પ્રભાસ પાટણ મ્યુઝિયમમાં સચવાયેલા છે પ્રભાસ પાટણ અને સોમનાથ દેવાલયના ઈતિહાસને ઉજાગર કરતા આભિલેખિક પુરાવા અને પ્રમાણભૂત અવશેષો સોમનાથ તા.૧૧. પ્રભાસ પાટણની આ પવિત્ર ધરતી અનેક ઐતિહાસિક ધરોહરો અને સભ્યતાઓ સાચવીને બેઠી છે. આ ભૂમિ કેટલી પવિત્ર, સમૃદ્ધ અને સ્વર્ણિમ અતીત ધરાવે છે તેના વૈભવની અહીંના તામ્રપત્રો, અભિલેખો, શિલાલેખો ગવાહી આપે છે. આજે પણ શૌર્ય ગાથાની ગર્વભેર રણગર્જના કરતા પાળિયાઓ આ ભૂમિના પરાક્રમની સાક્ષી પૂરે છે. પ્રભાસ પાટણ અને સોમનાથ દેવાલયના ઈતિહાસને ઉજાગર કરતા આભિલેખિક પુરાવા, પ્રમાણભૂત અવશેષો પ્રભાસ ક્ષેત્રમાં વિવિધ સ્થળોએ આવેલા છે. સોમનાથ અને પ્રભાસ ક્ષેત્રના દેદીપ્યમાન અમર ઇતિહાસના પુરાવા આપતા શિલાલેખ અને તામ્રપત્ર પ્રભાસ પાટણ મ્યુઝિયમના હસ્તક સચવાયેલા છે. અનેક આક્રમણોથી ધ્વસ્ત મંદિરના અવશેષો શૌર્ય, શક્તિ અને સમર્પણના જીવંત પુરાવા રૂપે આજે પણ મ્યુઝિયમ ખાતે સચવાયેલા છે. હાલ આ મ્યુઝિયમ પ્રભાસ પાટણમાં પૌરાણિક સૂર્યમંદિરમાં કાર્યરત છે. આ મ્યુઝીયમ હસ્તકનો આવો જ એક શિલાલેખ પ્રભાસ પાટણમાં મ્યુઝિયમની નજીક જુના રામ મંદિરની બાજુમાં ભદ્રકાળી ફળિયામાં આવેલો છે. સોમપુરા બ્રાહ્મણ દીપકભાઈ દવેના નિવાસસ્થાને આ ઐતિહાસિક ધરોહર સચવાયેલી છે. તેમના આંગણા સ્થિત પૌરાણિક ભદ્રકાળી મંદિરની દિવાલ પર આ શિલાલેખ આજે પણ જડિત છે. પ્રભાસ પાટણ મ્યુઝિયમના ક્યુરેટર(સંગ્રહાલયાધ્યક્ષ) તેજલ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઈ.સ. ૧૧૬૯ ( વલભી સંવત ૮૫૦ અને વિક્રમ સંવત ૧૨૫૫) માં કોતરાવેલ અને હાલ રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત આ શિલાલેખ અણહિલવાડ પાટણના મહારાજાધિરાજ કુમારપાળના ધર્મગુરુ પરમ પાશુપતાચાર્ય શ્રીમદ ભાવબૃહસ્પતિનો પ્રશસ્તિ લેખ છે. આ અભિલેખમાં સોમનાથ મંદિરનો પૌરાણિક અને મધ્યકાલીન ઇતિહાસ લિપિબદ્ધ છે. આ અભિલેખમાં ચારેય યુગમાં સોમનાથ મહાદેવના નિર્માણનો ઉલ્લેખ છે. જે મુજબ સત્ય યુગમાં ચંદ્ર (સોમે) સોનાનું, ત્રેતા યુગમાં રાવણે રૂપાનું, દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ કાષ્ટનું તથા કળિયુગમાં રાજા ભીમદેવ સોલંકી સુંદર પાષાણનું કલાત્મક દેવાલય બંધાવ્યું હતું. ઇતિહાસના પૃષ્ઠો પર નજર કરીએ તો, મંદિરના જૂના અવશેષો પર ભીમદેવ સોલંકીએ ચતુર્થ મંદિર બંધાવ્યાની હકીકત પ્રમાણભૂત છે. ત્યારબાદ ઈ.સ. ૧૧૬૯ માં કુમારપાળના પાંચમું મંદિર પણ એ જ સ્થાને બંધાવ્યું હતું. સોલંકી શાસકોના કાળમાં પ્રભાસ પાટણ માત્ર ધાર્મિક જ નહીં, પણ સ્થાપત્ય અને સાહિત્યનું પણ કેન્દ્ર બન્યું હતું. સિદ્ધરાજ જયસિંહની ન્યાયપ્રિયતા અને કુમારપાળની ધર્મનિષ્ઠાએ સોમનાથના શિખરને ગૌરવના ઉચ્ચતમ સોપાન પર સ્થાપિત કર્યું, જે આજે પણ ગુજરાતના 'સુવર્ણકાળ'ની ગરિમાપૂર્ણ પ્રતીતિ કરાવે છે. પ્રભાસ પાટણની આ પવિત્ર મૃદિંકા (ધરતી) તેના ઉદરમાં માત્ર અવશેષો નહીં, પણ સનાતન ધર્મનું આત્મગૌરવ સંગ્રહીને બેઠી છે. ભદ્રકાળી ફળિયાના એ ઐતિહાસિક શિલાલેખમાં કંડારાયેલી અક્ષરમાળા આજે પણ સોલંકી શાસકોના સમર્પણ અને ભાવબૃહસ્પતિ જેવા જ્ઞાનીઓના પુરુષાર્થની પ્રતીતિ કરાવે છે. શિલ્પ, સ્થાપત્ય અને સાહિત્યના ત્રિવેણી સંગમ સમાન આ ભૂમિ, તેના ઐતિહાસિક વિરાસત દ્વારા આવનારી પેઢીઓને આપણા સ્વર્ણિમ અતીતની ઝાંખી કરાવતી રહેશે. પ્રભાસનો આ દેદીપ્યમાન વારસો અને સોમનાથનું અજેય શિખર એ વાતની પ્રબળ ગવાહી આપે છે કે સમય ગમે તેટલો બળવાન હોય, પરંતુ ભક્તિ અને સ્વાભિમાનના શિખરો સદૈવ અવિનાશી રહે છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

- શાપુર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.. 598 લોકોએ કેમ્પનો લીધો લાભ.. 20 બોટલ રક્ત એકત્ર કરાયું.. વંથલી તાલુકાના શાપુર પટેલ સમાજ ખાતે સામાજિક વનીકરણ રેન્જ આયોજિત અને શાપુર ગ્રામ પંચાયતના સહકારથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ નિદાન કેમ્પમાં હૃદયરોગ, હાડકા,જનરલ સર્જન, કાન નાક ગળા, ડાયાબિટીસ,ફેફસા ,ચામડી,આંખ, દાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત,બાળ રોગ નિષ્ણાંત જેવા નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી આ કેમ્પમાં ૫૯૮ જેટલા લોકોએ આ નિદાન કેપ્મનો લાભ લીધો હતો જેમાં તપાસ દરમિયાન સ્થળ પર જ જરૂરિયાત મંદ લોકોને દવા આપવામાં આવી હતી આ તકે રક્તદાન કેમ્પમાં ૨૦ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ રક્ત થેલેસેમીયા પીડિત બાળકો માટે ઉપયોગ લેવામાં આવશે આ કેમ્પને સફળ બનાવવા આર.એફ. ઓ. સુત્રેજા, રાઉન્ડ ફોરેસ્ટર સી.એમ.ચૌહાણ વનખાતાના કર્મચારીઓ ,ગ્રામ પંચાયતના સરપંચ ટીનુભાઇ ફળદુ, મેડિકલ ઓફિસર ડો. નીલમ પોલરા, ડો. સતિષ પરમાર શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ આ આરોગ્ય કેમ્પમાં સેવા આપનાર તમામ ડોક્ટરો તેમજ કર્મચારીઓનો વનવિભાગના આર. એફ. ઓ.સુત્રેજા તેમજ સરપંચ ટીનુભાઈ ફળદુએ આભાર વ્યકત કર્યો હતો અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ4
- ગીર એટલેકે જંગલ ના રાજાઓ ઠંડીનો મૌસમ માણવા હાઇવે પર ચડી આવ્યા. અમરેલીજિલ્લાના જંગલોમાં વસવાટ કરતા સિહો રોડ પર લટાર મારતા નજરે ચડ્યા. દ્ર્શ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા વાહન ચાલકો સિંહોનું અનોખું રૂપ જોયું....1
- બેંકીંગ, અમરેલી...... જાફરાબાદ...... ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત...... જાફરાબાદના હેમાળ અને છેલણા ગામ વચ્ચે ફોર વ્હીલર કાર પલ્ટી મારી...... સુરત થી સોમનાથ જતી ફોર વ્હીલર કારને નડ્યો અકસ્માત......... નેશનલ હાઈવેની ઘોર બેદરકારી આવી સામે........ હાઇવે પર માટીનો પાળો હોવાથી ફોર વ્હીલર કાર મારી પલ્ટી... ૪ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી....... આ ધટના પગલે આસપાસના સ્થાનિકોએ કારમાંથી સવારોને બહાર કાઢયા....... ભાવનગર -સોમનાથ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતોની ધટના વધી....... બાઈટ ૧:- હર્ષદભાઇ પડસાલા, (સ્થાનિક) રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ2
- રાજુલાના ભેરાઈ રોડ ઉપર દબાણના આક્ષેપો સાથેનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે રાજુલાના ભેરાઈ રોડને પોળો કરવાની વાત ચાલી રહી છે એવામાં આ વિડીયો વાયરલ થતાં જ ચર્ચાઓ એ જોડ પકડ્યું છે1
- જય સોમનાથ1
- PM મોદી સાહેબનીસોમનાથ એન્ટ્રી1
- Post by Dave Dhamendra1
- motivational video1