ભરૂચ શહેર ભાજપ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમોનો શરૂ થયો સંકલ્પ 💫 વોર્ડ નં. 7 થી 11નો સ્નેહમિલન દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય રીતે યોજાયો ભરૂચ : દિવાળી પર્વની ઉજવણી સાથે લોકસંપર્ક વધારવાના હેતુસર ભરૂચ શહેર ભાજપ દ્વારા વિવિધ વોર્ડોમાં સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં વોર્ડ નં. 7 થી 11ના સંયુક્ત ઉપક્રમે દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, તેમજ પાંચેય વોર્ડના સભ્યો અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે આગેવાનોએ વોર્ડના નાગરિકો સાથે સીધી વાતચીત કરી દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા **“સ્વદેશી અપનાવો – વોકલ ફોર લોકલ”**ના સંદેશ પર ભાર મૂકાયો હતો. સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ વધારવા અને દેશી ઉદ્યોગોને મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી હતી. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ પાકના નુકસાન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનોએ ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ સરકાર સમક્ષ રજૂ કરીને યોગ્ય વળતર મળે તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અંતમાં આગેવાનોએ આવનારી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષના કાર્યકરોને વધુ સક્રિય બની લોકો સાથે ઘરઘર સુધી પહોંચવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વોર્ડના લોકોએ શહેરના વિકાસ માટે સહકાર આપવાની અપીલ કરી હતી અને ભવિષ્યમાં વધુ એકતા તથા પ્રગતિ માટે સાથે મળીને કાર્ય કરવાની પ્રેરણા આપી હતી.

- નફાની લાલચ આપી એક કરોડથી વધુની સાયબર છેતરપિંડી ગેંગના 4ની ધરપકડ1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- सूरत में लकड़ी के गोदाम में आग लग गई1
- અમદાવાદ શહેરની ઘટના.. પોલીસ અને મહિલા વચ્ચેનો ઘર્ષણ..1
- सूरत: अक्षय रिसॉर्ट में हाई-प्रोफाइल वेश्यावृत्ति का पर्दाफाश; 8 थाई युवतियां और मालिक गिरफ्तार, 20 लाख का मुद्दामाल जब्त1
- સુરતના સરથાણા વિસ્તારમાં લૂંટની બે ઘટના કારમાં આવેલ ચાર આરોપીએ બે ઈસમોને લૂંટી લીધા,બે અલગ અલગ બનાવમાં માર મારી લૂંટ ચલાવી,ચાર આરોપીઓ ઇકો સપોર્ટ કારમાં આવ્યા હતા ,બંને યુવકો પાસેથી રોકડા અથવા દાગીનાની લૂંટ કરી હતી,બંનેની અલગ અલગ લૂંટની ફરિયાદ નોંધવામાં આવી હતી ,લૂંટમાં સંડોવાયેલ ચારેય આરોપીઓને બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યા.4
- શ્રી પરશુરામ સંગઠન દ્વારા રામાયણના પાત્રો પર અનોખી વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ1