ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતના વિભાજન મુદ્દે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતના વિભાજન મુદ્દે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામના ગ્રામજનોએ ગ્રામ પંચાયતને ત્રણ ભાગમાં વિભાજિત કરવાના મુદ્દે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં ગ્રામસભાનું સ્થળ બદલવાની સાથે પોલીસ બંદોબસ્ત ફાળવવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતનું ભવન ખૂબ જ નાનું અને સાંકડું હોવાથી મોટી સંખ્યામાં લોકો માટે ગ્રામસભા યોજવી મુશ્કેલ છે. તેથી ગ્રામસભા માટે PHC સેન્ટર ખાતે યોગ્ય સ્થળ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના વિભાજનનો મુદ્દો સંવેદનશીલ હોવાથી ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને ગ્રામસભા દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. સાથે જ ગ્રામ પંચાયતના વિભાજનની સમગ્ર કાર્યવાહી પારદર્શક રીતે થાય તે માટે તાલુકા પંચાયત તરફથી જવાબદાર અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામસભાની કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે તેવી માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે. આ આવેદનપત્ર આપતી વખતે ઝરીબુઝર્ગ ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામ પંચાયતના વિભાજન અંગેની કાર્યવાહી પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતના વિભાજન મુદ્દે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતના વિભાજન મુદ્દે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામના ગ્રામજનોએ ગ્રામ પંચાયતને ત્રણ ભાગમાં વિભાજિત કરવાના મુદ્દે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં ગ્રામસભાનું સ્થળ બદલવાની સાથે પોલીસ બંદોબસ્ત ફાળવવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતનું ભવન ખૂબ જ નાનું અને સાંકડું હોવાથી મોટી સંખ્યામાં લોકો માટે ગ્રામસભા યોજવી મુશ્કેલ છે. તેથી ગ્રામસભા માટે PHC સેન્ટર ખાતે યોગ્ય સ્થળ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના વિભાજનનો મુદ્દો સંવેદનશીલ હોવાથી ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને ગ્રામસભા દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. સાથે જ ગ્રામ પંચાયતના વિભાજનની સમગ્ર કાર્યવાહી પારદર્શક રીતે થાય તે માટે તાલુકા પંચાયત તરફથી જવાબદાર અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામસભાની કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે તેવી માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે. આ આવેદનપત્ર આપતી વખતે ઝરીબુઝર્ગ ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામ પંચાયતના વિભાજન અંગેની કાર્યવાહી પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
- લીમખેડા તાલુકામાં ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લીમખેડા તાલુકામાં ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબી દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી નિક્ષય પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન આંતરસૂબા ગામના સરપંચ જશોદાબેન હઠીલા દ્વારા લીમખેડા ટીબી યુનિટ હેઠળના પાંચ ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબીની સારવાર દરમિયાન દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને તેઓ સ્વસ્થ રહી શકે તે માટે નિક્ષય પોષણ કીટ મહત્વપૂર્ણ સહાયરૂપ બની રહી છે. કાર્યક્રમમાં પિરામલ સ્વાસ્થ્યના કોઓર્ડિનેટર, એસટીએસ, એસટીએલએસ, સીએચઓ, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ તેમજ આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી દર્દીઓની સમયસર ઓળખ, નિયમિત સારવાર અને પોષણ સહાય દ્વારા ટીબી નાબૂદીના પ્રયાસોને વેગ આપવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય કક્ષાએ સરપંચ સહિત સ્થાનિક આગેવાનો અને આરોગ્ય કર્મચારીઓની સહભાગિતાથી ટીબી મુક્ત ભારતના અભિયાનને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.1
- ફતેપુરા તાલુકાના એક ગામમાં કરિયાણાની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરતાં સગીર વયનાં બાળકો CCTV કેમેરામાં કેદ યાસીનભાભોર-FATEPURA LIVE MO.9825257995-9924257995 ફતેપુરા તાલુકાના એક ગામમાં કરિયાણા ની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરતાં સગીર વયનાં બાળકો CCTV કેમેરામાં કેદ,દુકાન માલિકે ફતેપુરા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી,ફતેપુરા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી.1
- ઈદે મિલાદ ના જુલુસ માં મૂસ્લિમ સમાજ ના તમામ નાના મોટા લોકો સામેલ થયા : મહીસાગર સંતરામપુર: લુણાવાડા મહીસાગર જિલ્લાના સંતરામપુર અને મુખ્ય મથક લુણાવાડા માં આજે ઇસ્લામ ધર્મ ના મહાન પેગંબર મોહમદ મુસ્તુફા સલલ્લાહો અલય્હે વસલ્લમ નો 1501 જશ્ને ઈદે મિલાદ ની આન બાન સાથે ઉજવણી કરવામાં આવી. ઈદે મિલાદ ના જુલુસ માં મૂસ્લિમ સમાજ ના તમામ નાના મોટા લોકો સામેલ થયા ઈદે મિલાદ ના જુલુસ માં પોલીસ તેમજ પ્રશાસન નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ઈદે મિલાદ ના જુલુસ માં પોલીસ ની સરાહનીય કામ ગીરી જોવા મળી લુણાવાડા ના હુસેની ચોક થી જુલૂસ નીકળ્યું અને આસ્થાના બજાર માંડવી બજાર જવાહર રોડ માધવાસ દરવાજા થી મોડાસા ફળી થઈ હુસેની ચોક માં પરતઆવ્યું જ્યારે સંતરામપુરમાં જુમ્મા મસ્જિદ થી શરૂ કરીને તેની ચોક ભોય વાળા ટેકરી બસ સ્ટેશન વિસ્તાર અને ગોધરા ભાગોળ વિસ્તાર થઈને પરત જુમ્મા મસ્જિદ આવેલ હતું. મહીસાગર જિલ્લાના લુણાવાડા સંતરામપુર અને બાલાસિનોર ખાતે ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલલ્લાહો અલયે હે વ સલ્લમ એ ''બેટી બચાવો, બેટી પઢાવો ''" ઉપર ખૂબ જ ભાર મૂક્યો હતો અને હાલના વર્તમાન પરિસ્થિતિમાં પણ દીકરીઓને સન્માન સાથે પડાઈ કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ જુલુસમાં મુસ્લિમ સંપ્રદાયના બાળકોથી માંડીને આભાર વૃદ્ધોએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને ઠેર ઠેર ઠંડા પાણી સરબત કોલ્ડ્રીંક તેમજ ફરસાણ નું લોકો દ્વારા વિતરણ કરવા માં આવ્યું ... જુલૂસ માં ડીજે તેમજ માઈક પર નાત શરીફ પડતા આલીમો મદ્રેસા ના બાળકો જોવા મળ્યા મુસ્લિમ સમાજ તરફથી મહીસાગર પોલીસ તેમજ પ્રશાસન નો ખૂબ ખૂબ આભાર માન્યો રિપોર્ટર... અમીન કોઠારી મહીસાગર4
- છોટાઉદેપુરમાં ૧૫૦૧મી ઇદે મિલાદુન્નબીની આન બાન અને શાનથી ઉજવણી છોટાઉદેપુર જીલ્લામાં આજે ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પયગમ્બર સાહેબ "સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ" ના ૧૫૦૧માં જન્મદિવસ નિમિત્તે ઈદે-મિલાદની ઉજવણી ભારે ધામધૂમ અને ઉલ્લાસ પૂર્વક કરવામાં આવી ઈદે-મિલાદની ઉજવણીના પગલે તમામ મસ્જિદો, દરગાહો તેમજ મહોલ્લાઓને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. ઈદ મિલાદના ઉજવણી પર્વે છોટાઉદેપુર નગરમાં ભવ્ય ધાર્મિક જુલૂસમાં જિલ્લાની મસ્જિદોના ઇમામ સાહેબો, મદરેસાના બાળકો અને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા. હઝરત મોહંમહ પયંગમ્બર સાહેબના જન્મ દિનની જિલ્લાના મુસ્લીમ બિરાદરોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઇદે મિલાદની ઉજવણીમાં જિલ્લામાં ભવ્ય ઝુલુસ મુખ્ય માર્ગો પર નીકળ્યા હતા. ઇદે મિલાદની ઉજવણીના ભાગ રુપે છોટાઉદેપૂરમાં વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં રંગબેરંગી લાઇટો અને તોરણો ની ચમક થી ઝળહળી ઉઠયા હતા. ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના ૧૫૦૧માં જન્મદિને ઇદે મિલાન્દુન્નબી સમગ્ર દેશની સાથે જિલ્લાના તમામ વિસ્તારોમાં આન બાન અને શાનથી ખુબજ શાંતિપૂર્વક ઉજવણી કરાઇ હતી. છોટાઉદેપુર જિલ્લાના મસ્જિદ મોહલ્લા, કસ્બા, નજરબાગ, સિંધી ટાઉન, નુરાની મોહલ્લા, દરગાહ રોડ, કાદરિયા ચોક, નટવર પુરા, ચિસ્તીયા મોહલ્લા, વણજારા મોહલ્લા, અજમેરી મોહલ્લા, અને મકરાણી મોહલ્લા સહિતના તમામ વિસ્તારો ઝુલુસ માં પઢાવાતી નાતે પાક ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા. વહેલી સવારથી જ જિલ્લાની મસ્જિદોમાં મૌલાના સાહેબો દ્વારા તકરીર, કિરઅત, નાત શરીફ અને સલામ પઢી દેશની શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુવાઓ કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 8:30 વાગ્યે મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત મહંમદ પયંગબર સાહેબના જન્મ દિન નિમિત્તે આજે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ હતુ. જેમાં વાહન રેલી તેમજ પગપાળા ચાલતા તમામ મુસ્લિમ સમાજના બિરાદરો જુલુસમાં વિશાળ સંખ્યામાં જોડાયા હતા. જુલુસમાં આવતાં બાળકોને શરબત, બિસ્કીટ, ચોકલેટ વગેરે વહેચવામાં આવ્યા હતા. આમ છોટાઉદેપુરમાં હઝરત મોહમદ પયગંબર સાહેબના જન્મ દિવસની ઉજવણી કોમી એકતાના માહોલમાં ઉજવવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા, આમ હઝરત મોહમદ પયગમ્બર સાહેબે આપેલા નવગુણો જીવનમાં ઉતારી તેમને બતાવેલા શાંતિ અમન ભાઈચારાના બતાવેલા રસ્તા ઉપર ચાલી ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. જુલુસ ના સમાપન બાદ મસ્જિદોમાં મોહંમદ પયગંબર સાહેબ ના મુએ મુબારક એટલેકે વાળ મુબારકની ઝીયારતનું કાર્યક્રમ યોજાયો હતો, અને સાથેજ મસ્જિદોના પ્રાંગણમાં અને દરગાહ શરીફમાં તમામ લોકોને ખીર ખવડાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઈસ્લામ ધર્મના મહાન પયંગબર હઝરત મુહંમદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સાહેબના જન્મ દિવસ નિમિત્તે ઈદે મિલાદનુ પર્વ આખા વિશ્વમાં મનાવવામાં આવે છે. જેમા દેશમાં શાંતિ અને સલામતીની પ્રાર્થના કરવામાં આવે છે, ઈસ્લામ ધર્મના મહાન પયંગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની વિલાદતની યાદમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા સવારે ઇદે મિલાદુન્નબી નું ભવ્ય જુલૂસ કાઢવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઈને એક બીજાને મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિનની શુભેચ્છાઓ પાઠવે છે. અહેવાલ : ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર.1
- છોટાઉદેપુરમાં ૧૫૦૧મી ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી, હઝરત મોહમ્મદ પયગંબર ﷺ સાહેબના જન્મદિને નીકળ્યું શાનદાર જુલૂસ છોટાઉદેપુર નગરમાં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (ﷺ) ના ૧૫૦૧માં જન્મદિવસ એટલે કે ઈદે મિલાદુન્નબી પર્વની ભવ્ય અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી. નગરમાં નીકળેલા વિશાળ જુલૂસમાં હજારો મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને દેશમાં અમન-શાંતિ માટે દુવાઓ માંગી હતી. જુઓ સમગ્ર ઉજવણીનો ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ. #Chhotaudepur #EidMiladunNabi #EKrantiNews #ChhotaudepurNews #MiladunNabi1501 #GujaratNews #YakubRazaPathan1
- મહીસાગર: લુણાવાડામાં ઈદે મિલાદુન્નબીનું જુલૂસ હર્ષોલ્લાસ સાથે નીકળ્યું લુણાવાડા, મહીસાગર આજે રોજ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ઈસ્લામ ધર્મના મહાનુભાવ હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમના 1501મા જશ્ને ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલૂસમાં મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મદ્રેસાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર જુલૂસ દરમિયાન શાંતિ અને ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસને લઈને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની સરાહનીય કામગીરી બદલ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જુલૂસ લુણાવાડાના હુસેની ચોકથી પ્રસ્થાન થઈ આસ્થાના બજાર, માંડવી બજાર, જવાહર રોડ, માધવાસ દરવાજા, મોડાસા ફળી થઈ પરત હુસેની ચોક ખાતે પહોંચી સમાપન થયું હતું. જુલૂસના માર્ગમાં ઠેર-ઠેર લોકો દ્વારા ઠંડા પાણી, સરબત, કોલ્ડ્રીંક અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જુલૂસમાં નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. અંતમાં મુસ્લિમ સમાજ વતી મહીસાગર પોલીસ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.4
- કાલોલ ખાતે ઇદે મિલાદુન નબી નો મહાપર્વ મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે શાંતિ ભર્યા માહોલમાં મનાવાયો. હજારો મુસ્લીમ બિરાદરો જૂલુસ માં જોડાયા. ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં પવિત્ર ઈદેમિલાદ નિમિત્તે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે ઈદેમિલાદ પર્વ નિમિત્તે કાલોલ શહેરના મુસ્લીમ સમુદાયે પણ પોતાની મસ્જિદ, મદ્રેસા, મોહલ્લા, ચોક અને પોત પોતાના મકાનો પર રોશનીથી શણગારીને ઈદેમિલાદની પુર્વતૈયારીઓ કરી હતી. હજરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી નિમિત્તે કાલોલ શહેર મુસ્લીમ બિરાદરોએ પેગંબર સાહેબના ૧૫૦૧ મી યૌમે વીલાદત (જન્મજયંતી) ના મોકા પર વહેલી સવારે પાંચ વાગ્યા સુમારે એકત્રિત થઈ જુમ્મા મસ્જીદના પ્રાંગણમાં નાતશરીફ અને સલાતોસલામ પઢી પેગંબર સાહેબના મુએ મુબારક એટલે બાલ મુબારક ના દીદાર કર્યાં હતાં ત્યારબાદ બપોરે જોહરની નમાજ બાદ નુરાની ચોક સ્થિત જુમ્મા મસ્જીદથી રિફાઇ ગાદી અને અમીરે મિલ્લત મિલાદ કમેટીના નેતૃત્વમાં જશ્ને ઇદે મિલાદ નું ભવ્ય જુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું જે નુરાની ચોકથી પ્રસ્થાન કરી પોલીસ સ્ટેશન, હાઇવે બસ સ્ટેશનથી મેઈન બજારમાંથી પસાર થઈ પાલીકા ભવનના માર્ગે સમગ્ર જુલુસ નુરાની ચોકમાં પરત ફરી જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના ગુલામ ગૌષ રઝવી દ્રારા સમગ્ર વિશ્વ તેમજ ભારત દેશમાં અમન શાંતિ, સલામતી માટે ખાસ દુવાઓ સાથે પયગંબર સાહેબની જન્મજયંતિ ની મુબારકબાદ પાઠવી હતી.કાલોલમાં ઈદેમિલાદ પર્વની શાંતીપૂર્ણ માહોલમાં જુલુસ યોજવા માટે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે પીએસઆઇ આર.એમ. મોહનીયા, પીએસઆઇ એસ આર મકવાણા સહિત પોલીસ સ્ટાફ સહિત એસ.આર.પી અને હોમગાર્ડ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં આ પર્વની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.2
- ફતેપુરામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું ફતેપુરામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું આજે તારીખ 26/08/2026 બુધવારના રોજ સવારે 11 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ રેલી સરકારી માધ્યમિક શાળા ચીખલીના આચાર્ય રાજુભાઈ ખડીયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. આ પ્રસંગે ફતેપુરા ક્યુડીસીના કન્વીનર તેમજ શ્રી આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલના આચાર્ય હેમંતભાઈ પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રેલીમાં ફતેપુરા ક્યુડીસી હેઠળ આવતી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, સંસ્કૃત વિષયમાં રસ ધરાવતા શિક્ષકો તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને તેના મહત્વ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેના કારણે ફતેપુરા નગરમાં સંસ્કૃતમય વાતાવરણ સર્જાયું હતું. સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓ અને લોકોમાં વધુ રસ અને જાગૃતિ કેળવાય તેમજ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાની સમૃદ્ધ ભાષા સંસ્કૃતનો વધુ પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની સહભાગિતાથી સંસ્કૃત ભાષા પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો.1