો ૩૦ દિવસમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ તમામ પરિવારો સાથે MGVCLની કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરશે. હવે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને કાયમી ઉકેલ લાવે છે તે જોવાનું રહ્યું.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    6 hrs ago
  • અરવલ્લી જિલ્લાના મોડાસામાં સુથાર પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરનાર નોમાન સરફરાજભાઈ ગેણાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે.
    1
    અરવલ્લી જિલ્લાના મોડાસામાં સુથાર પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરનાર નોમાન સરફરાજભાઈ ગેણાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે.
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    2 hrs ago
  • અરવલ્લી જિલ્લાના બાયડ-સાઠંબા રોડ પર ગાંધીનગરથી ફતેપુરા તરફ બાઈક પર જઈ રહેલા એક શ્રમિકની ગર્ભવતી પત્નીને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતાં જાહેર રસ્તા પર જ પ્રસૂતિ થઈ હતી. પત્નીની આ હાલત જોઈને શ્રમિકે રસ્તા પર લોકો પાસે મદદ માટે અપીલ કરી હતી. આ કપરા સમયમાં એક દયાળુ યુવકે આ ઘટના જોઈને તાત્કાલિક ૧૦૮ ઇમર્જન્સી સેવાને જાણ કરી હતી. માહિતી મળતા જ ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને માતા તેમજ નવજાત દીકરીને પ્રાથમિક સારવાર આપીને બાયડ સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. હાલમાં હોસ્પિટલમાં માતા અને દીકરી બંને સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જેનાથી હાઇવે પર માનવતાનું જીવંત દૃશ્ય જોવા મળ્યું છે.
    4
    અરવલ્લી જિલ્લાના બાયડ-સાઠંબા રોડ પર ગાંધીનગરથી ફતેપુરા તરફ બાઈક પર જઈ રહેલા એક શ્રમિકની ગર્ભવતી પત્નીને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતાં જાહેર રસ્તા પર જ પ્રસૂતિ થઈ હતી. પત્નીની આ હાલત જોઈને શ્રમિકે રસ્તા પર લોકો પાસે મદદ માટે અપીલ કરી હતી.

આ કપરા સમયમાં એક દયાળુ યુવકે આ ઘટના જોઈને તાત્કાલિક ૧૦૮ ઇમર્જન્સી સેવાને જાણ કરી હતી. માહિતી મળતા જ ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને માતા તેમજ નવજાત દીકરીને પ્રાથમિક સારવાર આપીને બાયડ સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. હાલમાં હોસ્પિટલમાં માતા અને દીકરી બંને સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જેનાથી હાઇવે પર માનવતાનું જીવંત દૃશ્ય જોવા મળ્યું છે.
    user_Jaydip bhatiya
    Jaydip bhatiya
    Photographer મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    5 hrs ago
  • અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ પંથકના પશુપાલકો ભારે વેદનાનો સામનો કરી રહ્યા છે. અમુલ ફેડરેશન દ્વારા દૈનિક પાંચ હજાર દૂધ ભરતી મંડળીઓનું દૂધ બંધ કરી દેવામાં આવ્યું છે. સાબરડેરી કરતા લીટર દીઠ બે રૂપિયા વધુ મળતા હોવાના કારણે આ પશુપાલકો નજીકના ખેડા જિલ્લામાં પોતાનું દૂધ ભરાવતા હતા, પરંતુ છેલ્લા ૨૦ દિવસથી દૂધ બંધ થઈ જતાં પશુપાલકોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ ગંભીર મુશ્કેલીને પગલે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં પશુપાલકોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પશુપાલકોનું દૂધ સાબરડેરીમાં સારા ભાવથી લેવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.
    4
    અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ પંથકના પશુપાલકો ભારે વેદનાનો સામનો કરી રહ્યા છે. અમુલ ફેડરેશન દ્વારા દૈનિક પાંચ હજાર દૂધ ભરતી મંડળીઓનું દૂધ બંધ કરી દેવામાં આવ્યું છે. સાબરડેરી કરતા લીટર દીઠ બે રૂપિયા વધુ મળતા હોવાના કારણે આ પશુપાલકો નજીકના ખેડા જિલ્લામાં પોતાનું દૂધ ભરાવતા હતા, પરંતુ છેલ્લા ૨૦ દિવસથી દૂધ બંધ થઈ જતાં પશુપાલકોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

આ ગંભીર મુશ્કેલીને પગલે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં પશુપાલકોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પશુપાલકોનું દૂધ સાબરડેરીમાં સારા ભાવથી લેવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    8 hrs ago
  • ગુજરાતના ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.
    1
    ગુજરાતના ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.
    user_Nayan valand
    Nayan valand
    બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    10 hrs ago
  • કાલોલ નગરમાં ગેરકાયદેસર અને ઊંચા વ્યાજે નાણાં ધીરીને પઠાણી ઉઘરાણી કરવાના મામલે પોલીસ દ્વારા 'માં ફાઇનાન્સ' નામના વ્યાજખોરીના વ્યવસાય સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. કાલોલ તાલુકા પંચાયત બહાર ચાની લારી ચલાવી ગુજરાન ચલાવતા રણુભાઈ ભરવાડ અને વ્યાજખોરોના ત્રાસથી પરેશાન હસમુખજી તેજાજી વણઝારા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદોના આધારે પોલીસે આ કડક કાર્યવાહી કરી છે. નગરમાં ડેરોલ સ્ટેશન રોડ પર માતાજીના ચિત્ર અને શસ્ત્રોવાળા પોસ્ટર સાથે 'માં ફાઇનાન્સ'નું બોર્ડ લગાવીને દીપેશ રાજપૂત જરૂરિયાતમંદ લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો. આ વ્યાજખોરો કોઈ પણ ડર રાખ્યા વગર અને કાયદાના ધજિયા ઉડાવીને કોરા ચેક અને અન્ય પદ્ધતિઓ દ્વારા જરૂરિયાતમંદોને વ્યાજે નાણાં આપતા હતા. જો કોઈ વ્યક્તિ નક્કી કરેલા સમય પર વ્યાજ કે મુદ્દલ ન ચૂકવે, તો તેને પોલીસની ધમકી આપી જેલમાં પુરાવી દેવા સુધીનો પઠાણી ત્રાસ આપવામાં આવતો હતો. આ ભય અને મજબૂરીના કારણે લોકો મૂંગા મોઢે વ્યાજ ભરવા મજબૂર બન્યા હતા. ચાની લારી ચલાવતા રણુભાઈ ભરવાડે વ્યાજના બાકી રૂપિયાની પઠાણી ઉઘરાણી સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ, નવનિયુક્ત નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિરના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડ અને પોલીસ સ્ટાફે સુપેડા હોસ્પિટલ સામે આવેલા કોમ્પ્લેક્સમાં ચાલતી 'માં ફાઇનાન્સ'ની ઓફિસમાં દરોડો પાડી જરૂરી પુરાવા અને ફાઈલો જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ કાર્યવાહી શરૂ થતાં જ ગુનામાં સંકળાયેલા આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા. ત્યારબાદ, 9 જુલાઈ 2026ના રોજ હસમુખજી વણઝારાએ પણ દીપેશ રાજપૂત અને જીગર પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આખરે પોલીસે તપાસ તેજ કરીને 11 જુલાઈ 2026ના રોજ દીપેશ રાજપૂત, અરવિંદ મકવાણા અને જીગર પરમારની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ મોટી કાર્યવાહીથી કાલોલ પંથકના વ્યાજખોરોમાં ભારે હડકંપ મચી ગયો છે. જો કે, હવે કાલોલ પોલીસ આ વ્યાજખોરો સામે ફરિયાદ મુજબ કડક તપાસ કરીને યોગ્ય પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું!
    2
    કાલોલ નગરમાં ગેરકાયદેસર અને ઊંચા વ્યાજે નાણાં ધીરીને પઠાણી ઉઘરાણી કરવાના મામલે પોલીસ દ્વારા 'માં ફાઇનાન્સ' નામના વ્યાજખોરીના વ્યવસાય સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. કાલોલ તાલુકા પંચાયત બહાર ચાની લારી ચલાવી ગુજરાન ચલાવતા રણુભાઈ ભરવાડ અને વ્યાજખોરોના ત્રાસથી પરેશાન હસમુખજી તેજાજી વણઝારા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદોના આધારે પોલીસે આ કડક કાર્યવાહી કરી છે.

નગરમાં ડેરોલ સ્ટેશન રોડ પર માતાજીના ચિત્ર અને શસ્ત્રોવાળા પોસ્ટર સાથે 'માં ફાઇનાન્સ'નું બોર્ડ લગાવીને દીપેશ રાજપૂત જરૂરિયાતમંદ લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો. આ વ્યાજખોરો કોઈ પણ ડર રાખ્યા વગર અને કાયદાના ધજિયા ઉડાવીને કોરા ચેક અને અન્ય પદ્ધતિઓ દ્વારા જરૂરિયાતમંદોને વ્યાજે નાણાં આપતા હતા. જો કોઈ વ્યક્તિ નક્કી કરેલા સમય પર વ્યાજ કે મુદ્દલ ન ચૂકવે, તો તેને પોલીસની ધમકી આપી જેલમાં પુરાવી દેવા સુધીનો પઠાણી ત્રાસ આપવામાં આવતો હતો. આ ભય અને મજબૂરીના કારણે લોકો મૂંગા મોઢે વ્યાજ ભરવા મજબૂર બન્યા હતા.

ચાની લારી ચલાવતા રણુભાઈ ભરવાડે વ્યાજના બાકી રૂપિયાની પઠાણી ઉઘરાણી સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ, નવનિયુક્ત નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિરના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડ અને પોલીસ સ્ટાફે સુપેડા હોસ્પિટલ સામે આવેલા કોમ્પ્લેક્સમાં ચાલતી 'માં ફાઇનાન્સ'ની ઓફિસમાં દરોડો પાડી જરૂરી પુરાવા અને ફાઈલો જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ કાર્યવાહી શરૂ થતાં જ ગુનામાં સંકળાયેલા આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા. ત્યારબાદ, 9 જુલાઈ 2026ના રોજ હસમુખજી વણઝારાએ પણ દીપેશ રાજપૂત અને જીગર પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આખરે પોલીસે તપાસ તેજ કરીને 11 જુલાઈ 2026ના રોજ દીપેશ રાજપૂત, અરવિંદ મકવાણા અને જીગર પરમારની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની આ મોટી કાર્યવાહીથી કાલોલ પંથકના વ્યાજખોરોમાં ભારે હડકંપ મચી ગયો છે. જો કે, હવે કાલોલ પોલીસ આ વ્યાજખોરો સામે ફરિયાદ મુજબ કડક તપાસ કરીને યોગ્ય પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું!
    user_Jayvirsinh vikramsinh sol
    Jayvirsinh vikramsinh sol
    કલોલ, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.