બારેજડીમાં જમણવારમાં થયેલી માથાકૂટમાં યુવાનની હત્યા; અકસ્માત ખપાવવાનો પ્રયાસ નિષ્ફળ, આરોપીની ભીલવાડાથી ધરપકડ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બારેજડી ગામમાં ગત 28 ડિસેમ્બર 2025ના રોજ એક ચકચારી ઘટના બની હતી. એક ફાર્મ હાઉસમાં મિત્રો વચ્ચે યોજાયેલા જમણવારમાં થયેલી સામાન્ય બોલાચાલીમાં રોહિત ઉર્ફે બાદશાહ નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને અકસ્માતમાં ખપાવવા માટે 'રિક્ષા સ્ટન્ટ'ની ખોટી કહાની રચવામાં આવી હતી, પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરીને સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે. મળતી વિગત મુજબ, બારેજડીના એક ફાર્મ હાઉસમાં આશરે આઠ જેટલા મિત્રો જમવા માટે એકઠા થયા હતા. આ જમણવાર દરમિયાન ભાવેશ અને વિશાલ નામના બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતી બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આ ઝઘડામાં મરણ જનાર રોહિત અને આરોપી અજય પણ જોડાયા હતા. બોલાચાલીએ હિંસક સ્વરૂપ લેતા આરોપી અજયે તેના હાથમાં રહેલું ચાકુ રોહિતને મારી દીધું હતું. ગંભીર રીતે ઘાયલ રોહિતને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં વધુ પડતું લોહી વહી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હોસ્પિટલમાં એવી વર્દી લખાવવામાં આવી હતી કે રિક્ષામાં સ્ટન્ટ કરવા દરમિયાન અકસ્માતે ચાકુ વાગવાથી રોહિતનું મોત થયું છે. જોકે, પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ કરતા આ વાત શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે તાત્કાલિક FSL અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી અને ત્યાં હાજર સાહેદોની કડક પૂછપરછ શરૂ કરી હતી. નામદાર કોર્ટમાં સાક્ષીઓના 183 મુજબના નિવેદનો નોંધાવતા સ્પષ્ટ થયું હતું કે આ કોઈ અકસ્માત નહીં પરંતુ હત્યાનો મામલો છે. DySP નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર કેસમાં વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને મુખ્ય આરોપી અજયની રાજસ્થાનના ભીલવાડા ખાતેથી ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં હત્યામાં વપરાયેલું ચાકુ પણ કબજે કરવામાં આવ્યું છે. હાલમાં આરોપી પોલીસ રિમાન્ડ પર છે અને આ મામલે પીએસઆઈ એચ.એન. બારિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
બારેજડીમાં જમણવારમાં થયેલી માથાકૂટમાં યુવાનની હત્યા; અકસ્માત ખપાવવાનો પ્રયાસ નિષ્ફળ, આરોપીની ભીલવાડાથી ધરપકડ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બારેજડી ગામમાં ગત 28 ડિસેમ્બર 2025ના રોજ એક ચકચારી ઘટના બની હતી. એક ફાર્મ હાઉસમાં મિત્રો વચ્ચે યોજાયેલા જમણવારમાં થયેલી સામાન્ય બોલાચાલીમાં રોહિત ઉર્ફે બાદશાહ નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને અકસ્માતમાં ખપાવવા માટે 'રિક્ષા સ્ટન્ટ'ની ખોટી કહાની રચવામાં આવી હતી, પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરીને સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે. મળતી વિગત મુજબ, બારેજડીના એક ફાર્મ હાઉસમાં આશરે આઠ જેટલા મિત્રો જમવા માટે એકઠા થયા હતા. આ જમણવાર દરમિયાન ભાવેશ અને
વિશાલ નામના બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતી બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આ ઝઘડામાં મરણ જનાર રોહિત અને આરોપી અજય પણ જોડાયા હતા. બોલાચાલીએ હિંસક સ્વરૂપ લેતા આરોપી અજયે તેના હાથમાં રહેલું ચાકુ રોહિતને મારી દીધું હતું. ગંભીર રીતે ઘાયલ રોહિતને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં વધુ પડતું લોહી વહી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હોસ્પિટલમાં એવી વર્દી લખાવવામાં આવી હતી કે રિક્ષામાં સ્ટન્ટ કરવા દરમિયાન અકસ્માતે ચાકુ વાગવાથી રોહિતનું મોત થયું છે. જોકે, પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ કરતા આ વાત શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે તાત્કાલિક FSL અને
ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી અને ત્યાં હાજર સાહેદોની કડક પૂછપરછ શરૂ કરી હતી. નામદાર કોર્ટમાં સાક્ષીઓના 183 મુજબના નિવેદનો નોંધાવતા સ્પષ્ટ થયું હતું કે આ કોઈ અકસ્માત નહીં પરંતુ હત્યાનો મામલો છે. DySP નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર કેસમાં વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને મુખ્ય આરોપી અજયની રાજસ્થાનના ભીલવાડા ખાતેથી ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં હત્યામાં વપરાયેલું ચાકુ પણ કબજે કરવામાં આવ્યું છે. હાલમાં આરોપી પોલીસ રિમાન્ડ પર છે અને આ મામલે પીએસઆઈ એચ.એન. બારિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
- User4683Asarva, Ahmadabadrapar samathar ajana1 day ago
- 4 वर्षीय बच्ची के साथ बला##त्कार1
- Post by Nil Patel4
- Post by Sanjay Zala Official1
- Post by Samuben Talpada1
- ક્ષત્રિય વિર ભાથીજી મહારાજના દર્શન સાથે તાલુકા જાહેર થવાનો હર્ષ ફાગવેલ | રાજ્ય સરકાર દ્વારા ફાગવેલને તાલુકો અને વડુ મથક જાહેર કરવાના ઐતિહાસિક નિર્ણયને આવકારવા માટે ફાગવેલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ક્ષત્રિય વિર ભાથીજી મહારાજ ના દર્શન અને પૂજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કપડવંજ તાલુકાના બારીયાના મુવાડા સરપંચ શ્રી, ખડોલ સરપંચ શ્રી, માલ ઈંટાડી બારીયા ભાગના સરપંચ પ્રતિનિધિ, વડોલ સરપંચ શ્રીના પ્રતિનિધિ, વડોલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી, માલ ઈંટાડી તાલુકા પંચાયત સદસ્ય શ્રી, ઠાસરા તાલુકાના ખડ ગોધરા સરપંચ શ્રી, ભાટ વાસણા સરપંચ શ્રી સહિત ફાગવેલ સરપંચ શ્રી, ફાગવેલ જિલ્લા સદસ્ય શ્રી, ફાગવેલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોરડા (ફાગવેલ) ના સરપંચ શ્રી અને તાલુકા સદસ્ય શ્રી, દાદાના મુવાડાના સરપંચ શ્રી, લસુન્દ્રા સરપંચ શ્રી, ફૂલ છત્રપુરા સરપંચ શ્રી, ચારણ નિકોલ સરપંચ શ્રી, વિશ્વનાથપૂરા સરપંચ શ્રી, લાડવેલ સરપંચ શ્રી, લક્ષ્મણપુરા સરપંચ શ્રી તેમજ અનેક ગામોના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બધા જ પ્રતિનિધિઓએ એકસ્વરે જણાવ્યું હતું કે ફાગવેલને તાલુકો અને વડુ મથક જાહેર કરવો એ સમગ્ર વિસ્તાર માટે વિકાસનો નવો અધ્યાય છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે સરકારી સેવાઓ સરળતાથી અને નજીકમાં ઉપલબ્ધ થશે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. કાર્યક્રમ દરમિયાન “જય વિર ભાથીજી મહારાજ”ના ગગનભેદી નાદ સાથે ફાગવેલ તાલુકા જાહેર થવાના નિર્ણયને ખુલ્લેઆમ આવકારવામાં આવ્યો હતો. સમગ્ર વાતાવરણ ઉત્સાહ, ગૌરવ અને વિકાસના સંકલ્પથી ગુંજી ઉઠ્યું હતું.. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.4
- Post by Pooja patel1
- હાલોલમાં આવેલ ગુજરાતનો સૌથી પહેલો Cello Studio (સેલો સ્ટુડિયો) આપની માટે લાવ્યા છે 2026ના નવા વર્ષની ધમાકેદાર ઓફર.. સેલોની 2 પ્રોડક્ટ ખરીદવા ઉપર 1 પ્રોડક્ટ તદ્દન ફ્રી.. ખરીદો 2 મેળવો 3 આ ઓફર 1લી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી 2026 સુધી સીમિત છે તો રાહ કોની જુઓ છો? આજે જ પહોંચો સેલો સ્ટુડિયો હાલોલ ખાતે અને હા સેલો પ્રોડક્ટ ખરીદી google રીવ્યુ આપવા ઉપર વધુ 5 ટકા પણ વધુ ડિસ્કાઉન્ટ પણ મળશે. 📱 70410 01142 👇 સ્થળ 👇 સેલો સ્ટુડિયો ટાઉન સ્ક્વેર મોલ ગ્રાઉન્ડ ફ્લોર વડોદરા રોડ,હાલોલ.1
- ट्रेन के शौचालय के डस्टबिन में मिला नवजात शिशु1