સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાનની સભામાં જનઉત્સાહનું અનોખું દૃશ્ય સોમનાથ, તા.૧૧. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ મોદીની સભામાં જનસાગર ઉમટી પડ્યો હતો. સમગ્ર સભા સ્થળે ભક્તિ, ગૌરવ અને રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સોમનાથ નિવાસી રક્ષાબહેન પરમાર ખાસ તૈયાર કરેલું ચિત્ર લઈને આવ્યા હતાં, તેમણે વડાપ્રધાનનો તથા તેમના માતુશ્રી હીરાબાનો તથા સોમનાથ મંદિરનો પેન્સિલ સ્કેચ ચિત્ર તૈયાર કર્યા હતાં તે ચિત્રો લઈ વડાપ્રધાન પ્રત્યે લાગણી વ્યક્ત કરવા સભામાં આવ્યા હતા. તેમણે ભાવુક શબ્દોમાં જણાવ્યું કે, સોમનાથની પવિત્ર ભૂમિ પર જન્મ થયો તેનું ગૌરવ આજે બમણું થઈ ગયું છે. અડગ સ્વાભિમાન અને રાષ્ટ્ર ચેતનાના પ્રતિક સમા સોમનાથ ક્ષેત્ર તથા પ્રભાસની ધરતીને વડાપ્રધાન ના નેતૃત્વ દ્વારા વૈશ્વિક સ્તરે વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું છે. સોમનાથની દીકરી તરીકે શ્રીમતી દક્ષાબહેન પરમારે વડાપ્રધાન પ્રત્યે આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ સમગ્ર પ્રસંગે સોમનાથ સ્વાભિમાન પર્વનું મહાત્મ્ય વધુ ઉજાગર થયું હતું અને ઉપસ્થિત જનમેદની માં ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાનની સભામાં જનઉત્સાહનું અનોખું દૃશ્ય સોમનાથ, તા.૧૧. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ મોદીની સભામાં જનસાગર ઉમટી પડ્યો હતો. સમગ્ર સભા સ્થળે ભક્તિ, ગૌરવ અને રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સોમનાથ નિવાસી રક્ષાબહેન પરમાર ખાસ તૈયાર કરેલું ચિત્ર લઈને આવ્યા હતાં, તેમણે વડાપ્રધાનનો તથા તેમના માતુશ્રી હીરાબાનો તથા સોમનાથ મંદિરનો પેન્સિલ સ્કેચ ચિત્ર તૈયાર કર્યા હતાં તે ચિત્રો લઈ વડાપ્રધાન પ્રત્યે લાગણી વ્યક્ત કરવા સભામાં આવ્યા હતા. તેમણે ભાવુક
શબ્દોમાં જણાવ્યું કે, સોમનાથની પવિત્ર ભૂમિ પર જન્મ થયો તેનું ગૌરવ આજે બમણું થઈ ગયું છે. અડગ સ્વાભિમાન અને રાષ્ટ્ર ચેતનાના પ્રતિક સમા સોમનાથ ક્ષેત્ર તથા પ્રભાસની ધરતીને વડાપ્રધાન ના નેતૃત્વ દ્વારા વૈશ્વિક સ્તરે વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું છે. સોમનાથની દીકરી તરીકે શ્રીમતી દક્ષાબહેન પરમારે વડાપ્રધાન પ્રત્યે આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ સમગ્ર પ્રસંગે સોમનાથ સ્વાભિમાન પર્વનું મહાત્મ્ય વધુ ઉજાગર થયું હતું અને ઉપસ્થિત જનમેદની માં ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
- શાપુર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.. 598 લોકોએ કેમ્પનો લીધો લાભ.. 20 બોટલ રક્ત એકત્ર કરાયું.. વંથલી તાલુકાના શાપુર પટેલ સમાજ ખાતે સામાજિક વનીકરણ રેન્જ આયોજિત અને શાપુર ગ્રામ પંચાયતના સહકારથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ નિદાન કેમ્પમાં હૃદયરોગ, હાડકા,જનરલ સર્જન, કાન નાક ગળા, ડાયાબિટીસ,ફેફસા ,ચામડી,આંખ, દાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત,બાળ રોગ નિષ્ણાંત જેવા નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી આ કેમ્પમાં ૫૯૮ જેટલા લોકોએ આ નિદાન કેપ્મનો લાભ લીધો હતો જેમાં તપાસ દરમિયાન સ્થળ પર જ જરૂરિયાત મંદ લોકોને દવા આપવામાં આવી હતી આ તકે રક્તદાન કેમ્પમાં ૨૦ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ રક્ત થેલેસેમીયા પીડિત બાળકો માટે ઉપયોગ લેવામાં આવશે આ કેમ્પને સફળ બનાવવા આર.એફ. ઓ. સુત્રેજા, રાઉન્ડ ફોરેસ્ટર સી.એમ.ચૌહાણ વનખાતાના કર્મચારીઓ ,ગ્રામ પંચાયતના સરપંચ ટીનુભાઇ ફળદુ, મેડિકલ ઓફિસર ડો. નીલમ પોલરા, ડો. સતિષ પરમાર શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ આ આરોગ્ય કેમ્પમાં સેવા આપનાર તમામ ડોક્ટરો તેમજ કર્મચારીઓનો વનવિભાગના આર. એફ. ઓ.સુત્રેજા તેમજ સરપંચ ટીનુભાઈ ફળદુએ આભાર વ્યકત કર્યો હતો અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ4
- ગીર એટલેકે જંગલ ના રાજાઓ ઠંડીનો મૌસમ માણવા હાઇવે પર ચડી આવ્યા. અમરેલીજિલ્લાના જંગલોમાં વસવાટ કરતા સિહો રોડ પર લટાર મારતા નજરે ચડ્યા. દ્ર્શ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા વાહન ચાલકો સિંહોનું અનોખું રૂપ જોયું....1
- બેંકીંગ, અમરેલી...... જાફરાબાદ...... ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત...... જાફરાબાદના હેમાળ અને છેલણા ગામ વચ્ચે ફોર વ્હીલર કાર પલ્ટી મારી...... સુરત થી સોમનાથ જતી ફોર વ્હીલર કારને નડ્યો અકસ્માત......... નેશનલ હાઈવેની ઘોર બેદરકારી આવી સામે........ હાઇવે પર માટીનો પાળો હોવાથી ફોર વ્હીલર કાર મારી પલ્ટી... ૪ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી....... આ ધટના પગલે આસપાસના સ્થાનિકોએ કારમાંથી સવારોને બહાર કાઢયા....... ભાવનગર -સોમનાથ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતોની ધટના વધી....... બાઈટ ૧:- હર્ષદભાઇ પડસાલા, (સ્થાનિક) રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ2
- રાજુલાના ભેરાઈ રોડ ઉપર દબાણના આક્ષેપો સાથેનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે રાજુલાના ભેરાઈ રોડને પોળો કરવાની વાત ચાલી રહી છે એવામાં આ વિડીયો વાયરલ થતાં જ ચર્ચાઓ એ જોડ પકડ્યું છે1
- हास्य व्यंग।1
- Post by Dave Dhamendra1
- યોગીચોકમાં રહેતી મહિલાએ 7 વર્ષના બાળકને નજીવી બાબતે ઝાપટ મારીને, ઢસળીને ખૂબ ગંભીર ઇજાઓ પહોચાવી + બાળક દ્વારા માત્ર ડોરબેલ વગાડવા જેવી બાબતમાં મહિલાએ બાળકને ખૂબ ક્રૂરતાથી ઇજાઓ આપી, પાડોશી ઝઘડાનો મામલો પોલીસ સુધી પહોંચ્યો અને સરથાણા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાઈ બાળકની માતાને પણ મહિલાએ ધમકી આપી કે જો બાળક હજુ પણ આવું કરશે તો વઘારે મારીશ1
- મુખ્ય સમાચાર1