Shuru
Apke Nagar Ki App…
હળવદના ઘનશ્યામપુરમાં જુગાર પર પોલીસનો સપાટો, રૂ. ૫૧,૩૦૦ના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગાર પર હળવદ પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સોને રોકડ રૂ. ૫૧,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે ઘનશ્યામપુર ગામે હરપાલસિંહ જયેન્દ્રસિંહ ઝાલાના મકાનમાં રેડ કરવામાં આવી હતી. દરમિયાન હરપાલસિંહ જયેન્દ્રસિંહ ઝાલા (ઘનશ્યામપુર), વિજયસિંહ કરણસિંહ ઝાલા (કોયબા) અને સોમાભાઈ વાલાભાઈ સોલંકી (ઘનશ્યામપુર)ને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૫૧,૩૦૦ની રોકડ રકમ કબજે કરી ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Ramesh thakor Halvad Morbi
હળવદના ઘનશ્યામપુરમાં જુગાર પર પોલીસનો સપાટો, રૂ. ૫૧,૩૦૦ના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગાર પર હળવદ પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સોને રોકડ રૂ. ૫૧,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે ઘનશ્યામપુર ગામે હરપાલસિંહ જયેન્દ્રસિંહ ઝાલાના મકાનમાં રેડ કરવામાં આવી હતી. દરમિયાન હરપાલસિંહ જયેન્દ્રસિંહ ઝાલા (ઘનશ્યામપુર), વિજયસિંહ કરણસિંહ ઝાલા (કોયબા) અને સોમાભાઈ વાલાભાઈ સોલંકી (ઘનશ્યામપુર)ને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૫૧,૩૦૦ની રોકડ રકમ કબજે કરી ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
More news from ગુજરાત and nearby areas
- સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો માનવતાવાદી અભિગમ વિધવા મહિલાને છ વર્ષથી અટવાયેલા રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના દાગીના પરત અપાવતી લીંબડી પોલીસ! સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો માનવતાવાદી અભિગમ વિધવા મહિલાને છ વર્ષથી અટવાયેલા રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના દાગીના પરત અપાવતી લીંબડી પોલીસ! ઘટનાની વિગત: લીંબડીના રહેવાસી અરજદાર શ્રીમતી હસુબેન સોંડલા પાસેથી સામેવાળા ઇસમે હોટેલનો ધંધો પાર્ટનરશિપમાં કરવાના બહાને ૨૦ તોલા સોનાના ઘરેણાં મેળવીને ફાયનાન્સ બેંકમાં લોન પેટે ગીરો મુક્યા હતા. વિતેલા ૬ વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં સામેવાળો ઇસમ ઘરેણાં પરત આપતો ન હતો. આખરે લાચાર અરજદાર બેને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી. પોલીસ કાર્યવાહી: પ્રકરણની ગંભીરતા અને અરજદાર મહિલાની સ્થિતિ જોઈને એસ.પી. શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ P.I. શ્રી જી.બી. પરમાર સાહેબ તથા લીંબડી પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કુનેહપૂર્વક કામગીરી કરી સામેવાળા પક્ષ પાસેથી રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના ઘરેણાં હેમખેમ પરત મેળવી અરજદાર હસુબેનને સોંપ્યા હતા. પોતાના હકના ઘરેણાં વર્ષો પછી પરત મળતાં ભાવુક બનેલા અરજદાર બેને એસ.પી. સાહેબ તથા સમગ્ર લીંબડી પોલીસ ટીમનો અંતરપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તમારું રક્ષણ અને ન્યાય — એ જ સુરેન્દ્રનગર પોલીસનો સંકલ્પ! 🚔🤝1
- લીંબડી બ્લોક હેલ્થ કચેરી ખાતે હવામાન વિભાગની આગાહીને લઈને PHC ડોક્ટર અને સુપરવાઇઝરની બેઠક યોજી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અતિ ભારે વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી અનુસંધાને લીંબડી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા તત્કાલ PHC ડોક્ટર અને સુપરવાઇઝરની બેઠક યોજી અને phc લેવલે ડોક્ટરો અને સુપરવાઇઝર ની ટીમ બનાવવામાં આવી તેમજ આ ટીમો દ્વારા શું કામગીરી કરવી તે બાબતની તમામ સૂચનાઓ તાલુકા હેલ્થ ઓફિસર ડો, હર્ષિલ સોલંકી, હેલ્થ સુપરવાઇઝર મનોજભાઈ ભટ્ટ દ્વારા સૂચના આપવામાં આવી તેમજ લીબડી બ્લોક લેવલથી જણાવવામાં આવ્યું હતું કે ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ દરેક પ્રકારનો આરોગ્યલક્ષી દવાનો જથ્થો પહોંચતો કરી દેવામાં આવ્યો છે તેમજ સહગર્ભા બહેનો માટે પણ અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે તેમજ સુપરવાઇઝર દ્વારા તેમજ THO દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગાહી સમય દરમિયાન તેમજ આગાહી પૂર્ણ થયા બાદ પણ ગ્રામ્ય કક્ષાએ લોકોને તમામ પ્રકારની આરોગ્ય સુવિધા મળી રહે અને લોકોને મુશ્કેલી ઉભી ના થાય તે બાબતની તમામ પ્રકારની કાળજી આ ટીમો બનાવી આવરી લેવામાં આવી છે.1
- પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ દિલ્હીઃ ખાતે જંતર મંતર વિશે શું કહ્યું સાંભળો વિડિઓ માં1
- રાધનપુર શહેરમાં વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી રાધનપુર શહેરમાં વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી રાધનપુર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા ફરજ પ્રત્યેની નિષ્ઠા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. ભારે વરસાદ વચ્ચે પણ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ખડેપગે ફરજ બજાવતા જોવા મળ્યા હતા. ચાલુ વરસાદમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા મનુભાઈ દેસાઈ, તુસારભાઈ ઠાકોર સહિતના સ્ટાફે રસ્તા પર રહી વાહનોનું યોગ્ય સંચાલન કરાવ્યું હતું. વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાવા અને વાહનોની અવરજવર વધવા છતાં પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિકને સુવ્યવસ્થિત રાખવા સતત કામગીરી કરવામાં આવી હતી. વરસાદમાં પલળીને પણ પોતાની ફરજ નિભાવતા ટ્રાફિક પોલીસના કર્મચારીઓની કામગીરીની સ્થાનિક વાહનચાલકો અને નગરજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. ફરજ પ્રત્યેની આ નિષ્ઠા બદલ ટ્રાફિક પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ2
- ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં મોરબી મેયર નીકળી જતા વિવાદ, પત્રકારોના પ્રશ્નોથી ગરમાયો માહોલ મોરબીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મેયર અચાનક નીકળી જતા ચર્ચા અને વિવાદ સર્જાયો હતો. પત્રકારોના પ્રશ્નોને લઈને વાતાવરણ ગરમાયું હતું. બાદમાં જવાબદારોએ જણાવ્યું કે પત્રકારો સાથે જે ઘટના બની તેનું ધ્યાન રાખવામાં આવશે તેમજ આગામી તમામ સામાન્ય સભાઓમાં પત્રકારો માટે અલગથી બેસવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. કોર્પોરેટરના પતિ અંગે પૂછાયેલા પ્રશ્ન પર શું જવાબ આપવામાં આવ્યો, તે જાણવા માટે જુઓ આ વીડિયો.1
- હાઈવે પર બાઈક બેફામ ચલાવી સ્ટંટબાજી કરતા યુવકોનો વીડિયો વાયરલ હાઈવે પર બેફામ ઝડપે બાઈક ચલાવી જોખમી સ્ટંટ કરી પોતાના તેમજ નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં મૂકતા યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આવા બેદરકાર કૃત્યો સામે પોલીસ તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે? રસ્તા પર સ્ટંટ નહીં, સુરક્ષા જરૂરી છે.1