logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભરૂચ શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશિપ સુધીનો વિસ્તાર જળબંબાકાર, 20થી વધુ સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસ્યા ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સતત વરસાદ બાદ શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશિપ સુધીના વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. 20થી વધુ સોસાયટીઓમાં ઘરોની અંદર સુધી વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના ભરાવાને લઈને સ્થાનિક રહેવાસીઓએ વહીવટી તંત્ર તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે રોષ વ્યક્ત કર્યો છે. રહેવાસીઓએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.

3 hrs ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
3 hrs ago

ભરૂચ શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશિપ સુધીનો વિસ્તાર જળબંબાકાર, 20થી વધુ સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસ્યા ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સતત વરસાદ બાદ શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશિપ સુધીના વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. 20થી વધુ સોસાયટીઓમાં ઘરોની અંદર સુધી વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના ભરાવાને લઈને સ્થાનિક રહેવાસીઓએ વહીવટી તંત્ર તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે રોષ વ્યક્ત કર્યો છે. રહેવાસીઓએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.

More news from ગુજરાત and nearby areas
  • ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો. આક્ષેપો બાદ ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો
    1
    ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો.
આક્ષેપો બાદ ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો
    user_KADAR KHATRI PRESS
    KADAR KHATRI PRESS
    પત્રકાર ઝઘડિયા, ભરૂચ, ગુજરાત•
    21 hrs ago
  • 20 जून 2026 को सुबह 9:00 बजे, उन्हें सर्जरी के लिए ले जाया गया और कमर के नीचे के हिस्से को सुन्न करने के लिए इंजेक्शन लगाकर ऑपरेशन किया गया। सुबह 9:50 बजे, भरतभाई की धड़कन अचानक अनियमित हो गई और फिर उनका रक्तचाप और नाड़ी दर बहुत कम हो गई और उनका दिल रुक गया। एनेस्थीसिया टीम ने बिना समय बर्बाद किए तुरंत सीपीआर शुरू कर दिया और कृत्रिम श्वसन देने के लिए श्वासनली में एक ट्यूब डाली गई और ऑक्सीजन दी गई। डिफिब्रिलेटर मशीन का भी इस्तेमाल किया गया। एनेस्थीसिया और मेडिसिन विभागों के डॉक्टरों की टीम के अथक और त्वरित प्रयासों से 15-20 मिनट बाद भरतभाई का दिल फिर से धड़कने लगा।
    1
    20 जून 2026 को सुबह 9:00 बजे, उन्हें सर्जरी के लिए ले जाया गया और कमर के नीचे के हिस्से को सुन्न करने के लिए इंजेक्शन लगाकर ऑपरेशन किया गया। सुबह 9:50 बजे, भरतभाई की धड़कन अचानक अनियमित हो गई और फिर उनका रक्तचाप और नाड़ी दर बहुत कम हो गई और उनका दिल रुक गया। एनेस्थीसिया टीम ने बिना समय बर्बाद किए तुरंत सीपीआर शुरू कर दिया और कृत्रिम श्वसन देने के लिए श्वासनली में एक ट्यूब डाली गई और ऑक्सीजन दी गई। डिफिब्रिलेटर मशीन का भी इस्तेमाल किया गया। एनेस्थीसिया और मेडिसिन विभागों के डॉक्टरों की टीम के अथक और त्वरित प्रयासों से 15-20 मिनट बाद भरतभाई का दिल फिर से धड़कने लगा।
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    38 min ago
  • "આ દ્રશ્યો જોઈને દરેક ખેડૂતનું દુઃખ સમજી જશો... "એક જ વરસાદે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દીધું!" એક તરફ વરસાદ રાહત લાવે છે, તો બીજી તરફ અનેક ખેડૂતો માટે ચિંતાનું કારણ બને છે. આ દ્રશ્યો બતાવે છે કે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની આશંકા વધી છે. સંબંધિત તંત્ર સમયસર કાર્યવાહી કરે તેવી આશા.
    1
    "આ દ્રશ્યો જોઈને દરેક ખેડૂતનું દુઃખ સમજી જશો... "એક જ વરસાદે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દીધું!"
એક તરફ વરસાદ રાહત લાવે છે, તો બીજી તરફ અનેક ખેડૂતો માટે ચિંતાનું કારણ બને છે. આ દ્રશ્યો બતાવે છે કે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની આશંકા વધી છે. સંબંધિત તંત્ર સમયસર કાર્યવાહી કરે તેવી આશા.
    user_Jayesh Mevada
    Jayesh Mevada
    Press advisory કતારગામ, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • ઝોન-07 ડીસીપી શૈફાલી બારવાલ , તથા એસીપી શ્વેતા ડેન્યલ્સ સાથે પેટ્રોલિંગમાં, જનસુરક્ષા સાથે જીવદયા પણ અમારી પ્રાથમિકતા.
    1
    ઝોન-07 ડીસીપી શૈફાલી બારવાલ , તથા એસીપી શ્વેતા ડેન્યલ્સ સાથે પેટ્રોલિંગમાં, જનસુરક્ષા સાથે જીવદયા પણ અમારી પ્રાથમિકતા.
    user_PREM KUMAR
    PREM KUMAR
    મજુરા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • અંકલેશ્વરમાં ANTF નો મોટો દરોડો: ૫૪૦ પ્રતિબંધિત નશાકારક ઇન્જેક્શનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, મુંબઈનો સપ્લાયર વોન્ટેડ અંસાર માર્કેટ પાસે ગેરકાયદેસર નશાકારક પેન્ટાઝોસીન ઇન્જેક્શન વેચવાનું નેટવર્ક પકડાયું: ૫૩,૪૮૦ થી વધુનો મુદ્દામાલ જપ્ત અંકલેશ્વરના અંસાર માર્કેટ વિસ્તારમાં નશાકારક ઇન્જેક્શનનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF), સી.આઈ.ડી. ક્રાઈમ વડોદરા ઝોનની ટીમે દરોડો પાડી એક આરોપીને નશાકારક ઇન્જેક્શનના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. એ.એન.ટી.એફ.ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.પી. મેવાડા અને તેમની ટીમ રાત્રિ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વરના મદીના મસ્જિદ, અંસાર માર્કેટ પાસે આવેલી ભાડાની દુકાનમાં તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર નશા માટે વપરાતા ઇન્જેક્શન વેચવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે આધારે પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખી સ્થળ પર કોર્ડન કરીને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી સરફરાજ અહેમદ શમશાદ અહેમદ ખાન (ઉંમર ૩૧, રહે. પ્રતિષ્ઠા રેસિડેન્સી/શિફા હાઈટ્સ, અંકલેશ્વર) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ તથા અંગઝડતી કરતા તેની પાસેથી પેન્ટાઝોસીન લેક્ટેટ ઇન્જેક્શન આઈ.પી. ૩૦ એમ.જી. ના પેકેટ મળી આવ્યા હતા. બાદમાં વધુ તપાસ કરતા બાજુની દુકાનમાં છુપાવવામાં આવેલ બોક્સમાંથી કુલ ૫૪૦ નંગ પ્રતિબંધિત પેન્ટાઝોસીન ઇન્જેક્શન મળી આવ્યા હતા. ઘટનાસ્થળે એફ.એસ.એલ. (FSL) અધિકારીને બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવતા આ દ્રવ્ય એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ પ્રતિબંધિત હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે રૂ. ૪૨,૬૬૦ ની કિંમતના ૫૪૦ નંગ પેન્ટાઝોસીન ઇન્જેક્શન, રૂ. ૧૦,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન અને રૂ. ૮૨૦ રોકડા મળી કુલ રૂ. ૫૩,૪૮૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપી સરફરાઝ ખાને ખુલાસો કર્યો હતો કે આ નશાકારક ઇન્જેક્શનનો જથ્થો મુંબઈના આશુતોષ પાંડ્યે નામના વ્યક્તિ પાસેથી મંગાવવામાં આવ્યો હતો. આથી પોલીસે આશુતોષ પાંડ્યેને વોન્ટેડ જાહેર કરી તેની સામે પણ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે અંકલેશ્વર સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર ચંદનસિંહ ફતાજી ઠાકોરને સોંપવામાં આવી છે.
    1
    અંકલેશ્વરમાં ANTF નો મોટો દરોડો: ૫૪૦ પ્રતિબંધિત નશાકારક ઇન્જેક્શનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, મુંબઈનો સપ્લાયર વોન્ટેડ  

અંસાર માર્કેટ પાસે ગેરકાયદેસર નશાકારક પેન્ટાઝોસીન ઇન્જેક્શન વેચવાનું નેટવર્ક પકડાયું: ૫૩,૪૮૦ થી વધુનો મુદ્દામાલ જપ્ત  


અંકલેશ્વરના અંસાર માર્કેટ વિસ્તારમાં નશાકારક ઇન્જેક્શનનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF), સી.આઈ.ડી. ક્રાઈમ વડોદરા ઝોનની ટીમે દરોડો પાડી એક આરોપીને નશાકારક ઇન્જેક્શનના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. એ.એન.ટી.એફ.ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.પી. મેવાડા અને તેમની ટીમ રાત્રિ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વરના મદીના મસ્જિદ, અંસાર માર્કેટ પાસે આવેલી ભાડાની દુકાનમાં તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર નશા માટે વપરાતા ઇન્જેક્શન વેચવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે આધારે પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખી સ્થળ પર કોર્ડન કરીને દરોડો પાડ્યો હતો.  
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી સરફરાજ અહેમદ શમશાદ અહેમદ ખાન (ઉંમર ૩૧, રહે. પ્રતિષ્ઠા રેસિડેન્સી/શિફા હાઈટ્સ, અંકલેશ્વર) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ તથા અંગઝડતી કરતા તેની પાસેથી પેન્ટાઝોસીન લેક્ટેટ ઇન્જેક્શન આઈ.પી. ૩૦ એમ.જી. ના પેકેટ મળી આવ્યા હતા. બાદમાં વધુ તપાસ કરતા બાજુની દુકાનમાં છુપાવવામાં આવેલ બોક્સમાંથી કુલ ૫૪૦ નંગ પ્રતિબંધિત પેન્ટાઝોસીન ઇન્જેક્શન મળી આવ્યા હતા. ઘટનાસ્થળે એફ.એસ.એલ. (FSL) અધિકારીને બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવતા આ દ્રવ્ય એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ પ્રતિબંધિત હોવાનું સ્પષ્ટ થયું હતું.  
પોલીસે રૂ. ૪૨,૬૬૦ ની કિંમતના ૫૪૦ નંગ પેન્ટાઝોસીન ઇન્જેક્શન, રૂ. ૧૦,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન અને રૂ. ૮૨૦ રોકડા મળી કુલ રૂ. ૫૩,૪૮૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપી સરફરાઝ ખાને ખુલાસો કર્યો હતો કે આ નશાકારક ઇન્જેક્શનનો જથ્થો મુંબઈના આશુતોષ પાંડ્યે નામના વ્યક્તિ પાસેથી મંગાવવામાં આવ્યો હતો. આથી પોલીસે આશુતોષ પાંડ્યેને વોન્ટેડ જાહેર કરી તેની સામે પણ તપાસ હાથ ધરી છે.  
આ સમગ્ર મામલે અંકલેશ્વર સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર ચંદનસિંહ ફતાજી ઠાકોરને સોંપવામાં આવી છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.