કાલોલ તાલુકાના ફણસી ગામના મોટું ફળિયું વિસ્તારમાં ગત રવિવારે રાત્રે ગાળો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં ચાર શખ્સોએ એક યુવક પર લાકડીઓ અને લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ૨૨ વર્ષીય ઈજાગ્રસ્ત યુવક સુનીલકુમારને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સુનીલકુમાર પોતાના ઘરના આંગણામાં ઊભો હતો ત્યારે ફળિયામાં જ રહેતા ચાર શખ્સો તેના ઘર આગળ ઊભા રહીને જોરજોરથી ખરાબ ગાળો બોલી રહ્યા હતા. સુનીલકુમારે તેઓને ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને હાથમાં લાકડીઓ તથા લોખંડની પાઇપ લઈને દોડી આવ્યા હતા. આ હુમલામાં ઉમેશકુમાર નામના શખ્સે લોખંડની પાઇપ સુનીલકુમારના માથામાં મારી દેતા તે લોહીલુહાણ થઈને નીચે ઢળી પડ્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલા તેના માતા સંગીતાબેનને પણ આરોપીઓએ ગડદાપાટુનો માર માર્યો હતો. આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયો હતો. આ ઘટના સંદર્ભે ઈજાગ્રસ્તના પિતા ભગવાનસિંહ જાદવે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફણસી ગામના જ ચાર આરોપીઓ વિષ્ણુભાઈ વખતસિંહ ચાવડા, ઈશ્વરભાઈ વિનોદભાઈ ચાવડા, ઉમેશકુમાર વિક્રમસિંહ ચાવડા અને ભરતસિંહ બળવંતસિંહ ચાવડા સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા લગભગ બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં તેમજ બીમાર દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાર્મિક યાત્રા અને સામાજિક પ્રસંગોમાં પણ આશરે 50 પરિવારોની વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત, અહીં પીવાના પાણીની સુવિધાનો પણ પૂરતો લાભ લોકોને મળી રહ્યો નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે અહીં બે પાણીની ચોકીઓ ઊભી કરીને પાઇપલાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ટાંકીઓ સાથે જોડાયેલી પાઇપો અને લોખંડની સીડીની ચોરી થઈ ગઈ હતી. અનેક રજૂઆતો છતાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ છે. આથી તેમણે જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને સ્થળ પર તાત્કાલિક તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા નમ્ર અપીલ કરી છે.1
- કાલોલ તાલુકાના બોરુ રોડ પર આવેલી ઓમ રેસીડેન્સીના રહીશો છેલ્લા ૨ વર્ષથી વારંવાર થતા વીજકટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીમાં કાતોલ પંચાયત વિસ્તારના ફીડરમાંથી લાઈન આવતી હોવાથી વારંવાર પાવર કટ ઓફ થાય છે, જેના કારણે રહીશોએ આખી રાત લાઈટ વગર વિતાવવી પડે છે. આ ગંભીર સમસ્યા અંગે સોસાયટીના રહીશો દ્વારા અગાઉ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ અને ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ અરજીઓ આપવામાં આવી હતી તેમજ તાલુકા સ્વાગતમાં પણ પત્ર નંબર ૫૧/૨૦૨૪ દ્વારા રજૂઆત કરાઈ હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. રહીશોનો આક્ષેપ છે કે તેમની સોસાયટીથી માત્ર ૫૦ મીટર દૂર આવેલી ઓમ સાંઈ રેસીડન્સીને કાલોલ ફીડરમાંથી લાઈન અપાઈ છે જ્યાં વીજળી બંધ થતી નથી, જ્યારે તેમની સોસાયટીમાં કાતોલ પંચાયત ફીડર હોવાથી પાવર વારંવાર ગુલ થઈ જાય છે. ચોમાસામાં સામાન્ય વરસાદ કે વાવાઝોડું બંધ થયા પછી પણ આખી રાત વીજળી આવતી નથી. આ ભેદભાવ અને કલાકો સુધી લાઈટો બંધ રહેવા છતાં પૂરું બિલ વસૂલવામાં આવતું હોવાથી, સોસાયટીના પ્રમુખ અશોકભાઈ કે. પરમાર અને રહીશોએ કલેકટર, મામલતદાર તેમજ MGVCLના અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે. જેમાં ચોમાસાના કટ ઓફ સમય નોંધી વીજબીલમાં ૫૦% કાપ આપવા અને કાયમી ધોરણે કાલોલ ફીડર સાથે જોડાણ આપવા માંગ કરી છે. રહીશોએ ચીમકી આપી છે કે જો ૩૦ દિવસમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ તમામ પરિવારો સાથે MGVCLની કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરશે. હવે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને કાયમી ઉકેલ લાવે છે તે જોવાનું રહ્યું.3
- જંબુસર તાલુકાના ડાભા ગામમાં વિકાસ કાર્યો સતત આગળ વધી રહ્યા છે. ગામના સરપંચ સી. શબ્બીરભાઈ આલમના નેતૃત્વ હેઠળ આ તમામ વિકાસલક્ષી કાર્યો સતત આગળ ધપી રહ્યા છે.1
- વડોદરાની એક શાળામાં શિક્ષક દ્વારા બાળકને માર મારવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. બાળકના સગા-સંબંધીઓએ શિક્ષક પર બાળકને ફટકાર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ ગંભીર આક્ષેપો બાદ આખો મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે.1
- રાજકોટમાં ટ્રાફિક ટોઈંગની કામગીરી ફરી એકવાર મોટા વિવાદમાં આવી છે, જ્યાં પોલીસ સાથે થયેલી બબાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે ટોઈંગ વાહનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તેનો વીમો વર્ષ 2023માં જ સમાપ્ત થઈ ગયો હતો. ઘટના દરમિયાન હાજર જાગૃત નાગરિકોએ આ બાબતે સવાલો ઉઠાવવાનું શરૂ કરતા જ ટોઈંગ સ્ટાફ અને પોલીસ સ્થળ પરથી રવાના થઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે હવે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ છે, જેમાં વકીલ અંકિત સોંદરવાએ પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરી રજૂઆત કરી છે. આ ઘટનાને પગલે ટ્રાફિક ટોઈંગની કામગીરી અને સરકારી વાહનોના સત્તાવાર દસ્તાવેજોની સ્થિતિને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરના મુવાડા ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામના નવ કુવાના વીજ જોડાણો છેલ્લા બે મહિનાથી બંધ હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ ડાંગરની રોપણીની મહત્વની સિઝન ચાલી રહી હોવાથી સિંચાઈ માટે વીજળી અત્યંત આવશ્યક છે. ખેડૂતોએ જણાવ્યું છે કે વીજળીના અભાવે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ સમસ્યા અંગે સ્થાનિક ખેડૂતો દ્વારા વીજ વિભાગના અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ખેડૂતોએ વીજ વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ નવ કુવાના વીજ પુરવઠાને નિયમિત શરૂ કરવાની ઉગ્ર માંગ કરી છે.1
- હાલોલના ડી-માર્ટ નજીક શનિવારે એક પૂરઝડપે આવતા બાઇક ચાલકે રમીલાબેન ફતેસિંહ પરમાર નામની વૃદ્ધ મહિલાને અડફેટે લીધા હતા. આશરે 65 વર્ષીય રમીલાબેન જેઓ વાઘવાનીના પ્રતાપપુરાના રહેવાસી છે, તેઓ ડી-માર્ટ સામે રિક્ષાની રાહ જોઈને ઉભા હતા. તે સમયે GIDC તરફથી બેફામ ગતિએ આવી રહેલા બાઇક ચાલકે કાબૂ ગુમાવતા મહિલાને ટક્કર મારી હતી, જેના કારણે તેઓ રોડ પર પટકાયા હતા. ઘટનાસ્થળે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને તાત્કાલિક હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલના તબીબે તપાસ કરતા તેમના પગમાં ફ્રેક્ચર હોવાનું નિદાન કર્યું હતું. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ઉચ્ચ કક્ષાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.1