logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કાલોલ તાલુકાના મેદાપુર ગ્રામ પંચાયતના નમ્રરા ફળિયામાં આવેલી સર્વે નં. 453ની ગૌચર જમીનમાં ખનિજ માફિયાઓ દ્વારા રાત્રી દરમિયાન ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ ખોદકામ રોયલટીની આડમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી સતત ચાલી રહ્યું છે, જેમાં ભારે મશીનોની મદદથી આશરે 20 ફૂટ જેટલી ઊંડાઈ સુધી માટી ખોદી કાઢવામાં આવી છે. આ અંગે મેદાપુર ગ્રામ પંચાયતના સરપંચ અતુલભાઈએ કાલોલ મામલતદારને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. સરપંચ અતુલભાઈએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે ગૌચર જમીન પશુઓના ચરિયાણ માટે અનામત હોય છે, તેમ છતાં કેટલાક તત્વો દ્વારા નિયમોનો ભંગ કરીને જમીનને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિના પરિણામે સરકારી સંપત્તિને મોટું નુકસાન થયું છે અને ગ્રામજનોમાં પણ વ્યાપક રોષની લાગણી પ્રવર્તી રહી છે. તેમણે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ હાથ ધરી ગેરકાયદેસર ખોદકામમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવા, ખોદકામ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા તેમજ ગૌચર જમીનને તેની મૂળ સ્થિતિમાં લાવવા માટે જરૂરી પગલાં ભરવાની તાકીદ કરી છે. હવે તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સ્થાનિક ગ્રામજનોની નજર ટકેલી છે.

1 hr ago
user_Virendra Mehta
Virendra Mehta
Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
1 hr ago

કાલોલ તાલુકાના મેદાપુર ગ્રામ પંચાયતના નમ્રરા ફળિયામાં આવેલી સર્વે નં. 453ની ગૌચર જમીનમાં ખનિજ માફિયાઓ દ્વારા રાત્રી દરમિયાન ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ ખોદકામ રોયલટીની આડમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી સતત ચાલી રહ્યું છે, જેમાં ભારે મશીનોની મદદથી આશરે 20 ફૂટ જેટલી ઊંડાઈ સુધી માટી ખોદી કાઢવામાં આવી છે. આ અંગે મેદાપુર ગ્રામ પંચાયતના સરપંચ અતુલભાઈએ કાલોલ મામલતદારને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. સરપંચ અતુલભાઈએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે ગૌચર જમીન પશુઓના ચરિયાણ માટે અનામત હોય છે, તેમ છતાં કેટલાક તત્વો દ્વારા નિયમોનો ભંગ કરીને જમીનને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિના પરિણામે સરકારી સંપત્તિને મોટું નુકસાન થયું છે અને ગ્રામજનોમાં પણ વ્યાપક રોષની લાગણી પ્રવર્તી રહી છે. તેમણે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ હાથ ધરી ગેરકાયદેસર ખોદકામમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવા, ખોદકામ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા તેમજ ગૌચર જમીનને તેની મૂળ સ્થિતિમાં લાવવા માટે જરૂરી પગલાં ભરવાની તાકીદ કરી છે. હવે તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સ્થાનિક ગ્રામજનોની નજર ટકેલી છે.

More news from Panch Mahals and nearby areas
  • કાલોલ શહેર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ગતરોજ મોડી રાત્રીએ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાત્રીના આશરે દોઢ વાગ્યાના સુમારે કડાકા ભડાકા અને ભારે પવનના સુસવાટા સાથે મેઘરાજાની એન્ટ્રી થતાં કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી કાલોલ શહેર સહિત તાલુકાના વિસ્તારો તેમજ રાજ્યના અન્ય અનેક જિલ્લાઓમાં તાપમાન સતત ઊંચું રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે વહેલી સવારે પડેલા વરસાદથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કાલોલ પંથકના વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ પણ ભીના બન્યા હતા. ગરમીનો પ્રકોપ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહેલા લોકોને આ વરસાદથી ઘણી રાહત મળી હતી. આ ઉપરાંત, ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે પડેલા વરસાદે સમગ્ર વિસ્તારના વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું, જેનાથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. હવામાનમાં આવેલા આ બદલાવથી ગરમીનું પ્રમાણ ઘટ્યું છે અને આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    1
    કાલોલ શહેર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ગતરોજ મોડી રાત્રીએ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાત્રીના આશરે દોઢ વાગ્યાના સુમારે કડાકા ભડાકા અને ભારે પવનના સુસવાટા સાથે મેઘરાજાની એન્ટ્રી થતાં કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે.

છેલ્લા કેટલાક દિવસોથી કાલોલ શહેર સહિત તાલુકાના વિસ્તારો તેમજ રાજ્યના અન્ય અનેક જિલ્લાઓમાં તાપમાન સતત ઊંચું રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે વહેલી સવારે પડેલા વરસાદથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કાલોલ પંથકના વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ પણ ભીના બન્યા હતા.

ગરમીનો પ્રકોપ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહેલા લોકોને આ વરસાદથી ઘણી રાહત મળી હતી. આ ઉપરાંત, ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે પડેલા વરસાદે સમગ્ર વિસ્તારના વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું, જેનાથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. હવામાનમાં આવેલા આ બદલાવથી ગરમીનું પ્રમાણ ઘટ્યું છે અને આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    16 hrs ago
  • પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજભાઈ પટેલે એક આગવી પહેલ કરી છે.
    1
    પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજભાઈ પટેલે એક આગવી પહેલ કરી છે.
    user_Maheshsinh Solanki
    Maheshsinh Solanki
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    22 hrs ago
  • હાલોલ-પાવગઢ રોડ પર આવેલા '99 શોપિંગ મોલ' માં એક અનોખી બચાવ કામગીરી સામે આવી હતી. મે મહિનાની 30મી તારીખે શનિવારના રોજ, મોલની અંદર આવેલી એક લોખંડની જાળીમાં એક બિલાડી ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. મોલના સ્ટાફ દ્વારા જાળીમાં ફસાયેલી બિલાડીને જોતા જ તાત્કાલિક ધોરણે હાલોલ ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજીને ફાયર ટીમ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગભરાયેલી બિલાડીનું સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. બિલાડી લાંબા સમયથી ફસાયેલી હોવાને કારણે ખૂબ જ ગભરાયેલી અને ગુસ્સામાં હતી, જેના કારણે તે કોઈને પણ નજીક આવવા દેતી ન હતી. આવી સ્થિતિમાં ફાયરની ટીમે ભારે કુશળતા અને ધીરજપૂર્વક કામ લીધું હતું. ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, બિલાડી હિંસક મૂડમાં હોવાથી તેને ઈજા ન પહોંચે અને ટીમનો કોઈ સભ્ય પણ ઘાયલ ન થાય તે રીતે ઓપરેશન પાર પાડવાનું હતું. અંતે, યોગ્ય અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ફાયર ટીમે ખૂબ જ સાવચેતીપૂર્વક બિલાડીને જાળીમાંથી સુરક્ષિત બહાર કાઢી હતી. જાળીમાંથી મુક્ત થતા જ બિલાડીએ રાહતનો શ્વાસ લીધો હતો અને તેને સુરક્ષિત વાતાવરણમાં છોડી દેવામાં આવી હતી. ફાયર ટીમની આ તત્પરતા અને દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનને મોલના સ્ટાફ અને સ્થાનિક લોકોએ બિરદાવ્યું હતું.
    1
    હાલોલ-પાવગઢ રોડ પર આવેલા '99 શોપિંગ મોલ' માં એક અનોખી બચાવ કામગીરી સામે આવી હતી. મે મહિનાની 30મી તારીખે શનિવારના રોજ, મોલની અંદર આવેલી એક લોખંડની જાળીમાં એક બિલાડી ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. મોલના સ્ટાફ દ્વારા જાળીમાં ફસાયેલી બિલાડીને જોતા જ તાત્કાલિક ધોરણે હાલોલ ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજીને ફાયર ટીમ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગભરાયેલી બિલાડીનું સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી.

બિલાડી લાંબા સમયથી ફસાયેલી હોવાને કારણે ખૂબ જ ગભરાયેલી અને ગુસ્સામાં હતી, જેના કારણે તે કોઈને પણ નજીક આવવા દેતી ન હતી. આવી સ્થિતિમાં ફાયરની ટીમે ભારે કુશળતા અને ધીરજપૂર્વક કામ લીધું હતું. ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, બિલાડી હિંસક મૂડમાં હોવાથી તેને ઈજા ન પહોંચે અને ટીમનો કોઈ સભ્ય પણ ઘાયલ ન થાય તે રીતે ઓપરેશન પાર પાડવાનું હતું. અંતે, યોગ્ય અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ફાયર ટીમે ખૂબ જ સાવચેતીપૂર્વક બિલાડીને જાળીમાંથી સુરક્ષિત બહાર કાઢી હતી.

જાળીમાંથી મુક્ત થતા જ બિલાડીએ રાહતનો શ્વાસ લીધો હતો અને તેને સુરક્ષિત વાતાવરણમાં છોડી દેવામાં આવી હતી. ફાયર ટીમની આ તત્પરતા અને દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનને મોલના સ્ટાફ અને સ્થાનિક લોકોએ બિરદાવ્યું હતું.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    22 hrs ago
  • ગરમીની મજા માણવા દરિયા કિનારે પહોંચેલા કેટલાક લોકો દરિયા સાથે 'મોતનો ખેલ' રમી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જોકે, 'ધ બી એલર્ટ ન્યુઝ ચેનલ' આવા વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
    1
    ગરમીની મજા માણવા દરિયા કિનારે પહોંચેલા કેટલાક લોકો દરિયા સાથે 'મોતનો ખેલ' રમી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જોકે, 'ધ બી એલર્ટ ન્યુઝ ચેનલ' આવા વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
    user_THE BEALERT
    THE BEALERT
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    37 min ago
  • વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલા શ્રી સિદ્ધેશ્વર પાર્થેશ્વર પ્રોજેક્ટમાં વર્ષ ૨૦૨૦માં મકાન બુક કરાવનાર અનેક પરિવારોને હજુ સુધી તેમના કબજા મળ્યા નથી, જેના કારણે રહીશોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. આ લાંબા વિલંબને લીધે પરિવારો આર્થિક અને માનસિક બંને પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રહીશોના કહેવા મુજબ, બિલ્ડર સાથે અનેક બેઠકો યોજવામાં આવી હોવા છતાં, તેમને કોઈ સ્પષ્ટ સમયમર્યાદા કે સંતોષકારક જવાબ મળ્યો નથી. આથી, ન્યાય અને વહેલી તકે મકાનોનો કબજો મળે તેવી માંગ સાથે અસરગ્રસ્ત રહીશો પાણીગેટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
    1
    વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલા શ્રી સિદ્ધેશ્વર પાર્થેશ્વર પ્રોજેક્ટમાં વર્ષ ૨૦૨૦માં મકાન બુક કરાવનાર અનેક પરિવારોને હજુ સુધી તેમના કબજા મળ્યા નથી, જેના કારણે રહીશોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. આ લાંબા વિલંબને લીધે પરિવારો આર્થિક અને માનસિક બંને પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

રહીશોના કહેવા મુજબ, બિલ્ડર સાથે અનેક બેઠકો યોજવામાં આવી હોવા છતાં, તેમને કોઈ સ્પષ્ટ સમયમર્યાદા કે સંતોષકારક જવાબ મળ્યો નથી. આથી, ન્યાય અને વહેલી તકે મકાનોનો કબજો મળે તેવી માંગ સાથે અસરગ્રસ્ત રહીશો પાણીગેટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
  • આઈપીએલ ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) ને ફરીથી હારનો સામનો કરવો પડ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) આ મેચ જીતી ગયું છે, જે GT માટે ફરી એકવાર ખરાબ નસીબ સાબિત થયું.
    1
    આઈપીએલ ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) ને ફરીથી હારનો સામનો કરવો પડ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) આ મેચ જીતી ગયું છે, જે GT માટે ફરી એકવાર ખરાબ નસીબ સાબિત થયું.
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    3 hrs ago
  • કાલોલ તાલુકાના ડેરોલ ગામમાં ગ્રામ પંચાયત હસ્તકનું વર્ષો જૂનું ગ્રામ સેવકનું ક્વાર્ટર અને ઓફિસ કોઈપણ વહીવટી મંજૂરી વિના જે.સી.બી. મશીન વડે તોડી પાડવામાં આવ્યું છે. આ મામલે મકાનમાં વપરાયેલ લોખંડ અને બારી-બારણાં ભંગારમાં વેચી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિત ફરિયાદ કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ફરિયાદ મુજબ, આ સરકારી મકાન સારી હાલતમાં હતું અને રિપેરિંગ કરીને ફરીથી તેનો ઉપયોગ કરી શકાય તેમ હતો. તેમ છતાં, ગત તારીખ ૨૮/૦૫/૨૦૨૬ ને ગુરુવારના રોજ, જે બકરી ઈદની જાહેર રજાનો દિવસ હતો, ત્યારે વહીવટી તંત્રની કોઈપણ પૂર્વ મંજૂરી વગર આ મકાન તોડી પાડવામાં આવ્યું હતું. અરજદારોએ ગામના સરપંચ, તેમના પતિ રાજેન્દ્રભાઈ બળવંતભાઈ પટેલ અને વોર્ડ નંબર-૭ ના સભ્ય જયવીરસિંહ વિક્રમસિંહ સોલંકી પર પરસ્પર મિલીભગત કરીને આ કૃત્ય આચરવાનો આરોપ મૂક્યો છે. આક્ષેપો અનુસાર, મકાન તોડ્યા બાદ તેમાંથી નીકળેલી લોખંડની જાળીઓ, દરવાજા અને સળિયા ભંગારમાં વેચી દઈ નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી છે. સરકારી નાણાંનો દુરુપયોગ કરવા અને ત્યાં નવીન હવાડાની ગ્રાન્ટ વાપરવાના બહાને નાણાકીય કૌભાંડ આચરવાના ઈરાદે આ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અરજદારોએ આ મામલે કાલોલ તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી (DDO) ગોધરા અને કાલોલ પોલીસ મથકે પણ લેખિત નકલ રવાના કરી કાયદેસરની કાર્યવાહી કરવા અને ગુનો નોંધવા માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ મામલે તટસ્થ તપાસ કરી કડક પગલાં ભરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગ્રામજનો સાથે મળી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
    1
    કાલોલ તાલુકાના ડેરોલ ગામમાં ગ્રામ પંચાયત હસ્તકનું વર્ષો જૂનું ગ્રામ સેવકનું ક્વાર્ટર અને ઓફિસ કોઈપણ વહીવટી મંજૂરી વિના જે.સી.બી. મશીન વડે તોડી પાડવામાં આવ્યું છે. આ મામલે મકાનમાં વપરાયેલ લોખંડ અને બારી-બારણાં ભંગારમાં વેચી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિત ફરિયાદ કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ફરિયાદ મુજબ, આ સરકારી મકાન સારી હાલતમાં હતું અને રિપેરિંગ કરીને ફરીથી તેનો ઉપયોગ કરી શકાય તેમ હતો. તેમ છતાં, ગત તારીખ ૨૮/૦૫/૨૦૨૬ ને ગુરુવારના રોજ, જે બકરી ઈદની જાહેર રજાનો દિવસ હતો, ત્યારે વહીવટી તંત્રની કોઈપણ પૂર્વ મંજૂરી વગર આ મકાન તોડી પાડવામાં આવ્યું હતું. અરજદારોએ ગામના સરપંચ, તેમના પતિ રાજેન્દ્રભાઈ બળવંતભાઈ પટેલ અને વોર્ડ નંબર-૭ ના સભ્ય જયવીરસિંહ વિક્રમસિંહ સોલંકી પર પરસ્પર મિલીભગત કરીને આ કૃત્ય આચરવાનો આરોપ મૂક્યો છે.

આક્ષેપો અનુસાર, મકાન તોડ્યા બાદ તેમાંથી નીકળેલી લોખંડની જાળીઓ, દરવાજા અને સળિયા ભંગારમાં વેચી દઈ નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી છે. સરકારી નાણાંનો દુરુપયોગ કરવા અને ત્યાં નવીન હવાડાની ગ્રાન્ટ વાપરવાના બહાને નાણાકીય કૌભાંડ આચરવાના ઈરાદે આ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અરજદારોએ આ મામલે કાલોલ તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી (DDO) ગોધરા અને કાલોલ પોલીસ મથકે પણ લેખિત નકલ રવાના કરી કાયદેસરની કાર્યવાહી કરવા અને ગુનો નોંધવા માંગ કરી છે.

તેમણે ચેતવણી આપી છે કે જો આ મામલે તટસ્થ તપાસ કરી કડક પગલાં ભરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગ્રામજનો સાથે મળી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
    user_Maheshsinh Solanki
    Maheshsinh Solanki
    Local News Reporter Kalol, Panch Mahals•
    23 hrs ago
  • વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલા શ્રી સિદ્ધેશ્વર પાર્થેશ્વર પ્રોજેક્ટમાં વર્ષ ૨૦૨૦માં મકાન બુક કરાવનાર અનેક પરિવારોને હજુ સુધી કબજો ન મળતા ભારે અસંતોષ અને રોષ પ્રવર્તી રહ્યો છે. રહીશોના જણાવ્યા મુજબ, બિલ્ડર સાથે અનેક બેઠકો યોજવામાં આવી હોવા છતાં, મકાનોના કબજા માટે કોઈ સ્પષ્ટ સમયમર્યાદા કે સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. આ લાંબા વિલંબને કારણે અસરગ્રસ્ત પરિવારો આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ન્યાય મેળવવા અને વહેલી તકે મકાનોનો કબજો મળે તેવી માંગ સાથે, આ રહીશો પાણીગેટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
    1
    વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલા શ્રી સિદ્ધેશ્વર પાર્થેશ્વર પ્રોજેક્ટમાં વર્ષ ૨૦૨૦માં મકાન બુક કરાવનાર અનેક પરિવારોને હજુ સુધી કબજો ન મળતા ભારે અસંતોષ અને રોષ પ્રવર્તી રહ્યો છે. રહીશોના જણાવ્યા મુજબ, બિલ્ડર સાથે અનેક બેઠકો યોજવામાં આવી હોવા છતાં, મકાનોના કબજા માટે કોઈ સ્પષ્ટ સમયમર્યાદા કે સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી.

આ લાંબા વિલંબને કારણે અસરગ્રસ્ત પરિવારો આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ન્યાય મેળવવા અને વહેલી તકે મકાનોનો કબજો મળે તેવી માંગ સાથે, આ રહીશો પાણીગેટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
    user_THE BEALERT
    THE BEALERT
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • સુરત GRP (સરકારી રેલવે પોલીસ) દ્વારા અત્યંત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. GRPએ ₹56.99 લાખથી વધુનો મુદ્દામાલ સફળતાપૂર્વક શોધી કાઢ્યો છે, અને આ તમામ મુદ્દામાલ સંબંધિત અરજદારોને પરત કરવામાં આવ્યો છે.
    1
    સુરત GRP (સરકારી રેલવે પોલીસ) દ્વારા અત્યંત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. GRPએ ₹56.99 લાખથી વધુનો મુદ્દામાલ સફળતાપૂર્વક શોધી કાઢ્યો છે, અને આ તમામ મુદ્દામાલ સંબંધિત અરજદારોને પરત કરવામાં આવ્યો છે.
    user_LAXMAN BANIYA
    LAXMAN BANIYA
    Photographer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.