વૈશ્વિક સહકારી ક્ષેત્રે અમરેલીના યુવાન હર્ષ સંઘાણી નું ફરી થી નેતૃત્વ વૈશ્વિક સહકારી ક્ષેત્રે અમરેલીના યુવાન હર્ષ સંઘાણી નું ફરી થી નેતૃત્વ હર્ષ ની વાત /રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા સંઘાણી પરિવાર ની નવી પેઢી પણ પોતાના આ વારસા ને આગળ ધપાવી રહી છે. સહકારી અને રાજકીય આગેવાન સારહી પ્રમુખ મુકેશ સંઘાણી નાં પુત્ર હર્ષ સંઘાણીને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA)ની વૈશ્વિક યુવા સમિતિના પ્રમુખપદે બિનહરીફ પુનઃચૂંટણી દ્વારા ફરીથી ચૂંટવામાં આવ્યા છે, પનામા દેશ ખાતે યોજાયેલી ICA વૈશ્વિક પરિષદ અને સામાન્ય સભા 2026માં. વિશ્વના 100થી વધુ દેશોના સહકારી ચળવળના પ્રતિનિધિઓએ સર્વસંમતિથી તેમનામાં વિશ્વાસ મૂકીને આ જવાબદારી ફરી સોંપી છે. આ સિદ્ધિ સાથે તેમણે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. અગાઉ, 3 જુલાઈ, 2025ના રોજ માન્ચેસ્ટર ખાતે યોજાયેલી ચૂંટણીમાં તેઓ આ પદ પર ચૂંટાનારા પ્રથમ એશિયન તથા માત્ર 20 વર્ષની વયે ICAના બોર્ડ મેમ્બર બનનારા ઇતિહાસના સૌથી યુવા વ્યક્તિ બન્યા હતા. હવે, બિનહરીફ પુનઃચૂંટણી થકી તેમણે પોતાના નેતૃત્વ પરના વૈશ્વિક વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે. તેમની આ સિદ્ધિ માટે મુકેશ સંઘાણીએ જણાવ્યું હતું કે એક પિતા-માતા તરીકે, અમે તેમની આ સતત સિદ્ધિઓ પર ગર્વ અનુભવીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેઓ ભવિષ્યમાં પણ વૈશ્વિક યુવા નેતૃત્વમાં આ જ રીતે ઇતિહાસ રચતા રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સહકારી ક્ષેત્રે હર્ષ સંઘાણી ની અવિરત આગેકૂચ યુવા પેઢી ને સહકારી ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી રહી છે.

- બુથ નિર્માણ અભિયાન અંતર્ગત લીલીયા જિલ્લા પંચાયત સીટમાં પ્રશિક્ષણ શિબિર યોજાઈ, સફાઈ કામદારોના વેતન મુદ્દે પણ રજૂઆત... બુથ નિર્માણ અભિયાન અંતર્ગત લીલીયા જિલ્લા પંચાયત સીટમાં પ્રશિક્ષણ શિબિર યોજાઈ, સફાઈ કામદારોના વેતન મુદ્દે પણ રજૂઆત...1
- વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવી પ્રભુદાસભાઈ સતાસિયાનું આમ આદમી પાર્ટીમાં કર્યું સ્વાગત વિસાવદરમાં ’આપ’ નું સંગઠન બન્યું વધુ મજબૂત, પ્રજાહિતના કાર્યોથી પ્રેરાઈને નેતાઓ જોડાયા AAP સાથે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની કામગીરીથી પ્રભાવિત થઈને કોંગ્રેસ છોડી AAPમાં જોડાયો : પ્રભુદાસભાઈ સતાસિયા1
- ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા1
- સોમનાથ થી વડનગર બાઈક યાત્રા નું આટકોટ માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું *ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ 'સોમનાથથી વડનગર' બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે* ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રીશ્રી સવારે ૧૦:૦૦ કલાકે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી વડનગર બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે. જેનો રૂટ ગોંડલથી આટકોટ, જસદણ, વિંછીયા, પાળીયાદ, તરઘરાથી થઇને સાળંગપુર છે. યાત્રા પૂર્ણ થયે મંત્રીશ્રી વિંછીયા તાલુકાના અમરાપુર ગામ જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, સેવા સંકલ્પ અભિયાન હેઠળ તા. ૧૩થી રાજ્યના વિવિધ તીર્થસ્થાનોથી વડનગર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.4
- सउदी अरब ।1
- બોટાદ ના પાળીયાદ પોલીસે દારૂ ભરેલો આઈસર ટ્રક અને બોલેરો પીકઅપ ઝડપી પાડી1
- જૂનાગઢમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી દૂધના રેકેટનો પર્દાફાશ : ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ વિભાગની મોટી કાર્યવાહી જૂનાગઢ : જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં નકલી દૂધ, ઘી અને પનીર બનાવતી અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ છે. આ જ સૂચનાઓના અનુસંધાનમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી બાતમીદારો દ્વારા ચોક્કસ હકીકત મળી હતી કે, જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના ચાંદની ચોક વિસ્તારમાં રહેતો ઇકબાલ ઇબ્રાહિમ ચૌહાણ પોતાના રહેણાંક મકાને દૂધ બનાવવાનો પાવડર તથા પામોલીન તેલનો ઉપયોગ કરી નકલી દૂધ બનાવી રહ્યો છે અને તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તથા ફૂડ ઇન્સ્પેક્ટરશ્રીની ટીમે સંયુક્ત રીતે બાતમીવાળી જગ્યાએ રેડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી ઇકબાલ ઇબ્રાહિમ ચૌહાણ હાજર મળી આવ્યો હતો અને તેના ઘરમાંથી નકલી દૂધ તેમજ દૂધ બનાવવાની સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા: પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે છેલ્લા ચાર-પાંચ મહિનાથી આ ગેરકાયદેસર ધંધો ચલાવે છે. તે મેંદરડા ખાતે આવેલા 'મયુર ટ્રેડર્સ' વાળા મહેશભાઈ પાસેથી પામોલીન તેલ અને દૂધનો પાવડર ખરીદતો હતો. ત્યારબાદ તેલ અને પાવડરમાં પાણી મિક્સ કરી મિક્સરમાં ઘટ્ટ બનાવી નકલી દૂધ તૈયાર કરતો હતો. આ ડુપ્લિકેટ દૂધને ઓરિજિનલ દૂધમાં ભેળવીને સવાર અને સાંજ મળીને દિવસના કુલ ૨૦ થી ૨૨ કેન (આશરે ૮૦૦ થી ૮૮૦ લીટર) નકલી દૂધ તૈયાર કરી નાગલપુર ગામે પ્રાઈવેટ ડેરી ચલાવતા ડાયાભાઈ રબારી તથા નાંદરખી ગામે પ્રાઈવેટ ડેરી ચલાવતા મિતુલભાઈ પટેલને વેચાણ કરતો હતો. આ ઉપરાંત, નાંદરખી ગામના મિતુલભાઈ પટેલ પાસે આજુબાજુના ગામોમાંથી રોજ સરેરાશ ૧૨૦૦ થી ૧૫૦૦ લીટર દૂધ ભેગું થતું હતું, જે તેઓ ઠંડુ કરી માળીયા ચીલિંગ સેન્ટરમાં મોકલતા હતા. તેમજ નાગલપુરના ડાયાભાઈ રબારી પાસે રોજ સરેરાશ ૧૫૦૦ થી ૨૦૦૦ લીટર દૂધ ભેગું થતું હતું, જે વાડલા ફાટક પાસે સોરઠ ડેરીમાં મોકલવામાં આવતું હતું. આ બાબતે ફૂડ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા બનાવટી દૂધના સેમ્પલ મેળવી એફ.એસ.એલ. (FSL) કચેરી ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે અને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન ડાયરી નોંધ કરવામાં આવી છે.1
- લીલીયામાં પત્રકાર અનિલ વાળાના નાના ભાઈના નિવાસસ્થાને ગણપતિ બાપાનું ભવ્ય આગમન... લીલીયામાં પત્રકાર અનિલ વાળાના નાના ભાઈના નિવાસસ્થાને ગણપતિ બાપાનું ભવ્ય આગમન...1