Shuru
Apke Nagar Ki App…
ગોપાલ તળપદા
More news from ગુજરાત and nearby areas
- બાલાસિનોર ટાઉન પોલીસ તથા મામલતદાર સાહેબ દ્વારા બાલાસિનોર ટાઉન વિસ્તારમાં રસ્તા વચ્ચે રાહદારીઓને અડચણરૂપ બનેલી શાકભાજી અને ફૂટસની લારીઓ તેમજ દુકાનો દ્વારા કરાયેલ દબાણ દૂર કરવામાં આવ્યું. સાથે જ ટ્રાફિક ન સર્જાય તે માટે વેપારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.1
- અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh RK NEWS 99792 786771
- Post by RK News1
- *ગુજરાતની કિસાન સૂર્યોદય યોજના. ..રાતના ઉજાગરાથી મુક્તિ અને નવો સૂર્યોદય* *અરવલ્લીના ખેડૂતોના જીવનમાં નવો પ્રકાશ...કિસાન સૂર્યોદય યોજનાના લાભ* અરવલ્લી માહીતી કચેરી 23-12-25 ગુજરાત સરકારની કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે એક ક્રાંતિકારી પગલું છે. આ યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી પુરવઠો આપવામાં આવે છે, જેથી તેઓ સવારે ૫ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી સિંચાઈ અને ખેતીના કામ માટે વીજળીનો ઉપયોગ કરી શકે. અગાઉ રાત્રે જ વીજળી મળતી હોવાથી ખેડૂતોને ઉજાગરા કરવા પડતા અને જંગલી પ્રાણીઓ તથા જીવજંતુઓનો ભય રહેતો હતો. હવે દિવસે વીજળી મળવાથી આ સમસ્યાઓ દૂર થઈ છે. અરવલ્લી જિલ્લાના ખેડૂત જ્યંતિભાઈ પટેલ જણાવે છે કે, “આ યોજના પહેલાં રાત્રે ખેતરમાં જવું પડતું, અંધારામાં કામ કરવું મુશ્કેલ હતું અને ડર પણ લાગતો. હવે દિવસે વીજળી મળે છે તો સવારથી જ સિંચાઈ કરી શકીએ છીએ. મારા પાકનું ઉત્પાદન વધ્યું છે, પાણીની બચત થાય છે અને પરિવાર સાથે સમય પણ વીતી શકીએ છીએ. આ યોજનાએ અમારું જીવન સરળ બનાવ્યું છે.” આ યોજનાના મુખ્ય લાભો. ..ખેડૂતોની કાર્યક્ષમતા વધે છે, કારણ કે તેઓ દિવસના પ્રકાશમાં સુરક્ષિત રીતે ખેતરમાં કામ કરી શકે છે. પાકનું ઉત્પાદન વધે છે, કારણ કે સમયસર સિંચાઈ થઈ શકે છે. માઇક્રો ઇરિગેશન જેવી આધુનિક પદ્ધતિઓનો વિસ્તાર થાય છે, જેથી પાણીની બચત થાય અને ‘પ્રતિ ટીપું વધુ પાક’નો મંત્ર અમલમાં આવે. આજે રાજ્યના ૯૮.૬૬% ગામોમાં આ યોજના અમલમાં છે, જેનાથી લાખો ખેડૂતોને લાભ થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લા જેવા આદિવાસી વિસ્તારોમાં આ યોજનાએ ખેડૂતોના જીવનમાં નવો પ્રકાશ લાવ્યો છે. ગુજરાત સરકારના આ પ્રયત્નોથી ખેતી વધુ સમૃદ્ધ અને સુરક્ષિત બની છે, જે રાજ્યને કૃષિ ક્ષેત્રે રાષ્ટ્રીય મોડેલ બનાવે છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી mo. 96385006501
- Post by Pooja patel1
- r j devki જનહિત માં જારી.1
- આમોદ: લોકપ્રતિનિધિઓની મક્કમ રજૂઆતનો વિજય, NH-64 પર ઢાઢર નદીના પુલના નવનિર્માણ માટે 19.19 કરોડ મંજૂર ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ પંથકની જીવાદોરી સમાન નેશનલ હાઈવે-64 પર પ્રતીક્ષિત સુધારાનો પવન ફૂંકાયો છે. લાંબા સમયથી જર્જરિત અને જોખમી બનેલા ઢાઢર નદીના મેજર બ્રિજના પુનઃનિર્માણ અને મરામત માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા 19.19 કરોડના પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ ભરૂચ નેશનલ હાઈવે વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાતા જંબુસર-આમોદ પંથકના વાહનચાલકો અને વેપારી આલમમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. વર્ષોથી આ બ્રિજ અત્યંત જર્જરિત હોવાને કારણે અહીંથી ભારે માલવાહક વાહનો પસાર થવા પર પ્રતિબંધ હતો, જેની સીધી અસર સ્થાનિક ઉદ્યોગો અને અર્થતંત્ર પર પડી રહી હતી. જનતાની આ પીડાને વાચા આપવા માટે સ્થાનિક ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાએ કેન્દ્ર સરકારમાં અસરકારક અને સઘન રજૂઆતો કરી હતી. આ રજૂઆતોના ફળસ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા આ પ્રોજેક્ટને પ્રાધાન્ય આપી મંજૂરીની મહોર મારવામાં આવી છે. ઢાઢર નદીનો બ્રિજ લાંબા સમયથી જર્જરિત હોવાને કારણે વાહનચાલકો અને ઉદ્યોગો માટે મુશ્કેલીનું કારણ બન્યો હતો. જોકે, ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાની સતત રજૂઆતોને પગલે કેન્દ્ર સરકારે આ બ્રિજના રિકન્સ્ટ્રક્શન માટે 19.19 કરોડની મંજૂરી આપી છે. ટેન્ડર પ્રક્રિયા શરૂ થતા હવે આ પુલનું આધુનિક અને મજબૂત નિર્માણ હાથ ધરાશે, જેનાથી ભારે વાહનોના અવરજવર પરના પ્રતિબંધનો અંત આવશે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં જંબુસર અને આમોદ પંથકની સુરક્ષિત મુસાફરી અને આર્થિક પ્રગતિ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ પ્રોજેક્ટ માત્ર ઈંટ-પથ્થરનું બાંધકામ નહીં, પરંતુ આ પંથકની સુખાકારી અને સુરક્ષાનો સેતુ બનશે. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ આ પ્રોજેક્ટને સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવાની કટિબદ્ધતા દર્શાવતા ઉચ્ચ નેતૃત્વનો આભાર માન્યો હતો. આ બ્રિજનું નિર્માણ થતાં જ ભારે વાહનોને પડતા લાંબા ચકરાવામાંથી મુક્તિ મળશે અને જંબુસર-આમોદ વચ્ચેનો વાહનવ્યવહાર ફરી એકવાર સંપૂર્ણ ક્ષમતા સાથે ધમધમતો થશે.1
- અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh RK NEWS 99792 786771
- Post by RK News1