Shuru
Apke Nagar Ki App…
સુરતમાં એક ઇકો કારમાંથી ₹5.16 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, દારૂ સાથે કાર ઝડપાતા જ તેનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
INDIAnews24
સુરતમાં એક ઇકો કારમાંથી ₹5.16 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, દારૂ સાથે કાર ઝડપાતા જ તેનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
More news from ગુજરાત and nearby areas
- સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા બમરોલી મેઈન રોડ પર સ્થિત શ્રીકૃષ્ણ જ્વેલર્સની દુકાનમાં મોટી ચોરીની ઘટના બની છે. તસ્કરો અંદાજે ૧૫ કિલો ચાંદી, ૩૩ ગ્રામ સોનું અને ₹૨૫ હજાર રોકડા ચોરીને ફરાર થઈ ગયા હતા. ચોરો દુકાનની છત પરથી પતરા કાપીને અંદર પ્રવેશ્યા હતા અને પકડાઈ ન જવાય તે માટે દુકાનમાંથી સીસીટીવીનું ડીવીઆર પણ પોતાની સાથે લઈ ગયા હતા. આ ચોરીનો ભોગ બનનાર દુકાન માલિકનું નામ મનોજ સોની છે.1
- ભરત તિવારી એન્કાઉન્ટર કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સામે આવ્યું છે કે ભરતને કુલ પાંચ ગોળીઓ વાગી હતી. રિપોર્ટ અનુસાર, પહેલી ગોળી ડાબી જાંઘના ઉપરના ભાગમાં આગળથી વાગી હતી, જ્યારે બીજી ગોળી પણ ડાબી જાંઘના મધ્ય ભાગમાં અંદરની તરફથી લાગી હતી. ત્રીજી ગોળી જમણી જાંઘના મધ્યમાં અંદરની તરફથી વાગી હતી અને ચોથી ગોળી જમણી જાંઘમાં બહારની તરફથી વાગી હોવાનું નોંધાયું છે. પાંચમી ગોળી ડાબા પગના મધ્ય ભાગમાં પાછળથી વાગી હતી તેમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે.1
- સુરત શહેરના નવાગામ વિસ્તારમાં આવેલા દીપ સ્ટોર ખાતે એક મહિલા દ્વારા ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. દિવસ દરમિયાન બનેલી આ ઘટનામાં, મહિલાએ દુકાનદારને ચકમો આપીને દુકાનની અંદરથી પૈસાની ચોરી કરી હતી. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સુરત શહેરમાં દિવસદહાડે બનેલી ચોરીની આ ઘટનાને કારણે ચોરોના હોસલા બુલંદ થયા છે.1
- દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા ધરાવતો આ ભૂકંપ અફઘાનિસ્તાનના હિંદુકુશ વિસ્તારમાં આવ્યો હતો, જેના આંચકા ભારતના આ વિસ્તારોમાં અનુભવાયા હતા.1
- સુરત ગ્રામ્ય LCB દ્વારા ઓલપાડ તાલુકાના સિવાણ ગામની સીમમાં જીઇબી (GEB) નજીક આવેલા રોડ પરથી એક ઇકો ફોરવ્હીલ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. LCBએ આ કાર્યવાહીમાં કુલ ₹5,16,316/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે.1
- સુરતમાં શ્રીકૃષ્ણ જ્વેલર્સ ખાતે એક મોટી ચોરીનો બનાવ સામે આવ્યો છે. ચોરો દુકાનમાંથી આશરે ૧૫ કિલો ચાંદી અને સોનું લઈને ફરાર થઈ ગયા છે.1
- સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક EV કાર અકસ્માતનો ભોગ બની છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.1