Shuru
Apke Nagar Ki App…
Dwarka
Ajay
Dwarka
More news from Bhavnagar and nearby areas
- તાજી માહિતી મુજબ1
- બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી ગામની એક યુવતીએ ગામના જ એક ઇસમ વિરુદ્ધ દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી છે જેમાં સમગ્ર બનાવ ની વિગત એવી છે જે કાંકરેજ તાલુકાના આકોલી ગામે રહેતી એક યુવતી ને તેનાજ ગામના એક શખ્સ દ્વારા બ્લેકમેલ કરી છેલ્લા ત્રણ વર્ષ થી હેરાન પરેશાન કરતો હતો યુવતીના ફોટા વિડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હતો આ સમગ્ર મામલે યુવતીએ શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ નો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે1
- Jay Hind Gujarat Aaj News Reporter🎥 Shah Rajab Rasul4
- આમોદ: કોંગ્રેસના આક્રમક તેવર સામે તંત્ર ઝૂક્યું, નેશનલ હાઈવે-64 પર સમારકામની કામગીરી શરૂ, વાહનચાલકોને રાહત. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા અતિ મહત્વના ગણાતા નેશનલ હાઈવે-64 ની બિસ્માર હાલત મામલે આખરે તંત્ર જાગ્યું છે. આમોદ ચોકડી પાસેથી પસાર થતા આ માર્ગ પર પડેલા મોટા ખાડા અને ઉડતી ધૂળની ડમરીઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતા. આ પ્રશ્ને બે દિવસ અગાઉ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાનીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેની સીધી અસર હવે જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા તંત્ર અને સરકાર સામે ગંભીર આક્ષેપો કરી જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષાના મુદ્દે આંદોલનાત્મક વલણ અપનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સ્થાનિક ધારાસભ્યને રૂબરૂ આવી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પણ ખુલ્લો પડકાર ફેંકાયો હતો. વિરોધ પક્ષના આ આક્રમક તેવર અને જાહેર જનતાના વધતા દબાણને વશ થઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે તાત્કાલિક ધોરણે હાઈવે પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં ખાડા પૂરવાની અને ધૂળનું પ્રમાણ ઘટાડવાની કામગીરી શરૂ થતા રાહદારીઓએ આંશિક રાહત અનુભવી છે. આ સફળતા અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે, જો જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રએ સમયસર લોકોની પીડા સમજી હોત, તો જનતાને આટલા દિવસો સુધી પરેશાન થવું પડ્યું ન હોત. બીજી તરફ, સ્થાનિક નાગરિકોમાં એવી માંગ પ્રબળ બની છે કે આ કામગીરી માત્ર દેખાડા પૂરતી સીમિત ન રહેતા, કાયમી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે. લોકો આશા રાખી રહ્યા છે કે નેશનલ હાઈવે-64નું મજબૂત સમારકામ થાય જેથી ભવિષ્યમાં ફરીથી અકસ્માત કે સ્વાસ્થ્ય સંબંધી જોખમો ઊભા ન થાય.1
- બાલાસિનોર કમળાના કેસોને લઈને મામલતદાર રાજેન્દ્રસિંહ વાઘેલા શું બોલ્યા1
- મગદલ્લાના દરિયા કિનારે 5 સેકન્ડમાં બોટની જળસમાધિ:સુરત મગદલ્લાના મધદરિયે મોટા વેસેલ જહાજમાંથી કોલસો ભરીને જેટી તરફ આવી રહેલી એક નાની બોટ અચાનક પલટી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ મગદલ્લા દરિયામાં બોટ પલ્ટી 6 લોકો બોટ માં સવાર હતા ની માહિતી મળી તમામ લોકોએ કૂદી ને જીવ બચાવ્યો , નજીક માં બોટ દ્વારા તમામ ને બોટ માં બેસાડી રેસ્ક્યુ કર્યા ઘટનામાં કોઈ જાનહાની ના સમાચાર નહીં1
- ताज़ा खबर।1
- આમોદ: બચ્ચો કા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળો યોજાયો, વિદ્યાર્થીઓએ વ્યવસાયિક કૌશલ્યના પાઠ શીખ્યા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા અને તેમનામાં વ્યવસાયિક અભિગમ કેળવાય તેવા શુભ હેતુ સાથે આમોદ બચ્ચો કા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને વ્યાપારી કુશળતાનો પરિચય આપ્યો હતો. આ રંગારંગ કાર્યક્રમનું ઉદ્ઘાટન આમોદના પી.આઈ.ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદ બચ્ચોકા ઘર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મોહતમિમ મોલાના સાહેબ, સેક્રેટરી જનાબ ઇબ્રાહિમભાઈ રાણા તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રીઓ અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવી તેમને જીવનમાં સતત આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ સ્વહસ્તે તૈયાર કરેલી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ લગાવ્યા હતા. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ટીમવર્ક, આત્મનિર્ભરતા અને આર્થિક વ્યવહારોની સમજ વિકસાવવાનો હતો. વિદ્યાર્થીઓએ પોતે જ ચીજવસ્તુઓનું માર્કેટિંગ અને વેચાણ કરીને વ્યવસાયિક સૂઝબૂઝનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શાળાના મેદાનમાં સર્જાયેલા મેળાના માહોલમાં બાળકો અને સ્ટાફમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. માત્ર મનોરંજન જ નહીં, પરંતુ શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાન આપતી આ પહેલની વાલીઓ અને સ્થાનિકોએ પણ સરાહના કરી હતી. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે જીવનલક્ષી કૌશલ્યો શીખવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.1
- અમરોલી કોલેજ પાસે લુખ્ખા તત્વો ને કાયદાનો પાઠ ભણાવતી અમરોલી પોલીસ.. લુખ્ખા ગીરી ના CCTV વાયરલ થયા હતા.. પોલીસે કાયદાનો પાઠ ભણાવિયો..1