વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે સ્નાતક કક્ષાના વિધાર્થીઓનો ૧૩મો વેલેડિક્ટરી સમારંભ યોજાયો. જૂનાગઢ વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે બી.વી.એસ.સી. & એ.એચ.નો અભ્યાસ પૂર્ણ કરી ૧૩મી બેચનો વેલીડીકટ્રી કાર્યક્રમ યોજાયો હતો, કામધેનુ યુનિવર્સિટી બન્યા બાદની પ્રથમ બેચ કે જેમાં કુલ ૬૬ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક સાડા પાંચ વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ડૉ. બી. કે.અસવાર, પ્રાધ્યાપક અને વડા તથા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ, વેટરનરી કોલેજ, જૂનાગઢ, મુખ્ય અતિથી ડૉ.અમિત એન. કાનાણી, રીજીયોનલ જોઈન્ટ ડાયરેક્ટર, પશુપાલન વિભાગ, જૂનાગઢ અને અતિથી વિશેષ ડૉ.આર.પી. ભટ્ટ, પ્રિન્સીપાલ, બહાઉદ્દીન સાયંસ કોલેજ, જૂનાગઢ અને ડૉ.એમ. ડી. ઓડેદરા સંશોધન વૈજ્ઞાનિક પશુ ઉછેર કેન્દ્ર, જૂનાગઢ આમંત્રિત સભ્ય તરીકે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ડૉ.આર.ડી. સિંહ સહ-પ્રાધ્યાપક દ્વારા અધ્યક્ષ, મુખ્ય મહેમાન તથા મહેમાનો નો પરિચય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ડૉ.વિરલ ગામિત દ્વારા ઉપસ્થિત મહેમાનો અને સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ટર્નશિપ પૂર્ણ કરનાર વિદ્યાર્થી ચાવડા ઉદયસિંહ અને મહેતા મેઘાવીએ તેમના અભ્યાસકાળના અનુભવો વર્ણવ્યા અને તેમને વ્યાવસાયિક રીતે આગળ વધવામાં માર્ગદર્શન આપનાર શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમના અધ્યક્ષ ડૉ.બી. કે.અસવાર એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વેટરનરી ક્ષેત્રના વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં ખેડૂત અને પશુપાલકોના હિત માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું જોઈએ. મહેમાન તરીકે ઉપસ્થિત ડૉ. અમિત કાનાણીએ પોતાના સંબોધનમાં વેટરનરી વિજ્ઞાન ક્ષેત્રમાં રહેલા વિશાળ અવસરો વિશે માહિતી આપી અને વેટરનરી તબીબો વિવિધ મેડિકલ તથા સંશોધન ક્ષેત્રોમાં કાર્ય કરી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે બેક્ટેરિયા અને વાયરસ સંબંધિત પોતાના સંશોધન અનુભવ તથા વૈશ્વિક સંસ્થાઓ સાથેના કાર્ય અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉ.આર .પી .ભટ્ટ એ ઇન્ટર્ન વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે ભારત જેવા કૃષિ આધારિત દેશમાં પશુપાલનનું મહત્વ ખૂબ વધારે છે. તેમણે વેટરનરી વ્યવસાયની વિનમ્રતા અને સમાજ પ્રત્યેની સેવા ભાવનાની પણ ચર્ચા કરી અને વિદ્યાર્થીઓને સમાજ માટે સમર્પિત બની કાર્ય કરવા પ્રેરણા આપી. કાર્યક્રમના અંતે ડૉ.આર. જે. પાડોદરા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. તેમણે કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ મહાનુભાવો, પ્રાધ્યાપકો અને આયોજન સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું આયોજન એકેડેમિક ઇન્ચાર્જ ડૉ.વિરલ ગામીતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના સંયોજક તરીકે ડૉ.આર. જે. પાડોદરાએ કામગીરી સંભાળી હતી. અંતે મહાનુભાવો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ સાથે સમૂહ ફોટોગ્રાફ લેવામાં આવ્યો હતો અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે સ્નાતક કક્ષાના વિધાર્થીઓનો ૧૩મો વેલેડિક્ટરી સમારંભ યોજાયો. જૂનાગઢ વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે બી.વી.એસ.સી. & એ.એચ.નો અભ્યાસ પૂર્ણ કરી ૧૩મી બેચનો વેલીડીકટ્રી કાર્યક્રમ યોજાયો હતો, કામધેનુ યુનિવર્સિટી બન્યા બાદની પ્રથમ બેચ કે જેમાં કુલ ૬૬ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક સાડા પાંચ વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ડૉ. બી. કે.અસવાર, પ્રાધ્યાપક અને વડા તથા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ, વેટરનરી કોલેજ, જૂનાગઢ, મુખ્ય અતિથી ડૉ.અમિત એન. કાનાણી, રીજીયોનલ જોઈન્ટ ડાયરેક્ટર, પશુપાલન વિભાગ, જૂનાગઢ અને અતિથી વિશેષ ડૉ.આર.પી. ભટ્ટ, પ્રિન્સીપાલ, બહાઉદ્દીન સાયંસ કોલેજ, જૂનાગઢ અને ડૉ.એમ. ડી. ઓડેદરા સંશોધન વૈજ્ઞાનિક પશુ ઉછેર કેન્દ્ર, જૂનાગઢ આમંત્રિત સભ્ય તરીકે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ડૉ.આર.ડી. સિંહ સહ-પ્રાધ્યાપક દ્વારા અધ્યક્ષ, મુખ્ય મહેમાન તથા મહેમાનો નો પરિચય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ડૉ.વિરલ ગામિત દ્વારા ઉપસ્થિત મહેમાનો અને સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ટર્નશિપ પૂર્ણ કરનાર વિદ્યાર્થી ચાવડા ઉદયસિંહ અને મહેતા મેઘાવીએ તેમના અભ્યાસકાળના અનુભવો વર્ણવ્યા અને તેમને વ્યાવસાયિક રીતે આગળ વધવામાં માર્ગદર્શન આપનાર શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમના અધ્યક્ષ ડૉ.બી. કે.અસવાર એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વેટરનરી ક્ષેત્રના વિદ્યાર્થીઓએ
ભવિષ્યમાં ખેડૂત અને પશુપાલકોના હિત માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું જોઈએ. મહેમાન તરીકે ઉપસ્થિત ડૉ. અમિત કાનાણીએ પોતાના સંબોધનમાં વેટરનરી વિજ્ઞાન ક્ષેત્રમાં રહેલા વિશાળ અવસરો વિશે માહિતી આપી અને વેટરનરી તબીબો વિવિધ મેડિકલ તથા સંશોધન ક્ષેત્રોમાં કાર્ય કરી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે બેક્ટેરિયા અને વાયરસ સંબંધિત પોતાના સંશોધન અનુભવ તથા વૈશ્વિક સંસ્થાઓ સાથેના કાર્ય અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉ.આર .પી .ભટ્ટ એ ઇન્ટર્ન વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે ભારત જેવા કૃષિ આધારિત દેશમાં પશુપાલનનું મહત્વ ખૂબ વધારે છે. તેમણે વેટરનરી વ્યવસાયની વિનમ્રતા અને સમાજ પ્રત્યેની સેવા ભાવનાની પણ ચર્ચા કરી અને વિદ્યાર્થીઓને સમાજ માટે સમર્પિત બની કાર્ય કરવા પ્રેરણા આપી. કાર્યક્રમના અંતે ડૉ.આર. જે. પાડોદરા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. તેમણે કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ મહાનુભાવો, પ્રાધ્યાપકો અને આયોજન સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું આયોજન એકેડેમિક ઇન્ચાર્જ ડૉ.વિરલ ગામીતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના સંયોજક તરીકે ડૉ.આર. જે. પાડોદરાએ કામગીરી સંભાળી હતી. અંતે મહાનુભાવો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ સાથે સમૂહ ફોટોગ્રાફ લેવામાં આવ્યો હતો અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
- હાલમાં થોડાજ દિવસો પૂર્વે માંગરોળ તાલુકાના બામણવાડા ગામની સરકારી શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના હજુ શમતી પણ નથી ત્યાં કેશોદ શહેરમાં પણ આવો જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ કેશોદ ના એરપોર્ટ રોડ પર આવેલ પરફેક્ટ એજ્યુકેશન એકેડમીમાં ફરજ બજાવતા શિક્ષક નિકુંજ સાહેબ દ્વારા ધોરણ-૮માં ભણતા વિદ્યાર્થીને નિર્દયી રીતે માર મારવામાં આવ્યો હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. મળતી માહિતી મુજબ લેક્ચર શરૂ થાય તે પહેલાં જ શિક્ષક નિકુંજ સાહેબ ક્લાસરૂમમાં પ્રવેશી ગયા હતા અને કોઈ ખાસ કારણ વગર જ વિદ્યાર્થી પર પોતાની દાઝ ઉતારતા હોય તેમ માર માર્યો હોવાની વાત સામે આવી રહી છે. શિક્ષક દ્વારા કરવામાં આવેલા આ હુમલાથી વિદ્યાર્થી ગભરાઈ ગયો હતો અને બાદમાં સ્કૂલની ઓફિસમાં જઈ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે સ્કૂલ સંચાલન તરફથી કોઈ ગંભીરતા દાખવવામાં આવી ન હતી અને ફરિયાદ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. ત્યારબાદ વિદ્યાર્થી ઘરે જઈ પોતાના માતા-પિતાને ઘટના અંગે માહિતી આપતા પેરેન્ટ્સ તરત જ સ્કૂલમાં પહોંચ્યા હતા. જોકે ત્યાં પણ સંચાલકો તરફથી સંતોષકારક જવાબ ન મળતા આખરે બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બાળકની સારવાર બાદ પેરેન્ટ્સ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવા તરફ પગલાં ભરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાએ ફરી એકવાર સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. મીડિયા દ્વારા સ્કૂલ સંચાલક જયેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આરોપી શિક્ષકને સ્કૂલમાંથી છૂટા કરવામાં આવેલ છે પરંતુ પ્રશ્ન એ છે કે વિદ્યાર્થી પર હાથ ઉઠાવ્યા બાદ માત્ર શિક્ષકને છૂટા કરવાથી જ મામલો પૂરું થઈ જાય કે જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી થશે? વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોવા છતાં કેટલીક શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે અમાનવીય વર્તન થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જે શિક્ષણ પ્રણાલી માટે શરમજનક બાબત ગણાય. શિક્ષણ આપવાની જગ્યાએ વિદ્યાર્થીઓ પર હાથ ઉઠાવવાની માનસિકતા ક્યારેય સ્વીકાર્ય નથી. હવે જોવું રહ્યું કે પોલીસ અને શિક્ષણ વિભાગ આ સમગ્ર મામલે કેટલી ગંભીરતા દાખવે છે અને નિર્દોષ વિદ્યાર્થીને ન્યાય મળે છે કે નહીં. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ2
- Post by પુજારા ન્યુઝ નેટવર્ક1
- 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લાના ધોરાજી માં હાર્દ સમા વિસ્તાર માં આખલા યુદ્ધ ધોરાજી નાં હાર્દ સમા વિસ્તાર એટલે કે શાહજી હોલ થી અવેડા ચોક વચ્ચે હિરપરા વાડી જવાનાં રસ્તે સવારે જ આખલા યુદ્ધ સર્જાયું આ જેતપુર રોડ પર મુખ્યત્વે જુનાગઢ થી જામનગર જવા માટે મુખ્ય રસ્તો છે અને અસંખ્ય વાહનો ની અવરજવર અને અહીં અસંખ્ય દુકાનો આવેલી છે અહીં હોસ્પિટલ પણ આવેલી છે અને આજ માર્ગ પર વિધાર્થીઓ ની અને રાહદારીઓ ની અવરજવર થતી હોય છે આ આખલા યુદ્ધ થી લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો અને દુકાન ધારકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા2
- *આધુનિક સુવિધાઓથી સજ્જ બે કિ.મી. લાંબો માર્ગ શહેરને આપશે નવી ઓળખ* પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સુવ્યવસ્થિત અને આધુનિક વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. છાંયા વિસ્તારમાં રૂ. ૧૫ કરોડના ખર્ચે અંદાજે બે કિલોમીટર લાંબો અને ૧.૯૦ મીટર પહોળો આઇકોનિક રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ નવી બનેલી મહાનગરપાલિકાઓમાં આધુનિક અને દીર્ઘદૃષ્ટિવાળું વિકાસ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના ભાગરૂપે પોરબંદર શહેરને એક આકર્ષક અને સુવિધાસભર માર્ગ મળવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારનો આઇકોનિક રોડ બનાવવાનો મુખ્ય હેતુ શહેરોને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ બનાવવાનો, નાગરિકોને સુરક્ષિત અને સુવિધાસભર માર્ગ વ્યવસ્થા પૂરી પાડવાનો, ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવાનો તથા શહેરની સૌંદર્યવૃદ્ધિ સાથે પર્યાવરણમિત્ર વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોજેક્ટ દ્વારા શહેરમાં રોકાણ અને આર્થિક પ્રવૃત્તિમાં વધારો થાય, પ્રોપર્ટી વેલ્યુ વધે અને પ્રવાસનને પ્રોત્સાહન મળે તેવો સરકારનો અભિગમ છે. પોરબંદર મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આઇકોનિક રોડની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ થશે. છાંયા વિસ્તારમાં બનનાર આ રોડમાં માર્ગના મધ્યમાં ૦.૬૦ મીટર પહોળો ડીવાઈડર બનાવવામાં આવશે, જેમાં ટ્રી પ્લાન્ટેશન સાથે ૧.૨ મીટર (૪ થી ૬ ફૂટ) ઊંચાઈના કદંબ, ગુલમહોર અને લીમડા જેવા વૃક્ષ રોપવામાં આવશે. બંને બાજુ ૬.૫૦ મીટર પહોળો મુખ્ય માર્ગ, ૧.૭૦ મીટર પાર્કિંગ જગ્યા અને ૧.૫૦ મીટર પહોળી ફૂટપાથની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેથી વાહનચાલકો અને પગપાળા ચાલનાર નાગરિકોને સુરક્ષિત અવરજવર મળી રહે. સ્ટ્રીટ ફર્નિચર તરીકે કેટાઈ, થર્મોપ્લાસ્ટર માર્કિંગ, બેંચ અને ડસ્ટબીન મુકવામાં આવશે. માર્ગ પર ૧૦ મીટરના અંતરે કુલ ૪૫૦ ડેકોરેટિવ સ્ટ્રીટ લાઈટ સ્થાપિત કરવામાં આવશે તથા જરૂરિયાત મુજબ સાઈન બોર્ડ મુકવામાં આવશે. ૧૨ અતિ આધુનિક બસ સ્ટેન્ડ ઉભા કરવામાં આવશે, ૩૫૦ બેંચ અને ભારત સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત ૩૨ ડસ્ટબીન તથા બોલાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. માર્ગ વચ્ચે રેલીંગ બનાવવામાં આવશે જેથી સલામતી વધુ મજબૂત બને. ઉપરાંત પાણી લાઈન, ગેસ લાઈન, ઇલેક્ટ્રિક અને કોમ્યુનિકેશન કેબલને અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવશે, જેથી માર્ગ પર પ્રદૂષણ ઘટાડાય અને લાંબા ગાળે જાળવણી ખર્ચ ઓછો રહે. રોડની બંને બાજુ સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવશે, જેથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે અને પાણી ભરાવાની સમસ્યા ટાળી શકાય. આ આઇકોનિક રોડ પૂર્ણ થતાં છાંયા વિસ્તારને નવી ઓળખ મળશે. નાગરિકોની સલામતીમાં વધારો થશે, ટ્રાફિક સુવ્યવસ્થિત બનશે, પ્રોપર્ટી રેવન્યુમાં વૃદ્ધિ થશે અને પ્રવાસીઓ માટે આ વિસ્તાર આકર્ષણનું કેન્દ્ર બનશે. પોરબંદર શહેરના વિકાસમાં આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે.1
- સાબરકાંઠા ઈરાન અમેરિકા ઈઝરાયિલ ના યુદ્ધ ની જવાળા સાબરકાંઠા ના સીરામીક ઉદ્યોગ ne દઝાડી રહી છે1
- તાલુકાના ભેરાઈ ગામે આવેલા પ્રખ્યાત Sakariya Hanumanji Temple તરફ જતો જૂનો રસ્તો ફરી ખોલવાની માંગ સાથે ગામના ખેડૂત અને ભાવિકોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. મળતી માહિતી મુજબ ભેરાઈ ગામે સાકરિયા હનુમાનજી મંદિર તરફ જતો જૂનો રસ્તો વર્ષોથી ગ્રામજનો અને ખેડૂત માટે ઉપયોગમાં લેવાતો હતો. પરંતુ હાલમાં કોર્ટ ગાર્ડનની જમીન ફાળવાતા આ રસ્તો બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂત અને મંદિર તરફ જતા ભાવિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ભેરાઈ ગામના ગ્રામજનો, ખેડૂત અને ભાવિકોએ એકત્રિત થઈ રાજુલા મામલતદારને આવેદનપત્ર આપી મંદિર તરફ જતો જૂનો રસ્તો ફરી ખુલ્લો મૂકવાની માંગ કરી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ રસ્તો બંધ રહેતા ખેતી કામ તેમજ મંદિરે દર્શન કરવા જવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આ મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ગ્રામજનોની સમસ્યાનો વહેલો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.1
- જસદણના ચિતલીયા રોડ પર આવેલા કુવામાં બહાર કાઢવામાં આવ્યો હતો1
- બ્રેકીંગ ધોરાજી ધોરાજી ના ગેલેક્સી ચોક થી જમનાવડ સુધી સીસી રોડ પંદર દિવસ પહેલા ખુલો મુકાયેલ પંદર દિવસમાજ સીસી રોડ ઉપર કાંકરી દેખાવા લાગી સીસી રોડ ઉપર જ્યાં જોવો ત્યાં ખાડાઓ પડવા લાગતા કોંગ્રેસ ભ્રસ્ટાચાર ના લગાવીયા આક્ષેપ કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય એ ધોરાજી મા રોડ મા ભ્રસ્ટાચાર થયા નો લગાવીયો આક્ષેપ ધોરાજી ગેલેક્સી ચોક થી જમનાવડ રોડ મા લોટ પાણી ને લાકડા કહેવત પ્રમાણે બનાવીયો ખુલો મુકવા ની સાથેજ તૂટી ગયો સરકારી તંત્ર ને આ સીસી રોડ બાબતે અનેક વાર રજુવાત કરી છે સરકાર ને સરકારી અધિકારીઓને ખુલ્લી ચેલેન્જ આપી કે આ સીસી રોડ ફરીથી બનાવવા મા નહીં આવે તો 18 મી માર્ચ કોંગ્રેસ કાર્યકર્તા ને સાથે રાખી મશીનરી લઈ રોડ ખોદી નાખવા ની ચેલેન્જ આપી સરકાર ને ખુલ્લી ચેલેન્જ આપી કે તાકાત હોઈ તો રોકી બતાવજો કોન્ટ્રાકટર પાસેથી કોન્ટ્રાકટ ધારાસભ્ય એ રાખ્યો છે અને તેમના મળતીયા દ્વારા આ સીસી રોડ બનાવીયો છે તંત્ર દ્વારા આ સીસી રોડ ના નમૂના લઈ કાર્યવાહી કરવા માગ કરી બાઈટ.. લલિત વસોયા પૂર્વ ધારાસભ્ય2