Shuru
Apke Nagar Ki App…
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાળના મુવાડા ગામે એક ખેતરમાં આશરે ૮ ફૂટ લાંબો મસમોટો મગર જોવા મળ્યો હતો. ખેડૂત કાંતિભાઈએ આ અંગે તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. સ્થળ પર તપાસ કરતા, આ મગર સાથે તેના તાજા જન્મેલા ૧૦ બચ્ચા પણ મળી આવ્યા હતા. લુણાવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એસ. ગામીતની સૂચના મુજબ, સિગ્નલી રાઉન્ડના રાઉન્ડ ફોરેસ્ટર ગોરીબેન હઠીલા, સમીરખાન પઠાણ, વિષ્ણુભાઈ પૂજારા, જીવરાજભાઈ ગઢવી અને વિનાબેન પગી સહિતના વનવિભાગના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે કાંતિભાઈ માછીના ખેતરમાંથી મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું અને તેના ૧૦ બચ્ચાને પણ સુરક્ષિત રીતે પકડી પાડ્યા હતા. ત્યારબાદ મગર અને તેના બચ્ચાને સહી સલામત રીતે મહીસાગર નદીમાં છોડી દેવામાં આવ્યા હતા, જેના પગલે ખેડૂતે રાહતનો શ્વાસ લીધો હતો.
Mahisagar News
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાળના મુવાડા ગામે એક ખેતરમાં આશરે ૮ ફૂટ લાંબો મસમોટો મગર જોવા મળ્યો હતો. ખેડૂત કાંતિભાઈએ આ અંગે તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. સ્થળ પર તપાસ કરતા, આ મગર સાથે તેના તાજા જન્મેલા ૧૦ બચ્ચા પણ મળી આવ્યા હતા. લુણાવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એસ. ગામીતની સૂચના મુજબ, સિગ્નલી રાઉન્ડના રાઉન્ડ ફોરેસ્ટર ગોરીબેન હઠીલા, સમીરખાન પઠાણ, વિષ્ણુભાઈ પૂજારા, જીવરાજભાઈ ગઢવી અને વિનાબેન પગી સહિતના વનવિભાગના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે કાંતિભાઈ માછીના ખેતરમાંથી મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું અને તેના ૧૦ બચ્ચાને પણ સુરક્ષિત રીતે પકડી પાડ્યા હતા. ત્યારબાદ મગર અને તેના બચ્ચાને સહી સલામત રીતે મહીસાગર નદીમાં છોડી દેવામાં આવ્યા હતા, જેના પગલે ખેડૂતે રાહતનો શ્વાસ લીધો હતો.
More news from ગુજરાત and nearby areas
- અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગોવિંદપુર ગામે જમીન વિવાદના કારણે મારામારી અને ધમકીનો બનાવ બન્યો છે. ગોવિંદભાઈ નાનાભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની માલિકીની સર્વે નં. ૨૧૨ (ક) ની જમીનમાં આરોપીઓએ ટ્રેક્ટર લઈને ગેરકાયદેસર પ્રવેશ કરી જમીન ખેડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું. આ વિવાદ રેવન્યુ રેકોર્ડની ભૂલને કારણે સર્વે નં. ૧૪૨ અને ૨૧૨ (ક) વચ્ચેના ઓવરલેપને લઈને ચાલી રહ્યો હતો, જેના કારણે આરોપીઓ અગાઉથી તકરાર કરતા હતા. ૨૧ જૂનના રોજ બપોરે ગોવિંદભાઈ ખેતરે પહોંચ્યા ત્યારે વિક્રમભાઈ નાનાભાઈ મકવાણા ટ્રેક્ટરથી જમીન ખેડી રહ્યા હતા. તે સમયે ચેતનકુમાર નાનાભાઈ મકવાણા, કિરણભાઈ બાબુભાઈ મકવાણા અને નવીનભાઈ બાબુભાઈ મકવાણા પણ ત્યાં હાજર હતા. ફરિયાદમાં આક્ષેપ છે કે ગોવિંદભાઈએ વિરોધ કરતાં ચારેય આરોપીઓએ અશ્લીલ ગાળો બોલી ધક્કામુક્કી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાસ્થળે હાજર અશોકભાઈ શિવાભાઈ પટેલ અને વિષ્ણુભાઈ નાનાભાઈ પટેલે વચ્ચે પડતાં તેમને પણ ધમકીઓ આપવામાં આવી હતી. ત્યારબાદ ૧૧૨ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવેશ, નુકસાન પહોંચાડવું, ગાળાગાળી, ધમકી અને મદદગારી સહિતની કલમો હેઠળ માલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.3
- અરવલ્લી જિલ્લાના વડાગામમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં એક હોટલ માલિકના પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં ઇજાગ્ર્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.1
- બોરસદ ટાઉન પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ઈંગ્લીશ દારૂ ભરેલી એક પિકઅપ ગાડી સાથે મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.1
- દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની વાલાગોટા પી.એમ. શ્રી પ્રાથમિક શાળા ખાતે 23 જૂન, 2026, મંગળવારના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં કન્યા કેળવણી મહોત્સવ, પ્રગતિનો પ્રવેશોત્સવ અને નવીન ઓરડાઓના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમની અધ્યક્ષતા દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં દીકરીઓ અને નાના બાળકોને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ અપાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, સાથે જ શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે હેતુથી શાળાના 6 નવા ઓરડાઓનું લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓના આવાગમનને સરળ બનાવવા માટે નવી બસ સેવાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા માટે અપીલ કરાઈ હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળા પરિવાર, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.1
- હાલોલ નગરમાં મોહરમ પર્વને લઈ છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજીયા શણગારવામાં આવી રહ્યા છે. આગામી શુક્રવાર, ૨૬ જૂનના રોજ મોહરમ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. હિજરી સંવત મુજબ, મોહરમ ઇસ્લામનો પ્રથમ માસ છે, અને આ પર્વ ઇસ્લામ ધર્મના સ્થાપક પેગંબર હજરત મોહમદ સાહેબના દોહિત્ર પુત્ર ઇમામ હુસેનની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે. ઇમામ હુસેનની યાદમાં નગરની મસ્જિદોમાં જીક્ર શરીફ અને મિલાદ શરીફના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે, જેને લઈ નગરમાં ઠેર ઠેર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉજવણીના ભાગરૂપે, આગામી શુક્રવાર, ૨૬ જૂનના રોજ બપોરે નગરના હુસેની ચોક કસ્બા ખાતેથી હાલોલ નગરના તમામ તાજીયા એકત્રિત થઈ એક ભવ્ય ઝુલુસ નીકળશે. આ ઝુલુસનું સમાપન કાદરી મોહલ્લા ખોખર ફળિયા ખાતે કરવામાં આવશે. ત્યારબાદ, કાદરી મોહલ્લા દ્વારા નિયાઝનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટશે. છેલ્લા બે દિવસથી નગરના વિવિધ તાજીયાનું આગમન થતાં મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને નગરના મુસ્લિમ વિસ્તારોમાં રોશનીનો શણગાર પણ કરવામાં આવ્યો છે.1
- વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા મકરંદ દેસાઈ રોડ પરની અલ મક્કા ખાતેની દુકાન નંબર-22 પર ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી.1
- અરવલ્લી જિલ્લામાં આરોગ્ય સેવાનો પાયો ગણાતી આશા બહેનોને છેલ્લા છ મહિનાથી બાકી રહેલા ઇન્સેન્ટિવ અને માનદ વેતનની ચુકવણી ન થતા પોતાના હક માંગવા રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. જિલ્લા વિકાસ અધિકારી કચેરી આગળ આક્રોશિત આશા બહેનોએ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. આશા વર્કરોએ જણાવ્યું કે તેઓ HBYC, HBNC, PMMVY, PMJAY, ABHA સહિત આરોગ્ય વિભાગની અનેક મહત્વપૂર્ણ યોજનાઓમાં સતત મેદાનમાં રહીને કામગીરી કરે છે. તેઓ ગર્ભવતી મહિલાઓથી લઈને નવજાત બાળકોની સંભાળ, રસીકરણ અને વિવિધ આરોગ્ય અભિયાનોમાં ખડેપગે સેવા આપે છે, છતાં તેમના મહેનતના નાણાં મહિનાઓથી અટવાયેલા છે. આશા બહેનોનો આક્ષેપ છે કે ઇન્સેન્ટિવના 50 ટકા, ટોપ અપ, વર્ષ 2023થી PMMVYનું ચૂકવણું તેમજ ઓક્ટોબર 2025થી સી-બેક યોજના હેઠળની રકમ હજુ સુધી ચૂકવાઈ નથી. આ ઉપરાંત, માર્ચ મહિનાથી માનદ વેતન પણ મળ્યું નથી, જેના કારણે અનેક પરિવારો ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આક્રોશિત આશા બહેનોએ સરકાર અને આરોગ્ય વિભાગને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તાત્કાલિક બાકી ચૂકવણાં નહીં કરવામાં આવે તો આગામી પોલિયો અભિયાન સહિતની તમામ આરોગ્ય યોજનાઓમાં તેઓ કામગીરીથી દૂર રહેશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને આરોગ્ય તંત્રની રહેશે. તેમણે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી અને સંબંધિત અધિકારીઓને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક તમામ બાકી રકમ ચૂકવવા અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરીને હડતાળની જાહેરાત કરી હતી. હવે સવાલ એ છે કે જેઓ સરકારની આરોગ્ય યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડે છે, શું તેમની પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચશે? શું જવાબદાર અધિકારીઓ આ આશા બહેનોની પીડા સાંભળશે કે પછી ફરી એકવાર માત્ર આશ્વાસનો જ મળશે? સૌની નજર સરકાર અને આરોગ્ય વિભાગના આગામી નિર્ણય પર ટકેલી છે.3
- અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જાયલા ગામ નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી વિજયનગર જતી એસટી બસ અને એક બાઈક વચ્ચે થયેલી ટક્કરમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, એસટી બસે ઓવરટેક કરતી વખતે બાઈક ચાલકને અડફેટે લીધો હતો, જેના કારણે બાઈક ચાલક બસના પૈડા નીચે આવી જતાં આ દુર્ઘટના બની હતી. આ અકસ્માત બાદ ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.3