બોટાદ જિલ્લા કક્ષાએ આશા બહેનો માટે “NIOS સર્ટીફીકેશન” પૂર્વ તૈયારી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ પ્રથમ તબક્કામાં ૫૦ આશા બહેનોને તાલીમ; પરીક્ષા પાસ કરનારને મળશે પ્રમાણપત્ર અને રૂ. ૫,૦૦૦નું પ્રોત્સાહન સમુદાયને ગુણવત્તાસભર અને અસરકારક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તેમજ આશા બહેનોની કાર્યક્ષમતા, જ્ઞાન અને વ્યાવસાયિક વિશ્વસનીયતામાં વધારો થાય તે હેતુસર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) દ્વારા આશા બહેનો માટે સર્ટીફીકેશન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા કક્ષાએ “NIOS સર્ટીફીકેશન” માટેની પૂર્વ તૈયારીરૂપ પાંચ દિવસીય તાલીમનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ વર્ષ ૧૯૮૯માં સ્થાપિત NIOS દેશનું અગ્રણી ઓપન સ્કૂલિંગ શિક્ષણ બોર્ડ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW), રાષ્ટ્રીય આરોગ્ય પ્રણાલી સંસાધન કેન્દ્ર (NHSRC) અને NIOS વચ્ચે થયેલી ત્રિપક્ષીય સમજૂતીના આધારે સમગ્ર દેશમાં આશા બહેનો માટે આ પ્રમાણપત્ર કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. બોટાદ જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભરત પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા આશા રિસોર્સ સેલ દ્વારા કાર્યક્રમનું સુચારૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. બી. એ. ધોળકિયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર. આર. ચૌહાણ તથા આર.સી.એચ. અધિકારીશ્રી ડો. જયદીપ કણઝારિયાના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન બોટાદ જિલ્લાના કુલ ૧૦૦ આશા બહેનોને NIOS સર્ટીફીકેશન કાર્યક્રમમાં જોડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં ૫૦ આશા બહેનોને તાલીમ આપવામાં આવી રહી છે. આ સર્ટીફીકેશન પરીક્ષા NIOS દ્વારા નિર્ધારિત ધોરણો અને અભ્યાસક્રમ મુજબ લેવામાં આવશે. પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરનાર આશા બહેનોને NIOS દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ રૂ. ૫,૦૦૦ની પ્રોત્સાહક રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. પરીક્ષા માટે આશા બહેનોને સંપૂર્ણ રીતે તૈયાર કરી શકાય તે માટે જિલ્લા કક્ષાએ પાંચ દિવસીય પૂર્વ તૈયારી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન માતા અને બાળ આરોગ્ય, રસીકરણ, પોષણ, ચેપી તથા બિનચેપી રોગોની ઓળખ અને નિયંત્રણ, સમુદાય આરોગ્ય સેવાઓ, આરોગ્ય જાગૃતિ, ઘર મુલાકાત, આરોગ્ય કાર્યક્રમોના અસરકારક અમલીકરણ સહિતના વિવિધ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તાલીમમાં જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર (T.O.T.) તરીકે ડો. કિરીટ અણીયાળીયા, ડો. ધર્મેશ દાણીધરીયા, ડો. રાધેશ ધ્રાંગધરીયા, ડો. સેજલ ભૂત, ડો. પારૂલ જમોડ તેમજ જિલ્લા આશા રિસોર્સ સેલના કોઓર્ડિનેટરશ્રી નિમેષ જોશી દ્વારા નિષ્ઠાપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા આશા બહેનોના જ્ઞાન, કૌશલ્ય અને સેવાકીય ક્ષમતામાં વધારો થશે, જેના પરિણામે માતા-બાળ આરોગ્ય સહિત વિવિધ જાહેર આરોગ્ય સેવાઓ વધુ ગુણવત્તાયુક્ત અને અસરકારક રીતે સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચશે. તેમ બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
બોટાદ જિલ્લા કક્ષાએ આશા બહેનો માટે “NIOS સર્ટીફીકેશન” પૂર્વ તૈયારી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ પ્રથમ તબક્કામાં ૫૦ આશા બહેનોને તાલીમ; પરીક્ષા પાસ કરનારને મળશે પ્રમાણપત્ર અને રૂ. ૫,૦૦૦નું પ્રોત્સાહન સમુદાયને ગુણવત્તાસભર અને અસરકારક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તેમજ આશા બહેનોની કાર્યક્ષમતા, જ્ઞાન અને વ્યાવસાયિક વિશ્વસનીયતામાં વધારો થાય તે હેતુસર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) દ્વારા આશા બહેનો માટે સર્ટીફીકેશન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા કક્ષાએ “NIOS સર્ટીફીકેશન” માટેની પૂર્વ તૈયારીરૂપ પાંચ દિવસીય તાલીમનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ વર્ષ ૧૯૮૯માં સ્થાપિત NIOS દેશનું અગ્રણી ઓપન સ્કૂલિંગ શિક્ષણ બોર્ડ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW), રાષ્ટ્રીય આરોગ્ય પ્રણાલી સંસાધન કેન્દ્ર (NHSRC) અને NIOS વચ્ચે થયેલી ત્રિપક્ષીય સમજૂતીના આધારે સમગ્ર દેશમાં આશા બહેનો માટે આ પ્રમાણપત્ર કાર્યક્રમ અમલમાં
મૂકવામાં આવી રહ્યો છે. બોટાદ જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભરત પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા આશા રિસોર્સ સેલ દ્વારા કાર્યક્રમનું સુચારૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. બી. એ. ધોળકિયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર. આર. ચૌહાણ તથા આર.સી.એચ. અધિકારીશ્રી ડો. જયદીપ કણઝારિયાના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન બોટાદ જિલ્લાના કુલ ૧૦૦ આશા બહેનોને NIOS સર્ટીફીકેશન કાર્યક્રમમાં જોડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં ૫૦ આશા બહેનોને તાલીમ આપવામાં આવી રહી છે. આ સર્ટીફીકેશન પરીક્ષા NIOS દ્વારા નિર્ધારિત ધોરણો અને અભ્યાસક્રમ મુજબ લેવામાં આવશે. પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરનાર આશા બહેનોને NIOS દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ રૂ. ૫,૦૦૦ની પ્રોત્સાહક રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. પરીક્ષા માટે આશા બહેનોને સંપૂર્ણ રીતે તૈયાર કરી શકાય તે માટે જિલ્લા
કક્ષાએ પાંચ દિવસીય પૂર્વ તૈયારી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન માતા અને બાળ આરોગ્ય, રસીકરણ, પોષણ, ચેપી તથા બિનચેપી રોગોની ઓળખ અને નિયંત્રણ, સમુદાય આરોગ્ય સેવાઓ, આરોગ્ય જાગૃતિ, ઘર મુલાકાત, આરોગ્ય કાર્યક્રમોના અસરકારક અમલીકરણ સહિતના વિવિધ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તાલીમમાં જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર (T.O.T.) તરીકે ડો. કિરીટ અણીયાળીયા, ડો. ધર્મેશ દાણીધરીયા, ડો. રાધેશ ધ્રાંગધરીયા, ડો. સેજલ ભૂત, ડો. પારૂલ જમોડ તેમજ જિલ્લા આશા રિસોર્સ સેલના કોઓર્ડિનેટરશ્રી નિમેષ જોશી દ્વારા નિષ્ઠાપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા આશા બહેનોના જ્ઞાન, કૌશલ્ય અને સેવાકીય ક્ષમતામાં વધારો થશે, જેના પરિણામે માતા-બાળ આરોગ્ય સહિત વિવિધ જાહેર આરોગ્ય સેવાઓ વધુ ગુણવત્તાયુક્ત અને અસરકારક રીતે સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચશે. તેમ બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
- પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ દિલ્હીઃ ખાતે જંતર મંતર વિશે શું કહ્યું સાંભળો વિડિઓ માં1
- ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ. *ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ.* આજ અમદાવાદ ગ્રામ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય અમદાવાદ ગ્રામ્યના ધંધુકા શહેર વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારો તેમજ ગામડાઓની મુલાકાત લેવામાં આવું. હવામાન વિભાગ દ્વારા તા. 31/07/2026 થી 02/08/2026 દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ હોય. જે ધ્યાનમાં રાખી ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પાણી ભરાવાની શક્યતા ધરાવતા ગામો " મોટાત્રાડીયા " " બાજરડા "તથા સંવેદનશીલ સ્થળોની મુલાકાત કરી ગામના આગેવાનો સરપંચો સાથે તકેદારી અંગે કેવા કેવા પગલાં ભરવા શું તકેદારી રાખવી તે અંગે ચર્ચા કરવામાં આવી. પાણી ભરાયેલા રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવી. કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક 112 અથવા ધંધુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. અફવાઓથી દૂર રહી અધિકૃત સૂચનાઓનું પાલન કરવું.1
- લીંબડી બ્લોક હેલ્થ કચેરી ખાતે હવામાન વિભાગની આગાહીને લઈને PHC ડોક્ટર અને સુપરવાઇઝરની બેઠક યોજી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અતિ ભારે વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી અનુસંધાને લીંબડી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા તત્કાલ PHC ડોક્ટર અને સુપરવાઇઝરની બેઠક યોજી અને phc લેવલે ડોક્ટરો અને સુપરવાઇઝર ની ટીમ બનાવવામાં આવી તેમજ આ ટીમો દ્વારા શું કામગીરી કરવી તે બાબતની તમામ સૂચનાઓ તાલુકા હેલ્થ ઓફિસર ડો, હર્ષિલ સોલંકી, હેલ્થ સુપરવાઇઝર મનોજભાઈ ભટ્ટ દ્વારા સૂચના આપવામાં આવી તેમજ લીબડી બ્લોક લેવલથી જણાવવામાં આવ્યું હતું કે ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ દરેક પ્રકારનો આરોગ્યલક્ષી દવાનો જથ્થો પહોંચતો કરી દેવામાં આવ્યો છે તેમજ સહગર્ભા બહેનો માટે પણ અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે તેમજ સુપરવાઇઝર દ્વારા તેમજ THO દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગાહી સમય દરમિયાન તેમજ આગાહી પૂર્ણ થયા બાદ પણ ગ્રામ્ય કક્ષાએ લોકોને તમામ પ્રકારની આરોગ્ય સુવિધા મળી રહે અને લોકોને મુશ્કેલી ઉભી ના થાય તે બાબતની તમામ પ્રકારની કાળજી આ ટીમો બનાવી આવરી લેવામાં આવી છે.1
- किसीभी देशकी समृध्धी में कृषि उत्पादन फोरेन इनवेस्टमेन्ट जरुरी है ।1
- રેડ એલર્ટ વચ્ચે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એક્શનમાં મોડ માં NDRF-SDRF ટીમની માંગ, સર્કિટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ; આગામી 3 દિવસ ધારાસભ્ય સ્વયં રહેશે હાજર1
- બોટાદ જીલ્લામાં ભારે વરસાદ નું રેડ એલર્ટને પગલે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા એક્શન મોડમાં આવ્યા છે,ધારાસભ્ય એ મુખ્યમંત્રીના OSD તથા ગુજરાત રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાથે તાત્કાલિક ટેલિફોનિક વાતચીત કરી,NDRF-SDRFની ટીમની માંગ કરી છે અને ધારાસભ્ય આગામી 3 દિવસ સ્વયં પોતે કંટ્રોલ રૂમ ખાતે હાજર રહેશે.. બોટાદ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટ અને ભારે વરસાદની સંભાવનાને પગલે, બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. તેમણે મુખ્યમંત્રીના OSD અને ગુજરાત રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન, ધારાસભ્યએ જિલ્લામાં સંભવિત આપત્તિની પરિસ્થિતિને પહોંચી વળવા માટે બોટાદ ખાતે એક NDRF અને એક SDRFની ટીમ તૈનાત કરવાની માંગ કરી હતી. આ ટીમો કોઈપણ કટોકટીના સમયે બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવી શકશે. આ ઉપરાંત, ધારાસભ્યએ બોટાદ જિલ્લા કલેક્ટર સાથે પણ સતત સંપર્કમાં રહી વરસાદની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારો અને વહીવટી તંત્રની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. નાગરિકોને ત્વરિત સહાય અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી, ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ સર્કિટ હાઉસ ખાતે એક વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. વરસાદ સંબંધિત કોઈપણ મુશ્કેલી, આપત્તિ અથવા તાત્કાલિક સહાય માટે નાગરિકો 9998989806 અને 9898989693 નંબર પર સંપર્ક કરી શકશે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ સુધી તેઓ પોતે પણ સર્કિટ હાઉસ ખાતેના આ કંટ્રોલ રૂમમાં પોતાના સ્ટાફ સાથે સતત હાજર રહેશે. તેઓ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખશે, નાગરિકોની રજૂઆતો સાંભળશે અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન સાધી જરૂરી રાહત તથા બચાવ કામગીરી સુનિશ્ચિત કરશે. અંતે, ધારાસભ્યએ બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને અતિ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, નદી, તળાવ, ચેકડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા, અફવાઓથી દૂર રહેવા અને જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે... બાઈટ:ઉમેશભાઈ મકવાણા,ધારાસભ્ય-બોટાદ રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1